ત્રિકોણીય પ્રેમ - 6 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 6

ભાગ….૬

(સાન્યા ફરીથી બધું જ ભૂલી જાય છે. અશ્વિન સર નિરાશ થઈ જાય છે, છતાં પણ સાન્યાને મદદ કરવા પલ્લવને જોબ આપવા કહે છે. હવે આગળ....)

પલ્લવે પહેલી વાર જ સાન્યાને જોઈ સ્તબ્ધ થઈ ગયો. તેના માનવામાં જ નહોતું આવી રહ્યું કે, 'તેનો પ્યાર તેની જ ઓફિસમાં.... જે અત્યાર સુધી દિલમાં જ હતી અને તે હવે તેની આંખોની સામે.

જ્યારે આ બાજુ સાન્યા ભલે બધું જ ભૂલી ગઈ હતી, પણ તેના દીલો દીમાગમાં લાગણીઓ અકબંધ હતી. એટલે જ સાન્યાના મનમાં પલ્લવમાટે અલગ જ ખેંચાણ અનુભવી રહ્યું હતું. પલ્લવે તો સાન્યાને પોતાની સાથે કામ કરતી જોઈને જ તે ખુશ થઈ ગયો. આ ખુશીમાં જ તેને સાન્યાને પર્સનલ સેક્રેટરી બનાવી દીધી અને પોતાની કેબિનની બાજુની કેબિન બેસવા આપી, જેથી તે તેના નજરથી ઓઝલ ના થઈ જાય. તેનું ચાલે તો તે તેને રાતદિવસ નજર સમક્ષ જ રાખે.

સાન્યાના મનમાં પણ પલ્લવ માટે રહેલી લાગણીએ જન્મતા અને પનપતાં વાર ના લાગી. બંનેની નજદીકી વધતાં જ પલ્લવે સાન્યાને ફરીથી પ્રપોઝ કરવાનું વિચાર્યું.

આ વખતે હોટલમાં એક રૂમ બુક કર્યો. તેને બલૂન, કેન્ડલ, લાઈવ મ્યુઝિક અને સ્પેશિયલ ડીનર એરેન્જ કર્યું. મીટિંગ છે કહીને સાન્યાને ત્યાં લઈ ગયો. સાન્યાને નવાઈ લાગી પણ તેને ગમતું પાત્ર સાથે હોવાથી વધારે કંઈ વિચાર્યું નહીં અને તેની સાથે ગઈ. પણ મનમાં એક ગુદગુદી જરૂર હતી કે આજે કંઈક સારું જરૂર થશે.

આ રૂમનો નજારો હજી તો સાન્યા જોઈ રહી હતી, ત્યાં જ પલ્લવઘૂંટણ પર બેસી ગયો અને સાન્યાને કહ્યું કે,

"સાન્યા આઈ લવ યુ... ડુ યુ લવ મી?"

સાન્યાએ તેના પ્રપોઝ પર મહોર લગાવતાં કહ્યું કે,

"યસ....યસ, આઈ લવ યુ...."

પલ્લવે પણ તેને હીરાની વીંટી પહેરાવીને સાન્યાની હા પર મહોર લગાવી દીધી. બંનેએ એકબીજાના લિપલોક કરીને પ્રેમપાન કરવા લાગ્યા. થોડીવારે અળગા થઈને ડીનર કર્યું અને પલ્લવબોલ્યા કે,

"થેન્ક યુ સાન્યા, મારી લાઈફમાં આવવા બદલ. તને જોયા પછી મને હંમેશા એવું લાગતું હતું કે બસ મારી લવ પાર્ટનર અને લાઈફ પાર્ટનર તારા સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે. અને બસ તું જીવનના દરેક રંગમાં મારા રંગ સાથે રંંગાઈ જઈશ, પછી આ દુનિયા ખરેખર ખૂબ જ રંગીન બની જશે. જેમાં હું અને તું એક સાથે હોઈશું."

"પલ્લવમેં તો ક્યારે પણ તમને શાયરી કરતાં નથી જોયા. આ પણ એક નવો રંગ છે, તમારો...."

