Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 24


"તું વૈભવ ને હા કહી દઈશ!" રઘુ એ ધારદાર નજર ગીતા તરફ કરી!

"ઓ, શું મતલબ?! મારી લાઇફ છે!" ગીતા એ સ્વાભાવિક જ કહ્યું.

"મારી વાત નહિ માને એવું ને!" રઘુ એ હક જતાવવતા કહ્યું.

"ના.." ગીતા એ કહ્યું.

"સારું તો મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નહિ!" રઘુ એ નારાજ થતાં કહ્યું.

"ઓકે.. જતી રહું ને હું પણ રેખા સાથે પછી કરજે હેરાન મને!" ગીતા એ ભીના અવાજમાં કહ્યું તો રઘુ એ એને ગળે લગાવી લીધી.

"ચૂપ! પાગલ! વૈભવ નું તો વિચાર!" રઘુ એ કહ્યું તો ગીતાએ એને હળવી ઝાપટ મારી.

"એવું હું શું કરું કે તું મારો થઈ જા! હેં?! બોલ ને!" ગીતા એ ભારોભાર પૂછ્યું.

"સિમ્પલ છે.. વૈભવ સાથે લગ્ન કરી લે! કેવું મસ્ત રેખા નો હું અને એના ભાઈ વૈભવ ની તું!" રઘુ એ હસતાં હસતાં કહ્યું.

"ચૂપ! પણ હું તને પ્યાર કરું છું.."

"એ જ ને તો! હું પણ તો રેખાને પ્યાર કરું છું તો કેમ તું મને પ્યાર કરે છે?!" રઘુ એ પૂછ્યું.

"પણ એ હવે આ દુનિયા માં નહિ! હું તો છું ને!" ગીતા બોલી.

"પ્યાર છોડ.. લગ્ન નું તો ભૂલી જ જા! હું બસ એક નોકરાણી બનીને તારી જોડે રહેવા માગું છું!" ગીતા એ એના પગને પકડી લીધા.

"ઊઠ.." રઘુ એ એને બેડ પર બેસાડી.

"હે ભગવાન! એવું તે શું છે મારામાં જે તું મને આટલો બધો પ્યાર કરે છે?! કઈ વાતની કમી છે તારી લાઇફમાં, તારા ડેડ તારી ઈચ્છા કહેવા પહેલાં તો પૂરી કરી દે છે, તો આખરે કેમ તારે નોકરાણી થઈને પણ મારી સાથે જ રહેવું છે?!" રઘુ એ એને પૂછ્યું.

"કેમ કે, શુરૂ થી મને તું બહુ જ ગમતો હતો! કોલેજ ટાઈમમાં પણ તું બુક રીડ કરતો હતો ત્યારે પણ હું તો બસ તારી આંખો જ વાંચતી હતી! કોલેજ માં હું એટલે જ આવતી હતી કે હું તારી સાથે રહી શકું." ગીતા બોલી.

"મેં તને ખુદથી પણ વધારે પ્યાર કર્યો છે અને હંમેશાં કરતી રહીશ!" ગીતા બોલી.

"હું તો રેખા ને સ્કુલ ટાઇમ થી ઓળખતો હતો! તને ખબર છે, એ દિવસે અમે એટલા બધા ખુશ હતા ને કે જે દિવસે મારા ભાઈ નું લગ્ન એની બહેન સાથે પાક્કું થયું હતું! અમે એક બીજાની આંખો જોઈને જ દિલ નો હાલ જાણી જતાં હતાં!" રઘુ એ કહ્યું તો એની આંખો ના ખૂણા પણ કોરા ના જ રહી શક્યાં!

"હું પણ જાણી જઈશ.. એક મોકો તો આપ! હું તારો સાથ ક્યારેય નહીં છોડું!" ગીતા એ કહ્યું.

"વૈભવ ની છું તું!" રઘુ એ વાતાવરણ હળવું કરતા કહ્યું.

"હું તારી છું, તારી છું, તારી છું!" કહેતા ત્રણ કિસ રઘુ ના માથે કરી લીધી.

"દૂર રહે મારાથી!" રઘુ એ એને ખુદથી દૂર કરી.

"કહેતો ના હવે કે હું વૈભવ ની છું!" ગીતા ની આંખો માં ભરાયેલ આંસુઓ બહાર આવી ગયા.

"હું તને પ્યાર નહિ કરું તો પણ તું મને પ્યાર કરતી રહીશ?!" રઘુ એ પૂછ્યું.

"જીવનભર.." ગીતા એ મક્કમતાથી કહ્યું.

"કહેવા દે તારા ડેડ ને!" રઘુ એ કહ્યું.

"કહી દે! હું નહિ ડરતી! તું નહિ તો મોત!" ગીતા બોલી, રઘુ એના મોં પર હાથ રાખવા માટે લેટ પડી ગયો!

"વૈભવ નહિ તો બીજો, કોઈ સારો છોકરો જોઈને લગ્ન કરી લે!" રઘુ એ કહ્યું.

"તું કરી લે ને લગ્ન! લવ તું રેખા ને જ કરજે!" ગીતા એ કહ્યું.

જબરદસ્ત રહસ્ય બહાર આવવાની તૈયારીમાં જ હતું!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 25માં જોશો: "રઘુ, પ્લીઝ, કર ને મને પ્યાર!" એ વારંવાર ઊંઘમાં બબડી રહી હતી, ખરેખર રઘુ ની જગ્યા એ કોઈ પત્થર દિલ નો વ્યક્તિ પણ હોત તો પણ એને આમ આવી હાલતમાં જોઈને એને પ્યાર કરવા તૈયાર થઈ જાત! પણ આ તો રઘુ હતો! એના દિલમાં રેખા નો પ્યાર હજી પણ એવો જ અને એટલો જ હતો!

"ઊઠી જા.." રઘુ એના માથે હાથ ફેરવ્યો, હા, લવ તો નહિ પણ એને દયા આવી ગઈ.

"વૈભવ?! વૈભવ કઈ છે?!" ગીતા એ સીધું જ પૂછ્યું તો ખરેખર વૈભવ ગાયબ હતો! આખું ઘર તલાશ કર્યું તો પણ વૈભવ નો કોઈ જ પત્તો નહોતો મળી રહ્યો.

"હું એ લોકો ને જીવતા નહિ છોડું!" રઘુ બહુ જ ગુસ્સામાં હતો.