ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 18 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 18


"હા, સોરી, હવે આવો મજાક નહીં કરું." રઘુ એ માથું ઝુકાવી ને માફી માંગી.

"સોરી, આઈ એમ સોરી.." ગીતા એ એક અલગ જ વાત કરી તો રઘુ ને આશ્ચર્ય થયું.

"શું મતલબ?!"

"હું જ ભૂલી ગઈ હતી કે તું તો મને લવ કરતો જ નહીં." એને ઉદાસીનતાથી કહ્યું.

"હા, હું તો નહિ કરતો પણ તું તો કરું છું ને.." રઘુ એ એને બાહોમાં લઇ લીધી.

"કાશ તું પણ કરતો હોત.." ગીતા એ એક નિશ્વાસ નાંખ્યો.

પ્યાર કેવી ફિલિંગ છે, રઘુ જે આ દુનિયા માં છે જ નહિ એવી રેખા ને હજી પણ ગાંડા ની જેમ પ્યાર કરે છે તો બીજી બાજુ ગીતા, રઘુ રેખાને પ્યાર કરે છે, એ જાણી ને પણ એને જ પ્યાર કરે છે!

"તારી અને મારી સિચ્યુએશન એક જેવી જ છે, તું પણ તારા પ્યારને બહુ જ લવ કરે છે, પણ તું એને મેળવી નહિ શકતી અને હું પણ!" રઘુ એ કહ્યું.

"જે હોય એ પણ જો, રેખા હાલ આ દુનિયા માં નહિ, પણ હું તો છું ને! હું મારા અને રેખા બંનેના પ્યાર એવા તને કોઈ ત્રીજી સાથે તો ક્યારેય નહી જોઈ શકું!" ગીતા બોલી.

"હા." રઘુ એ કહ્યું.

"મને તો એવું લાગે છે કે આ બધા પાછળ ખુદ દીપ્તિ જ છે!" ગીતાએ કહ્યું.

"ઓહ, મેં થોડું ફ્લર્ટ શું કર્યું તને તો એ જ દુશ્મન લાગે છે!" રઘુ એ કહ્યું.

"યાદ છે, આપને ગયા ત્યારે એને બહુ જ સમય બાદ દરવાજો ખોલ્યો હતો, અને કેટલી ડરેલી લાગતી હતી!" ગીતાએ દલીલ કરી.

"હા, પણ.. એને ખુદ તો કહ્યું કે એને આ બધામાં બહુ જ ડર લાગે છે!" રઘુ એ કહ્યું.

"હું તો કહું છું કે આપને એની પર નજર રાખવી જોઈએ!" ગીતાએ કહ્યું.

"તમે છોકરીઓ, બીજી છોકરીઓ પર જ શક કરશો!" રઘુ એ કહ્યું.

"હા, કેમ કે એક છોકરી ની લાગણીઓ ને એક છોકરી જ બરાબર જાણી શકે છે! મને તો એના વર્તન માં બહુ જ વિચિત્રતા લાગી. આપને જેને શોધી રહ્યાં છીએ, શું ખબર આ એ જ કળી હોય!" ગીતાએ કહ્યું.

"વૈભવ, અમે એક કોમન ફ્રેન્ડ ને મળવા જઈએ છીએ.. સાંજે પાછા આવી જઈશું!" બપોરના જમ્યા બાદ ગીતા એ વૈભવ ને કહ્યું.

"હું ક્યાંય નહિ આવવાનો.." રઘુ એ સાફ સાફ મનાઈ જ કરી દીધી. ગીતા નો ચહેરો રીતસર પડી ગયો. આટલી બધી મહેનત છતાં કઈ જ ના મળ્યા નું દુઃખ એના ચહેરા પર સાફ જાહેર થતું હતું!

"હા, આવું છું.." આખરે રઘુ એ માનવું જ પડ્યું!

🔵🔵🔵🔵🔵

બંને લોકો એ જ પાર્કમાં હતા, એ જ રીતે હતા, જેમ રેખા અને રઘુ હતા. ગીતાએ રઘું ના ખભા પર માથું મૂકી દીધું હતું. પોતે શું કરે છે, પોતાની લાઇફમાં શું ચાલી રહ્યું છે, હવે આગળ શું થશે, એવા કેટલાય વિચારો રઘુનાં મગજમાં અથડાઈ રહ્યાં હતાં.

"હું તને ક્યારેય લવ નહિ કરું.." રઘુ એ કહ્યું.

"અહીં જ હતા ને તમે લોકો, કઈ દિશામાં થી હુમલો થયો હતો?!" માંડ ગીતા બોલી હતી કે એ જ દિશામાંથી એક ગોળી એ જ રીતે આવી. આ વખતે રઘુ એ એને ઝુકાવી લીધી. આ વખતે રઘુ પૂરજોશમાં હતો. પેલી વખતે જે ભૂલ થઈ હતી, એ હવે આ વખતે બિલકુલ નહોતો કરવા માગતો. એને ગોળી મારનાર નો પીછો કર્યો.

કેટલીય ગોળીઓ એ વ્યક્તિ એ ભાગતા ભાગતા જ મારી, પણ રઘુ એ ગોળીઓથી બચતો બચતો આખરે એની પાસે જઈ પહોંચ્યો. બાજુમાં જ રહેલા એક પત્થર ને એને પેલી વ્યક્તિ પર માર્યો તો એની ગન દૂર ફેંકાઈ ગઈ! રઘુ ગન લેવા જાય એ પહેલાં જ વ્યક્તિ કોટ કૂદીને ચાલ્યો ગયો હતો. એટલામાં ગીતા પણ આવી ગઈ હતી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 19માં જોશો: "ઓહ, હા, હા, ઠીક છે." કોઈને એ કહે છે તો રઘુ એને પૂછે છે. કોલ કાપીને ગીતા એને જવાબ આપે છે.

"બહુ ભરોસો હતો ને તને તારી દીપ્તિ પર.. એ જ છે આ બધા પાછળ!" ગીતા એ કહ્યું તો રઘુ ના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ!

"શું મતલબ, કોનો કોલ હતો?!" રઘુ એ પૂછ્યું.

"હું અહીં આવી ત્યારે જ મેં ડેડ ને કહી ને બે માણસો ને દીપ્તિ ના ઘરની આસપાસ એની જાસૂસી કરવા કહ્યું હતું. દીપ્તિ કોઈ ડફોળ અને કોઈ ચાલક એવા બે વ્યક્તિઓ સાથે વાત કરતી હતી એવું જાણવા મળ્યું છે!" ગીતા એ કહ્યું.

રેટ કરો અને રિવ્યુ આપો

Vishal

Vishal 7 માસ પહેલા

very nice https://www.facebook.com/

name

name 7 માસ પહેલા

Nishita

Nishita 7 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 7 માસ પહેલા

Ketan Suthar

Ketan Suthar 7 માસ પહેલા

શેયર કરો