Krushn.. Ek prem - 3 books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ.... એક પ્રેમ - 3

"छुम छुम बजे घुघरिया....!मुख मलकावे कान्हा..!!मेरे घर आये कान्हा मेरे घर आये.!!"


રમેશભાઈ ઓઝા.!!એટલે કે ભાઈશ્રી નું મનગમતું અને એમના શ્રી મુખે ગવાયેલું ભજન છે...!!એમાં એટલો બધો પ્રેમ છે ને કૃષ્ણ માટે, એટલો ભાવ કે નજરે તારતો કાન્હો તમને દેખાય જ.!!!

એક કોઈક ભક્ત ને મોઢાથી સાંભળેલી વાત છે..!!બનારસ માં એક પાન નો ગલ્લો હતો.ત્યાં રોજ ના કેટલાય ગ્રાહક આવતા.!!એક વાર એક રસખાન નામક મુસ્લિમ ગવૈયા ત્યાં આવ્યા.!!રસખાન જી બનારસ કે વેશ્યા ઓ માટે ગાતા હતા.!!તેમની નજર એ ગલ્લા માં ગઈ જ્યાં નન્હા સરખા કૃષ્ણ નો ફોટો હતો.!!



એનું બાલ સ્વરૂપ રસખાન જી ને બહુ જ ગમ્યું પર એક વાત હતી જે ખટક ગઈ હતી એ હતી કે એ બાળક ના પગ માં પાદુકા ન હતી.!!રસખાન જી એ ગલ્લા વાળા ને પૂછ્યું, "અરે ભાઈ આ બાળક કોનું છે.? દેખાય છે તો સરસ પન આ શું તેના પગમાં પાદુકા નથી.. એવુ કેમ.??"

ગલ્લા વાળા પહેલા બાજુ માં રહેલા એક અડપલાં વ્યક્તિ એ ડાહપણ કર્યું, "😄એ એની પાસે પઇસા નહીં ને એટલે તમને એટલું બધું નડતું હોય તો તમે બનાવી દયો.!"એની વાત સાંભળી બધા હસ્યાં.!!પર રસખાન જી ને મન માં કંઈક અલગ જ ચાલતું હતું એ ઘરે ગયા પોતના થોડા પૈસા ભેગા કર્યા દુકાનદાર પાસે જય નાની સરખી સરસ મજાની મોજડી બનાવડાવી લીધી.!!બીજા જ દિવસે પાછા ગલ્લા વાળા પાસે પહુંચી ગયા,"અરે ભાઈ સાંભળ તો આ બાળક ક્યાં રહે છે.? મારે એને આ મોજડી પહેરાવવી છે.!"

આ સાંભળી ગલ્લા વાળો તો સ્તબ્ધ જ થઇ ગયો કે, "આમને તો બધા ક્રિષ્ના કહે છે.!અત્યારે ક્યાં મળશે એની કોને ખબર.?"

રસખાન તો જીદે અડી ગયા, "લે નામ ખબર છે ને એડ્રેસ નથી ખબર જલ્દી ખબર આપ કે ક્યાં રહે છે મારે એને આ મોજડી પહેરાવવી છે.!"

ગલ્લાવાલો સમજી ગયો, "ભાઈ આ સમય મારાં ધન્ધા નો છે..!પર હા આ તમને વૃંદાવન માં મળશે ત્યાં જાઓ.!!"એમ બોલી ગલ્લા વાળો કામે લાગી ગયો.!!

