નહીં.. નહીં.. મારે તો સિમ્પલ વેડિંગ જ જોઈએ જય બહાર થી આવતા બોલ્યો.
પણ બેટા આટલાં વર્ષો નાં ઈન્તજાર પછી પણ આમ સિમ્પલ મેરેજ કરવા છે તારે.. રૂમ માંથી બહાર આવતા જય નાં કાકા બોલ્યા.
હા, કાકા.. કહેતાં જય તેની બાજુમાં આવીને બેસી ગયો.
અચ્છા તો એક વાત કહે મને કે આ વિચાર તારાં એકલાં નો છે કે તમારા બંને નો..
ના, કાકા આ વિચાર મારો છે કેમકે ડેસ્ટીનેશન વેડિંગ માં બહુ ખચૅ થાય અને હું નથી ઇચ્છતો કે આના લીધે નિયા નાં પરિવાર પર કોઈ પ્રેશર આવે..જય ચા પીતા પીતા બોલ્યો.
હા, એ વાત પણ સાચી છે. આ તો હું તને એટલે પુછતો હતો કે તે એક વખત મને કહેલું કે હું જ્યારે લગ્ન કરીશ ત્યારે ડેસ્ટીનેશન વેડિંગ જ કરીશ.
કાકા જેનાં માટે મેં આટલો ઈન્તજાર કર્યો તેનાં માટે તો કંઈ પણ..
પણ કાકા આપણે એમ ના કરી શકીએ કે લગ્ન નો ખર્ચ બંને પક્ષ ઉઠાવે તો કોઈ ને તકલીફ પણ ન પડે.
હા કરી શકાય જો તે લોકો માની જાય તો તો તમે જેમ લગ્ન કરવા ઈચ્છો છો તેમ તમે કરી શકો.
આ તરફ નિયા નાં પપ્પા રમણભાઈ પોતાની દિકરી નિયા નાં લગ્ન ખુબ ધામધૂમથી કરવા માંગતાં હતાં એટલે નિયાએ તેમની સામે નમતું મુકવું પડ્યું. તે હજુ કંઈ બોલે તે પહેલાં જ જય ત્યાં આવી ગયો.
અરે! આવ..આવ.. બેટા.. રમણભાઈ એ તેને પ્રેમ થી આવકારતા કહ્યું.
અંકલ મારે તમારી સાથે એક વાત કરવી છે.
હા, બોલને બેટા..
હું જ્યારે અંદર આવ્યો ત્યારે મેં તમારી બંને ની વાત સાંભળી હતી એટલે મને ખબર પડી કે તમે ડેસ્ટીનેશન વેડિંગ કરાવવા માંગો છો. તો હું શું કહું છું કે આ લગ્ન નો ખર્ચ માત્ર છોકરી વાળા જ કેમ ઉઠાવે.
એક મિનિટ.. એટલે તું કહેવા શું માંગે છે?, રમણભાઈએ આશ્વર્ય થી પુછ્યુ.
હું એ કહેવા ઈચ્છું છું કે આ લગ્ન માં જે પણ ખર્ચ થશે તેમાંથી અડધો ખચૅ હું એટલે કે છોકરાવાળા ઉઠાવશે.
અરે, ના.. તું શું કામ ઉપાડે.. ના બધો ખર્ચ હું કરીશ.
નહીં અંકલ એકચ્યુલી હું આ જ કહેવા અહીં આવ્યો હતો.
પણ તમે કેવી રીતે..
કેમ નહીં.. એકતરફ તમે મને બેટા કહો છો અને બીજી તરફ મને એક પરાયાં જેવું ફીલ કરાવો છો. જો તમે મને સાચે જ તમારો દીકરો માનતા હોય તો મને આશા છે કે તમે મારી આ વાત સમજશો અને માનશો પણ.. આટલું બોલતાં જયની આંખ ભીની થઈ ગઈ.
રમણભાઈ પણ તેની આંખે આવેલા આંસુ લુછતા મન માં ને મનમાં વિચારી રહ્યા હતા કે મારી નિયા કેટલી નસીબદાર છે કે તેને જય જેવો જીવનસાથી મળ્યો.
તો બોલો પપ્પા જી.. પછી શું? વિચાર્યું તમે.. જય ના મોઢે થી પપ્પા શબ્દ સાંભળતા તે ખુશીથી ભાવુક થઈ ગયા.
