ત્રિકોણીય પ્રેમ - 26 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 26

ભાગ….૨૬

(રામઅને માયા સાન્યાને તેની કુટિરમાંથી સફળ રીતે બહાર કાઢી લે છે. ચંપાનંદ અને મુકતાનંદ સાન્યા છટકી ગઈ તે ખબર પડતાં જ ભાગવા મથે છે પણ પોલીસ તેમને ઘેરી લે છે. ચંપાનંદ પોતાની જાત બચાવવા સાન્યાનો ઉપયોગ કરે છે. હવે આગળ...)

સાન્યાના ગળા પર ચાકુ હોવાથી પોલીસ કંઈ કરી શકતી નથી અને તેઓ જવા દે છે. કાળુ ધીમે ધીમે આશ્રમની બહાર નીકળે છે અને જેવો તે આશ્રમના દરવાજે પહોંચ્યો જ હશે અને તે સાન્યાને ધક્કો મારીને દૂર ફેંકી દે છે અને તે ભાગવા લાગે છે. કાળુ એટલે કે ચંપાનંદ હજી માંડ ત્રણ ચાર ખેતર જ દૂર ગયો હશે અને સાવનના એજન્ટોએ તેને ઘેરી લીધો અને પકડી લીધો. કાળુ કંઈ કરી શકે એમ ના હોવાથી તેને એ લોકોએ કહેલું એમ ચૂપચાપ કરી રહ્યો છે.

રાજનના મનમાં શક જતાં સાવનને કહે છે કે,

"મને આના શાતિર મગજનો વિશ્વાસ નથી..."

આટલું બોલી જ રહ્યો ત્યાં જ એક ગાડી આવે છે અને બધાનું ધ્યાન તેના લગાતાર વાગી રહેલા હોર્ન વાગવાથી એ તરફ જાય છે. અને કાળુ પરની પકડ ઢીલી થાય છે અને એ જોઈ કાળુ ચીલઝડપે તે ગાડીમાં બેસી જાય છે.

બધા કંઈ સમજે કે કરે તે પહેલાં ગાડી પણ 200ની સ્પીડ ધૂળ ઉડાડતી ભાગવા લાગે છે. કાળુ ભાગી ગયો છે સમજમાં આવતાં જ તેઓ ગાડીનો પીછો કરવા જીપમાં બેસવા ભાગે છે. કાળુ પણ ધૂળની ઉડાડતી ડમરીઓ વચ્ચે પોલીસ અને સીઆઈડી એજન્ટના અવાક ચહેરા જોઈ અને ગાડીમાં બેસવા માટેની તેમની દોડધામ કરતાં એ લોકોને જોઈ ખુશ થાય છે અને ડ્રાઈવર કહે છે કે,

"જલ્દીથી ફાર્મહાઉસ લઈ લે..."

ડ્રાઈવરે ગાડી સ્પીડમાં ફાર્મહાઉસના રસ્તે દોડવવા લાગ્યો. કાળુ હાશકારા સાથે મનમાં જ,

"સારું થયું... મને ડાઉટ પડતાં જ મેં સવાઈલાલને બ્લેકમેઈલ કેવી રીતે કર્યો એ તો મારું મન જાણે... મારી મદદ માટે તેને હામી ભરવી પડી... મારી આશંકા ખોટી પાડતાં અણીના સમયે એને આ ર્સ્કોપીયો ગાડી મોકલી... અને એટલે જ હું આટલી જલ્દી ચકમો આપી શક્યો... નહીંતર હું હોત જેલમાં..."

તે આંખો બંધ કરીને વિચારી રહ્યો હતો અને એટલામાં ફાર્મહાઉસ આવી ગયું. ડ્રાઈવરે કહ્યું કે,

"મહારાજ ફાર્મહાઉસ આવી ગયું."

કાળુએ આંખ ખોલી અને ફાર્મહાઉસ દેખવા લાગ્યો. બંંગલા આગળ ફૂલછોડ વાવેલા અને દરેક છોડ સરસ રીતે ટ્રીમ કરેલા અને તેના પર લહેરાઈ રહેલા ફૂલો સુંગધિત વાતાવરણ કરી દીધેલું.

ગાડી ફાર્મહાઉસમાં એન્ટર થઈ અને કાળુ રાજસી ઠાઠથી ઉતર્યો અને અંદર ગયો. તેને ફાર્મહાઉસની અંદર નજર કરી તો બહુ મોટું અને નાનું નહીં એવો જ સાફસુથરો બંગલો. હા ડ્રોઈન્ગરૂમ કરતાં બેડરૂમ મોટા હતા. નાનું શું એવું કીચન અને તેમાં રસોઈ માટે કૂક રાખવામાં આવેલો. ટાઈમ પાસ કરવા પુસ્તકો પણ હતાં તે એક બાજુ રેકમાં ગોઠવેલા હતા. અને તેની બાજુમાં સરસ મજાનો સિંગલ હીંચકો હતો અને તેની સામે બારી અને તેની બહાર બગીચો અને ગેટ. બારીમાં થઈ દૂર દૂર સુધી દેખી શકીએ તેવો વ્યુ. ડ્રોઈન્ગરૂમમાં સોફા અને સામે ફેન્સી સીટિંગ હતું. સોફા પર ભીગી બિલ્લીની જેમ બેસેલા સવાઈલાલને જોઈ કાળુ ખંધું હસ્યો. સવાઈલાલ તેેમને પૂછયું કે,

"સાન્યા કયાં?"

તે વાતને ઈગ્નોર કરી ને કાળુએ પૂછ્યું,

"મારાં કપડાં?"

"તમારી રૂમમાં છે."

"સરસ, હું ફ્રેશ અને ચેન્જ કરીને આવું..."

સવાઈલાલ આટલું કહીને કાળુ ત્યાંથી જતો રહ્યો. કાળુએ ભગવો વેશ કાઢી દીધો અને ટીશર્ટ અને જીન્સ પહેર્યું. તેને ચેન્જ કરતાં જ મનમાં આગળનો પ્લાન વિચારી લીધો કે,

"આમ જ બ્લેકમેઈલ કરીને મારા બધા જ રૂપિયા લઈને મારે ફોરેન જતા રહેવું પડશે."

તે ચેન્જ કરીને આવ્યો અને સોફા પર બેસ્યો તો કુકે બે કપ ચા અને બે પ્લેટમાં ગરમાગરમ પૌઆ, બ્રેડબટર મૂકીને તે જતા રહ્યા. તેને ન્યાય આપ્યા બાદ કાળુએ મન્થનરાયને કહ્યું કે,

"મારા ફોરેન જવાની તૈયારી કર."

"તું મારા પર હુકમ કરનાર

સવાઈલાલ ગુસ્સામાં સામે જ કહ્યું કે,

"હું કંઈ તારી વાત માનવા બંધાયેલો નથી."

"હા... નહીં, હું તો ભૂલી જ ગયો, તું તો એમલે છે, તારી પાસે પાવર છે, પદ છે પણ..."

"પણ શું?"

"પણ એવું લાગે છે કે તને દીકરા માટે પ્રેમ, લાગણી નથી."

"આવું તું કેવી રીતે કહી શકે?"

"એટલા માટે કે તારા દીકરાને તારું સિક્રેટ કહ્યા પછી... તને ખબર જ છે."

"તું મારો અને મારો દોસ્તી ગેરફાયદો ઉઠાવી રહ્યો છે."

સવાઈલાલ થોડાક આશંકિત અવાજે કહ્યું તો કાળુ પણ અક્કડ સાથે,

"મને તારો ફાયદો ઉઠાવો... નહીં ગમે, સારું ચાલ છેલ્લી વાર મારી માટે કરી દે મને ફોરેન મોકલી દે..."

"એમ કેવી રીતે મોકલું? પોલીસ સાવધ થઈ ગઈ હશે અને તે કડક ચેકિંગ કરતી હશે."

"અરે તું તો ચાર્ટર પ્લેન લાવી શકે તો તારા માટે મને ફોરેન સેટ કરવો એમાં શું નવાઈ?"

"પણ સાન્યા ક્યાં?"

કાળુએ જવાબ ના આપ્યો તો,

"કાળુ?...."

"હા, એમ બરાડે છે શું કામ?... અને મને ફોરેન મોકલવા બાબતે કામે લાગ પછી જ કહીશ કે સાન્યા કયાં છે?..."

સવાઈલાલ ત્યાં બેસી રહ્યો તો કાળુએ પૂછયું,

"સવલા તારે કંઈ કહેવું છે?"

"તું એક નંબરનો ગુંડો જ નહીં, કપટી પણ છે. આજ સુધી ક્યારે કોઈ મિત્ર પોતાના મિત્રને ડૂબાડવા માટે ઉપયોગ કરે તે મેં પહેલીવાર જોયું."

"એ મારા જેવો મિત્ર હોય તો જ થાય... અને એક કહેવત છે કે નેતા કોઈનો મિત્ર...."

કાળુએ કપટી હસી સાથે કહ્યું કે,

"કેમ મેં મારી નેતાગીરી કે ખુરશી મેળવવા માટે તારો ભોગ નહોતો લીધો અને તે તો મારા દીકરાનો જ ભોગ લીધો. મારા પુત્રના પ્રેમનો જ ઉપયોગ કરીને ફકત પોતાનું જ હિત જોયું."

"જોયું નહીં, જોઈ રહ્યો છું, જરાક વાત સુધાર."

"આ તો ખરી બદમાશી કહેવાય."

"પણ સવલા આ લાબું લાબું ભાષણ નેતા બનીને સ્ટેજ પર શોભે, મારી આગળ નહીં. અને હા સ્ટેજ પર બોલવાની ઈચ્છા ના થાય તો તારા દીકરાને થોડા સુધારા સાથે દેજે બસ. મેં કેટલા પાપડ વણ્યા છે, કેટલી મહેનત કરી છે આ બધું ભેગું કરવા એ તને કયાંથી ખબર પડે.... તારી જેમ વગર મહેનતે, ભાષણ આપીને પૈસા નથી મેળવ્યા... જા મારા માટે ફોરેન જવાની વ્યવસ્થા કર."

સવાઈલાલત્યાંથી ચૂપચાપ ઊભા થઈને જતા રહ્યા અને કાળુ દારૂની બોટલ લઈ અને ખોલીને પીવા લાગ્યો. તેના મનમાં અમુક કલાક પહેલાં બની ગયેલી ઘટના નજર સમક્ષ ચિત્રપટની જેમ તરવા લાગી. વિસામો પરવાળાએ શંકા રજુ કરી અને કુટિરમાં સાન્યા ન મળતાં જ સમજી ગયો કે હું ફસાયો અને તેમાંથી નીકળવા જ મે સવાઈલાલને ફોન લગાવ્યો અને કહ્યું કે,

"મને બચાવવા હાલને હાલ ગાડી મોકલ."

"ના, તને બચાવવામાં હું કયાંક ફસાવું તો..."

"યાદ રાખ, તું ના કહેવાની સ્થિતિમાં નથી. હાલ જ હું તારા દીકરા પલ્લવને કહી દઈશ કે જે છોકરીને તું ગમાડતો હતો તેને તે મારી નાખવાની સોપારી આપી હતી."

"એ એમ થોડી કોઈએ કહેલું માને?"

"હું ભૂલી ગયો કે હું કહીશ કે એ સોપારી મને જ આપવામાં આવી હતી, પછી તો માનશે જ ને..."

"તું એવું કશું નહીં કરે..."

(શું કાળુને બચાવવા ગાડી એમને મોકલી હશે? સાન્યાને વધારે વાગ્યું હશે? ચંપાનંદની જેમ આત્માનંદ અને કેતાનંદભાગી જશે? ચંપાનંદ સાન્યા કયાં છે તે જણાવશે કે સવાઈલાલને ખબર પડી જશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....27)