પ્રેમ ની પતંગ.. Krupali Chaklasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પતંગ..

એ લપેટ....જો જાય.. જો જાય....

 

આવાં નાદ સંભળાય, તલ-ગોળ ની ચિક્કી ની સુગંધ આવે,

અતરંગી નવા જુનાં ગીતો સંભળાય, અગાશી પુરેપુરી ફુલ દેખાય તો સમજવું કે આકાશ સાથે પ્રેમ નાં સંબંધ બનાવવા માટે ઉતરાયણ આવી રહી છે.

 

ફુગ્ગા ચગાવવાની ઉંમર માં પતંગ ચગાવવી હોય, કાચાં દોર ની બદલે પાકો દોર જોતો હોય સાથે ફુદા નો પતંગ જોતો હોય અને આ બધા માટે ધમપછાડા કરતો ૧૫ વર્ષ નો અંશ આજે બહુ ખુશ છે.તેનો ફેવરિટ તહેવાર જો આવી રહ્યો છે.

 

અંશ અગાવથી જ તેનાં મિત્રો સાથે પતંગ, માંજા ખરીદવાં જવાની તૈયારી કરે છે. બધા એકબીજાની સાથે વાતો કરતા કરતા બજારમાં પતંગો, દોરી અને આંગળીઓની સલામતી માટે પટ્ટી ખરીદે છે.

 

અલગ અલગ પ્રકારના પતંગો ની સાથે અંશ એક મોટો દેડકા આકારનો પતંગ પણ ખરીદે છે. બધાં ખુશ થતાં થતાં ઘરે જાય છે અને સાંજની રાહ જોવા લાગે છે. કેમકે ૧૩ તારીખ ની રાત એટલે પતંગ અને દોરી નાં સંગમ નો સમય..

 

અંશ પણ પોતાની પતંગો નાં કિન્ના બાંધવા માં મશગુલ છે. બધી પતંગો નાં કિન્ના બંધાય ગયા પછી તે પોતાની ૨૫૦ રૂપિયા વાળી ફેવરિટ પતંગ ને કિન્ના બાંધવા નું શરૂ કરે છે અને રાહ જોવે છે સવાર ની..

 

૧૪ જાન્યુઆરી ની સવાર એટલે આહલાદક અનુભવ ની સવાર.. ખુશીઓના સરનામા ની સવાર.. પ્રેમ નાં પેચ લેવાની સવાર..

 

આ દિવસે જે મોડાં ઉઠતા હોય તે પણ વહેલાં ઉઠીને ન્હાયા વગર જાગીને પહેલાં સીધાં એકવાર અગાશી માં જોયાવે કે કેટલી પતંગ ચગે છે, કોણ ચગાવે છે.. એવી જ રીતે અંશ પણ અગાશીમાં આંટા મારે છે.

 

ત્યાં જ એને એક પતંગ પડેલો દેખાય છે. તે ત્યાં પતંગ પાસે જઈને પતંગ લે છે ત્યાં તેની મમ્મી નો અવાજ આવે છે અંશ...અંશ... ચાલ પહેલાં નીચે આવી ને ન્હાય લે..

 

તે જેવો જવા જાય છે ત્યાં તેની નજર તે પતંગ પર કંઈક લખેલું છે તેનાં પર પડે છે. ''કેમ છો! મજામાં.. કેવી ચાલી રહી છે તમારી ઉતરાયણ ની તૈયારી.. પતંગ તો ધણાં ચગાવતાં હોય છે પણ જો તમે ખુદ ને એક સફળ પતંગબાજ માનતાં હોય તો આજે સાંજે ૫ વાગ્યે પોતાની મનપસંદ અલગ આકાર ની પતંગ ચગાવજો.. આટલું વાંચતા અંશ મનમાં વિચારે છે કે હું તો ચગાવીશ પણ મને કેમ ખબર પડશે કે આ કોણ છે એ આટલું વિચારે છે ત્યાં કોઈ નાં લપેટ.. લપેટ.. નાં અવાજ થી તે વિચારો માંથી બહાર આવે છે અને આગળ વાંચે છે તો ત્યાં લખેલું હોય છે કે તમે એમ વિચારતા હશો કે તમે મને કેમ ઓળખશો તો હું પણ ૫ વાગ્યે મારો સિંહ આકાર નો પતંગ ચગાવીશ એક દિલવાળા ફુગ્ગા ની સાથે..

 

 

અંશ ને કોઈ કંઈ પણ કહે બસ એક ચેલેન્જ નહિ દેવાની કેમકે એકવાર તેને કોઈ ચેલેન્જ આપે એટલે બસ પુરૂ તે ચેલેન્જ ને જીતશે જ.. અને આ તો એક પતંગબાજી છે જેમાં અંશ માસ્ટર છે.

 

અંશ... અંશ.. ક્યાં રહી ગયો.અંશ નાં મમ્મી સાથે પાડે છે. 

આજે તો બહુ મજા આવશે કેમકે ઉતરાયણ મારો ફેવરિટ તહેવાર છે એમ બોલતાં બોલતાં તે અગાશીમાં આવીને પેચ લેવાનું ચાલુ કરે છે અને તે સાંજ ની રાહ જોવે છે.

