Featured Books
શ્રેણી
શેયર કરો

અભિવ્યક્તિ.. - 12 - વચન નથી આપતો કે સપ્તપદી નિભાવીશ

~~ કેવી રીતે માનું ? ~~

 

શ્યામ જેવો પ્રેમ એ તો ગજા બહારની વાતો છે 

તારા ખ્વાબની દુનિયામાં મારી કેટલી રાતો છે 

 

ઇજહાર કરતા જોયા છે બેહિસાબ કરતા જોયા છે 

લાખોને આ વિશ્વ માં મેં પ્રેમ કરતા જોયા છે 

 

તેમ છતાં આ દુનિયામાં નિસ્તેજ થાતી રાતો છે 

પ્રેમ ના નામે દર્દ આપતી લાખ ઈમોશનલ વાતો છે 

 

સંસાર ને નિયંત્રિત કરવા જાતિ માં પણ જાતો છે 

આફતાબ ની આગ થી ગહેરી પ્રેમીઓ ની યાદો છે 

 

મારો સ્નેહ તો રાધિકાના પ્રેમ જેવો સાદો છે 

કેવી રીતે માનું તારો શ્યામ સરીખો નાતો છે  

 

 

~~~ ~~~ ~~~

 

YOU -  

"મારા ખ્વાબ ની દુનિયામાં  ...  "

 

ઠોકર ખાઈ પડવા માટે હું જમીન જ રાખીશ નહિ   

તને મારી દુનિયામાં, દુનિયાની ઠોકર આપીશ નહિ

 

ફરેબને કોઈ જગા નથી, ને ગલતી ની કોઈ સજા નથી  

તારી સાથે ના જીવન વિના જીવવાની કોઈ મજા નથી  

પ્રેમ કરું છું એ બતાવવા શબ્દો ની સજાવટ કરીશ નહિ    

મારા ખ્વાબ ની દુનિયામાં પ્રેમ માં બનાવટ કરીશ નહિ    

 

રીત રિવાજ ના  પહેરા નથી ત્યાં દર્દના વાદળ ગહેરા નથી 

નિંદા થી તું ડરતી નહિ, તારા સપનાનું કતલ થાશે નહિ  

જાત-પાત કે મળવા ની ત્યાં પાબંદી રાખીશ નહિ 

મારા ખ્વાબ ની દુનિયામાં તું કોઈ પણ બંધન પામીશ નહિ  

 

આંસુના કોઈ કારણ નથી, અભિલાષા પણ મારીશ નહિ,

મારા ખ્વાબ ની દુનિયામાં, તારી શ્રદ્ધા નીચે પાડીશ નહિ  

ખુલી આઝાદી માણીશ તું ત્યાં જ્જબાત ને કોઈ બેડી નથી  

મારા પ્રેમ ની દુનિયામાં તું પ્રેમ માં હિસાબ રાખીશ નહિ 

 

ઠોકર ખાઈ પડવા માટે હું જમીન જ રાખીશ નહિ   

તને મારી દુનિયામાં, દુનિયાની ઠોકર આપીશ નહિ

 

 

~~~ ~~~ ~~~

 

  ~~ તો વચન આપ કે સપ્તપદી નિભાવીશ ~~  

 

~~~ ~~~ ~~~

 

YOU -  

"વચન નથી આપતો કે સપ્તપદી નિભાવીશ "

 

તારી દરેક લાગણીઓને પ્રતિભાવ હું આપીશ ..  

પણ વચન નથી આપતો કે સપ્તપદી નિભાવીશ   

 

જિંદગી છે તો દર્દ પણ મળશે, તારા સુખ ને મંજિલ બનાવીશ  

કષ્ટ માં પણ અધર ઉપર અખંડ સ્મિત સજાવીશ    

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ

 

માત્ર તારા જઝબાતો માટે, મારી જાતને લાયક બનાવીશ     

માથાભારે હોય સ્વભાવ તારો, તોય હું માથે ચડાવીશ,

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ 

 

તારા પપ્પાને ધ્યાનમાં રાખી એમણે આપેલી હર ચીજ હું તારા માટે કરાવીશ   

એક દિવસની વાત નથી, રોજ ચાંદની રાત સજાવીશ 

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ  

 

દિવાળી, હોળી અને કરવાચૌથ ના વ્રત વખતે હર તૈયારી કરાવીશ 

અમાસ ની રાત હોય તો પણ તને મારા દિલનો ચાંદ બનાવીશ 

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ  

 

તું મોહોબ્બત છે મિલકત નથી, એ વારંવાર દોહરાવીશ   

તું જેની જેની સાથે હોય એ બધાને મારા બનાવીશ 

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ   

 

દુનિયા આખી ખિલાફ હોય તોય, તારી જવાબદારી ઉઠાવીશ 

એક એક પળ તને મારી, નિયત ની સચ્ચાઈ બતાવીશ 

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ   

 

તારી સામે આંખ ઉઠાવનારને એવા ઠીકાને લગાવીશ 

તારા આત્મ સન્માન ને હું મારો ખુદા બનાવીશ 

પણ  વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ

 

માઠું લાગે કોઈ વાત નું તો વ્હાલથી તને મનાવીશ 

હર રાજ તારા હું દફન કરી એની ઉપર તાજમહલ બનાવીશ  

પણ વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ  

 

વચન નથી આપતો  કે સપ્તપદી નિભાવીશ 

- કારણ કે -   

મૃત્યુ મારા હાથમાં નથી ખાલી જીવવાનું જ વચન નિભાવીશ  

મોત મળે તારી પહેલા મને તો તને વિરહમાં રડાવીશ 

એકલી મૂકીને તારા પહેલા જો સ્વર્ગનું સુખ હું પામીશ 

તો કેવી રીતે કહું તને કે સપ્તપદી નિભાવીશ  

 

~~~ ~~~ ~~~