Rich Dad Poor Dad Summery Krutik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Rich Dad Poor Dad Summery

કેમ છો મિત્રો?
આજે હું તમને બતાવીશ કે કેમ મોટાભાગે લોકો ગરીબ રહી જાય છે અને અમુક જ લોકો અમીર બને છે?
રોબર્ટ નામના એક છોકરા ના બે પપ્પા હતા એક એમના સગા પપ્પા અને બીજા એમના મિત્ર ના પપ્પા. તેમના એક પપ્પા એ PhD કરી હતી જ્યારે બીજા પપ્પા એ આઠમું ધોરણ પણ પાસ ન હતું કર્યું. બંને સ્માર્ટ અને સખત મહેનત કરતા હતા પણ બંને ના વિચારો ખૂબ જ અલગ હતા. અને બંને રોબર્ટ ને અલગ અલગ વાત સિખવતા હતા. પહેલા પપ્પા કહેતાં હતા કે, "પૈસા જ એક મોટો પ્રોબ્લેમ છે", જ્યારે બીજા પપ્પા કહેતાં હતાં કે, "બધાં જ પ્રકારનાં પ્રોબ્લેમ નો જવાબ પૈસા છે" પહેલા પપ્પા રોબર્ટ ને મોંઘી વસ્તુઓ વિશે વિચારવાની ના પાડતા હતા અને કહેતાં હતા કે, "એ આપણી હેસિયત ની બહાર છે", જ્યારે બીજા પપ્પા એવું કહેતાં હતાં કે, "તું એવું વિચાર કે હું આ કંઈ રીતે ખરીદી શકું એના માટે ના રસ્તા નો શોધ કર. આવું કરવાથી તારું દિમાગ વિચારશે અને નવા નવા આઈડિયા આવશે." પહેલા પપ્પા એને કહેતાં, "તું સારું ભણ અને મોટી કંપની માં નોકરી કર જેથી તું મોટો માણસ બનીશ, જ્યારે બીજા પપ્પા કહેતાં હતાં કે, "તું ખૂબ ભણ પણ પોતાનો ધંધો શરૂ કર જેથી તું કેટલા લોકો ને નોકરી આપી શકે.

રોબર્ટ પાસે એક ફાયદો હતો કે તે બંને પપ્પા ની વાતો સાંભળતો અને બંને ની સફળતા દેખી પછી તેને બીજાં પપ્પા ની સલાહ અનુસરવાનું નક્કી કર્યું, પછી Miami Florida નો સૌથી અમીર વ્યક્તિ બન્યો અને એની શિખવેલી બાબતો થી કરોડો રૂપિયા કમાયો, જ્યારે એના પહેલા પપ્પા જિંદગીભર ગરીબ રહી ગયા.

સૌથી મુખ્ય વાત જે રોબર્ટ એ તેના બીજા પપ્પા પાસે થી શીખી જે હતી Financial Literecy (નાણાકીય સાક્ષરતા)
જેનો મતલબ છે Assets અને Liabilities વચ્ચે નો ફરક જાણવો. હવે તમે ધ્યાન થી સાંભળજો, આ કોમર્સ માં ભણાવે એના થી થોડો જુદો છે, જેને રોબર્ટ એ સહેલી રીતે સમજાવ્યો છે.
જે કાંઈક આવું છે, ASSETS એ એવી વસ્તુ છે જે તમને પૈસા કમાવી ને આપે, અને Liabilities એ એવી વસ્તુ છે જે તમારા પૈસા લઈ લે, ખર્ચો કરાવે.

અમીર લોકો એટલે અમીર છે કેમ કે એ પોતાના Assets બનાવે છે જ્યારે મિડલ ક્લાસ લોકો બસ Liabilities પર જ ખર્ચો કરે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, રાહુલ એક એવો વ્યક્તિ છે જે પોતાની આવક માંથી મોંઘા મોંઘા કપડાં લે છે, ઘડિયાળ લે છે, પાકીટ લે છે, કાર લે છે જે તેને એવું ફીલ કરાવે છે કે તે અમીર છે. પણ ખરેખર આ બધું Liabilities છે જેની કિંમત દિવસે દિવસે ઓછી થતી જાય છે અથવા તો તેને ખર્ચો કરાવે છે અને તે આગળ જતાં તેને કોઈ પૈસા કમાવી ને નથી આપવાની.
મુકેશ એક એવો વ્યક્તિ હતો જે ખૂબ જરૂર પડે ત્યારે જ કોઈ વસ્તુ લેતો હતો અને પૈસા બચાવતો હતો, અને બચાવેલા પૈસા થી એ Assets ખરીદતો હતો જેમ કે કંપની ના શેર્સ, બોન્ડ્સ, રિયલ એસ્ટેટ, પોતાને કંઈક નવું શિખવવા માટે, વગેરે જે આગળ જતાં તેને પૈસા કમાવી ને આપે.
થોડાં વર્ષો પછી, મુકેશ એક કરોડપતિ વ્યક્તિ બની ગયો, જ્યારે રાહુલ પગારમાં જ જીવતો રહી જાય, અને કહેતો હતો કે ઓછો પગાર હોવો એ એના ગરીબ હોવાનું એક કારણ છે.

એક ગરીબ વ્યક્તિ નો Cash flow (રોકડ પ્રવાહ) કંઈક આવો હોય છે, એને પૈસા મળે અને જરૂરી ખર્ચ કરવામાં એના બધાં પૈસા વપરાય જાય છે.
એક મિડલ ક્લાસ વ્યક્તિ નો Cash Flow થોડો અલગ હોય છે, એને પૈસા મળે અને એ પૈસા જરૂરી ખર્ચ અને Liabilities ખરીદવામાં વપરાય જાય છે.
મોટાભાગે ગરીબ અને મિડલ ક્લાસ માં કંઈક મોટો ફરક નથી હોતો, ઘણા મિડલ ક્લાસ લોકો એમ વિચારે છે કે તેમનું ઘર એ તેમના માટે Assets છે, પરંતુ ખરેખર આવું નથી, તેમનું ઘર એમને પૈસા કમાવીને નથી આપતું જ્યાં સુધી તમે એને ભાડા પર ના આપો.
જ્યારે અમીર લોકો નો Cash Flow કંઈક આવો હોય છે, તેઓ એમની આવક માંથી Assets ખરીદે છે અને એમાં થી જે આવક મળે એમાં થી ખર્ચો કરે છે જેથી તેઓ અમીર બનતા જાય છે કેમ કે તેમના આવક ના સ્ત્રોત વધતા જાય છે.

જો તમારે અમીર બનવું હોય તો આ વાત ધ્યાન થી સાંભળજો, "એ વાત થી કંઈ ફરક નથી પડતો કે તમે કેટલા રૂપિયા કમાઓ છો, પણ તમે ક્યાં ખર્ચ કરો છો તે મહત્વનું છે, તમારે ગ્રાહક ના વિચારો થી બહાર આવી ને એક ઇન્વેસ્ટર જેવા વિચારો રાખવા જોઈએ.

આ બધી વાતો મે તમને રોબર્ટ કિયોસાકી ની બુક 'રિચ ડેડ પૂર ડેડ' પર થી જણાવી.
જો તમારે આ બુક ઘરે બેઠા મંગાવી હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને મંગાવી સકો છો
https://amzn.to/3TIUOzE

મળીયે આવતા BOOK SUMMARY ARTICLE માં ત્યાં સુધી સફળતાં માટે ના પગલાં ભરતાં રહો
આર્ટિકલ વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર