ત્રિકોણીય પ્રેમ - 14 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 14

ભાગ….૧૪

(ચંપાનંદ 'તે કંઈક કરશે' એમ કહીને જતા રહે છે અને સાન્યાને અમુક લોકો કિડનેપ કરી દે છે. અશ્વિન સાન્યાને શોધવા ટીમ લગાડી દે છે. એક અંધારી રૂમમાં અમુક માણસો ડ્રગ્સ અને એકે47 ની ડિલીવરીની તૈયારી કરી રહ્યા છે. હવે આગળ....)

"ભાઈ, હવે આજની ડયુટી કેવી રીતે?"

"મને નથી ખબર, હું...."

તેના સાગરીતે પૂછતો જ હતો અને તે કંંઈ કહેવા જઈ જ રહ્યો હતો, પણ તે કોઈને જોઈ ચૂપ થઈ ગયો અને ઊભો થયો. તે જોઈને બીજા પણ ઊભા થઈ ગયા અને તે માણસ રિવોલ્વીંગ ચેર પર બેઠો. બધાની સામે ઘૂરતી નજરે જોયું તો બધા નીચું જોવા લાગ્યા. તેનો અવાજ જુસ્સાથી ગુંજયો કે,

"જાવ બહાર..."

પછી પેલા માણસે સામે બેઠેલી અને ખુરશી પર બંધાયેલી છોકરીને જોઈ રહ્યા. કંઈક યાદ આવતાં જ મોબાઈલ પર ફોટો ચેક કર્યો અને બરાબર છે એ જોઈ તેને જગાડવા તેના પર પાણી નાંખ્યું. પાણી પડતાં જ સામે બેઠેલી છોકરી ઝબકી ગઈ અને પોતાને આ અંધારીયા રૂમમાં જોઈને તે વધારે ડઘાઈ ગઈ. ત્યાં જ એ માણસનો અવાજ ગૂંજયો,

"શું નામ તારું?"

"મને નથી ખબર..."

"ખોટું...."

"આ ખોટું નથી, એ લોકો મને સાન્યા નામે બોલાવે છે, પણ મને યાદ નથી આવતું, પછી..."

સાન્યાએ ગભરાતા જવાબ આપ્યો.

"એમ એ લોકો કહે છે તો પછી તું પોલીસ એડવાઈઝર પણ નથી નહીં ને?"

"હા... હું પોલીસ એડવાઈઝર નથી, એ તો હું હતી એવું પણ એ લોકો જ કહે છે, એટલે..."

"તો બતાવ કે હાલ તું ક્યાં કામ કરે છે?"

"પામ ઈન્ફોટેક પલ્લવ સરની સેક્રેટરી છું. તમે જ કહો મને કંઈ યાદ હોત તો એ જોબ છોડીને બીજે જોબ કેમ કરતી હોત?"

"હમમ, સરસ ઉલ્લુ બનાવે છે સૌને. એ તો કોઈ ના જાણે તે માટે આઈપીએસ અશ્વિન સિંહે ગોઠવી હશે. આમ પણ અશ્વિન શાર્પ છે."

"ખરેખર, હું તો એમને પણ નથી ઓળખતી, આ તો હોસ્પિટલમાં આંખ ખુલી અને મને મળનાર પહેલા વ્યક્તિ તે હતાં. તેમને એવું કહ્યું કે તે મને ઓળખે છે, તો મેં તેમની વાત માની લીધી, કેમ કે હું ક્યાં જાવ તે મને ખબર નહોતી પડી રહી."

"વારે ઘડીએ તને ખોટું બોલતા શરમ નથી આવતી?"

"હું સાચું કહું છું, તમે કેમ નથી માનતાં?"

"એમ તો પછી ગઈકાલે આઈપીએસ અશ્વિન સિંહ કેમ તને મળવા આવ્યા હતાં, બોલ?"

"એ તો ખાલી એમ જ મળવા આવ્યા હતા, તે અંકલને મળવા ઘણીવાર પહેલા આવતા જ હતા. ખાલી આ તો તે હમણાં થી એક કેસમાં સોલ્વ કરવામાં ફસાયા હતા એટલે બહુ દિવસે આવ્યા."

"હમમ.. ભારે છે તારી વાતો, પોલીસ સાથે ઓળખાણ અને એ પણ આઈપીએસ સાથે? સારું એ કહે કે કયા કેસ સોલ્વ કરવામાં ફસાયા હતા?"

"હા, કોઈ બાવાજી આશ્રમવાળાનો કેસ છે, જે લોકોની સાથે ફ્રોડ કરીને પૈસા લૂંટે છે. પણ કેસ સોલ્વ નથી થયો તે તો એમને પકડવાની તૈયારી કરી રહ્યા છે."

"તો તને કંઈ એમને પૂછ્યું નહી?"

"ના, બસ મેં તેમને એટલું જ કહ્યું કે, કદાચ આમાં એ મુખ્ય સંતનો હાથ ના પણ હોય અને તેમનો ચેલાનો હાથ પણ હોય, એ રીતે તપાસ કરો."

"અરે, વાહ આટલી બધી ખબર છે અને કહે છે કે મારી ભવિષ્ય જોવાની શક્તિ જતી રહી છે. માનવું પડે અશ્વિનના પ્લાનિંગ ને."

"ના, આ તો ખાલી મારું અનુમાન છે. એ પણ આ ટીવી અને સીઆઈડી જોઈને કર્યું છે."

"ખોટું તદ્દન ખોટું બોલે છે, છોકરી તું?"

