‘
હા અથવા ના’ માં જ જીવે છે ,
એ ક્યાં એનામાં જ જીવે છે ?
હતો , હશે ને છે ની વચ્ચે
કેવળ અફવામાં જ જીવે છે.
સાદ પડે કે હાજર તુર્ત જ
જોયું ? પડઘામાં જ જીવે છે.
કાંઠા સાથે માથા ફોડે-
એતો મોજામાં જ જીવે છે,.
પડછાયો પણ ના અડવા દે,
એવા તડકામાં જ જીવે છે,.
હોવાનો છે આ હોબાળો,
ને એ હોવામાં જ જીવે છે.
– કૃષ્ણ દવેક્યારેક આ કવિતા વાંચું ને એટલે કૃષ્ણ ની જ છવી ઉભરી આવે મારાં મન મસ્તિક માં.!!કે કૃષ્ણ શું નથી.????
જે જેવું ઈચ્છે છે એની સામે એ એવા જ થઇ જાય છે.એમને સમજવા એટલા પણ સેહલા નથી જેટલાં સરળ લોગો સમજે છે.!!
એક વાર એક સાધુ ફરતા ફરતા દરિયાકિનારે ગયા.!!ત્યાં થોડા વિચારો કરતા કરતા એમના મન માં અહમ આવવા લાગ્યો કે હવે મારે શું બાકી રહ્યું.? હવે તો હું બધું શીખી જ ગયો છું.!!હું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યો જ છું. એવું વિચાર કરતા હતા ત્યાં જ થોડી દૂર એમની નજર એક વ્યક્તિ પર ગઈ.!!એ ઉભા થયા ને થોડા નજીક ગયા તો એ વ્યક્તિ મેલા કપડાં માં થોડી માનસિક સ્થિતિ નબળી હોય તેવી જણાયો. એમને જોયું કે એ વ્યક્તિ એ દરિયાકિનારે થી થોડે દૂર એક ખાડો કર્યો હતો એ વ્યક્તિ ના હાથ માં એક નાનકડી ડબ્બી હતી એ વ્યક્તિ દરિયા માંથી પાણી ભરતો ને દોડીને ખાડા માં નાખતો.!!આવું એ વારંવાર કરતો હતો સાધુ એ બે કલાક એ જોયા કર્યું પછી આખરે તેવો થાકી એ વ્યક્તિ પાસે ગયા એમને એને ઉભો રાખી પૂછ્યુ, "ભાઈ આ તું શું કરે છે.?"
પેલા વ્યક્તિ એ પહેલા સાધુ ને ઉપર થી નીચે જોઈ લીધા પછી હસીને કહ્યું, "અરે, દેખાતું નથી દરિયો ખાલી કરું છું.!"આ સાંભળી સાધુ ને ખુબ હસવું આવ્યું..!!એ હસતા હસતા બોલ્યા,"અલ્યા ગાંડો છે આ દરિયો તે ક્યાય ખાલી થતો હશે.!!😄😄"એ વ્યક્તિ શાંત જ હતો જયારે સાધુ શાંત પડ્યા ત્યારે એ વ્યક્તિ એ હસતા હસતા કીધું,"હા તો વળી.,જો તારા મગજ માં સમસ્ત જ્ઞાન આવતું હોય,ભગવાન સમજ માં આવતા હોય તો મારો ખાડો તારા મગજ થી તો મોટો છે ને આ દરિયો તો ઘણો નાનો છે.!!"
સાધુ ની આંખો ખુલી ગઈ.. પણ વાત હજુ ત્યાં જ છે કે એ વ્યક્તિ જેને ખુદ સાધુ ગાંડો ગણતા હતા એ શું સાચે ગાંડો હતો.???તમને શું સમજાયું.?વાત કૃષ્ણ ની પણ કંઈક આવી જ છે. એ કોઈની સમજ માં આવે તો એટલા જ આવે જેટલાં એ ઈચ્છે.!!કૃષ્ણ જગત ના શ્રેષ્ઠ ગુરુ છે, શ્રેષ્ઠ ફિલોસોફર છે, શ્રેષ્ઠ ગાઈડ છે અને મહાન મિત્ર છે.!!!કૃષ્ણ જે તેમની સામે જેમ આવ્યું તેમ તેની સામે રહ્યા છે.!!
વાત કરો રાધા ની તો રાધા કૃષ્ણ છે કે કૃષ્ણ રાધા છે ફર્ક નહીં સમજાય.!કેમ કે રાધા એ કૃષ્ણ ને પોતાની અંદર વણી લીધા છે.!તમને ખબર હશે જયારે કૃષ્ણ દ્વારકાધીશ બની ગયા પછી એક વાર એમને ઓધવ ને પ્રેમ સમજાવવા ગોકુલ મોકલ્યા હતા.!!ઓધવ જયારે ગોકુલ જવા તૈયાર થયાં ત્યારે કૃષ્ણે તેમને એક પત્ર આપ્યો.!ઓધવ એને લઇ આવ્યા ને ગોપીયો તથા રાધા ને ખબર મળી કે એમને ઓધવ ને રોક્યા.!!ઓધવ એ પત્ર બતાવતા હજુ કહ્યું જ છે કે, "આ પત્ર પ્રભુ એ તમારા માટે...!!"ત્યાં તો બધી જ ગોપીયો એ પત્ર છીનવી લીધો ને ખેંચતાન માં પત્ર ના ટુકડે ટુકડે થઇ ગયા.!!!દરેક ગોપી પત્ર ના ટુકડા ને લઇ ગળે લગાવવા લાગી, ચૂમી કરવા લાગી માનો પત્ર જ પોતે કૃષ્ણ છે.!!ઓધવ,"આ શું મૂર્ખાઈ કરી, અગર પત્ર આખો હોત તો વાંચી તો શકતા હતા હવે તો ખબર જ નહિ પડે કે લખ્યું શું હતું.!!"ત્યારે રાધા જી એ ભીગી આંખો થી કીધું,"ઓધવ જી એ લોગો ને લખાણ થી તો ક્યાય મતલબ જ નથી બસ......, કૃષ્ણ એ મોકલ્યો છે, કૃષ્ણ એ એ કાગળ ને સ્પર્શ કર્યો છે એ જ બહુ મોટી વાત થઇ ગઈ., તમારા માટે આ માત્ર કાગળ નો પત્ર હશે., પર આ ગોપીયો માટે તો એમનો કૃષ્ણ જ છે.....!!"ઓધવ જી હેરાનગતિ પામે છે અને કહે છે,"એ તો ભગવાન બની ગયા એમને ગયે કેટલાય વર્ષો વીતી ગયા છતાં તમે એમને મળ્યા વગર, વાત કર્યા વગર,કે જોયા વગર જ પ્રેમ કરે જાઓ છો.??"ત્યારે રાધા કહે છે,"અરે ઓધવજી પ્રેમ ક્યારે કઈ માગે છે.?પ્રેમમાં ક્યારે બધું મેળવવાનું જ હોય.?એમાં તો બધું છોડી પોતાની જાત ને ગુમાવવાનું હોય.!!એ યાદ કરે ના કરે પણ કયારેય એને પ્રેમ કરવાની મજા જ કંઈક અલગ છે.!!તમે પણ ક્યારેક બધું ઘુમાવી ને જોજો પ્રેમ ની અલગ જ મજા આવશે..!!"
કૃષ્ણ ના જીવન માં પ્રેમ ના ચાર અનુપમ ઉદાહરણ તમને જોવા મળશે જેમને કૃષ્ણ ને અલગ રૂપે પ્રેમ કર્યો છે.!!રાધા જેના માટે કૃષ્ણ જ સર્વ છે - તન, મન, અભિમાન, ધ્યાન, ચિત્ત, વગેર બધું જ કૃષ્ણ.!!બીજા રુક્મણિ જેમને વગર જોયે કૃષ્ણ ને પતિ માની પ્રેમ કર્યો.!!ત્રીજા દ્રૌપદી જેમનો કૃષ્ણ તરફ અદભુત સખા પ્રેમ હતો.!!અને છેલ્લા મીરાં એ મીરાં જેને બાળપણ ના માતા એ પીછો છોડાવવા કહી ધીધેલ કે જા પેલો મંદિર માં બેઠો એ તારો પતિ ને પછી મીરાં એના જ પ્રેમ માં આખા જગત માં દીવાની થઇ ફરી....!!!
................ તો પોતાના અભિપ્રાય જરૂર જણાવજો. 🙏🙏🙏બાકી મળીશું આગળ કંઈક વધુ જાણવા. 😄ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏રાધે રાધે 🙏