પિંક પર્સ - 8 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિંક પર્સ - 8

આલિયા ત્યાં ને ત્યાં બેસી રહી પણ કોઈ પર્સ લેવા નાં આવ્યું...આલિયા બધા. ને કેવા જતી હતી કે પર્સ કોનું છે પણ એના પપ્પા ની વાત યાદ આવી જતી હતી....
આલિયા એમ ને એમ સાંજે 7 વાગ્યા સુધી બેસી રહી પણ કોઈ નાં આવ્યું અને ત્યાં ગાર્ડન નાં બધા સિક્યોરિટી વાળા ભાઈ ત્યાં આવ્યા અને બોલવા લાગ્યા...કે બેટા હવે ટાઈમ પૂરો થઈ ગયો..હવે રમવા માટે કાલે આવજો...ચાલો બધા બહાર નીકળી જાઓ...
આલિયા : ઓકે અંકલ...
ત્યાં આલિયા નાં મમ્મી પાપા આવી ગયા અને બોલવા લાગ્યા કે ચાલ આલિયા હવે ઘરે જઈએ....
આલિયા: પણ પાપા આ પર્સ....?
આલિયા નાં પાપા અને આલિયા અને સિકયુરિટી બધા ઊભા હતા અને આલિયા એવું બોલી...
પાપા એ આલિયા ને કીધું કે આલિયા ચાલ જલ્દી આપડે મોડું થયું છે..હવે ઘરે જવા નું છે અને ...ઘરે જતા પેલા આપડે હોટેલ માં જમવા પણ જવા નું છે....
અને આલિયા ને એના પપ્પા એ આંખ મારી ને ઈશારો કર્યો...
પછી ત્રણે જના બહાર નીકળી ગયા...અને આલિયા એ પર્સ ને ભરાવી ને ત્યાં થી બહાર નીકળી ગઈ...
અને બધા ગાડી માં બેસી ગયા...અને એના પપ્પા બોલ્યા કે ....ઓહો આલિયા તરે તો પર્સ લેવા નું હતું ને પર્સ સમે થી મળી ગયું...અને એ પણ તરે પિંક જોઈતું હતું...ને?
આલિયા ધીમે થી હસી ને બોલી કે હા પાપા...
આલિયા : પણ પાપા આ કોઈ બીજા નું પર્સ છે...અને એને ખોવાયું હસે તો કેટલું દુઃખ થતું હશે....
પાપા : હા હા પણ બેટા કોઈ ને આ પર્સ યાદ નાઈ આવ્યું હોય અને વધારે અહી થી દુર ગયું હોય તો...પણ લેવા નાં આવે ...અને તે જોયું ? અંદર શું છે?
આલિયા : નાં નાં પાપા કોઈ નું પર્સ નાં જોવાય....
પાપા : આલિયા હવે તને પર્સ મળ્યું છે એટલે ..આ પર્સ તારું છે....એટલે તું અંદર જોઈ શકે છે....
આલિયા : હા પાપા..
પાપા : હા તો જલ્દી જલદી જો શું છે?
આલિયા એ જેવી પર્સ ની ચૈન ખોલી તો ...એમાં કંઈ ન હતું....એને એમાં અંદર હાથ નાખી ને જોવા લાગી....પણ તેને કઈ નાં મળ્યું....એને અંદર વધારે હાથ નાં ખ્યો તો એમાં એક 100 રૂપિયા ની નોટ મળી...
એને પાપા ને 100 ની નોટ બતાવી અને બોલી કે પાપા અંદર તો 100 રૂપિયા છે....
આલિયા ખુશ થઈ ગઈ....
પાપા : બીજું શું છે ....?
આલિયા એ ફરી હાથ નાં ખયો પણ કઈ નાં મળ્યું...
આલિયા : પાપા બીજું કંઈ નથી...
પાપા : હમમ...એટલે જ કોઈ ફરી સોધાવા નાં આવ્યું આ પર્સ...ને...કારણ કે એમાં તો કઈ છેજ નાઈ...પણ ગા પર્સ મોઘું લાગે છે અને નવું છે....
પાપા : આલિયા એક કામ કર ... આ પર્સ રેવા દે તને બીજું પર્સ લઇ દઉં છું....
આલિયા : નાં નાં પાપા ...હવે પર્સ નથી જોઈતું...આ પર્સ મસ્ત છે...અને પિંક માય ફેવરિટ.....
વિજય ભાઈ : ઓકે ડિયર....પણ તને એમ થશે કે પાપા એ પર્સ નાં લઇ દીધું....
આલિયા : નાં નાં પાપા...આજે તમે પાર્ક માં બઉ ખર્ચો કર્યો છે.....
તમારા 500 માંથી 100 વધ્યા છે......તો પાપા હું આ પર્સ માં મૂકી દઉં...
એટલે પૈસા મારે 200 થઈ જાય...
પછી આલિયા નાં પાપા આલિયા ને જમવા એક હોટલ માં લઈ ગયા ...અને બધા એ ખૂબ એન્જોય કર્યું...
ત્યાં આલિયા જમતા જમતા....પર્સ માં જોઈ રહી હતી....
પછી બધા જમી ને બહાર નીકળી ગયા...અને ઘરે જવા લાગ્યા....
સાંજે આલિયા ગાડી માં ... જ સુઈ ગઈ હતી...
અને આલિયા નાં પાપા અને એની મમ્મી...બંને વાતો કરી રહ્યા હતા કે...
રીટાબેન : તમે તો આલિયા ને પર્સ નાં લઇ દીધું પણ ....એને પર્સ મળી ગયું...
વિજયભાઈ : હું આજે લઇ દેવા નો હતો પણ એને મળી ગયું...અને એમાંય મે બીજું લઈ દેવા નું કીધું પણ એને નાં પાડી....
રીટાબેન : કઈ વાંધો નાઈ એને પર્સ માં પૈસા મૂકવા ....પર્સ લઇ આપવા નાં હતા એટલા પૈસા એને આપી દેજો એ પર્સ માં મૂકશે અને ખુશ થઈ જશે ..
વિજયભાઈ : હા હા ...તારી વાત સાચી છે....સવારે આપી દઈશ...એને..
ત્યાર બાદ બધા ઘરે આવી ગયા અને ...આલિયા પર્સ ને પોતાના સાથે રાખી ને તે પોતાના રૂમ માં ચાલી ગઈ....