"છું બાબા!" રઘુ એ ભારોભાર કહ્યું.
"નહિ!" ગીતા બોલી.
"ઊંઘી જા.." ગીતા એ એને સાથે સુવાડી દીધી. કેટલી પણ નારાજગી કેમ ના હોય એ ક્યારેય રઘુ સાથે નારાજ તો રહી જ નહિ શકતી! અથવા તો એવું કહેવું જોઈએ કે એનાથી રહેવાતું જ નહિ!
સવાર પડી ગઈ.
"ઊઠ, ગીતા!" રઘુ જાગી ગયો પણ ગીતા ઉઠતી જ નહોતી.
"એક શરત પર.. મને માથે એક કિસ કરવી પડશે!" ગીતા સૂતા સૂતા જ બોલી.
"પણ બાબા!" રઘુ બોલે એ પહેલાં જ ગીતા બોલી પડી - "હા હવે બધા ને તું પ્યાર કરીશ, પણ જે તને આટલો બધો લવ કરે છે તું એને એક કિસ પણ નહિ કરે!"
રઘુ એ એના માથે એક હળવી કિસ કરી લીધી. ગીતા ખુશ થઈ ગઈ. એને ખબર હતી કે રઘુ એનો નહિ, તેમ છત્તા એને બસ રઘુ જ જોઇતો હોય છે!
"ના, તું વૈભવ સાથે ના બેસ, વૈભવ તો ગીતા ને લવ કરે છે!" રઘુ બોલ્યો તો નેહા રઘુ પાસે આવીને બેસી ગઈ.
"ઓય ગીતા, તને ક્યારેય રઘુ સાથે લવ નહિ થયો?!" નેહા એ સ્વાભાવિક જ પૂછ્યું.
"થયો છે ને, રોજ થાય છે, પણ સાહેબ ને તો હજી પણ રેખા સાથે જ પ્યાર છે!" ગીતા બોલી.
"એવું તે શું છે રેખામાં?! મારા જેવી જ લાગતી હતી એ?!" નેહા એ રેખાના જેવી જ માસૂમિયત થી પૂછ્યું.
"તારા જેવી એટલે, અવાજ પણ એકદમ તારા જેવો જ હતો!" રઘુ એ કહ્યું તો અનાયાસે જ એને એના ગાલ પર એક હળવી ઝાપટ મારી લીધી. ગીતાને એક કંપારી થઈ ગઈ.
"તું ગીતાને પ્યાર કરે છે?!" નેહા એ પૂછ્યું.
"ના, હું હજી પણ મારી રેખાને જ પ્યાર કરું છું અને એને જ પ્યાર કરતો રહીશ!" રઘુ બોલ્યો તો એની આંખોમાં આંસુઓ હતા! આસાન થોડી હોય છે, એ વ્યક્તિને છોડીને પ્યાર કરવો જે આપની પાછળ આટલી બધી હદે પાગલ હોય!
નેહા એ બધું રેખાનું પૂછ્યું તો જૂની યાદોને યાદ કરતા કરતા રઘુ નું માસૂમ દિલ વધારે ને વધારે ઉદાસ થતું ગયું! એને હવે કોઈ પણ હાલતમાં રેખા જોઈતી હતી!
એ રડતો ગયો અને એના આંસુઓ રોકાતા જ નહોતા!
"ચૂપ થઈ જા તું પ્લીઝ! હું તને વધારે દુઃખી નહિ કરવા માગતી!" નેહા બોલતી હતી, પણ રઘુ પર એની જાણે કે કોઈ અસર જ ના થઈ!
"રઘુ, તું એવું સમજ કે હું તારી રેખા જ છું!' નેહા એ રઘુ ને બાહોમાં લઇ લીધો. જાણે કે રઘુ ને એની રેખા જ પાછી ના મળી ગઈ, એ થોડો થોડો સ્વસ્થ થતો ગયો.
"જો તારે મને વધારે દુઃખી કરવો હોય ને તો પ્લીઝ તું હવે પછી થી ક્યારેય મારી સાથે વાત જ ના કરતી!" રઘુ એ ગુસ્સામાં કહી દીધું.
"સોરી, પ્લીઝ માફ કરી દે!" નેહા એ રઘુ ને કહ્યું.
"ગીતા, આને કહી દે કે મારી સામે પણ ના આવે!" રઘુ બોલ્યો તો નેહા રડતા રડતા ગીતાને વળગી પડી.
"પ્લીઝ માફ કરી દે ને!" એ બોલી.
"ઓકે..' આખરે રઘુ માની જ ગયો! ખરેખર તો રેખા જેવી લાગતી એ નેહા થી એ નારાજ રહી જ ના શક્યો!
"સોરી.." ગીતાના ખોળામાં માથું રાખેલ રઘુ ના પગ નેહા દબાવી રહી હતી.
"મને બહુ જ દુઃખ થાય છે, સોરી! મેં જાણી જોઈને તને નહોતી બધું યાદ અપાવવા માગતી! સોરી!" નેહા વારંવાર માફી માગતી હતી રઘુ ને તો એક પળ માટે લાગ્યું જાણે કે રેખા જ એની લાઇફમાં ના આવી ગઈ હોય!
"મેં તને બહુ જ રડાવ્યો છે ને! હું જ તને ખુશ પણ કરવા માગું છું!" નેહા બોલી.
"કાલે આપને બધા ગાર્ડનમાં જઈએ.." નેહા એ પ્લાન સમજાવ્યો.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 29માં જોશો: "બહુ ચક્કર આવે છે?!" રઘુ ચિંતામાં આવી ગયો.
"ના.." નેહા નાના છોકરા ની જેમ રઘુ ને વળગી ગઈ હતી.
ગીતા થી આખરે ના જ રહેવાયું તો એને હું જાઉં છું નો ઈશારો કર્યો તો રઘુ એ એને ઈશારામાં જ ના જવા કહ્યું. ગમે એ થાય પણ એ રઘુ ની વાત તો માનતી.
ખબર નહિ પણ ગીતા ને શું વિચાર આવ્યો કે એ એકદમ ઊઠી ને વૈભવ પાસે ચાલી ગઈ. ઈવન, એને પણ એના ખોળામાં ખુદના માથાને મૂક્યું તો રઘુ તો રીતસર જલી ઉઠયો.