સાન્યાએ પલ્લવને બોલતો સાંભળીને કહ્યું તો પલ્લવઅને સાન્યા હસવા લાગ્યા.

અને આ બધું જ જોઈ રહ્યા હતા, અશ્વિન સિંહ... જે બીજા ફેમેલી હોલમાં ડીનર કરવા આવ્યા હતા. સાન્યા અને પલ્લવને સાથે જોઈને તેમને ખુશી કરતાં વધારે તો ઈર્ષા થઈ, પણ સાન્યા જ જ્યારે બધું જ ભૂલી ચૂકી છે, તો મેં કરેલું પ્રપોઝ કયાંથી યાદ હોય. અને આ નિરાશામાં તેમને મંગાવેલો ઓર્ડર ટેબલ પર નહોતું આવ્યું, છતાં પણ અશ્વિન ઊભો થઈને બહાર નીકળી ગયા. તે ગાડીમાં બેસીને સિગારેટ પર સિગારેટ ફૂંકવા લાગ્યા. ખાસ્સો સમય આમ વીતી ગયો પછી તે ઘર તરફ વળ્યા.

મનની લાગણી પર કાબૂ કરીને પોતાના કામ પર ધ્યાન આપવાનું વિચાર્યું. આ નિર્ણય કરીને તે આરામથી સૂઈ ગયા. રાત પસાર કરીને બીજા દિવસે જ પોલીસ સ્ટેશન પહોંચીને રાજ સિંહ ને કહ્યું કે,

"રાજ સિંહ પેલું રેકોર્ડિંગ લાવ, આપણે ફરીથી સાંભળીએ. કદાચ કંઈક નવો કલુ મળે છે, જોઈએ?"

"પણ સર, અચાનક કેમ?"

રાજ સિંહ ને નવાઈ લાગતા પૂછ્યું તો જવાબમાં અશ્વિન સર બોલ્યા કે,

"રાજ સિંહ હવે સાન્યાની આશા રાખવી નકામી છે, માટે નવેસરથી કંઈક વિચારવું પડશે એટલે જ મંગાવું છું."

"જી, સર..."

કહીને રાજ સિંહ પેલું રેકોર્ડિંગ ફરીથી ચાલુ કર્યુ. બે ત્રણ વાર સાંભળ્યા બાદ અશ્વિન સરના મનમાં કંઈક સૂઝયું અને એ માટે રેકોર્ડિંગ બંધ કરાવીને લેડી ઓફિસર માયાને બોલાવવા કહ્યું. અશ્વિને માયા અને રાજ સિંહ ને કહ્યું કે,

"માયામેમતમારે અને આ રાજ સિંહ ને એક રોલ પ્લે કરવા જવાનો છે, તો તમને ફાવશે?"

"યસ સર, વી આર રેડી?"

બંને જણા સાથે બોલ્યા તો અશ્વિને,

"તો મને પૂછશો નહીં કે શેનો રોલ અને શા માટે કરવાનો, ક્યાં કરવાનો?"

"નો સર, અમને તમારા પર વિશ્વાસ છે."

અશ્વિન સરે બંનેને પોતાનો પ્લાન જણાવ્યો અને કયા કારણસર કરવાનો છે, તે પણ કહ્યું. તેમને પ્લાન મુજબ અમુક તૈયારી અને ગેટઅપમાં રેડી થવા પણ કહી દીધું.

બંને જણાએ પ્લાન બરાબર સમજી લીધો અને કહ્યું કે,

"સર જલ્દી જ અમે પ્લાન મુજબ તૈયારી કરી દઈશું અને પછી તમને જણાવીએ."

"ઓકે, નાઉ પ્લાન ઈઝ યૉરસ. ઑલ ધ બેસ્ટ એન્ડ બી કેરફૂલ."

બંને જણા અશ્વિન સરની કેબિનની બહાર નીકળ્યા અને પ્લાન મુજબ તૈયારી કરવામાં લાગ્યા.

આશ્રમમાં આત્માનંદ મહારાજ જેમને લોકો બાવાજી મહારાજ કહેતા હતાં તેમનું પ્રવચન ચાલી રહ્યું હતું.

"વત્સ જીવનમાં લાલચ એક એવી લત છે, જેને લાગી જાય તેમ તેને વધારેને વધારે વળગે જ જાય છે. જેમ કોઈ અણગમતું વ્યક્તિ કે વસ્તુ આપણે તેને શરૂઆતમાં પસંદ કરીએ, મહત્વ આપીએ અને પછી તે વળગણ બની જાય છે. જીતવાની લાલચમાં જેમ હાર્યો જુગારી બમણો રમે, એમ જ જેને આપણે છોડવા મથીએ તેમ તેમ તેની પકડ આપણા પર વધતી જાય છે. આમાં સૌથી વધારે આપણને ધન અને સંપત્તિની જ લાલચ હોય છે, જેમ પારધીએ લાલચમાં આવી બધું જ ગુમાવી દીધું.

એક પારધી શિકાર કરવા માટે જાળ પાથરી અને તેમાં હંસ ફસાઈ જાય છે. હંસ પોતાને છોડવવા માટે માછલીને વિનંતી કરે છે. જુઓ માછલી જળમાં રહેનારો જ્યારે હંસ આકાશમાં ઉડનારો જીવ, છતાં મદદ માંગી. માછલીએ પણ હંસને બચાવવા મોતીની લાલચ આપી. પારધી પણ મોતી મેળવી ખુશ થઈ ગયો અને હંસને છોડી દીધું. પારધી જ્યારે ઝવેરી પાસે મોતી વેચવા ગયો, તો તેને કહ્યું કે,

"જો તું આવું બીજું મોતી લાવી આપીશ, તો હું તને પાંચસો સોનામહોર આપીશ."

પારધીએ લાલચમાં આવીને હંસને ફરી પકડયો અને માછલી પાસે પહેલાં જેવું જ મોતી માંગ્યું. માછલીએ ચાલકી વાપરીને પહેલા આપેલું મોતી માંગી લીધું. અને એ મોતી મળતાં જ,

"પારધી જો તું હંસને છોડી દે, તો હંમણા જ હું ખૂબ બધા મોતી લઈને આવું છું."

પારધી એ પણ વધારે મોતીની લાલચમાં આવીને હંસને પણ છોડી દીધું. પછી ના તો મોતી મળ્યા કે ના માછલી આવી. પણ રાજાના સૈનિકે પકડીને જેલમાં જરૂર મોકલી દીધો. આમ લાલચના કારણે પહેલા મળ્યું હતું એ પણ પારધીએ ગુમાવી દીધું.

કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં લાલચ ના કરવી અને જે છે તેનાથી સંતોષ માનવો. તમારું જીવન સદાને માટે સુખદાયી રહે. ૐ શાંતિ... ૐ શાંતિ...."

આમ, પ્રવચન પુરું થયા બાદ મુખ્ય શિષ્યે ફરિયાદ કરી શકો છો, તેવી ગુહાર લગાવતાં જ એક ભાઈ અને એક બહેન ઊભા થયા. શિષ્ય બોલ્યો કે,

"ભાઈ, બહેન તમે એકએક કરીને આવો..."

"અમે પતિ પત્ની છીએ, મહારાજ."

ભાઈએ કહ્યું તો,

"સારું..."

તેઓ બાવાજી મહારાજને પગે લાગ્યા અને બોલ્યા કે,

"બાવાજી મહારાજ અમારી સાથે ફ્રોડ થયો છે, અમે લૂંટાઈ ગયા... અમને તમારી શરણમાં લઈ લો."

"શાંત પુત્ર, શાંત પુત્રી... શું થયું તે તો કહો?"

બાવાજી મહારાજે તેમને આશ્વસ્ત કરતા કહ્યું.

(અશ્વિન સરનો પ્લાન શું હશે? તે વર્ક કરશે ખરો? કયાંક રાજ સિંહ અને માયા ઊંધું નહીં કરેને? કોણ છે, આ પતિ પત્ની? શું તકલીફ છે, એમની?

જાણવા મીટે વાંચો આગળનો ભાગ,   ભાગ....7)