ત્રિકોણીય પ્રેમ - 31 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 31

ભાગ…૩૧

(ચંપાનંદ વિરુદ્ધ જુબાની આપવા આત્માનંદ તૈયાર થઈ જાય છે પણ કેતાનંદસાફ ના પાડે છે. સાવન અશ્વિન આગળ કંઈ થઈ શકે છે એવી શંકા રજુ કરે છે. ટોળું સાન્યાને અડફેટે લે છે અને સાન્યા પટકાય છે. હવે આગળ....)

"સાન્યા... મારી સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ. સાન્યા હવે બધાને ઓળખી લેશે...અને આ તો મારા કરતાં પણ અંકલ માટે ખૂબ સારા સમાચાર છે."

માનવહરખાતો ડોકટરને કહે છે અને સાન્યાને બોલાવવા લાગે છે.

"સાન્યા... સાન્યા બોલને કંઈક વાત તો કર, મારી જોડે..."

સાન્યા બેભાન થઈ જવાથી ડોક્ટર તેને આમ કરવાની ઈશારાથી ના પાડે છે તો માનવબોલે છે કે,

"તમને ખબર નથી સર, મારી સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ છે. હવે તો સાન્યા અમને ઓળખી ગઈ છે. મારા મનની વાત તેના સિવાય કોઈ સમજનાર નથી. તે હવે જલ્દી સાજી થઈ જશે. તેને એકવાર ભાનમાં લાવોને, ડૉક્ટર... પ્લીઝ."

જયારે ડૉક્ટરે કહ્યું કે,

"મિસ્ટર તે પેશન્ટ છે, તેને કંઈ પણ થશે તો ડૉક્ટર મને બ્લેમ કરશે. તમે એકવાર તેમની ટ્રીટમેન્ટ પૂરી થવા દો, પછી તે વાત કરશે. હું તમારી ભાવના અને સ્થિતિ સમજુ છું. પ્લીઝ તમે શાંત થઈ જાવ અને મને મારું કામ કરવા દો. તમે એમના ઓળખીતાને ફોન કરો."

"જી... હા..."

એટલામાં જ હોસ્પિટલ આવી જાય છે. ડૉક્ટર તેમને એમ્બ્યુલન્સમાં થી હોસ્પિટલની ઓપીડીમાં ટ્રાન્સફર કરે છે. માનવે સજજનભાઈને ફોન કરીને કહે છે કે,

"અંકલ... અંકલ, સાન્યાનો એક્સિડન્ટ થયો છે અને અમે તેને સીટી હોસ્પિટલ લઈને આવ્યા છીએ. તમે પણ અહીં જલ્દી આવી જાવ."

"કેવી રીતે? તેને વધારે વાગ્યું છે? માનવબેટા, જે હોય તે સાચું કહે..."

સજજનભાઈ ગભરાતાં ગભરાતાં પૂછ્યું.

"અંકલ એકવાર તમે સીટી હોસ્પિટલ આવી જાવ. પછી તમને બધું કહું છું."

"તેને કંઈ..."

"અંકલ કંઈ નથી થયું. બસ ફક્ત તમે અહીં આવો."

"હા, હમણાં જ નીકળું."

સજજનભાઈ ગભરાટના માર્યા સોફા પર બેસી ગયા, તેમની આંખોમાં ધીમે ધીમે આસું વહેવા લાગ્યાં અને થોડીક મિનિટમાં તો તે ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા.

"સાન્યા... ભગવાન મારી દીકરીની કેટલી પરીક્ષા લઈશ. હવે તો બસ કર... એને આમ તો આમ પણ જીંદગી જીવવા દે..."

તેેમને સાંત્વન આપનાર તો કોઈ હતું નહીં એટલે તે રોઈ લીધા બાદ તે જાતે જ ચૂપ થયા અને

"ના... આ રોવાનો સમય નથી. દિકરીની પાસે જવાનો સમય છે. જે હશે તે જોવાનો સમય છે. ભગવાન આ વખતે તને જ સાન્યાની જવાબદારી આપું છું..."

આમ થોડોક મનનો ઊભરો ઠાલવ્યો પછી થોડીક વારે મન હળવું થયું, તે પાણી પી હોસ્પિટલ જવા નીકળ્યા. ભલે મન શાંત થયું હતું પણ આશંકાઓ તો હજી મનમાં ઊઠતી હતી. એમાં જ તે હડબડાટમાં ઘરમાં થી નીકળવા જાય છે તો ઘડીકમાં ફોન ભૂલી જાય છે તો ઘડીકમાં ઘરને તાળું મારુવાનું અને એકવાર તો તે ચંપલ પહેરવાના જ ભૂલી જાય છે. આમ હડબડાટ સાથે અને છબરડા વાળીને, મનની આશંકાઓ સાથે તે હોસ્પિટલ પહોંચ્યા.

સાન્યાને આઈસીયુમાં દેખી તે ચિંતનના ગળે વળગીને રોવા લાગે છે. માનવે તેમને ચૂપ કરીને શાંત થવા પાણી આપે છે. થોડું પાણી પીને શાંત થયા સજજનભાઈએ તેને પૂછયું કે,

"ચિંંતન.... કેવી રીતે?"

માનવે બધી વાત શરૂઆતથી કહી અને પછી બોલ્યો કે,

"અંકલ એક ખુશખબરી છે, આપણા માટે?"

"શું તું પણ બેટા આ થાકી ગયેલા બાપની મજાક કરે છે? હવે કંઈ ખુશખબરી મળવાની. બસ સાન્યા સાજી અને સ્વસ્થ રહે એ જ..."

"અંકલ એકવાર સાંભળો તો ખરા, પછી તમે જ કહેશો... સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ છે."