અહીંયા રસખાન જી તો નીકળી ગયા વૃંદાવન..!!ત્યાં પહુંચ્યા કે બધા ને પૂછ્યું કે કૃષ્ણ ક્યાં મળશે.? કોઈક એ કીધું મન્દિર માં જાઓ ત્યાં જ છે.!!એમ કરતા કરતા રસખાન જી બાંકેબિહારી મન્દિર પહુંચ્યા.!!ત્યાં જય કીધું તો કંઈક લોગો એ ગાંડો ગણી બહાર કાઢી મુક્યા.!!રસખાન જી તો જીદે અડ્યા અને બહાર બેઠા બોલ્યા,"ક્યાં સુધી અંદર રહીશ બહાર તો આવતો જ હશે ને ત્યારે પહેરાવી દઈશ.!"બેઠા રહ્યા એમને બેઠા 2 દિવસ થઇ ગયા.!!રસખાન જી હલ્યા નથી.!!આખરે બીજા દિવસે સાંજે રસખાન જી ને થોડું જોકું આવ્યું કે આંખો ખોલી જોયું તો ત્યાં સ્વયં કૃષ્ણ એજ છવી નાના હાથ, વાંકડીયાળા વાળ, ગાલ લાલ, એ જ સ્વરૂપ જે એમને ફોટા માં જોયું હતું હસતા હસતા એમની સામે જોઈ રહ્યા કે રસખાન જી એ તરત જ એમને ખોળે લઇ ખુબ લાડ કરયા ને કહ્યું,"ક્યારનો વાટ જોતો હતો અત્યારે બાર આવ્યો.!"

કૃષ્ણને હસતા હસતા કહ્યું, "શું કરું તમારે રૂપ પણ આ જ જોઈતું હતું લો હવે પહેરાવી દો મોજડી.!"

રસખાન જી એ નીચે ઉતાર્યા ને જ્યાં કૃષ્ણ ના નાના પગ જોયા કે એમની આંખો માં થી અશ્રુ બાહવા લાગ્યા, "અરે આ આટલા બધા ઘાવ કેમ કરતા વાગ્યાં તને. 🥺!"

કૃષ્ણ હસતા બોલ્યા, "શું કરું ભક્તો માટે બહુ જ કરવું પડે છે.. હવે આ સ્વરૂપ મારું ગોકુલ માં હતું ત્યાં ધરી અહીંયા સુધી ઉઘાડા પગે આવ્યો છું તો વાગવાનું તો હતું જ ને..!"

રસખાન જી એ પ્રેમ થી કૃષ્ણ ના પગ સાફ કર્યા ને પોતાની લાવી મોજડી એમને પહેરાવી...!!!

વાત તો અર્થ કોઈ હિન્દૂ મુસ્લિમ નો નથી..!!વાત કૃષ્ણ ના પ્રેમ નો છે એના પરના ભાવ નો છે.!!રસખાન જી અજાણ હતા કે એ ઈશ્વર છે છતાં એમનો ભાવ પ્રેમાળ હતો એમને માત્ર ને માત્ર કૃષ્ણ નું બાલ રૂપ દેખાયું..!!એ ભાવ ને વાશીભુત થઇ કૃષ્ણ પણ બાળક રૂપે એમને મળ્યા.!!આજ કૃષ્ણ છે.. જેના માટે પ્રેમ સર્વોપરી છે.!એ કૃષ્ણ એવો જેવો જેનો ભાવ.!!એ કૃષ્ણ જેમને રુક્મણિ એ પતિ સ્વરૂપ જોયા.., એ કૃષ્ણ જેમને રાધા એ પ્રેમ સ્વરૂપ જોયા, એ કૃષ્ણ જેમને ગોપીયો એ પોતાના આત્મા સ્વરૂપ જોયા,એ કૃષ્ણ જેમને દ્રૌપદી એ સખા સ્વરૂપ જોયા.!!

લોગો કેહતા ને ગાતા નહીં થાકે એમની ગાથાઓ.!!વ્યાખ્યા ઓ પણ અનેક હશે પરંતુ એક પાસું પ્રેમ.જેને વશીભુત છે કૃષ્ણ.!!

નાનપણ માં પોતાના ઘરે ઘણી ગાયો ને માખણ હોવા છતાં ગોપીયો ના ઘરે ચોરી કરવાની મજા માની એ પ્રેમ હતો.!!કારણ ગોપીયો કૃષ્ણ ને અનહદ પ્રેમ કરતી.!!એક વખત ની બાત છે કૃષ્ણ નાના હતા તો માખણ ચોરી કરવા જતા હતા એમની બાળસખાઓ ની ટોળકી એક ગોપી ના ઘરે ગઈ ત્યાં જય જોયું તો માખણ શિકા માં ઘણું ઊંચે લટકાવી દીધૂ હતું ને એની પાસે એક નાનકડી ઘન્ટડી લગાવી દીધી હતી જેથી કોઈ આવે તો ખબર પડી જાય.!!