 

ઠીક સાંજ નાં ૫:૦૦ વાગયા એટલે અંશે તેનો મનગમતો દેડકા આકારનો પતંગ ચગાવ્યો અને તે પેલા પતંગ ની રાહ જોતા તે મનમાં વિચારવા લાગ્યો કે આ ચેલેન્જ તો હું જ જીતીશ. પણ આ હશે કોણ??

 

ત્યાં જ એક સિંહ આકાર નો પતંગ તેની સામે આવ્યો તેની સાથે એક દિલ આકાર નો ફુગ્ગો પણ એટલે અંશ સમજી ગયો કે આ જ આપણો પ્રતિસ્પર્ધી છે.

 

અંશ તો પુરા જોશ અને ઉત્સાહ સાથે તેની સાથે પેચ લેવા તૈયાર થઇ ગયો. તેને તો એમજ હતું કે તે જ જીતશે.. હવે ખરેખર ની મજા હતી. એક તરફ સિંહ અને બીજી તરફ દેડકો..

 

કોણ કોનાં પર ભારે પડશે એ જોવાનું હતું. આટલી કટર ટકર માં પણ અંશ એકદમ બિન્દાસ હતો.. પણ આ શું ?? તેની આંખો ની સામે જ તેનો ફેવરિટ પતંગ હાલક-ડોલક કરતો તેનો સાથ છોડી રહ્યો હતો...

 

આ જોઈને અંશને તાલાવેલી જાગી તે પ્રતિસ્પર્ધી વિશે જાણવાની એટલે તેણે પોતાની નજર પેલી સિંહ આકાર ની પતંગ નાં માંજા પર કેન્દ્રિત કરી અને તે દોરી નાં સહારે તેણે તેના પ્રતિસ્પર્ધી ને જોયો.

 

તેને જોતાં જ તે ચોંકી ગયો. તેનાં અગાશી થી ત્રણ અગાશી મુકીને ત્યાંથી આ પતંગ ચગી રહ્યો હતો અને અંશને વધુ આશ્ચર્ય ત્યારે થયું કે તે પતંગ એ છોકરી ચગાવી રહી હતી જેની તેણે અને તેના મિત્રો એ થઈને મજાક ઉડાવી હતી..

 

બે દિવસ પછી જ્યારે અંશ ખુશીને સ્કૂલમાં મળ્યો ત્યારે તેણે ખુશી ની પહેલા તો માફી માંગી અને પછી તેણે તે પતંગ પર એણે જે લખ્યું હતું તેનાં વિશે પુછ્યું એટલે ખુશી એ કહ્યું કે એ દિવસે જ્યારે મેં તમને બધાં ને વાતો કરતા સાંભળ્યા હતાં કે આ છોકરીઓને તો ખાલી ફીરકી જ પકડવાની હોય અને તેને તે જ પકડતાં આવડે. આ પતંગ ચગાવવાનું તેનું કામ નથી.

 

આટલું સાંભળતા તમારી પાસે આવીને મેં કહ્યું હતું કે છોકરી ઓ પણ પતંગ ચગાવી શકે છે. ત્યારે તમે બધા એ મારી મજાક ઉડાવતા કહ્યું હતું કે જા જા તારાં જેવી ભણવામાં નબળી અને ગુંગી છોકરી અને પતંગ.. કહીને બધાં મારી પર હસવા લાગ્યા હતા અને મારી બધાં ની વચ્ચે આમ મજાક બનતી જોઈને હું ત્યારે રડુ રડુ થઈ ગઈ હતી.

 

પણ મેં મનમાં ગાંઠ વાળી હતી કે હું પણ ખુદને એટલી સ્ટ્રોંગ બનાવીશ કે કોઈ મારી મજાક નહિ ઉડાવી શકે. 

 

અને આ જ ગુસ્સામાં મેં બધો ગુસ્સો તે પતંગ પર લખી નાખ્યો અને સામેવાળા ને ચેલેન્જ કરી અને જીતી પણ ગઈ એટલે બધા એ મને ચિયર કરી.. પણ એક સાચી વાત કહું એ પતંગ નાં પેચને કારણે મારાં માં આત્મવિશ્વાસ વઘ્યો અને હવે હું પણ બધા ની સામે ઉભી રહીને કહી શકું કે 'હા! હું પણ કરી શકું છું' અને ' હું કરીશ'.. પણ તને તે પતંગ વિશે કેવી રીતે ખબર પડી.

 

પછી અંશે તેને બધી વાત કરી અને તેણે તેના એ મિત્રો ને બોલાવી ને માફી પણ મંગાવી અને કહ્યું કે આજ થી ખુશી આપણા ગૃપ ની મેમ્બર..

 

પછી તો ખુશી પણ તેની સાથે રહીને એકદમ સ્ટ્રોંગ બની ગઈ અને ગલત સામે બોલતી થઈ ગઈ.

 

આમને આમ તે બંને હવે કોલેજમાં આવી ગયા પણ તે બંનેની ફ્રેન્ડશીપ એટલી મજબૂત બની ગઈ કે તે બંનેને ખબર જ ના પડી કે તે બન્નેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલી ગઈ. હવે ખુશી પ્રેમપતંગ ચગાવે છે અને તેની લાગણીની ફીરકી અંશ પકડે છે.