"ઓ મગજ જેવું કઈ છે કે નહી?!" રઘુ એ રેખા પર ગુસ્સે થતાં કહ્યું.
"હા તો હું એકલી થોડી જવાની હતી..." સાવ નિદોૅષભાવે રેખા બોલી તો રઘુને પોતે ગુસ્સે કર્યા પર અફસોસ થવા લાગ્યો.
"હા પાગલ! પણ હું તારી સાથે છુપાઈને આવત ને!" રઘુ એ શાંત થતાં કહ્યું.
"હા, પણ જો એમને ખબર પડી જાત કે હું એકલી નહી તો એ લોકો વૈભવને કઈ નુકસાન પણ તો પહોંચાડી શકતા હતા ને!" રેખા એ કહ્યું.
"સારું થયું..." રઘુ એ કહ્યું.
"ગીતા સાથે લગ્ન કરી લેજે..." ફટાફટ કહીને રેખા કિચનમાં ચાલી ગઈ.
થોડીવાર પછી રઘુ પણ કિચનમાં આવી ગયો.
"ના કહેલું ને એવું ના બોલતી તો પણ બોલીને જ રહીને તું!" રઘુ એ હારી ગયેલા ખિલાડી ની જેમ કહ્યું.
"એ બધું છોડ... આ વાળ ઠીક કર મારા!" રેખા એ એના વાળ તરફ ઈશારો કરતા કહ્યું. એણે એના ચહેરા પર અને આખાય શરીરે લોટ લોટ કરી મૂક્યો હતો!
"ના, તેં એવું કેમ કહ્યું!" રઘુએ કહ્યું અને એની હાલત પર હસવા લાગ્યો.
"કાલે હું નહી રહું ત્યારે..." એ આગળ બોલે એ પહેલાં તો રઘુ એ એની પાસે આવીને એના વાળને ઉપર કરી પણ દીધા.
"આવું ના બોલીશ, પાગલ, પ્લીઝ!" રઘુ એ કહ્યું.
રઘુનાં ધ્યાન બહાર જ રેખા એ લોટવાળા હાથથી રઘુનાં બંને ગાલને સ્પર્શીને રઘુને ભૂત જેવો કરી દીધો! રઘુ એણે બસ જોઈ જ રહ્યો. પેલીએ વધારે લોટ લીધો અને રઘૂનાં વાળમાં નાંખી દીધો! રઘુ પણ વાળ પર થી લોટ હટાવતો હસવા લાગ્યો.
રઘુ એ પણ લોટથી રેખાને લોટ લોટવાળી કરી દીધી!
બંને આમ તેમ ભાગતા અને એકમેકને લોટ લગાડતા હતા. બંને બહુ જ હસી રહ્યાં હતાં. બંને બહુ જ ખુશ લાગી રહ્યાં હતાં, પણ એમની આ ખુશી કેટલી લાંબી ચાલવાની હતી?!
🔵🔵🔵🔵🔵
"ચાલ, મેં ફૂડ ઓર્ડર કરી દીધું છે... હવે કોઈ પણ પ્રકારની મસ્તી ના કરતી પ્લીઝ!" નાહીને તુરંત જ આવેલ રેખાને પહેલેથી જ નાહિને બેઠેલ રઘુએ કહ્યું.
"નહી કરું મસ્તી..." રેખા બોલી પણ હજી એ હસી રહી હતી.
"વૈભવની તો કઈ પડી નહી ને, મેડમ ને તો બસ મસ્તી જ સૂઝે છે!" રઘુએ કહ્યું તો રેખા સ્તબ્ધ બનીને બસ એણે જોઈ જ રહી.
"સોરી... થોડું વધારે બોલી ગયો! પણ આ મસ્તીનો ટાઈમ નહી! પ્લીઝ સમજવા પ્રયત્ન કર..." રઘુ એ એણે બાહોમાં લઈ લીધી.
"મારે પણ તો મારી લાઇફ જીવવી છે... હું તો એ પણ નહી જાણતી કે ત્યાં શું વાતાવરણ છે, હું બચીને પાછી આવી પણ શકીશ કે નહી! પણ મને એટલું ખબર છે કે હમણાં આપને સાથે છીએ! હું તો બસ આ પળને જ જીવી લેવા માંગુ છું!" રેખા એ રડતા રડતા કહ્યું.
"હા બાબા! મારી જ ભૂલ છે! આઇ એમ સો સોરી!" રઘુએ કહ્યું અને એના માથે કિસ કરવા જાય એ પહેલાં જ રેખા એ ખુદને બેડ પર પછાડી. મોં પર તકિયો મૂકી એ રડવા લાગી.
"મને માફ કરી દે, પ્લીઝ!" રઘુ એ એના માથે હાથ ફેરવતા કહ્યું.
"જો મને કઈક થઈ જશે ત્યારે..." રઘુ આગળ કઈ બોલે એ પહેલાં જ રેખા ઊઠી ગઈ અને એના હોઠ પર એની આંગળી મૂકી દીધી.
"તને મારી પણ ઉંમર લાગી જાય!" રેખા બોલી.
"માફ કરી દે મને... પ્લીઝ!" રઘુ એ એના હાથને પોતાના બંને હાથમાં લઈ લીધો.
"હું તારાથી ક્યારેય નારાજ નહી રહી શકતી..." રેખા એ કહ્યું અને રઘુના માથે એક હળવી કિસ કરી લીધી.
"મારી જાન છું તું..." રેખા બોલી તો રઘુ ને ચારેય બાજુ બસ એક પ્રેમમય વાતાવરણ જ અનુભવાય રહ્યું હતું.
"અને તું મારી જિંદગી છું..." રઘુ એ કહ્યું અને રેખાના માથે એક હળવી કિસ કરી લીધી.
એટલામાં ડોર બેલ રણકી... બંને સફાળા થઈ ગયા.
વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 7માં જોશો: "હું શું કહું છું..." રઘુ અને વૈભવ થોડી વારમાં કિચનમાં આવી ગયા.
"હા, શું, રઘુ?!" રેખા એ એના વાળને જાતે જ સીધા કરતા કહ્યું. રઘુ સવારની મસ્તી યાદ કરતો હસી પડ્યો.
"બધું ઠીક છે તો હું ઘરે..." રઘુ આગળ બોલે એ પહેલાં જ રેખા એ કહી દીધું -
"કેવી વાત કરે છે તું! હજી ખબર નહિ પડી એ લોકો કોણ હતા! કેમ એમને આવું કર્યું?! કારણ બસ પૈસા જ હતા કે કઈક મોટું કાવતરું છે!"
"હા, તો હું જાઉં કે નહીં!" રઘુ એ પૂછ્યું.