ત્રિકોણીય પ્રેમ - 28 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 28

ભાગ….૨૮

(કાળુ પોતે કેવી રીતે સંત બન્યો અને તેને પોલીસને ચકમો આપવામાં મદદ કોને કરી તે યાદ કરી રહ્યો છે. સવાઈલાલ કાળુને દુબઈ મોકલવાની વ્યવસ્થા કરે છે. હવે આગળ....)

"અરે આમ ડઘાય છે શું કામ? જો હું તેને અહીં લાવતો તો મારી સાથે તું પણ પકડાઈ જતો એટલે જ તેને ત્યાં ફેંકીને આવતો રહ્યો."

"ફેંકીને?"

કાળુએ આવું કહ્યું તો સવાઈલાલચીસ પાડતા હોય તેમ બોલ્યા.

"તું ચિંતા ના કર, ભલેને મેં તે છોકરીને ફેંકી દીધી... તારે તો શાંતિને... એ મરી જાય તો ખાસ. હા ના મરે તો ઉપાધિ. બસ હવે જા, મારું કામ પુરું કર..."

કાળુ શેખ બનવા તૈયાર થવા લાગ્યો અને સવાઈલાલ વીલું મ્હોં લઈને ફાર્મહાઉસની બહાર ઊભેલી ગાડીમાં બેસીને જતા રહ્યા.

આ બાજુ કાળુ ભાગી જતાં પોલીસ અને એજન્ટો આશ્રમ તરફ પાછા વળ્યા. સાન્યાને વધારે વાગ્યું નહોતું એટલે રાજનને શાંતિ થઈ છતાં તેને પૂછયું કે,

"સાન્યા તને કયાં પણ દુખાવો થતો નથીને?"

"ના, મને કોઈ તકલીફ નથી."

સાન્યાએ જવાબ આપ્યો.

"શું તું કંઈ જણાવી શકીશ કે આ કેવી રીતે બન્યું? તને કિડનેપ કેવી રીતે કરવામાં આવી?"

સાન્યાએ જવાબમાં કેવી રીતે તેને કિડનેપ કરવામાં આવી હતી તે જણાવ્યું અને પછી,

"ચંપાનંદ મને પહેલાં એક અડ્ડામાં અને પછી આ આશ્રમમાં લાવ્યા અને મારી સાથે સાથે ડ્રગ્સ અને ગન પણ આવેલી."

"તો શું આમાં ફકત ચંપાનંદ જ સંડોવાયેલા છે કે બીજા કોઈ પણ છે?"

"ચંપાનંદ સિવાય તો... ચંપાનંદે વાત વાતમાં કહેલું કે તેમના બે સાથીદારો કેતાનંદઅને આત્માનંદ અહીંયા જ છે અને એ લોકો મારી પર વોચ રાખી રહ્યા છે. કેતાનંદનામના સાધુ તો કુટિરમાં મને દેખવા આવતાં હતાં એવું મેં મારા પર વોચ રાખતી સ્ત્રી જયારે ચંપાનંદને કહેતી હતી તે સાંભળેલું. એ સિવાય બીજા કોઈ સાધુ પણ આવતાં હતાં. કદાચ તે આત્માનંદ જ હશે."

"સરસ સાન્યા, પણ તે ડ્રગ્સ અને ગન કયાં છુપાવતાં હતાં તે ખબર છે?"

"ના મને તો કુટિરની બહાર નીકળવા જ નથી દીધી. બસ તેમના ગોરખધંધાની વિશે જ જાણું છું."

"એક કડી મળી પછી આગળ તો શોધી કાઢીશું."

એટલામાં જ સાન્યા માથું પકડીને બેસી ગઈ, તો

"શું થયું?"

"મારું માથું ફાટી રહ્યું છે. મને પેલું ઈન્જેક્શન આપો..."

અશ્વિને,

"ઈન્જેક્શન... કયું ઈન્જેક્શન?"

