પ્રિવિલ હોસ્પિટલ યું એસ.....
Monday... midnight time 2.30 a.m
સ્વરા અત્યારે નાઈટ ડ્યુટી ઉપર હતી. તેની મિટિંગ થોડી વાર પેહલા જ પૂરી થઈ હતી . ડોક્ટર ઝોન સાથેની લાંબી ચર્ચા પછી પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ હદય મળી આવતું ન હતું જે પેશન્ટના હૃદય સાથે અનુકૂળ પણ હોય. ડોક્ટરો અને પરિવારો પણ ઘણા જ પ્રયત્ન કરી ચૂક્યા હતા પેશન્ટની જાન બચી શકે એમ હતું પરંતુ સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય તો......
ખૂબ પ્રયત્નો કર્યા પછી સૌ કોઈ આશા ગુમાવી રહ્યા હતા કારણ કે પેશન્ટ પાસે ખૂબ જ ઓછો સમય હતો. સ્વરા પણ હતાશ જતી તેને પોતાનું મન ભટકાવવા ટીવી ઓન કર્યું અત્યારે ટીવી ઉપર ડેલવેર સિટીના ન્યુઝ ચાલી રહ્યા હતા. અહીંના એક યુવાને પોતાની જ ઓફિસના નવમા માળેથી છલાંગ લગાવી હતી જેના કારણે તેનું બ્રેન હેમરેજ થઈ ગયું હતું એટલે કે આ યુવાન વચ્ચેની સ્થિતિમાં હતો શરીરમાં શ્વાસ તો હતો પરંતુ મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું આથી આ યુવાન સંપૂર્ણપણે ખાટલા વર્ષ હતો અને સાંભળતા સ્વરા ના મગજમાં ચમકારો થયો. આ યુવાન જે હોસ્પિટલમાં દાખલ હતો તેણે ત્યાં ફોન લગાડ્યો અને આ ઘટનાની સંપૂર્ણ સ્થિતિ વિશે જાણકારી મેળવી ડોક્ટર ફોબસ જે અત્યારે આ યુવાનો કેસ સંભાળી રહ્યા હતા તેમની સાથે પણ વાત થઈ પરિસ્થિતિ જોતા લાગી રહ્યું હતું કે હવે આ યુવાન કોઈપણ રીતે પાછો પોતાની મૂળ અવસ્થામાં આવી શકે તેમ નથી આ જીવન તેને આમ જ ખાટલા વર્ષ રહેવાનું છે તેને ડોક્ટર ફોબર્સ પાસેથી યુવાનના હૃદયની તપાસ કરાવી...
અને અંતે જાણે કોઈ ચમત્કાર જ થયો હોય તેમ તેને પોતાના પેશન્ટ માટે જે પ્રકારની સ્થિતિનું હૃદય જોતું હતું તે જ આ યુવાન પાસે હતું તેને ડોક્ટરને પોતાના કેસની સંપૂર્ણ જાણકારી બતાવી અને ડોક્ટર ની મદદ માંગી કારણકે પેલો યુવાન બ્રેન હેમરાજ ને કારણે મૃત અવસ્થામાં જ હતો અને સ્વરાની પેશન્ટ પણ જો યોગ્ય સમયે તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો તે પણ મૃત જ હતી આથી બંને મરે તેના કરતાં તો કોઈ એક પોતાનો જીવ ગુમાવીને બીજાને જીવનદાન બક્ષે તેનાથી વધુ સારું શું હોઈ શકે..
પરંતુ ખરેખર આ શક્ય કરવું ઘણું અઘરું હતું કારણ કે ડેલવેરથી ન્યૂયોર્ક ની પ્રીવિલ હોસ્પિટલ સુધી હૃદય લાવવું સહેલું ન હતું. આ બંને સીટી વચ્ચેનું અંતર 188 માઈલ નું હતું આથી હૃદય પહોંચાડવા માટે ઓછામાં ઓછો ત્રણ કલાક જેટલો સમય લાગે અને તે પણ જો નિરંતર અને યોગ્ય ઝડપે પહોંચે તો જ પરંતુ આ કામ કોણ કરી શકે અને તેનાથી મોટો પ્રશ્ન એ હતો કે શું યુવાનનો પરિવાર આ વિશે સંમતિ આપશે ખરો....??
સ્વરા એ તરત જ પેલા પેશન્ટની ફાઈલ લઈને ડોક્ટર જોન્સને કોલ લગાડ્યો અને આ કેસની સંપૂર્ણ વિગત જણાવી પેશન્ટના હૃદયની સ્થિતિ પણ એનાલિસિસ કરીને સ્પષ્ટ કરી ડોક્ટર જોન્સ પણ થોડીવાર માટે મૂંઝાઈ ગયા કારણકે આ બધું કરવું એટલું બધું સરળ ન હતું અને તે પણ 12 કલાકની અંદર કારણ કે સ્વરાના પેશન્ટ પાસે આનાથી વધુ સમય ન હતો પરંતુ સ્વરાના આત્મવિશ્વાસ ને જોઈને તેમને પણ હિંમત કરવાનો નિશ્ચય કરી લીધો. સ્વરા ની પ્લેનિંગ પ્રમાણે તેમને એક કુશળ ડ્રાઇવરની જરૂર હતી. આ માટે ડોક્ટર જોન્સે ત્યાંના પોલીસ અધિકારીને સંપર્ક કર્યો તરત જ ડોક્ટર ફોબસ અને જોન્સ ની મદદથી બધું જ ગોઠવાઈ ગયું પરંતુ....
