મોત નુ જવાબદાર Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

મોત નુ જવાબદાર

ભીખુ આમતો અનાય હતો પણ કારા−ભગતના પરીવારમાં તેને માં−બાપ અને બહેનનો પ્રેમ સગા દિકરાથીયે વિશેષ મળ્યા હતા પણ ભીખા માટે આજનો દિવસ અનાથ થવાથી પણ વધારે ભારે હતો.
આજે કારા ભગત ની અંતમી વિધી પતાવીને ભીખુ ઘરે આવ્યો. ઘર એને ખાવા દોડતું હતું.સગા દિકરાની જેમ પાળેલા ભીખુ ને આજે બધે ખાલીપો વરતાતો હતો.ભીખુ એક ખુણામાં પોતાને કોસતો હતો.
‘‘ મે બાપાને મુંબઇ ના જાવા દીધા હોય તો મારોજ વાંક છે.બેન અને મને જ આ વાતની ખબર હતી.મારે આ વાતનું ધ્યાન રાખતા પાંચ વર્ષ વિતી ગયા હજું બે − પાંચ વર્ષ વિતી ગયા હજું બે−પાંચ વર્ષ સંભાળી લીધું હોત તો મે.મે કેમ બાપા ને રોકયા નહી ’’ અને ભીખુ બેન રૂપાના વિચારો માં ખોવાઇ ગયો.
રૂપા ને હજી અઢાર વર્ષ પુરા થયા કે કારા ભગતની રૂપાના ઢગલો સંબંધ આવી પડતા કારા ભગતનું ગામમાં ખુબ નામ અને રૂપા એટલે રૂપ રૂપના અંબાર. આસપાસના ગામ−જમીન દારોનાં દિકરાઓના ખુબ માંગા આવી પડયાં હતા. કારા ભગત ની ઇચ્છા હતી કે રૂપા ખુબ ગુણવંતી અને રૂપવંતી હોઇ એને કોક રૂપાળોને, પૈસાવાળો શહેરમાં રહેતો મૂરતીયો શોધો રૂપાને એક સારી જીંદગી મળી રહે એ માટે કારા ભગતે ગામડાના બધાં માગાઓ કોઇને કોઇ બહાને ઠાલવી દેતા અને ભીખો એ આવા બહાના ઓ માં કારા ભગતનો સાથ આપવામાં પાછડ પડતો નથી.
એક દિવસ રૂપાના નસીબ ખુલી ગયા. બાજુના ગામમાં રહેતા પુરા ભગતનો ભાણ્ીયો ખબ ભણેલો હતો અને શહેરમાં હીરાનું કારખાનું હતું એનું માગુ આવ્યું કારા ભગત ખુશ થઇ ગયા. મારી દીકરી જાહોજલાલીમા રહેશે.ખેતરનું કામ હવે નહી કરવું પડે. આવા બધાં વિચારો કરો. રૂપા અને સંજયનું ગોઠવાય ગયું.ઝડપથી લગ્ન લેવાય ગયા.હવે કારા ભગત ભીખો વધ્યા ઘરમાં કારા ભગતને હવે કોઇ ચિંતા રહી ન હોતી. વાર તહેવારે ભીખો મુંબઇ આટો મારી આવતો અને તહેવારે રૂપા પણ ગામડે આવી જાતી.કારા−ભગતનું શરીર બહું ચાલતું નહી એટલે એ મુંબઇ જવાની તકલીફ લેતા નહીં ભીખુ ને મોકલી દેતા. હવે તો રૂપાને એક દીકરી પણ હતી.એટલે રૂપા પણ ઓછી આવતી.
આ વર્ષે દિવાળી કે સાતમ આઠમ જેવા મોટા તહેવારો માં પણ રૂપા આટો દેવાના આવી.બસ મારા ભગતે જીદ પકડી કે આ વખત હું મુંબઇ આટો મારી આવું.ભીખા એ ખુબ રોકયા.ભીખા એ બહાના કર્યો.ભીખા એ ટ્રનની ટીકીટ નથી મળતી.બહેનને જમાઇ બાર ફરવા ગયા છે.આવા બધા બહાના મારવામાં પાછી પાની ના કરી પણ કારા ભગત એક ના બે ના થયા.ઉપડી ગયા મુંબઇ જાતે એડ્રેસ શોધી કાઠયું.
બીજા દિવસે રાત્રે પાછા આવ્યા કારા−ભગત મુંબઇ થી. ભારે હદય અને સોજેલી આંખોએ ભીખો વાત કરવા ગયો ત્યારે કારા ભગતે ભીખા ને લાફો ઝીકી દીધો.
‘‘ નાલાયક, મે તને અનાથ હોવા છતા દિકરાની જેમ મોટો કર્યો અને તે મને અંધારામાં રાખ્યો , મારી દીકરી આ દુઃખ મા જીવે છે અને પાંચ વર્ષ સુધી તે મને ગંધ સુધા ના આવવા દીધી ’’
‘‘ માફ કરો બાપા મને, બહેનને આપેલા વચને મને બાંધી રાખ્યો મને હું પહેલીવાર મુંબઇ ગયો ત્યારથી બહેને તમને ના કહેવાનું વચન લીધેલું મારી પાસેથી ’’
‘‘ દુર હઠ મારી નઝરથી ’’− કહીને કારા ભગત છાતી પકડીને જમીન પર ઢળી પડયા.
‘‘ બાપા , બાપા ’’− ભીખો દોડયો.
‘‘ બાપા ઊઠો ,બાપા ઊઠો ’’ પણ કારા બાપા ઊઠીયા નહીં સુઇ ગયા એ હમેશાં માટે.
ભીખો અંતીમ વિધી પતાવી ને આવ્યો હતો.હજુ વિચારમાં હતો ત્યાં રૂપા એનો દિકરી સાથે મુંબઇ થી આવી ગઇ અને ઢંઢોવ્યો.
‘‘ વિરા વિરા ’’
‘‘ હમમ..... ’’−ભીખા વિચારો માંથી ઉઠી ગયો.
‘‘ તારા વચન ને નિભાવવા ની વાત ખુલ્લા ના પડી હોત તો બાપુ આજે જીવતા હોત ’’−ભીખો ધ્રુસકે રહી પડયો.
‘‘ તું વિચાર વિરા , તારા બનેલી સાવ અભણ છે.હીરાનું કારખાનું નથી હીરા−ધસુ કારીગર છે અને હું ઝુંપડ પટ્ટીમાં રહું છું અને આ નઠારા હારે નિભાવું છું − આ વાત જાણીને પાંચ વર્ષ પહેલા બાપુ જીવતા રહેત ’’−રૂપા ઘ્રુસકે ઘ્રુસકે રડતી હતી. અને બાપુના મોત માટે પોતાને જવાબદાર ગણતી હતી.
‘‘ ના બેન, પણ મે બાપુને આવવાજ ના દીધા હોત તો , હું વચન નિભાવવામાં મારો પડયો બેન ’’− અને ભીખો આપનુ મોત માટે પોતાને જવાબદાર કરાવતા હતો.
અને કારા બાપા ના હદયના હુમલા અને મોત માટે તો કોઇ ત્રીજા વ્યકિત જ જવાબદાર હતી અને એ હતી છેતરપીડી કરનાર જમાઇ અને એના સગા...