પિંક પર્સ - 10 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પિંક પર્સ - 10

એવામાં સ્કૂલ છૂટે છે અને આલિયા ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે
તેના પપ્પા તેને લેવા આવ્યા હોય છે તે ગાડીમાં બેસી જાય છે અને જલ્દી જલ્દી ઘરે પહોંચી જાય છે ઘરે પહોંચ્યા પછી તરત જ તે પોતાના રૂમમાં ચાલી જાય છે
એવા એવામાં એની મમ્મી બૂમ પાડે છે કે "બેટા જમવાનું તો જમતી જા" તો આલિયા જવાબ આપે છે કે "ના મમ્મી અત્યારે ભૂખ નથી મેં નાસ્તો કર્યો હતો સ્કૂલમાં"
એમ કહીને તે તેના રૂમનો દરવાજો બંધ કરી દે છે ત્યારબાદ આલિયા બેગ મૂકીને તરત જ કબાટ માં મુકેલ પર્સને બહાર કાઢે છે અને જોવા લાગે છે અને પછી તે માંગવાનું શરૂ કરે છે.
એના પેલા વિચારે છે કે શું માંગવું.... એ બોલે છે કે... હાય હું આલિયા...મારે એક ચોકલેટ ખાવા ની ઈચ્છા થઈ છે...પણ પૈસા નથી..થોડા છે પણ મારે એક મોટી ચોકલેટ ખાવી છે.... એ પણ 100 વાળી...
તો આલિયા એટલું બોલી ને ...પર્સ ની ચૈન ખોલે છે...તો એને અંદર 3જા ખાના માં કઈ મળતું નથી.....
એ નિરાશ થઈ જાય છે....
એ ફરી વિચારે છે કે...મે સવારે વિશ નાં માગી એટલે પર્સ ને ખોટું લાગી ગયું લાગે છે.....
પછી એ એના પપ્પા એ આપેલા પૈસા લઈ ને ...દુકાન એ થી ...એક ચોકલેટ લઇ આવે છે અને ખાય છે....
પછી આલિયા વિચારે છે કે...હજુ હું આ પર્સ ને સમજી નથી..એટલે એવું થાય છે....
એ પર્સ ને અંદર ખાના માં મૂકી દે છે અને....તે પછી જમવા ચાલી જાય છે અને બપોર પડતા સુઈ જાય છે ...
એ ઊંઘતા ઊંઘતા પણ વિચાર કરતી હતી કે .... આ પર્સ કામ કેવી રીતે કરશે ...કે કોઈક એ બગીચા માં ..મજાક કરવા માટે તો નાઈ મૂક્યું હોય ને?
પછી તે સુઈ જાય છે...
અને સાંજે ઉઠે છે....તો તે તેની બહેનપણી ઓ સાથે રમવા ચાલી જાય છે...
એને એની ફ્રેન્ડ સાથે રમતા રમતા એવું થાય છે કે ....હું મારી ફ્રેન્ડ ને આ પિંક પર્સ વિશે વાત કરું....પણ એ વિચારતી હતી કે ..કોઈ ને નાં કેવા માં જ ભલાઈ છે....કારણ કે અમુક લોકો ખોટું લગાડે......
એવા માં સાંજ પડે છે અને આલિયા....ઘરે આવી જાય છે....
તો ઘરે એ જુએ છે કે...આલિયા ની મામા ની છોકરી આવી હોય છે અને ...તે બધા નાના બાળકો ધમાલ મસ્તી કરતા હોય છે....
આલિયા ખુશ થઈ જાય છે...પણ જેવી અંદર જાય છે. એ જુએ છે કે એના મામા ની છોકરી નાં હાથ માં પિક પર્સ હોય છે.....અને એ પર્સ લઇ ને એમ તેમ ફરવા લાગે છે....
આલિયા જોડે જઈ ને બોલે છે કે અરે એતો મારું પર્સ છે.....
તમે કોને આપ્યું...?
આલિયા ની મામા ની છોકરી " મે તારા કબાટ માંથી ...લઇ લીધું....હું અને ઘરે લઈ જઈશ...."
આલિયા બોલી જા જા એતો મારું પર્સ છે...મારા પપ્પા લાવ્યાં છે...અને રડવા લાગી...
આલિયા ની મમ્મી બોલી...કે બેટા અત્યારે ઈશા ને રમવા દે એ ઘરે જતા આપીને જશે...પણ અત્યારે એની મમ્મી ને હેરાન કરશે એટલે તું એને રમવા દે....
આલિયા : નાં મમ્મી ...હું મારી વસ્તુ રમવા નાઈ આપુ...
આલિયા ની મામી : કેમ આલિયા ...તું કેમ એમ કરે છે...? પેલા તો તું એવું નાતું કરતી....આ વખતે ઈશાને કેમ નાં પડે છે...
આલિયા : નાં મામી મારું પર્સ છે...અને હું કોઈ ને નાઈ આપુ...એટલું કહી ને તે ઈશા નાં હાથ માં થી છીનવી ને ચાલી જાય છે.એના રૂમ માં ચાલી જાય છે...
અને અંદર જઈ ને રડવા લાગે છે.અને પર્સ ને પોતાના જોડે રાખી ને બોલે છે ... પિંકુ તને હું કોઈ ને નાઈ આપુ....