તો હું શું કહું છું કે અડધો ખચૅ હવે તારે લેવો જ પડશે.. ડન પપ્પા.. અને બધા એકસાથે હસી પડ્યા.
તો હવે તમે નક્કી કરો તમારું ડેસ્ટીનેશન વેડિંગ નું લોકેશન.
હું વિચારું છું કે લોકેશન કંઈક એવું હોવું જોઈએ જે તમારા બંને માટે બહુ ખાસ હોય..
હમમ્ તો દ્રારકા કેવું રહેશે? જય અને નિયા બંને એક સાથે બોલ્યા.
કેમ દ્રારકા.. બીજા પણ ઘણા લોકેશન છે સારા તે જુઓ.
ના પપ્પા આ લોકેશન જ ફાઈનલ કેમ જય..
હા હા આજ ફાઈનલ કેમકે દ્રારકા નાં શિવરાજપુર બીચે મારી અને નિયાની પહેલી મુલાકાત થઈ હતી. તે તેના મિત્રો સાથે ત્યાં આવી હતી અને હું મારા મિત્રો સાથે..
રાધાકૃષ્ણ ની પ્રેમ નગરી એથી જ અમારાં પ્રેમ ની શરૂઆત થઈ એટલે અમે બંને ઈચ્છીએ છીએ કે અમારી જિંદગીમાં આવનાર નવા ખુશીનાં વળાંક ની શરૂઆત પણ ત્યાંથી જ થાય અને એ પણ પ્રેમની દેવી રાધા અને જગદગુરુ શ્રી કૃષ્ણ નાં આશીર્વાદ ની સાથે.
એમ પણ નિયાને દરિયો બહુ પસંદ છે. ખળખળ વહેતા મોજા નો એ આનંદ દાયક અવાજ, ખુશનુમા વાતાવરણ માં ફરી વળતી એ ઠંડી ની લહેરખી નો અવાજ, માટીમાંથી પોતાના સપના નાં મહેલ બનાવવાની મજા, કિનારે બેસીને ચાટ ખાવાની મજા, હાથમાં હાથ પરોવીને ચાલવા ની મજા, આંગળીએથી દિલ બનાવી ને તેમાં બંનેનાં નામ લખવા ની મજા..
એટલે લોકેશન માં બીચ જ રાખીશું અને આમ પણ શિવરાજપુર બીચ ની વાત થોડી હટકે છે તે બીજા બીચ કરતાં અલગ છે.
શિવરાજપુર બીચ એ સફેદ રેતીનો બીચ છે.જેથી તેનાં સમુદ્રતળની ગુણવત્તા, પ્રવાસીઓની સલામતી અને જાળવણી માટે તેને 'બ્લુ ફ્લેગ બીચ' જાહેર કરવામાં આવ્યો છે.
ઓકે તો ડન..!! યોર ડેસ્ટીનેશન વેડિંગ ઈન દ્રારકા..
બધાં લગ્ન ની તૈયારી માં લાગી ગયાં. જેમ જેમ લગ્ન નો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ ઉત્સુકતા ઓર વધતી ગઈ.
આજે ફાઈનલી બંને પરિવાર દ્રારકા જવા રવાના થયા. નિયા અને જય તેની પહેલી મુલાકાત ની તે પળ ફરી જીવંત કરવા લાગ્યા કેમકે આ જ એ જગ્યા છે જ્યાંથી તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો હતો અને આજે તેઓ ફરીથી ત્યાં જઈ રહીયા છે તેની જિંદગી નાં એક ખુશનુમા વળાંક માટે..
તો દિલ થામીને બેસો કેમકે આપણે આવી ગયાં છીએ આપણી મંઝિલ સુધી.. ખુશ થતાં જય બોલ્યો.
બધાં ફ્રેશ થઈ ને લોકેશન જોવા ગયા અને જોતાં જ બધા એકસાથે બોલી પડ્યા સાચે જ આ જગ્યા તો બાકી જગ્યા કરતાં અનોખી છે તમે જેમ કહ્યું હતું તેમ પાણી પણ એકદમ કાચ જેવું ચોખ્ખું છે એટલે જ ગુજરાત સરકાર એ આ બીચને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
નિયા અને જય નાં લગ્ન ધામધૂમથી થઈ ગયા. જ્યાંથી તેમનાં રિશ્તા ની શરૂઆત થઈ હતી ત્યાં જ તેઓ એક સન્માનપૂર્વક નાં સંબંધ માં જોડાઈ ગયા.