Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 36. બિઝનેસ ટાયકૂન સ્વરા

અંવેશા અને અર્જુન નો તર્ક યોગ્ય જ હતો, તેમને જે વાત નો ડર લાગી રહ્યો હતો તે ડર દાદી અને ઘર ના અન્ય સભ્યો ના મન માં પણ હતો, પરંતુ એક સત્ય તે પણ હતું કે શું યશ ને સત્ય ની જાણ થઈ ગઈ છે??

આ વિચાર જ કંપાવી મૂકે તેવો હતો. કારણ કે સૌ કોઈ જાણતા હતા કે યશ સ્વરા ને કેટલો પ્રેમ કરતો હતો,તે કેટલો ખુશ પણ રેહવા લાગ્યો હતો જ્યાંર થી સ્વરા તેની લાઇફ માં આવી હતી. તેની થોડી પણ તકલીફ તેના થી બરદાશ થતી ન હતી , તેના દરેક પડેલા બોલ તે પાડતો હતો. છતાં તેના જ પરિવાર ને તેની આ ખુશી બર્દાશ ન થઈ, જે ચાલ તેઓ રમી રહ્યા હતા તેની થોડી પણ જાણ યશ ને થઈ તો .....???પરંતુ

દાદી હજી શાંત જ હતા. અંવેશા અને અર્જુન ની રજૂઆત નો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો, કારણ કે દાદી ને સ્વરા થી જ દિક્કત ન હતી પરંતુ તેમને તો યશ ની શાદી થી જ દીક્કત હતી. તે કોઈ પણ ભોગે યશ ને પોતાના થી દુર થવા દેવા માંગતા ન હતા.અને યશ ની શાદી એટલે ફરી તેના થી દુરી.,

દાદી .....દાદી કઈ તો જવાબ આપો, તમે શું વિચારો છો ??,અર્જુન અને અંવેશા હવે અધીરા બન્યા હતા.

હમમ......

સ્વસ્થ થતાં દાદી એ માત્ર હકાર માં માથું ધુણાવ્યું, હવે તેમનું આ જ કામ બાકી રહ્યું હતું, કારણ કે તેમણે દેવ, અણવેશા અને કંગના નો સાથ આપીને જે સ્વરા સાથે કર્યું તે પછી તો દાદી તેમના માટે માત્ર જરૂર પૂરતા જ રહ્યા હતા, યશ અને સ્વરા જે સમમાન આપતા તે હવે તેમને મળતું ન હતું. તેમને માત્ર એક જ ડર હતો કે યશ ને આ બધી જાણ ન થાય અને તેમના આ ડર નો લાભ ઘરના અન્ય સભ્યો પૂરેપૂરો ઉતારતા હતા. અત્યારે પણ અર્જુન અને અંવેશા તેમની વાત મનાવવા માટે જ અહી આવ્યા હતા. આ બધું દાદી બરાબર સમજતા હતા પરંતુ હવે તેમના હાથ માં કઈ ન હતું.

મલિક મેન્શન ની બહાર નીકળ્યા પછી અર્જુન અને અંવેશા નીતા ને મળવા નીકળી ગયા, દાદી તે બન્ને ની ગાડી ને દૂર જતી જોઈ રહ્યા, તેમને બધું ધૂંધળું દેખાવા લાગ્યું, માત્ર સ્પષ્ટ હતું સ્વરા સાથે નું ભૂતકાળ, યશ્વ નો જન્મ, સ્વરા ના નામે મલિક એમ્પાયર ના શેર, તકરાર, દલીલ , સાજિશ,ચોરી, સદમો , દાદી ની બીમારી, દવા ની ફેર બદલી, સ્વરા ઉપર ઈલજામ, ઝગડાઓ, બટવારા ની ચાલ અને અંતે ડિવોર્સ.....શું જરૂર હતી આ કાવતરા ની...?? કારણ કે કરેલું ક્યારેય જતું નથી. શું સ્વરા બદલો લઈ રહી છે કારણ કે તેતો બધું જાણતી જ હતી. બધું જ સત્ય, બધાનું સત્ય , મારું પણ...

તેણે ત્યારે પણ ઘણી દલીલો રજૂ કરી હતી પણ
....... અત્યારે સમય જુદો છે તેનો પણ અને અમારો પણ ....આ બધી ગડમથલ હજી તો ચાલી જ રહી હતી ત્યાં જ તેમને એક ચમકારો થયો , તેમણે તરત જ પોતાના સેક્રેટરી ને ફોન લગાડ્યો અને મલિક એમ્પાયર ના શેર વિશે જણાવવા કહ્યું,

આ બાજુ અંવેશા અને અર્જુન ને પણ દાદી ઉપર શંકા હતી , કારણ કે તેમને દાદી ના વર્તન કઈક જુદું લાગ્યું હતું . આજે દાદી કઈ ઊંડા વિચાર માં હતા ,દાદી ના જવાબ તે રજક ન હતી જેવી તે ઈચ્છતા હતા આથી તેમને હવે દાદી ઉપર વિશ્વાસ ન હતો , તેઓ ગમે તે ભોગે ઝડપથી નીતા અને યશ ની શાદી કરાવવા માંગતા હતા. પણ શું યશ માનશે ખરો...??