સાન્યા તડપતાં બોલી,

"મને જે ઈન્જેક્શન દેતા હતાં તે... આપો, પ્લીઝ. "

સાન્યાંની તડપ જોઈ અમને કહ્યું કે,

"સાન્યાને ડ્રગ્સના ઈન્જેક્શન દેવામાં આવ્યા હશે અને એના લીધે જ તેને આ તકલીફ થઈ છે. એક કામ કર તેને હોસ્પિટલ મોકલવી પડશે. હું એમ્બ્યુલન્સ બોલાવું છું."

સાન્યાએ ચંપાનંદ અને તેમના સાથીદારોની મિલીભગત વિશે જણાવેલું તેના પરથી અને તપાસમાં ખાલી કુટિરો બાજુ મળેલા ડ્રગ્સ, ગનનું મળવું એ પરથી, કેતાનંદઅને જયાનંદને પકડી લેવામાં આવ્યા અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.

અશ્વિને રાજ સિંહ અને માયાને કહ્યું કે

"તમે ખૂબ જ સરસ રીતે તમારી જોબ નિભાવી, થેન્ક યુ એન્ડ પ્રાઉડ ઓફ યુ."

"સર આ તો આપણી ડયુટી છે."

"સર આ તો તમે આપેલી હિંમતથી જ આ કામ કરી શક્યા. વી આર થેન્ક યુ..."

માયામેમકહ્યું.

"તમે બંને રાત દિવસ જોયા વગર મિશન પાર પાડયું છે, તો તમે એક વીક રજા લઈ શકો છો?"

"ઈટસ ઓકે, મારે એવી કોઈ જરૂર નથી. માયામેમને જરૂર આપો, તેમના માથે પરિવારની જવાબદારી છે."

"થેન્ક યુ વેરી મચ સર"

કહીને માયામેમજતા રહ્યા અને રાજ સિંહ પૂછયું

"સર આમના પર ચાર્જ કયો કયો લગાવવાનો?"

"ધોખાદારી, સ્મગલીંગ અને કિડનેપીંગ..."

"માલવની ગવાહી સાયબર ક્રાઈમનો કેસમાં કામ લાગશે, સાન્યાના બયાન અને તમે, માયામેમે કરેલું સ્ટીંગ ઓપરેશનનું રેકોર્ડિંગ જેલમાં મોકલવા માટે અને સજા આપવવા માટે પૂરતું છે."

અશ્વિને તેને કહ્યું તો રાજ સિંહ બોલ્યો કે,

"આ બધું તો બરાબર સર, પણ મુખ્ય ગુંડો કહો કે માસ્ટર માઈન્ડ તો ભાગી ગયો અને તે આપણી પકડથી દૂર જતો રહેશે તો?"

"નહીં જાય, બસ એટલી જ આશા રાખ કે તેને એ વસ્તુ પહેરી હોય."

"કંઈ વસ્તુ?"

"કંઈ નહીં."

કહીને તે બહાર જતા રહ્યા.

કાળુ હવે શેખ બનીને દેશ છોડવા તૈયાર થઈ ગયો અને સવાઈલાલ મોકલાવેલી ગાડી પણ ફાર્મહાઉસની બહાર ઊભી હતી. તે ગાડીમાં બેસવા જતાં પહેલાં ડ્રાઈવર સીટ પર બેસેલા માણસને પૂછયું કે,

"મારો સામાન?"

તેને બેગ બતાવીને કહ્યું કે,

"અંદર છે..."

તે ગાડીમાં બેસ્યો અને બોલ્યો કે,

"ચલો એરપોર્ટ લઈ લે..."

કાળુ કંંઈ સમજે તે પહેલાં જ તે માણસ તેના માથા પર ગન મૂકી દે છે અને બહાર નીકળવા ગયો તો સામે આઈપીએસ અશ્વિન અને બીજી પોલીસ તેને ઘેરીને ઊભા છે.

પોતે શેખનો વેશ પહેર્યો છે યાદ આવતાં કાળુએ સ્વસ્થતા કેળવીને કહ્યું કે,

"એસા કયું કર રહે હો?"

બધા ચૂપ ઊભા રહ્યા તો ફરીથી,

"હમ તો દુબઈ જા રહે હૈ."