આમ બોલીને તેને ગુસ્સામાં હાથ ઉપાડ્યો પણ કંઈક યાદ આવતાં જ તેને ટેબલ પર હાથ પછાડીને ઉતાર્યો. સાન્યા ગભરાઈ ગઈ.

"હજી કહું છું, જે સાચું હોય તે બોલી નાખ."

"મેં કહ્યું તે સાચું જ છે, બાકી તો શું કહું?"

પેલા માણસે ગુસ્સામાં ને ગુસ્સામાં એક ડ્રગ્સનું ઈન્જેક્શન તેને આપી દીધું. તે થોડીવાર તરફડી અને પછી શાંત થઈ ગઈ. મગજ ફાટું ફાટું થઈ રહ્યું હતું એટલે તે માથું પકડીને બેસી ગયો. થોડીવાર રહીને તેને મોબાઈલથી કોઈને ફોન જોયો તો સામેથી,

"બોલ મગન, શું ખબર?"

"કંઈ નહીં, બસ તમે કહ્યું હતું તેમ થઈ ગયું છે અને હવે આગળ?"

"સારું, પછી આગળ શું થયું અને કર્યું?"

"મેં પ્રયત્ન કર્યો પણ તે તો કંઈ બોલી જ નથી રહી."

"તો બોલાવ અને એને થોડી ટોર્ચર કર."

"પૂછતાછ તો કરી, પણ તે તો એક જ વાત કહી રહી છે કે તેને કંઈ જ યાદ નથી."

"કંઈ નહીં, એ નાટક કરી રહી છે, જેથી આપણે તેની વાત માની લઈએ અને છોડી દઈએ,સમજ્યો?"

"જી, પણ આગળ..."

"આગળ શું, આજે નહીં તો કાલે બોલશે જ. અને હા, તું એના પર હાથ ના ઉપાડતો અને ટોર્ચર પણ માપમાં કરજે."

"જી... પણ મારે તમને એક વાત કહેવી છે?"

"હા, બોલ..."

મગને કંઈક કહ્યું અને સામેવાળી વ્યક્તિ પહેલાં ચોંકી અને પછી હામી ભરતાં કહ્યું કે,

"સારું થયું, તે મને આ વાત કરી. હવે હું જોઈ લઈશ, બસ તું કશું કયાંય પણ બકતો નહીં."

કહીને તેને ફોન મૂક્યો,

'હજી આ મુસીબત સાચવવાની, એના કરતાં ગોળી જ મારી દેવાય અને વાત જ ખતમ થઈ જાય. પણ હાથ જ ના ઉપાડવા દે, પછી આગળ વિચારવું જ શું? આવા લોકોને લીધે જ દયા દુનિયામાં છે.'

અહીં ચંપાનંદ મહારાજે જેવો ફોન મૂક્યો, તે કેતાનંદસાંભળી ગયો એટલે તેને આત્માનંદ મહાઅશ્વિને ફરિયાદ કરી દીધી.

આત્માનંદ મહારાજે ચંપાનંદને બોલાવી કહ્યું કે,

"કાળુ આ હું શું સાંભળું છું, મેં તને કંઈ કરવાની ના પાડી હતી કે નહીં? પછી કેમ આમ? મારી વાત નહીં માનવાની તારી આદત થઈ ગઈ છે કે શું?"

"એમાં 'વાત ન માનવાની' વાત જ ક્યાં આવી, મહારાજ? આપણી સેફ્ટી વિશે વિચારવું જરૂરી તો હતું જ ને?"

"સાંભળી લીધું તમે બસ, આને સેફ્ટી સેફ્ટી કરીને તો નાકે દમ લાવી દીધો છે. અને એમાં પણ કંઈ વિચાર્યા વગર પેલી છોકરીને કિડનેપ કરીને તો હદ કરી દીધી. આપણને મુશ્કેલીમાં મૂકી દીધા પછી સેફ્ટી, બોલ ક્યાં છે સેફટી, પોલીસ પકડે પછી?"

કેતોનંદે ગુસ્સામાં કહ્યું.

"જો કેતનીયા તું વધારે પડતું બોલે છે. આ તારો ડબ્બુ સ્વભાવ જતો જ નથી અને મારી પાછળ તું તો હાથ ધોઈને પડ્યો છે."

ચંપાનંદે ઠંડા કલેજે કહ્યું.

"હા, અમે તો તને ડબ્બુ જ લાગીએ...."

"તું વિચાર કર્યા કરે, એ બરાબર. કંઈ કરવાનું નહી અને ખાલી હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું. અને જ્યારે આગ લાગે ત્યારે પાણી શોધવા નીકળવાનું, એ કયાંની અક્કલમંદી છે, બોલ?"

"અક્કલમંદીની વાત જ ક્યાં આવે છે. તને નહોતું કહ્યું કે પહેલાં બરાબર તપાસ કર, પછી કંઈક વિચારીશું કે આગળ શું કરવું છે. પણ તને રાહ જોતા જ નથી આવડતી. બસ મારફાડ કરવા કહો એટલે જ મગજ ચાલે."

"હા, મને એ જ આવડે છે અને એ જ કરીશ. જા જે થાય તે કરી લે. આત્માનંદ તમે તો એને કહો કે, હું જે પણ કરું તે આપણા માટે છે. અને કંઈક તો કરવું પડે એમ હતું જ ને, આગળ વિચારવું તો પડે કે નહીં?"

(સાન્યાને મગન વધારે ટોર્ચર કરશે? કેવી રીતે વાત કઢાવશે? શું વાત કહી મગને ચંપાનંદ મહાઅશ્વિને? આત્માનંદ ચંપાનંદના પ્રશ્નનો જવાબ શું આપશે? શું કેતાનંદતેની સાથે સહમત થશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ....15)