આજ ના છાપા માં સુરત ની અલગ અલગ જગ્યાથી બે છોકરા ના ગુમ થયા ની ખબર છપાય હતી. વાચી ને કમિશનર ઓફ સુરત પિકે. મેનન સાહેબે બેવ જગ્યાએ કોલ કરી ને પૂછપરછ કરી.જાણ થઈ કે પેહલા છોકરાએ 10 પાસ કર્યું હતું અને બીજા છોકરાએ 12 પાસ કર્યું હતું.અને કમિશનરે જલદી થી બંને છોકરા ને ટ્રેસ કરવાના આદેશ આપ્યો.
આ સાથે જ તેવો નવા બનેલા ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટર ની સાથે counseling કરવા માટે ગયા.રૂમ માં પ્રવેશતાં જ તમામ લોકો એ પોતાની સીટ પર ઊભા થઈ ને ગુડ મોર્નિંગ કહ્યું અને કમિશનર સાહેબે પણ હાથ જોડી વંદન કર્યા.પોતાનું ઇટ્રોડકશન કર્યું અને પછી પૂછ્યું,"હવે જે પણ સવાલો છે એના જવાબ આપવા હું તૈયાર છું તમે મને કંઈ પણ પૂછી શકો છો. પિન ડ્રોપ સાયલન્સ પછી આઇપીએસ પ્રજાપતિ એ એક સવાલ પૂછ્યો," સર મે આપન કેસો પર સ્ટડી કરી છે એમાં બધાય કેસો વિશે જાણ્યું પણ કેસ ફાઈલ 51 વિશે એમાં વધારે ditels ન હતી.આપ અમને આ કેસ વિશે વિસ્તૃત વર્ણન કરો.”
એક ઊંડો શ્વાસ છોડી ને કમિશનરે પોતાના ચશ્મા ઉતર્યા . સૌ લોકો સ્તબ્ધ બની ગયા.અને ફરી ચશ્મા પેહરી ને હાથ માં ચોક દીધો અને બોર્ડ ( કાળું પાટિયું ) પર 4 શબ્દો લખ્યા એ ક્રમ પ્રમાણે કઈક આવા હતા. C.B.l ,NCB,ED અને RAW. બધાય લોકો યે જોયું અને કમિશનરે કહ્યું," આ ચારેય બ્રાન્ચ અને પાંચમી ગુજરાત પોલીસ ને હચ મચાવી નાખી આ કેસ ફાઈલ 51 એ.. દુનિયા ના ટોપ સિલયર કિલર ના કેસો માંથી આ કેસ હતો.."
તે આગળ કહે છે," ભારત ના તમામ રાજ્યો તથા ગણ રાજ્યો ના કેસો નો સરવાળો એટલે કેસ ફાઈલ 51.. "
પડખે પડેલી ચેર પર બેસી ને કહ્યું," જે કોઈ ને કઈ પણ કાર્ય હોય તો એ જઈ શકે છે અને 10 મિનિટ માં જેને કોલ અથવા અન્ય કઈ કામ હોય તો નિપટાવી દે અને પછી આપને હું આ કેસ વિશે જાણવું." ઘડીક બધે હલ ચલ મચી ગઇ અને બધાજ શોર શરાબ કરવા લાગ્યા.કમિશનર ની ઘડિયાળ ના ટીક ટિક નો કાટો 12 પર પોગ્યો અને અને જોર થી કીધું , " સાયલેન્ટ " બધા ચૂપ થઈ ગયા અને બોર્ડ પર કમિશનરે ડસ્ટર માર્યું અને બોર્ડ પર ચોક થી એક વાક્ય લખ્યું..
અમદાવાદ કેસ ન 1
( હવે તમામ ચર્ચા કમિશનર દ્વારા કરવા માં આવે છે)
કમિશનર નો હોદ્દો સંભાળ્યો અનો પ્રથમ દિવસ સૌ કોઈ મને વધામણા આપતું હતું.મારી લાઇફ નો સૌથી ખુશનુમાં દિવસ હતો અને સાથે સાથે જીવન નો સૌથી ખરાબ દિવસ પણ ખરો. મણિનગર ની બાજુમાં વંદનપુર સોસાયટી અને બાજુ ની ગટર માંથી દુર્ગંધ આવતી હતી લોકો ને જાણ થતાં જ તે દુર્ગંધ ની તપાસ કરે છે.તપાસ કરવા આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા 5 લોકો ના મડદા પડ્યા હતા. બધાય ના જમણા પગ નો છેલ્લી આંગળી કપાયેલી અને 2 જણ ના પેટ પર તથા 3 જણ ની છાતી પર ચાકુ થી ત્રિકોણ માં ત્રણ આડા લીટ તાણ્યા હતા.તરતજ એ લોકો એ પાસેના પોલીસ સ્ટેશન માં ખબર કરી અને સાફ જાહેર હતુંકે આ એક સિલિયર કિલર મર્ડર હતું.એટલે તરતજ મને કોલ આવ્યો અને એ જગ્યા નિ મુલાકાત લીધી ,મારી લાઇફ માં પ્રથમ વાર મે આવું જોયું હતું.આ જોઈ મારા હાજા ગગડી ગયા હતા.પણ આતો માત્ર એક શરૂવાત હતી..
આ સાથેજ એક બેલ વાગે છે.અને આ બધી ચર્ચા માં ભંગ પડે છે. સામે આપેલી ઘડિયાળ માં 5 વાગ્યા નો સમય થયો હતો અને આ બધી વાત માં 2 કલાક નો સમય વિતી ગયો હતો.ચર્ચા માં દખલ પોહતાજ કમિશરે ચર્ચા ને કાલે કરીશું એમ કહી ટેબલ પર પડેલી પોલીસ ટોપી ને પેહરિલે છે.બધા આ કેસ ફાઈલ 51 ને વધુ જાણવા ઈચ્છતા હતા પરંતુ સમય ની મર્યાદા આડી આવી... બધાય વિચારો માં મગ્ન થઈ ને બહાર નીકળ્યા. અને કમિશનર પણ રૂમ માંથી બહાર નીકળ્યા.........( To be Continue)
...........................................................................
નોંધ:
આ માત્ર એક કાલ્પનિક ઘટના પર આધારિત છે ,વાસ્તવિકતા સાથે કોઈ પણ સંબંધ ધરાવતું નથી.સંબંધ હોય તો પણ આ માત્ર એક સાયોગ છે.આભાર !