પિંક પર્સ - 9 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિંક પર્સ - 9

સવાર પડી અને આલિયા ઉઠી તો ત્યાં તેના પાપા તેના રૂમ માં આવ્યા અને..
આલિયા ને ઉઠાડવા લાગ્યા....ત્યાર પછી આલિયા નાં પાપા બોલ્યા કે મારે એક નોકરી નાં ઇન્ટરવ્યુ માં જવું છે....પણ તને કાલે હું પર્સ લઇ દેવા નો હતો પણ તને પેહલા પર્સ મળી ગયું...એટલે હું ઇચ્છુ છું કે તને પર્સ નાં બદલ માં પૈસા આપી દઉં...
આલિયા : નાં નાં પાપા ....મારે પૈસા ની જરૂર નથી...
પાપા : હવે પર્સ છે તો તને પૈસા તો જોઈશ શે ને ...કારણે કે હવે બુધવાર આવતા તરે સ્કૂલ માં ....પર્સ પણ લઈ જવા નું છે ને?
આલિયા : ખુશ થઈ ગઈ ..અને બોલી કે હા હા પાપા લઇ જવા નું ને..
પાપા : તો લે... આ 500 રૂપિયા અને ...તારા પર્સ માં મૂકી દે....
આલિયા : નાં પાપા ...નથી જોઇતા....કાલે તમે આપેલા તમારા 100 વધ્યા હતા...
( પાપા એ 500 રૂપિયા આલિયા નાં પર્સ માં મૂકી દીધા )
પછી આલિયા તૈયાર થઈ ગઈ અને એણે પર્સ ને બરિકી થી નિહાળવા નું શરુ કર્યું..
તો તેમાં ટોટલ 3 ચેઈન હતી....એમાં એક માં એને રાત્રે જોયું તો તેને પૈસા મળ્યા તા..અને પછી તેને બાજુ માં આપેલ 2 ચેઈન ખોલી...તે ખાનું ખુબજ મોટું હતું ...આલિયા તે જોઈ ને બોલી કે ...એમાં હું મારી લિસ્તિપ અને મેકઅપ નો સમાન રાખીશ..એક માં પૈસા રાખીશ ....પછી એને ત્રીજી ચેઈન ખોલી.... એ ચેઈન નાની હતી પણ તે બહાર થી ચેઈન હોય એટલે કે ખાનું હોય એવું દેખાતું ન હતું....પણ આલિયા તે ખાના ની ચૈન ખોલી તો......તેને એક નાનકડું બોક્સ મળ્યું....
આલિયા તો તે જોઈ ને વિચાર માં પડી ગઈ...કે આ શું છે?
તો આલિયા એ બીજી કઈ વસ્તુ છે જે જોવા માટે ફરી અંદર જોયું તો કઈ હતું નહિ...
પણ તે બોક્સ ને ખોલ્યું તો ...એમાં થી એક પ્રકાશ રેલાવા લાગ્યો અને આલિયા એક દમ ડરી ગઈ અને એ બોક્સ મૂકી ને દરવાજા પાછળ સંતાઈ ગઈ....પછી આલિયા એ ધીમે થી નજીક જઈ ને ...એને ફરી બોક્સ ને હાથ માં લીધું અને ખોલ્યું.....તો એના અંદર થી એને એક પત્થર ......મળ્યો એ ખુબજ ચમકી રહ્યો હતો...
આલિયા એ ડરતા ડરતા ...પત્થર ને હાથ માં લીધો અને એ બોક્સ માં એક કાગળ હતો એ નીચે પડી ગયો...
આલિયા એ કાગળ ને લીધો એને એને ખોલી ને વાંચવા લાગી...તો કાગળ માં લખેલું હતું કે....પિંક પર્સ તમારી હર ખવાઇસ પૂરી કરશે..બોલો શું જોઈએ છે...? પણ પર્સ માત્ર દિવસ માં 3 વખત અજ આપશે....અને એ પણ પૈસા જ...અને આ પથ્થર તમને દિવસ માં 1 વખત વાત પણ કરશે...એને તને જે માગવું હોય એ માગી શક શો. પણ એ તમારા લાયક હોવું જોઈએ....
તમે ખાલી એક વાર તમારું નામ બોલો...અને મરમાઈશ કરો..
આલિયા એવું વાંચી ને એક દમ ...શાંત પડી ગઈ ..એના વિચારવા લાગી...
પછી આલિયા પલંગ માં બેસી ને ...પત્થર ને પર્સ માં મૂકી ને બોલી કે ...મારું નામ આલિયા છે...
એવા માં અંદર થી અવાજ આવ્યો કે...હા આલિયા...બોલો તમને શું જોઈએ છે?
આલિયા શરમાઈ ગઈ અને બોલી કે કઈ નાઈ...મારે તો અત્યારે કઈ નથી જોઈતું... ( આલિયા ને મજાક લાગતું હતું ...)
પછી પત્થર માંથી કોઈ જેન્ટ્સ નો અવાજ આવ્યો અને બોલ્યો કે સારું..તો ..એટલા માં અવાજ બંધ થઈ ગયો અને જે..પત્થર હતો એમાં થી પ્રકાશ નીકળતો બંધ થઈ ગયો...
આલિયા એ ચેઈન બંધ કરી અને ...એના ખાના માં પર્સ ને મૂકી ને ....સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ...
આલિયા સ્કૂલ એ ગઈ તો પણ વિચારતી હતી કે ...શું આ સવાર નું સપનું તો ન હતું ને?
પણ એને ખબર પડી ગઈ હતી કે ....આ પર્સ સુ છે..અને શું કામ લાગે તેમ છે...
આલિયા એ વિચાર્યું કે ...એને ભૂલ કરી કે એને કઈ માંગ્યું નાઈ પણ ...થોડી વાર પછી વિચાર્યું કે ઘરે જઈ ને કઈક માગી જોઈશ...
એવું વિચારી ને સ્કૂલ છૂટવા ની રાહ જોઈ રહી હતી...