જે યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું તેના પરિવારે આ માટે સંમતિ આપી નહીં અને પરિવારની સંમતિ ખૂબ જ જરૂરી હતી ડોક્ટર ફોબસ અને ડોક્ટર જોન્સ દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ કોઈપણ પરિવાર પોતાના જ પરિવારના સદસ્ય ને મારી નાખવાની પરવાનગી કેમ આપી શકે કારણ કે હજી તે યુવાનના શરીરમાં જીવતો હતો ભલે ને તે સ્થિર અવસ્થામાં ન હોઈ...
"હવે શું...???"
"હવે આમાં કંઈ ના થઈ શકે..."
.
.
.
"ડોક્ટર હું શું તે પેશન્ટના પરિવાર સાથે વાત કરી શકું"
"ડોક્ટર સ્વરા મને નથી લાગતું કે પરિવાર દ્વારા અને પરવાનગી મળે
"હા ડો.સ્વરા હું જાણું છું કે તું તારા પેશન્ટને લઈને ખુબ જ સિરિયસ છો પરંતુ જ્યાં સુધી પરિવાર દ્વારા પરમિશન ન મળે ત્યાં સુધી આમાં કંઈ પણ આગળ થઈ શકે નહીં."
"પરંતુ .....ડોક્ટર, પ્લીઝ..... પ્લીઝ મને એક પ્રયત્ન કરવા દો હું તે પરિવારના સભ્યોને મારી રીતે સમજાવવા નો પ્રયત્ન કરીશ "
સ્વરાની જીદ આગળ ડોક્ટર ફોબર્શે પરિવારના સભ્યોનો સ્વરા સાથે સંપર્ક કરાવી આપ્યો .. સ્વરા એ તે સદસ્ય સાથે એક ડોક્ટર બનીને નહીં પરંતુ એક માતા બનીને પોતાનો મત સમજાવવાનો પ્રયત્ન કરતા પોતાની વાત શરૂ કરી
" હું જાણું છું કે તમારી માટે આ નિર્ણય લેવો ખૂબ જ અઘરો છે પરંતુ તમે સામે પથારીમાં જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે માત્ર શ્વાસ લઈ રહ્યો છે એટલે કે તે આ દુનિયામાં માત્ર શ્વાસ લેવા પૂરતો જ જીવંત છે હવે તે એક મૃત વ્યક્તિની માફક જ જીવન ગાળવાનો છે અને તે પણ તેની માટે અઘરું જ છે...
કારણ કે બ્રેન હેમરેજ ને કારણે તેનું મગજ કમાન્ડ આપતું બંધ થઈ ગયું છે આથી તે હલી ચલી શકે તેમ તો છે જ નહીં આવી જ કંડીશનમાં અહીં ની પથારીમાં એક દીકરી સુતેલી છે પરંતુ તે ફરી પાછી જીવંત થઈ શકે છે જો તેનું સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય તો અને તે શક્ય પણ છે જો આપના દીકરાનું હૃદય તેને મળી જાય તો
એટલે કે બંને માતા પોતાના સંતાનો ગુમાવે તેના કરતાં તો બંને માતાના સંતાનો કોઈ એકમાં જીવંત રહે પરંતુ આ તમારી પરવાનગી વગર શક્ય નથી..."
તો હવે નિર્ણય તમારે કરવાનો છે હું તમારા જવાબની રાહ જોઈશ સ્વરા ના શબ્દો એટલા બધા લાગણીશીલ હતા કે ડોક્ટર જોન્સ અને ડોકટર ફોબર્ષ પણ ભાવુક થઈ ગયા ....
.
..
....
.....
આ ઘટના પછી સૌ કોઈ સ્ટાફ, સિનિયર ડોક્ટર અને સંપુર્ણ મેડિકલ ટીમ દ્વારા તાલીથી અને પ્રસંશા થી સ્વરા ને વધાવી રહી હતી....કારણકે જે કામ ન્યુ યોર્ક ના હાઇ લેવલ ના સિનિયર ડોક્ટર થી પણ ન થયું તે કામ આજે સ્વરા એ કરી બતાવ્યું હતું. તેનો આ દશ વર્ષ નો તબીબી સેવા નો અનુભવ ખરેખર અને ખાસ તો તેની આત્મવિશ્વાસ થી પૂર્ણ વાતો જેની માટે તે ઇન્દોર માં પણ જાણીતી હતી તેને જ કારણે આ અઘરું કામ સફળ થઈ રહ્યું હતું.
તબીબી સારવાર દરમિયાન ક્યારેક તબીબ તો ક્યારેક પરિવાર જન મનોબળ તૂટવાને કારણે હિંમત હારી જતા હોય છે પણ આજ આત્મવિશ્વાસ પાછો લાવવો ઘણો અઘરો થઈ પડે છે. પરંતુ સ્વરાને જ કારણે આ ચાર કલાક ની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શક્ય બની હતી.
યોગ્ય સમયે ડેલવેરથી ન્યૂયોર્ક સુધી હાર્ટ બાય રોડ દ્વારા ટ્રાન્સફર કરાયું હતું અને આ બધું જ રાત્રિના ત્રણથી બપોરના 2:00 વાગ્યા દરમિયાન થઈ ગયું હતું એક પરિવાર કોઈનો જીવ બચાવીને ખુશ હતા તો એક પરિવારનો સદસ્ય નો પુનો જન્મ થયો હતો ડોક્ટર સ્ટાફ સાથે પરિવારો પણ ખુશ હતા...