ચાલીસ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના સ્વાસ્થ્યની સમસ્યાઓ શરુ થાય છે.
પચાસ પછી એ સમસ્યાઓ વધુ તીવ્ર બને છે...
વજન વધવાથી શરૂ કરીને ઘૂંટણ, કમર દુઃખવા, વાળ ખરવા, ઉંઘ ન આવવી, એક પ્રકારની નિરસતા કે ચિડીયાપણું આવી જવું વગેરે પ્રશ્નો ઊભા થાય છે.
એ પછી મેનોપોઝનો સમય આવે છે.
હોટ ફ્લેશીસ અને ઈમોશનલ બેલેન્સ ઉપર-નીચે થયા કરે છે.
કશું ન ગમે, નાની-નાની વાતમાં મન આળું થઈ જાય, કામ કરવું ન ગમે...
આવા ફેરફારો જોવા મળે છે.
સૌથી અગત્યની વાત એ છે કે સ્ત્રીનું શરીર કુદરતની અટપટી રચના છે, એ નાજુક છે અને સાથે જ બાળકને જન્મ આપવા સક્ષમ છે !
સ્ત્રીએ પોતે, પોતાના શરીરને સમજવાની જરૂર છે.
ફ્રૂટ ખાવા, દૂધ પીવું, કેલ્શિયમ કે વિટામીન લેવાં, થોડીક કસરત કરવી કે સ્વયં માટે-આપણને ગમે તેવી કોઈ પ્રવૃત્તિ કરવા માટે સમય ફાળવવો એ 'નખરા' કે 'જાતને પંપાળવા' જેવું નથી.
જેમ ઈલેક્ટ્રોનિક મશીન કે વાહન થોડા સમય પછી ઘસાય, જૂનું થાય એમ શરીરનું મશીન પણ ઘસાય છે.
આપણે વાહનને સર્વિસ કરીએ છીએ, ઘરના ગેઝેટ્સને સાચવીએ છીએ, પણ શરીર વિશે કેટલા બેદરકાર છીએ !
સ્ત્રીઓએ માત્ર અધિકારો વિશે નહીં, પોતાના સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત થવાની જરૂર છે.
સાચું વુમન્સ લિબરેશન અથવા સ્ત્રી સ્વતંત્રતા એ છે કે જેમાં સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય વિશે પોતે પ્રયાસ કરે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કોઈના ઉપર આધારિત ન રહેવું પડે.
થોડી કસરત, વોક, સરખું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ શોખ અથવા પોતાને ગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવવો એ શ્વાસ લેવા કે પાણી પીવા જેટલું અગત્યનું છે.
જો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ રહેવું હોય તો આળસ અને બેદરકારી છોડવા પડશે...
સ્વયંના પ્રેમમાં પડવું પડશે...
ખૂંચે છે લાસ્ટ greenline જેનો મતલબ 'કુંડાળા'🐼...
એ છે એક સ્ત્રીની સુંદરતા ?
સ્ત્રીની ..કે પરણિતાની...?
કેમ કે મોટેભાગે aparnit સ્ત્રીઓની આવી જવાબદારીઓ મેં જોઈ નથી.🤔
સદીઓથી પરિણીત સ્ત્રીની ફરજના ભાગરૂપે અથવા સ્ત્રીનું પોતાનું મહત્વ જળવાઈ રહે એવી મનસા સાથે ઘરના સભ્યોને પોતાના પર ડિપેન્ડન્ટ રહેવા દેવા વાળી સ્ત્રીના effortsને નોટીસ કરવા બદલ આભાર.🙏
સ્ત્રીને ફરજ બજાવતાં બજાવતાં 'કાળા કુંડાળા' થઈ જાય છે જે અપૂરતી ઊંઘ+ કુપોષણ+ સ્ટ્રેસને આભારી છે એ સૌ કોઈ જાણે જ છે.
હવે જો અહીં જ ઘરના સભ્યો પોતપોતાનું કામ અને જવાબદારી સંભાળે અને સ્ત્રીને આટલા workload વિના પણ ઘરમાં મહત્વ આપવામાં આવે તો સ્ત્રીઓને ઘણી રાહત થઈ જાય.🤗
કુદરતનો ક્રમ છે સુંદરતા અને આકર્ષકતા ફિટનેસ સાથે જોડાયેલી છે આદર્શ શરીર સૌષ્ઠવ ન ધરાવનાર જેમ કે મેદસ્વિતા, કૃશતા' યોગ્ય ઊંચાઈ ન હોવી, skin tone, વાળની ક્વોલિટી વગેરે ની જેમ જ કાળા કુંડાળા હોવા એ પણ દીકરીઓ માટે અસામાન્ય ગણાય છે.
એક લગ્નોત્સુક યુવક ને 2 એક સરખા ગુણો ધરાવતી યુવતીઓના વિકલ્પો છે જેમાંથી એકને કાળા કુંડાળા હશે તો એ કોને પસંદ કરશે?
આવી so-called સુંદરતા આમ તો મોટેભાગે લગ્ન પછી જ આવતી હોય છે જેને છુપાવવાના સ્ત્રીએ પ્રયત્ન કરતા રહેવું પડે છે.
આ તકે એક વાસ્તવિકતા એ પણ છે કે લગ્ન પછી સ્ત્રીઓને પાર્લરની, કોસ્મેટિક્સની જેટલી જરૂર પડે છે એટલી પુરુષોને જિમ કે beauty saloons ની નથી પડતી.
Point to be noted.🙄
કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો હેતુ નથી પણ સ્વીકારવા મોટું મન રાખશો💐🙏 એવી અપેક્ષા સહ.... મૂર્તિપૂજક તમામ ધર્મની દેવીઓની મૂર્તિઓ અને ચિત્રો સ્લિમ ટ્રીમ અને fair and charming દર્શાવવામાં આવે છે જ્યારે અમુક દેવો આદર્શ થી વિકૃત રૂપમાં પણ સહજ સ્વીકાર્ય છે.🙌
આપણે ત્યાં મા બન્યા બાદ સ્ત્રીમાં સહેજ મેદસ્વીપણું અને ડાર્ક સર્કલ્સ આવી જ જાય છે પણ મધર મેરી કે જગત આખાને સંભાળનારી દેવીઓને આપણે સ્લિમ ટ્રીમ અને parfect જોવા ટેવાયેલા છીએ...☝️ વિચારજો.
ભગવાન કૃષ્ણએ પણ કુબજાનો સામાજિક સ્વીકાર અને ઉદ્ધાર કરાવવા તેને સુંદરી બનાવવી પડી હતી. કેમ..? ગણેશજી ની જેમ એમનો સહજ સ્વીકાર કેમ નઈ....?
એટલે કહેવું સહેલું છે કે કુંડાળા એ સુંદરતા છે પણ સ્વીકાર કેટલાં સ્ત્રી-પુરુષો કરી શકે ? 😐
એ કરતાં કોઈ સારા કહે કે ન કહે જાત સાચવવી.
દેખાવ ઉપરથી યાદ આવ્યું.....🤓તમે અમુક પ્રકારના ધાર્મિક કાર્યો કરો તો તમને મૃત્યુ બાદ....💃💃💃😍
અચ્છા... ત્યાં જે અપ્સરાઓ અને હુરો હોય છે એના વર્ણનો વાંચજો કોઈને 'કાળા કુંડાળા'ની સુંદરતા નહીં હોય..... મારી ગેરંટી👍
Last question એવા અમુક ધાર્મિક કાર્યોમાં તો સ્ત્રીઓનાં પણ યોગદાન હોય છે તો એ સ્ત્રીઓને મરણોપરાંત શું મળતું હશે ?🤔
તેઓને તો અપ્સરાઓને જોઈને ઈર્ષા જ કરવાની કે કોઈ અન્ય વ્યવસ્થા હોય છે.😜