કૃષ્ણ ને નાનકડું મોઢું હલાવ્યું ને ઘન્ટડી ને કહ્યું, "એ ઘન્ટડી વાગતી નહીં હું માખણ ખાઈ લઉં.!"

ઘનડી :- જી પ્રભુ.!!કૃષ્ણ ભગવાન ની ટોળકી એ ઘેરો બનાવ્યો એ ઉપર ચઢ્યા શિકા માંથી માખન કાઢી બધા ને ખવડાવવા લાગ્યા, "એ ધામા ખોલ મુખ.!!"તું પણ સુધામાં..!"ચલ મોહનર તું મોઢું ખોલ.!"બધાને કૃષ્ણ એ માખણ ખવડાવ્યું.!!જેવું પોતાના મોઢે લગાવી ખાવા ગયા કે ઘન્ટડી વાગવા લાગી,"ટંન..., ટંન.., ટંન...!"

ટોળકી ભાગી ગઈ ને કૃષ્ણ ત્યાં જ લટકી ગયા એ ગુસ્સો કરી, "એય ઘંટડી પાગલ કેમ બોલી...? લટકાવી દીધો ને મને.!"

ઘંટડી બોલી :- ભગવાન તમે બીજા ને ખવડાવો તો કોઈ વાંધો નહીં કેમ કે એ લોગો સાધારણ હતા પરંતુ જયારે ભગવાન ભોગ લગાવે એ માખણ ખાય તો મારે તો એમના વધામણાં કરવા જ પડે ને.. ઉસત્વ માનવવો જ પડે ને. 😄😄!"

બધી ગોપીયો આવી કે કાન્હા ને લટકેલો જોયો હસવા લાગી એક કહ્યું, "હા હવે ચોર પકડાયો.!"

બીજી :- અરે પણ એને નીચે તો ઉતાર બિચારો કાન્હો નાનો છે.!!

નાના કૃષ્ણ જી એ પણ નાનકડું મોઢું બનાવી કીધું, "હા જલ્દી કરો અરે મારાં હાથ લાલ થઇ જશે ઉતારી દો.!"

એક ગોપીએ એમને નીચે ઉતાર્યા કે કૃષ્ણ નો હાથ પકડી, "એ કાન્હા ભગવાનું નથી.!"

ભગવાન બરાબર ફસાયા કે એક ગોપી, "એ હું શું કહું છું આજ કાન્હો હાથ માં આવ્યો છે એને ખુબ રમાડી લઈએ જો માં યશોદા ને કહીશું તો એ અહીં નહિ આવવા દે.!"

બીજી ગોપી :- એય કાન્હા ચલ નાચીને દેખાડ.!!

કૃષ્ણ મોઢું મચકોડી ને :- ના હું કેમ નાચું.?? પહેલા કો કે નાચવાના બદલે શું મળશે.?

ગોપી :- શું જોઈયે.??

કૃષ્ણ વિચારીને :- માખણ તો ખાઈ લીધા પણ.. છાશ છે.?

ગોપી :- હા છે ને.!!

કૃષ્ણ :- હા તો એ છાસ માં થોડું સિધવ મીઠુ નાખી, ધાણાજીરું નાખી બરાબર હલાઈ મસાલેદાર છાસ બનાવી લાઓ તો નાચું.!!!

ગોપીયો માની ગઈ..!કેમ કે કૃષ્ણ નું રૂપ જ નિરાલુ હતું..!!નાના સરખા મોઢા પર માપ સરખી અણિયારી આંખો, દરેક બાળક ને પાછુ પડે એક નિર્જીવ પર સજીવન થઇ જાય એવા કોમલ હોઠો પરનું સ્મિત.., વાંકડીયાળા વાળ માં નાની સરખી ચોંટી જેમાં મોરપીંછ શોભા વધારતું હતું..!નાના પગ જેમાં નાની જાંજરી જયારે કાનુડો નાચે તો બધે જ આનંદ જગાવી દે, "છમ... છમ... છમક.. છમ...!!"આ કૃષ્ણ જે પ્રેમ વહેચતા હતા.!!પ્રેમાળ બનતા હતા ને જે એમને જોવે એને પોતાના કરી લેતા હતા..!!!










................ તો બાકી આવતા અંકે ત્યાં શુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 રાધે રાધે... 🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED