Krushn.. Ek prem - 4 books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ.... એક પ્રેમ - 4






*હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

*(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ

*(5) હિમાલયના પાંચ કેદાર :*
1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

*ભારતની સાત પવિત્ર પુરી :*
1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

*દ્વાદશ જ્યોતિલિંગ :*
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

*અષ્ટવિનાયક ગણપતિ :*
1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

*શિવની અષ્ટમૂર્તિઓ :*
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*
1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

*સપ્ત બદરી :*
1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.

*પંચનાથ :*
1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

*પંચકાશી :*
1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી

*સપ્તક્ષેત્ર*
: 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

*પંચ સરોવર :*
1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

*નવ અરણ્ય (વન) :*
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

*ચૌદ પ્રયાગ :*
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

*પ્રધાન દેવીપીઠ :*
1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

*(4) ચાર પુરુષાર્થ :*
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

*(5) ચાર આશ્રમ :*
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*
1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન શિલાન્યાસ વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

*આપણા કુલ 4 વેદો છે. :*
1. ઋગવેદ
2. સામવેદ
3. અથર્વેદ
4. યજુર્વેદ

*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*
1. ઉપનીષદો
2. બ્રમ્હસુત્ર
3. શ્રીમદ ભગવદગીતા

*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*
1. વેદાંગ
2. સાંખ્ય
3. નિરૂક્ત
4. વ્યાકરણ
5. યોગ
6. છંદ

*આપણી 7 નદી :*
1. ગંગા
2. યમુના
3. ગોદાવરી
4. સરસ્વતી
5. નર્મદા
6. સિંધુ
7. કાવેરી

*આપણા 18 પુરાણ :*
1. ભાગવતપુરાણ
2. ગરૂડપુરાણ
3. હરિવંશપુરાણ
4. ભવિષ્યપુરાણ
5. લિંગપુરાણ
6. પદ્મપુરાણ
7. બાવનપુરાણ
8. બાવનપુરાણ
9. કૂર્મપુરાણ
10. બ્રહ્માવતપુરાણ
11. મત્સ્યપુરાણ
12. સ્કંધપુરાણ
13. સ્કંધપુરાણ
14. નારદપુરાણ
15. કલ્કિપુરાણ
16. અગ્નિપુરાણ
17. શિવપુરાણ
18. વરાહપુરાણ

*પંચામૃત :*
1. દૂધ
2. દહીં
3. ઘી
4. મધ
5. સાકર

*પંચતત્વ :*
1. પૃથ્વી
2. જળ
3. વાયુ
4. આકાશ
5. અગ્નિ

*ત્રણ ગુણ :*
1. સત્વ
2. રજ
3. તમસ

*ત્રણ દોષ :*
1. વાત
2. પિત્ત
3. કફ

*ત્રણ લોક :*
1. આકાશ
2. મૃત્યુલોક
3. પાતાળ

*સાત સાગર :*
1. ક્ષીર સાગર
2. દૂધ સાગર
3. ધૃત સાગર
4. પથાન સાગર
5. મધુ સાગર
6. મદિરા સાગર
7. લડુ સાગર

*સાત દ્વીપ :*
1. જમ્બુ દ્વીપ
2. પલક્ષ દ્વીપ
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ
6. કાંચ દ્વીપ
7. શાલમાલી દ્વીપ

*ત્રણ દેવ :*
1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ

*ત્રણ જીવ :*
1. જલચર
2. નભચર
3. થલચર

*ત્રણ વાયુ :*
1. શીતલ
2. મંદ
3. સુગંધ

*ચાર વર્ણ :*
1. બ્રાહ્મણ
2. ક્ષત્રિય
3. વૈશ્ય
4. ક્ષુદ્ર

*ચાર ફળ :*
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ

*ચાર શત્રુ :*
1. કામ
2. ક્રોધ
3. મોહ,
4. લોભ

*અષ્ટધાતુ :*
1. સોનું
2. ચાંદી
3. તાબું
4. લોખંડ
5. સીસુ
6. કાંસુ
7. પિત્તળ
8. રાંગુ

*પંચદેવ :*
1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ
4. ગણેશ
5. સૂર્ય

*ચૌદ રત્ન :*
1. અમૃત
2. ઐરાવત હાથી
3. કલ્પવૃક્ષ
5. કૌસ્તુભમણિ
6. ઉચ્ચૈશ્રવા ઘોડો
7. પચજન્ય શંખ
8. ચન્દ્રમા
9. ધનુષ
10. કામધેનુ
11. ધનવન્તરિ
12. રંભા અપ્સરા
13. લક્ષ્મીજી
14. વારુણી
15. વૃષ

*નવધા ભક્તિ :*
1. શ્રવણ
2. કીર્તન
3. સ્મરણ
4. પાદસેવન
5. અર્ચના
6. વંદના
7. મિત્ર
8. દાસ્ય
9. આત્મનિવેદન
*ચૌદભુવન :*
1. તલ
2. અતલ
3. વિતલ
4. સુતલ
5. સસાતલ
6. પાતાલ
7. ભુવલોક
8. ભુલૌકા
9. સ્વર્ગ
10. મૃત્યુલોક
11. યમલોક
12. વરૂણલોક
13. સત્યલોક
14. બ્રહ્મલોક
આટલુ બધું જ્ઞાન હોવા છતાં જો કૃષ્ણ ને પ્રેમ ન કર્યો કે પ્રેમ ભાવ ન જોયો તો બધું જ્ઞાન વ્યર્થ થઇ જાય છે.!એટલે જ ઓધવ જી ને કૃષ્ણ ભગવાને ગોકુલ મોકલ્યા હતા.

જયારે ઓધવજી એ કૃષ્ણ ને દુઃખદ જોયા ત્યારે તેમને કહ્યું, "અરે પ્રભુ તમે સર્વજ્ઞાતા, સર્વજ્ઞાની હોવા છતાં આપ દુઃખ અનુભવો એ કેવું કહેવાય.?"

ત્યારે કૃષ્ણ એ એમને પોતાનો પત્ર લઇ ગોકુલ મોકલ્યા અને ઓધવજી ને દિવ્ય પ્રેમ જ્ઞાન મળ્યું.!!

લોકવાયકા સમભળેલી કે એક વાર રુક્મણી એ પ્રશ્ન કર્યો કે, " પ્રભુ અમે તમને એટલો બધો પ્રેમ કરીયે છીએ છતાં તમને રાધા જ કેવ વહાલી છે.? "

કૃષ્ણ ત્યારે તો કઈ જ ન બોલ્યા પણ બીજા દિવસે તેમને નાટક શરૂ કર્યું એમને પોતાના પેટમાં દુખાવા ની વાત કહી.!!કૃષ્ણ ભગવાન ને બહુ જ પીડા થતી હતી ત્યાં જ બીજી બધી રાણિયો ભાગવા લાગી કોઈ વેદ્ય ને બોલવાયા છતાં એમનું દુઃખ દૂર ના થયું એટલે રુક્મણિ એ રોતા રોતા કહ્યું, "પ્રભુ, તમારા આ દૂખાવા ની દવા તમે જ બતાઓ જે હશે તે અમે કરશું.!"ત્યારે કૃષ્ણ ભગવાને કહૂયું,"જે મને પ્રેમ કરે છે એના પગ ધોઈને પાણી લાવો એ પાણી હું પીશ એટલે મને સારુ થઇ જશે.!"

રુક્મણિ સાથ બધી રાણિયો મુંજાઈ ગઈ કારણકે પ્રેમ તો તે સર્વે કરે છે પર પોતના પતિ ને પગ ધોઈ પાણી પીવડાવવું એટલે.. દ્રોહ થાય પતિ દ્રોહ થાય આજ બધી મુંજવણ માં રાત પડી ને ત્યારે કૃષ્ણ ને એક સેવક ને પત્ર લખી ગોકુલ મોકલ્યો એ પત્ર વાંચીને તરત જ રાધા જી એ એમના પગ ધોઈ પાણી સેવક ને ભરી આપ્યું ને ભગવાને એ પાણી પીધું ને એમની પીડા દૂર થઇ ત્યારે કૃષ્ણ એ હસતા હસતા રુક્મણિ ને કીધું, "આજ તમારા પ્રશ્ન નો જવાબ છે રુક્મણિ, તમને વિચારો માં પડ્યા જયારે મારી રડહા ને માત્ર મારી પીડા દેખાઈ..!એના ભાવ માં માત્ર ને માત્ર મારી ચિંતા હતી કોઈ સંશય નહીં.!!આજ તો પ્રેમ છે જે બધી ભાવનાઓ થી મુક્ત..!જે માત્ર સમર્પણ જ હોય.!!"

વાત કેટલી સત્ય છે એ ખબર નહીં પરંતુ હા કૃષ્ણ ને સમજવા પ્રેમ કરવો બહુ જ જરૂરી છે..!!એટલે જ જો કૃષ્ણ છે તો પ્રેમ માં અને પ્રેમ છે તો કૃષ્ણ માં.!!!!









............ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED