શ્રીમદ ભાગવત ગીતા શું કહે છે Urmeev Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીમદ ભાગવત ગીતા શું કહે છે

અનંત અવિસ્મરણીય અનુભવ એ માત્ર અને માત્ર શ્રીમદ્ ભગવત ગીતા ના જ્ઞાન સાગર જ માથી ઉદ્ભવે છે:

કલ્પના અને વિચાર એ ભવિષ્ય છે. ત્યાગ અને સમર્પણ એ ભૂતકાળ છે. અવાજની ગતિથી આગળ પ્રકાશ છે. અને પ્રકાશની ગતિ થી પણ આગળ મનની ગતી છે. મન ની ગતી કાષ્ઠ છે. ત્રણ શક્તિ ઇચ્છાશક્તિ, કર્મ શક્તિ જ્ઞાનશક્તિ ઇચ્છાશક્તિ ભવિષ્ય દર્શાવે છે, કર્મ શક્તિ એ વર્તમાન અને જ્ઞાન શક્તિ જીવન જીવવાનો સાર છે. શ્રદ્ધાની હદે અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, આત્મવિશ્વાસની હદથી અભિમાન ઉત્પન્ન થાય છે, કરકસરાય ની હદથી લોભ ઉત્પન્ન થાય છે અને લોભની હદથી ઈર્ષા ઉત્પન્ન થાય છે. કળિયુગની માયાવી પ્રકૃતિ છે તેથી સમગ્ર વિશ્વમાં સંસાર સાગરમાં તરવા વાળા કોઈ માયાથી પર નથી. અને માયાવી વૃતી અસુરી વૃત્તિ છે. પરિણામે ક્રોધ ઈર્ષા અને ઉદ્વેગ એ માનવ ની અંદર ગૌણ પ્રકૃતિ બની જાય છે.પણ એનાથી ડરવાની જરૂર નથી એ તમારા તત્, સમો અને રજો ગુણ થી નક્કી થાય છે. અને એ બધા ગુણ તમારા રોજબરોજ ના જમવા પર થી નક્કી થાય છે. ઉર્જા એ અવિનાશી છે. તેનો નાશ નથી તેનો વ્યય નથી. વિશ્વના સમય સિવાય તમારી પાસે પણ નોખો સમય છે. જેનો સદ્ ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે થવો જોઈએ

પાચ પ્રકૃતિ થી સર્વ બ્રહ્માંડ છે. અને માનવ ખુદ પંચતત્વ છે. અગ્નિ ( પૃથ્વી ના પેટાળ માં વસેલી ) વિના પૃથ્વી નથી સાગર વિના સૃષ્ટિ નથી ધરતી વિના અવકાશ નથી ઉષ્મા વિના પ્રકાશ નથી. નિયમોની ફેરવી શકો પણ સિદ્ધાંતો ને ફેરવી શકાતા નથી. વટવૃક્ષ છે તો બીજ છે અને બીજ છે તો જ વટ વૃક્ષ થઈ શકે છે.ઈશ એ ખૂબ વામણો છે અને વિરાટ પણ ખરો એમ જ ઈશ્વર એ આકાર માં ય’ છે અને એ નિરાકાર પણ છે. જે જાણ્યું નથી એવું વિજાણ્યું જ્ઞાન એ વિજ્ઞાન છે જેમકે વિશાળ સાગર માંથી એક કળશ ભરીને સાબિત નથી થતું કે સમગ્ર સાગર નું પાણી સમાય ગયું.જેમ મન ની ગતિ કાષ્ઠ છે એટલેકે સેકન્ડ નો 36000 માં ભાગ જેટલી છે. જે પ્રકાશ ની ગતિ થી પણ ક્યાંય આગળ છે, તેવી જ રીતે મન ની ગતિ થી પણ આગળ કોઈ ગતી છે. જેનું જ્ઞાન એ માનવ શક્તિ ની હદ માં નથી.આ સમગ્ર બ્રમ્હાંડ માં એવા ઉલ્કપિંડો છે જે પૃથ્વી કરતા પણ મોટા છે જે પૃથ્વી સાથે ગમે ત્યારે ટકરાય શકે છે, સુર્ય નથી તો પૃથ્વીનું અસ્તિત્વ નથી,ચંદ્ર નથી તો પૃથ્વીનું અસ્તિત્વ નથી, સૂર્યમંડળમાં પૃથ્વી નું સ્થાન ત્રીજું નથી તો પૃથ્વી નું સ્થાન નથી. ગુરુ ગ્રહ નથી તો પૃથ્વીનું અસ્તિત્વ નથી, વૃક્ષો નથી તો પૃથ્વીનું અસ્તિત્વ નથી અને વરસાદ નથી તો પણ પૃથ્વીનું અસ્તિત્વ નથી.સર્જન ના કારણો અમુક છે અને વિનાશ ના કારણો કેટલા બધા છે. આવી બધી જો અનિયમિતતા હોય અને એમાં આપણે નિમિત્ત છીએ, એ ઈશ્વર છે એનું એક સચોટ ઉદાહરણ છે.



લેખક : ઉર્મિવ સરવૈયા

નોંધ : આ રચના ના તમામ કૉપિરાઇટ મૂળ લેખક ના છે.તેનો સીધો કે આડકતરો ઉપયોગ એ ગુનાહ ને પાત્ર છે.જેની તમામે નોંધ લેવી.



આ રચના ઉપયોગ કરવો હોય તો લેખક પાસે લેખિત માં લેવો.

લેખક વિશે : ઉર્મિવ સરવૈયા.ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકારોમાં આ નામ અત્યારે માનભેર લેવાય છે. ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના નાનકડા ગામ ખારી ના એક કુંભાર પરિવારમાં એમનો જન્મ અને ભાવનગરમાં શિક્ષણ કેમિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી ચૂકેલા આ સર્જકે લેખનમાં પોતાની કારકિર્દી બનાવી છે. માત્ર 18 વર્ષની ઉંમરે એમણે ગુજરાતી સાહિત્ય ને નવો દીવો આપ્યો જેને ગુજરાતી વાચકો અને સાહિત્યકારો એ વધાવી લીધો. સંબંધો, લાગણી, સામાજિક વિટંબણાઓ, કુરિવાજો, માણસની અંદર ચાલતી ગડમથલો ને જીવનની સ્થિતિ પરિસ્થિતિને આલેખતી ઉર્મીવ સરવૈયા ની લેખન કળા થી સૌ ને અચંભિત કરી રહ્યા છે.