ત્રિકોણીય પ્રેમ - 4 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 4

ભાગ….૪

(રાજ સિંહ તેના મિત્ર માલવ સાથે થયેલું ફ્રોડ આઇ.પી.ઍસ અશ્વિન સરને જણાવે છે. તે સાન્યાની મદદ લેવા સાન્યાને બોલાવવા કહે છે. પોલીસ સ્ટેશન આવતાં સાન્યાનો એક્સિડન્ટ થાય છે. હવે આગળ....) 

રાજ સિંહ એ કહ્યું કે,

"સાન્યા થોડીવારમાં આવે છે."

એ સાંભળીને અશ્વિન સાન્યાની યાદોમાં ખોવાઈ ગયા. 

સાન્યા એક ગભરુ હરિણી જેવી છોકરી હતી. તે ગરીબ ભલે હતી પણ રૂપ ની બાબતમાં ધનવાનને, પૈસાદારને ગરીબ કહેડાવે એવી હતી. તેની હસતી આંખો, ગોરો વાન, તેજસ્વી ચહેરો, દાડમની પંક્તિ જેવા દાંત, સપ્રમાણ શરીર, તેને રૂપથી ધનવાન બનાવતી હતી. તે ભલે ને સિમ્પલ ડ્રેસ પેહરે છતાંય તે હીરોઈન કરતાંય સુંદર લાગતી હતી. તે તો બધી છોકરીઓ માટે જ ઈર્ષા નું કારણ હતી. તો પછી છોકરાઓ પ્રપોઝ કરવા આતુર હોય તેમાં શી નવાઈ. બસ તેઓ રાહ જોતા કે કયારેય તે સ્માઈલ આપે અને ક્યારે કોઈ દિલફેંક તેને પોતાના મનની વાત રજુ કરે. 

રાજ સિંહે તેનો એક્સિડન્ટ થયો ત્યારે જણાવેલું પણ તેની વાત માની નહોતી. પણ જયારે શાંતિ ઇન્ટરનેશનલ સ્કુલમાં બનેલી ઘટના તેને આગળ જણાવી ત્યારે, શાંતિ ઇન્ટરનેશનલ નામની પ્રતિષ્ઠિત સ્કૂલમાં અનેક બાળકો ભણતાં હતાં. અમુક કલાસના બાળકો આમથી તેમ ફરતાં હતાં. કેટલાક લાઈબ્રેરીમાં બેઠા હતા. ટીચર્સ સ્ટાફરૂમમાં બેઠા હતા. રીસેસ પડેલી હતી એવામાં જ એક માણસ બસસ્ટેન્ડ પર ઊતરી સ્કુલ તરફ આવતો હતો. તે માણસ ગેટ નજીક આવતા જ અચાનક બેભાન થઇ પડી ગયો. ગેટકીપરે તે માણસને પાણીનો છંટકાવ કરીને તેને ભાનમાં લાવી તેને ઊભો કર્યો. સ્કુલ ગેટ ની અંદર લઈને બેસાડયો. ગેટ કીપરે કરેલી મદદના લીધે ખૂબ ખુશ થઇ ગયો. અને એ સ્કુલને ડોનેશન આપવાની ઈચ્છા વ્યક્ત કરતાં તે ગેટકીપર પ્રિન્સિપાલ ની ઑફિસમાં લઈ ગયો. એ વખતે એક માણસ તેનો લાભ ઊઠાવીને તે સ્કુલમાં ઘૂસી ગયો. એક કલાસરૂમ આગળ એક બેગ મૂકીને તે કોઈ દેખે ના એવી રીતે સ્કુલ ની બહાર આવી ગયો. જેવો એ માણસ અને બેભાન થયેલો માણસ જેવો બહાર આવ્યો તેવું જ રિમોટનું એક બટન દબાવતાં જ સ્કુલમાં ધડાકો થયો.' 

એકદમ જ સાન્યા ગભરાઈ ને ચીસ પાડી ઊઠી. બાજુની રૂમમાં સુઈ ગયેલા તેના પિતા ગભરાઈને દોડતાં તેના રૂમમાં આવ્યા. સાન્યાએ પિતાને તો કશું જ ના કહ્યું, પણ બીજા દિવસે તેણે ચિંતનને તે સપનાં વિશે વાત કરી. તરતજ માનવસાન્યાને લઈને પોલીસ સ્ટેશને ગયો. એમણે સપના વિશેની વાત ઈ.રાજપૂતને કરી. ઈ.રાજપૂત એ વાત ની ગંભીરતા સમજી ને પહેલાં આઇ.પી.ઍસ અશ્વિન સરને ફોન કરીને જણાવ્યું અને આગળ શું કરવું જોઈએ તેનું ઈન્સટ્રકશન માગ્યા. 

આઇ.પી.ઍસ. અશ્વિન સરે સનરાઈઝ સ્કુલમાં ઈન્ફોર્મ કરવાનું કહ્યું. સાથે પોલીસ ટીમ, બોમ્બ ડીફયુઝ કરનારી ટીમ લઈને ત્યાં પહોચવાનુ કહ્યું. અને સાન્યાની મદદ મળે તે માટે જોડે રાખવાનું કહ્યું. તે પણ સ્કુલમાં જ તેમની ટીમને મળશે. ઈ.રાજપૂતએ સનરાઈઝ સ્કુલને ઈન્ફોર્મ કરવા માટે તેનો નંબર શોધતા ખબર પડી કે તે નામની ત્રણ-ચાર સ્કુલ છે. એ સ્કુલોમાં પોતાની ઓળખ આપીને પૂછપરછ કરતાં બોરીવલીની સ્કુલમાં હમણાં જ એક માણસ ગેટ આગળ બેભાન થઇ ગયો હતો. એ માણસ હાલ જ ડોનેશન આપવા અંદર ગયેલો છે એમ જણાવ્યું. તરતજ તે પ્યુનને ગેટકીપરને સંભાળવાનું કહેવાનું કહ્યું, એ પણ એ માણસ ને કે કોઈ ને ખબર ના પડે એમ. પછી તે ફરીથી ફોન કરે છે. 

