ફાર્મ હાઉસ જઈને પહેલા તો એમને એમના ફાર્મ હાઉસ નાં દરવાજા બંધ કરી દીધા અને કિશન ભાઈ એ એમના બેગ માંથી મોહિની ની બુક નીકાળી... એને બુક ને વાંચવા લાગ્યા....
બુક માં બધુંજ લખેલું હતું કે જ્યારે એ કોલેજ માં ગઈ અને કોલેજ માંથી એને ધીરે ધીરે મિત્રો મળ્યા એ બધું...પણ આ બધું તો કિશન ભાઈ એ જાણેલું હતું કારણ કે મોહિની એ રૂબરૂ વાત કરી હતી..પછી કિશન ભાઈ એ આગળ નાં 50 પાના વેરવ્યા અને એ ટાઈમ આવ્યો જે મોહિની ને ખબર પડે છે કે રાજ બીજા ને પ્રેમ કરે છે જેની એના જોડે સગાઈ થવા ની હતી...તે ટાઈમ પછી તે 2 મહિના વીતી ગયા હતા...
પછી અંદર લખ્યું હતું કે જ્યારે આ વાત નાં 2 મહિના વીતી ગયા હતા તો તેના પછી ...હું ઘરે બેસી હતી....અને મારા બાજુ માં મામા બેઠા હતા..તે મને મામા પૂછવા લાગ્યા કે ...'સુ થયું બેટા કઈ ટેન્શન માં તો નથી ને?"
મે કહ્યુ કે મામા કઈ વાત નથી બસ ખાલી તબિયત ખરાબ છે. મામા એ દવાખાને લઇ જવાની વાત કરી.પણ મે નાં પાડી દીધી.....
થોડી વાર પછી મામી પણ આવ્યા અને બંને જણા મારી તબિયત પૂછવા લાગ્યા.અને વાત વાત મા મારી કોલેજ ની વાત પૂછી કે ..કેમ છે તારા ફ્રેન્ડ કોલેજ ગમે તો છે ને?
મે કીધું હા સારી છે કોલેજ.મામી મને બઉ મજા આવે છે.
પછી મામા એ કીધું કે કેવું લાગ્યું અમારું આ ઘર એટલા દિવસ થી તને ફાવે તો છે ને?
મે કીધું હા હા મામા આવું ઘર હોય તો કોને નાં ફાવે ..અને આતો બંગલો છે મહેલ છે મહેલ...અને તમારો પ્રેમ છે...બાકી હું અહીંયા હોસ્ટેલ માં આવી હોત તો નાં ફાવટ...
પછી મામા બોલ્યા કે ...તને અહીંયા ફાવે છે તો તારા માટે છોકરો પણ અહી થી સોધિયે ને કે તમે આ શહેર માં ફાવે જ છે તો? ( હસતા હસતા)
હું સર્માઈ ગઈ અને મારા રૂમ માં ચાલી ગઈ...
આમ ને આમ 2 દિવસ વીતી ગયા અને મામી મારા રૂમ માં આવ્યા એને બોલ્યા કે બેટા ફ્રી છે? તો હું એવું?
મે કહ્યુ એમાં કંઈ પરમિશન હોય? આવો આવો
મામી જોડે બેસતા બોલ્યા કે તારા માટે એક છોકરો જોઈએ છીએ...તું જોઈશ ?
મે કીધું કે મામી એમાં કેવું છે કે....એટલું બોલતાં બોલતાં મામી એ રોકી અને બોલ્યા તરે કઈ બોલવા ની જરૂર નથી...અમે જોઈ લઇ શું.
મે કીધું મામી એમ નાઈ પાપા ને તો કેહવુ પડશે ને?
મામી બોલ્યા જ્યારે છોકરો આવે એટલે તારા પાપા ને પણ બોલાવી લઇ શું.
મે એમને હા કહીં દીધી કારણ કે મને ખબર હતી કે રાજ ને હવે દિલ ની વાત કરી ને કોઈ ફાયદો ન હતો કારણ કે એને એને જીવન માં અડચણ રૂપ ઉભુ થવાય એવું ન હતું....
ત્યાર પછી 2 દિવસ પછી મામા નાં ઘરે છોકરા વાળા જોવા આવ્યા અને પાપા ને પણ બોલાવી દીધા.. તે વખતે સૌથી સારી વાત એ હતી કે મામી નાં ભાઈ નો જ છોકરો જોવા માટે આવવા નો હતો એટલે બધા ને પરિવાર અને છોકરા ને તો મામી ઓળખતાં જ હતા.
એ વખતે છોકરા એ મને જોઈ ત્યારેજ તેને મામી ને હા પડી દીધી હતી કે.મને છોકરી ગમે ...છે.અને છોકરો પણ સારો હતો એક સારી જોબ કરતો હતો...મે તેને જોયો તો તે દેખાવા માં પણ સારો હતો...અને બધી જ બાબતે. પરફેક્ટ લાગ્યો ...એટલે મે પણ હા પાડી દીધી.
ત્યાર પછી મે મને અને એને મળવા માટે બેસાડ્યા ..એમને વાત થઈ અને મે એને હા પડી દીધી.
એમને એમ એને મને ફોન નંબર પણ આપી દીધો અને આપી ને મને વાત કરવા માટે કૉલ પણ એવા લાગ્યો...એનું નામ જીગર હતું..મે એને જીગર ને જીવન સાથી તરીકે પસંદ કરી લીધો હતો...કારણ કે જીવન માં કોઈ ને તો પસંદ કરવા નો હતો અને આ મારા માટે પરફેક્ટ હતો...મે પેલા રાજ ને પસંદ કર્યો પણ એ પોસીબલ થયું નાઈ એટલે...મે કોઈ ને હેરાન કર્યા વગર ઘરના એ કીધું એ રીતે મે લાઈફ ને આગળ વધારી....બધું જ સારું ચાલી રહ્યું હતું...ત્યાર પછી સૌ થી પેલા મારે અને જીગર બંને પેલી વાર ફરવા જવા નાં હતા અને જીગર મને લેવા આવ્યો હતો..
જ્યારે મને જીગર પેહલા દિવસ એ લેવા માટે આવ્યો અને હું તેની રાહ જોઈ ને બેઠી હતી..અને તે મને લેવા માટે આવી ગયો..
એને અમે બંને બહાર ફરવા માટે નીકળી ગયા...અમે પેહલા વાર ફરવા ગયા તો બગીચા માં ગયા હતા..અને ગાર્ડન માં જઈ ને બેસ્યા અને બેસી ને અમે બંને એ ખૂબ વાતો કરી...
મે જ્યારે જીગર ને પેહલી વાર ટચ કર્યો એ દિવસ પેહલે હતો. અમે બંને જોડે બેસી જે બઉ અજ વાતો કરી અને બેસી ને અમે પોત પોતાના ઘર ની વાતો કરી.
પછી અમે બંને એ ફેવરિટ વસ્તુ કઈ છે એ પણ પૂછી લીધી.અને બઉ વાત કરી..અમે બઉ ખુશ હતા...પછી જીગર એ કીધું કે હું એક કામ આવ્યું છે હું 5 મિનિટ માં એવું એમ કહી ને નીકળી ગયો..
મે રાહ જોઈ અને ત્યાર પછી તે આવી ગયો અને ત્યાર પછી અમે ઘરે આવી ગયા.