અશ્વિને પૂછયું કે,

"દુબઈ, આપકા નામ કયાં હૈ?"

"શેખ હબીબ બુલ્લા... હમ વહાં કે શેખ હૈ... હમારી વહાં હોટલ ચલતી હૈ?"

"તો યહાં કયો?"

"બસ અપને દોસ્ત કો મિલને આયા હું...'

"અચ્છા કોન એમલે સાહેબ..."

"હા... વહીં જ તો મેરા જીગરી યાર હૈ. કયાં હમ અબ જા શકતે હૈ."

"કયો નહીં મગર કયાં આપ અપના પાસપોર્ટ દિખા શકતે હૈ?"

"કયો નહીં... લો..."

એમ કહીને તે પાસપોર્ટ આપે છે. અશ્વિને તે જોઈને ફરીથી પૂછતાં કહ્યું કે,

"આપકા નામ કયાં હૈ, શેખસાહબ?"

"જી, વો... હમીદ બુલ્લાજી..."

"મગર આપને તો હબીબ બુલ્લા કહાં થા?"

"હા... વો ડરકે મારે મુંહસે નીકલ ગયા."

"ઔર પાસપોર્ટમેં તો અલગહી લિખા હૈ?"

"સહી નામ તો પાસપોર્ટ વાલા હી હૈ, એ તો સિર્ફ પ્યારસે બુલાને કે લીયે..."

"કયાં મેં જાઉં?"

કાળુએ કહ્યું તો,

"જરૂર શેખ હબીબ બુલ્લાજી દુુબઈ જરૂર જા શકતે હૈ મગર સરકારી મહેમાન બનકે..."

"હમ સમજે નહીં?"

"અભી સમજ આ જાયેગા, શેખ ઊર્ફે કાળુ ઊર્ફે ચંપાનંદ મહારાજ..."

કાળુ ચોકી ગયો પણ દેખાવવા ના દીધું.

"એ કયાં બોલ રહે હો તુમ?"

"ચૂપચાપ હું કહે તેમ કર, ચાલ નહીંતર..."

તે હજી વિચારી રહ્યો હતો કે આ લોકોને મારા વિશે ખબર કેમ કરીને પડી? કયાંક મંથન તો?

તેના મનની વાત સમજી ગયો હોય તેમ,

"બરાબર વિચારે છે, પણ નામ ખોટું છે. રહી તારા વિશે માહિતી મેળવવાની કે તને પકડવાની તો યાદ રાખ કે તું એક ગુનેગાર છે અને ગુનેગારને પકડવા માટે બળની સાથે કળની જરૂર પડે અને મેં તેનો જ ઉપયોગ કર્યો."

"હું સમજ્યો નહીં..."

"તું સમજી પણ નહીં શકે કેમ કે ગુનેગારને સમજ એટલી લાંબી નથી હોતી, છતાં તને કહી દઉં છું કે તું આ?"

તેમને કાળુએ હાથમાં પહેરેલું બ્રેસલેટ કાઢી અને હથકડી પહેરાવતાં કહ્યું.

"પણ, આ તો..."

"હા..."

"આ તો એક ભક્તે મને આ સોનામાં રુદ્રાક્ષનું મઢેલું બ્રેસલેટ જે ભેટમાં આપીને પહેરાવ્યું હતું."

"બરાબર, આ બ્રેસલેટ સીઆઈડી એજન્ટ મારા મિત્ર અમને પહેરાવેલું. યાદ આવ્યા ધનજી શેઠ..."

"હા.."

કાળુ પરાણે બોલ્યો.

"હા, તો આ બ્રેસલેટમાં એક જીપીએસ ચીપ છે અને જે અમારી સિસ્ટમ સાથે કનેકટડ છે. એટલે જ અમે તને પકડી શક્યા.

(સવાઈલાલકાળુને દગો કરશે? કે પછી સાન્યાની બલી લેવાનો? સાન્યાને કોઈ તકલીફ તો નહીં થાય ને?કાળુ હવે શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ....29)