સૌથી પહેલાં આ કામ કરીને તે આવે, પ્યુને હા પાડી. આ બાજુ બોમ્બ ડિફયુઝ કરનારી ટીમ, પોલીસ ટીમ ને તૈયાર કરી તે સ્કુલ જવા નીકળી ગયા. અને જીપમાં બેસીને સ્કુલ માં ફોન પાછો કર્યો. ત્યાં સુધીમાં ગેટકીપરને કાનમાં જઈને ગેટ સંભાળવાનું કહીને તે માણસને પ્રિન્સિપાલની ઑફિસ બતાવી આવ્યો. 

અને ફોન ની રીન્ગ વાગતાં જ તે પ્યુને પાછો ફોન ઊપાડયો. પોલીસે પોતાની ઓળખાણ આપીને પૂછ્યું કે, "તે કોની જોડે વાત કરે છે? તેનું નામ શું છે?"

તેણે પોતાનું નામ રામલાલ જણાવ્યું. ઈ.રાજપૂતે પૂછ્યું કે, "પહેલાં તેમણે એમની જોડે જ વાત કરી હતી. રામલાલે હા પાડતાં, પોલીસે રામલાલને કહ્યું કે, "તે સાચવી ને પ્રિન્સિપાલને મારું નામ આપીને આ માણસને વાતોમાં ઉલઝાવવાનુ કહો, એ પણ આ માણસને ખબરના પડે એમ. અમે ત્યાં સુધી એ સ્કુલમાં આવી જઈશું. રામલાલ ને એમ પણ કહ્યું કે, "તે બધાં બાળકો અને સ્ટાફને સ્કુલની બહાર નીકળી દેવા. આ બધું કરતાં ખાસ તકેદારી રાખવી." 

ઈ.રાજપૂતએ આટલું કહીને ફોન મૂકી દીધો. અને અશ્વિન સરને ફોન કરી બધી વાતથી માહિતગાર કર્યા. સાન્યા પણ ઈ.રાજપૂત સરની જીપમાં એમની સાથે સનરાઈઝ સ્કુલમાં પહોંચી.

ઈ. રાજપૂત સાન્યાને લઈને બોરીવલીમાં આવેલી સનરાઈઝ સ્કુલમાં પોતાની ટીમ સાથે જવા નીકળ્યા. જ્યારે આ બાજુ સનરાઈઝ સ્કૂલમાં પ્યુન રામલાલ સાચવીને પ્રિન્સીપાલને પોલીસ સ્ટેશનથી આવેલ ફોન તથા તેમના કહ્યા પ્રમાણે આ માણસને વાતોમાં વ્યસ્ત રાખવાનું કહ્યું. 

ત્યાં સુધી રામલાલ સ્કુલના બાળકો અને સ્ટાફને સ્કુલની પ્રિમાઈસીસથી તેમને દૂર લઈ જશે. પ્રિન્સીપાલ તેમ કરવા કહ્યું, પણ ત્યાં જ તે માણસને અણસાર આવતા તે પ્રિન્સીપાલ અને પ્યુનને બંદૂક બતાવી તે લોકોને રૂમમાં બહારથી જ લોક કરી દીધો. સ્કુલના ગેટને બંધ કરીને તે ભાગી ગયો. ભાગમભાગ થી સ્કુલમાં ટીચરને કે બાળકો શું થયું તે જોવા બહાર આવી આવ્યાં. આ જોઈને બધાં ગભરાઈ ગયાં. એવાં માં જ ઈ.રાજપૂત તેની ટીમ સાથે આવી પહોંચયા. પહેલાં તો તે આ માહોલ જોઈ ગભરાઈ ગયા, પણ વધારે વિચાર્યા વગર ગેટ ખોલીને બોમ્બ ડિફયુઝ કરનારી ટીમ બોમ્બ ડિફયુઝ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બીજી બાજુ સ્કૂલમાં થી સ્ટાફ તેમજ બાળકોને પ્રિમાઈસીસ થી બહાર કાઢી દીધા. 

બોમ્બ ડિફયુઝ થતાં જ બધાં ના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં અશ્વિન સર પણ આવી પહોંચ્યા. સમ્રગ પરિસ્થિતિને સમજી બધા ને શાંત રહેવા અપીલ કરી. પ્રિન્સીપાલને ઓફિસમાં જઈને તેમની સાથે વાત કરી. તેમને હૈયાધારણ આપી કે સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. દરેક વ્યક્તિને તે અશ્વિન સર વતી સમજવાની અને પરિસ્થિતિને થાળે પાડવામાં મદદ કરે. બાળકોના પેરેન્ટ્સને પણ સમજાવે અને જો કોઈ જરૂર લાગે તો તે મદદ પણ કરશે. મદદ હોય તો ફોન કરવાનું જણાવી તે સ્કુલમાં થી નીકળી પોલીસ સ્ટેશન ગયા.' 

આ સ્કુલ વાળી વાત બની ત્યારથી તેની અંદરની શક્તિને માની ગયા.

(સાન્યાનું શું થશે? અશ્વિન સર માલવનો આગળ કેસ કેવી રીતે સોલ્વ કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ....5)