થોડીવાર માં ખાવાનું પણ આવી ગયું અને બંનેએ ખાઈ લીધું.
"ગીતા શું કરે?!" ખાઈને બંને બસ બેઠા જ હતા, કે રેખાએ એક અલગ જ વાત કહી.
"નામ ના લઈશ તું એનું! આઇ જસ્ટ હેટ હર!" રઘુએ ચિડાઈ જતાં કહ્યું.
"શું હેટ? તું તો એણે લવ કરે છે ને?!" રેખાએ થોડું હસતા કહ્યું.
"ઓ! હું એણે નહી, એ મને લવ કરતી હતી!" રઘુએ કહ્યું અને વાત બદલતા ઉમેર્યું, "એ બધું છોડને કાલે આપને જે પૈસાની વ્યવસ્થા કરવાની છે; એનું વિચાર!"
"એમાં વિચારવાનું શું?! જે કંઈ ખાતામાં છે, કાલે આપને જઈને લઇ આવીશું અને કીડનેપરને આપીને વૈભવને લઈ લઈશું!" રેખાએ પ્લાન સમજાવ્યો.
"એટલું ઈઝી થોડી છે..." રઘુના અવાજમાં ડર હતો.
"હા, એટલું જ ઇઝી હશે!" રેખાએ કહ્યું.
"જો કાલે મને કઈ થઈ જાય તો..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ રઘુએ એના હોઠ પર પોતાની આંગળી મૂકી લીધી.
"બસ, સીધું નહી બોલતી તું કંઈ!" રઘુએ આંખો પહોળી કરતા કહ્યું.
"ગીતા બહુ જ સારી છોકરી છે... તું એની સાથે લગ્ન કરી લેજે!" રેખાએ વાત પૂરી કરી.
"જો આવું ના બોલ! અને એવું થાય ને તો પણ હું પોતે પણ મરી જ જાઉં! હું જીવતો રહું તો ગીતાને લગ્ન કરું ને!" રઘુએ કહ્યું.
"ઓ મિસ્ટર... તું કેમ મર... ભાઈ મારો છે! કિડનેપરની દુશ્મની અમારી સાથે છે!" રેખાએ દલીલ કરતા કહ્યું.
"જો, જે કંઈ થાય, તું પ્લીઝ ગીતાનું નામ ના લઈશ!" રઘુએ કહ્યું.
"ઓહ! યાદ આવી જશે તો મને છોડીને એની પાસે જતો રહીશ એમ ને!" રેખાએ રઘુને ચીડવતા કહ્યું.
રઘુ બસ એણે થોડો સમય જોઈ જ રહ્યો. આટલી મોટી ઘટના થઈ ગઈ છે, પણ એણે તો હજી પણ મસ્તી જ સૂઝે છે!
"આ મસ્તી કરવાનો ટાઈમ છે!" રઘુએ કહ્યું.
"હા... શું ખબર કાલે હું રહું ના રહું..." રેખા રઘુ આંગળી મૂકે એ પહેલાં જ ફટાફટ બોલી ગઈ અને એના હાથને વચ્ચે જ ઓતરી લીધો.
રઘુએ કંટાળીને આખરે કહી જ દીધું - "જો હવે એક વાર પણ તું આવું બોલી છે ને તો, તો હું હમણાં જ અહીં જ..."
રેખાએ એના હોઠ પર આંગળી મૂકતા કહ્યું - "મારા રઘુને મારી પણ ઉંમર લાગી જાય! પ્લીઝ આવું ના બોલ! હું પણ નહી બોલું!"
"મને બહુ જ ડર લાગે છે, ગીતા તને મારાથી ચોરાઈ લઈ જશે તો..." રેખા થોડું હસી.
"અરે બાબા!" રઘુ ચિડાઈને કઈ કહે એ પહેલાં જ રેખા બોલી પડી -
"તમે પણ ખરા છો સાહેબ! પહેલાં તો મને રડવા નહી દીધી અને હવે જ્યારે હું થોડું હસી રહી છું કે પેલું ટેન્શન ના લઈ શકું તો એમાં પણ પ્રોબ્લેમ છે..."
"અરે બાબા! મને કઈ જ પ્રોબ્લેમ નહી! તું આમ જ ખુશ રહે, પણ રાત બહુ થઈ ગઈ છે ને; તો ચાલ આપણે સૂઈ જઈએ!" રઘુએ કહ્યું.
"મને ઉંચકીને બેડ પર લઈ જા..." રેખાએ કોઈ નાની છોકરીની જેમ જીદ કરી!
"ઓકે!" રઘુએ એણે ઊંચકી લીધી અને બેડરૂમમાં લઈ ગયો.
"હું આ સોફા પર ઊંઘી જઈશ..." રઘુએ કહ્યું.
"ના... મને રાત્રે કોઈ પાસે નહીં હોતું તો ડર લાગે છે!" રેખાએ કહ્યું.
"હા, સારું! હું અહીં જ છું." રઘુએ કહ્યું અને તકિયાની એક બોર્ડર બનાવીને સૂઈ ગયો.
થોડીવાર પછી રેખાએ બોર્ડર પરના તકિયા લઈ લીધા.
"ડર લાગે છે..." સાવ ધીમેથી કહેતા એણે રઘુને એક ટાઇટ હગ કરી લીધું.
રઘુએ એના માથે એક હળવી કિસ કરી દીધી.
"મારી પાગલ..." રઘુ હળવેકથી બોલ્યો. એટલામાં રેખાએ પણ રઘૂના માથે એક હળવી કિસ કરી લીધી!
આવતી કાલનો સૂરજ એમની જીવનમાં ના જાણે કેવું પરિવર્તન લઈને આવવાનો હતો!
વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 5માં જોશો: "અરે બાબા! પણ હું એને લવ નહીં કરતો!" રઘુ એ ચિડાઈ જતાં કહ્યું.
"હા તો થઈ જશે! હું નહીં હોય તો કોઈ તો જોઈએ ને તને સાચવવા!" રેખાએ સાવ ઉદાસીનતાથી કહ્યું.
"જો એવું બોલીશ ના તું! અને એવું થશે તો પણ હું જાતે જ..." રઘુ આગળ બોલે એ પહેલાં જ રેખા એ કહી દીધું - "બસ કેટલું રડાવીશ..."
"હવે એવું ના બોલતી!" રઘુ એ કહ્યું અને એના માથે એક હળવી કિસ કરી લીધી.