"તું... તું ખોટું બોલે છે... તું મારી મજાક કરે છે."

"હું સાચું કહું છું, તમારી મજાક નથી કરતો. તેને મને ઓળખ્યો, મારા નામે બોલાવ્યો, તમારા વિશે અને તમારી તબિયત વિશે પૂછ્યું. તે આગળની ચાલી વિશે બબડાટ પણ કર્યો."

સજજનભાઈ તેમને વિશ્વાસ ના આવતો હોય તેમ જોઈ જ રહ્યા અને માનવતેની ધૂનમાં જ,

"ખબર છે અંકલ તમને, તેનો અવાજ, લહેકો સાંભળીને, તેની વાતો સાંભળીને મને જ આનંદ થયો જે મને હાશ થઈ...."

માનવશું બોલવા જઈ રહ્યો છે એ યાદ આવતાં જ ચૂપ થઈ ગયો પણ તેની આંખો આસું રૂપે બધું જ કહી રહ્યા હતાં. તો સજજનભાઈ પણ અવાચક બની ગયા અને થોડીવારે પૂછ્યું કે,

"તેને મારા વિશે પૂછ્યું... મારી સાન્યાએ મારા વિશે વાતો કરી... તું સાચું કહે છે."

"હા, અંકલ... પૂછ્યું જ નહી. તમારા માટે મને કહ્યું કે તું પપ્પાને સાચવજે, તેમની દવાઓ અને બધું જ..."

"બેટા, તે તો જે ખુશીના સમાચાર આપ્યા છે તે સાંભળીને મારી સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું અને શું બોલું?"

"તમને ખબર નથી અંકલ, જયારે તેને મને માનવકહ્યો, મારી પરવા કરતાં જ શબ્દો સાંભળીને જ હું ગદગદ થઈ ગયો. બસ મારી એટલે કે સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ છે તો બધું જ ઢીક થઈ જશે."

સજજનભાઈએ પણ ખુશીમાં ચિંતનના ખભા પર હાથ મૂકીને,

"હા બેટા..."

આ બંનેની ખુશી હજી મનમાં કે શબ્દોમાં પણ સમાઈ નહોતી અને ડૉક્ટર ઓપીડીની બહાર આવીને કહ્યું કે,

"તમે બંને મારી કેબિનમાં આવો..."

બંને જણાએ ડૉક્ટરની કેબિનમાં જવા પગ ઉપાડયા.

કોર્ટમાં ચંપાનંદ, આત્માનંદ અને કેતોનંદને જજ સામે હાજર કર્યા તો જજે બંને પક્ષે સાંભળ્યા બાદ તેમણે પૂછ્યું કે,

"તમારે આ વિશે શું કહેવું છે? તમે તમારો ગુનો સ્વીકારો છો ખરા?"

તેમને તેેમના વકીલે શીખવ્યા મુજબ ત્રણે એક જ સૂરમાં જવાબ આપ્યો કે,

"અમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને સરકાર આશ્રમની જમીન પડાવી લેવાની ફિરાકમાં છે."

જજે આઈપીએસ રાજનની સામે જોઈને કહ્યું કે,

"આ બાબતે પોલીસ ઇન્વેસ્ટિગેશન શું કહે છે?"

અશ્વિન બોલ્યો કે,

"સર કંઈ પણ કહેતા પહેલાં હું તમને એક ઓડિયો ક્લીપ બતાવવાનું પસંદ કરીશ."

કહીને તેને ઓડિયો ક્લીપ સંભાળવી અને પછી ફરીથી કહ્યું કે,

"સર તમે ક્લીપ સાંભળ્યા બાદ સમજી ગયા હશો કે આ લોકો કેવા ખતરનાક છે અને મારી મતે તો આજે ને આજે જ આ કેસનો ફેસલો લાવી દેવો જોઈએ."

બચાવ પક્ષના વકીલે કહ્યું કે,

"આ યોગ્ય નથી, જયાં સુધી તે ગુનેગાર પૂરવાર નથી થયા ત્યાં સુધી ફેસલો ના થાય. અને બીજી વાત કે હાલ આ રિમાન્ડ કે જામીન માટેનો કેસ છે. અમને પણ અમારો પક્ષ રજુ કરવાની તક બરાબર આપવી જોઈએ."

અશ્વિને કહ્યું કે,

"સર જયાં સુધી લાગે છે ત્યાં સુધી આ બચાવ લૂલો છે. અને બીજી વાત કે આ સંત મહાત્મા અને તેમના ભક્તો કોઈ પણને નુકસાન ના પહોંચાડે તે માટે ફેંસલો પણ આજે જ આપવો જરૂરી છે. અને આ લોકો કેવા ખતરનાક ગુનેગાર છે તે ક્લીપ સાંભળ્યા બાદ આપ સમજી જ ગયા હશો."

અશ્વિને પોતાની વાત પૂરી કરતાં જ જજે કહ્યું કે,

"પોલીસના મત સાથે કોર્ટ સંમત છે અને આ કેસ જલ્દી નિકાલ લાવવા કાલે જ તારીખ આપવામાં આવે છે. ત્યાં સુધી તેમના જામીન નામંજૂર કરવામાં આવે છે."

અશ્વિન કોર્ટ પૂરી થતાં જ હોસ્પિટલ જવા નીકળી ગયો અને કાળુ, જય અને કેતનને જેલ તરફ લઈ ગયા.

(ડૉક્ટર શું કહેશે? માનવઅને સજજનભાઈની ખુશી છીનવાઈ તો નહીં જાયને? સાન્યાની યાદદાસ્ત જતી રહેશે કે? રાજનને આ ખબર પડશે ત્યારે શું? કોર્ટ કોના તરફી ફેસલો આપશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....32)