હું અને મારા અહસાસ - 60 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને મારા અહસાસ - 60

1.

પારકી પંચાત માં ના પડશો,
હાથ બાળો હૈયે થી ના બળશો.  

યાદ તો આવ્યાં કરે પણ તેથી,
રાત  દિવસો નું સૂકું ના હરશો . 

સુખ અને દુખ આવે ને જાયે છે.
ને મુશ્કેલીઓ થી તો ના ડરશો. 

કાતિલો તો ચાર ખૂણે બેઠા,
મનથી તો મરતાં પહેલાં ના મરશો.

ઉભા થઈ આગળ વધો હિંમત થી,
રડવા થી કઈ ના મળે ના રડશો.

2.

મૌન તારું કેમ અકળાવી રહ્યું છે,
ને સતત આ દિલને તડપાવી રહ્યું છે.

માનવી સ્વાર્થી જગતના છે સમજ
તું,
હાથ જોડીને તે સમજાવી રહ્યું છે.

ને બધું જાણીને તે ચૂપચાપ બેસે,
દિલમાં દીવાઓને પ્રગટાવી રહ્યું છે.

હું પણ તેને ક્યાં સુધી પંપાળું  બોલો,
ધીમા અવાજે શું મમરાવી રહ્યું છે.

માયા સ્વીકારી લઉં છું આ જગતની,
જામ દેખાડીને તરસાવી રહ્યું છે.

3.
જિંદગીની મોજ માણવાની હોય છે,
લાગણીની મોજ માણવાની હોય છે.


વાદળીની મોજ માણવાની હોય છે.
આંખડીની મોજ માણવાની હોય છે.

4.
આ હૃદયમાં કેટલા દર્દો છુપાયા છે,
જિંદગીભર પ્રેમના નામે લુટાયા છે.

5.
ભીડમાં પણ કેમ લાગે એકલું,
ને નગારું કેમ લાગે એકલું.

એ રખેવાળી કરે છે ગામની,
આંખો ખુલ્લી રાખી જાગે એકલું.


6.
કોણ કોને અહી સમજે છે,
જિંદગીભર પછી તરસે છે.

ને જુદાઈ ના દિવસોમાં જો,
પ્રિય ની યાદમાં તડપે છે.

રૂબરૂમાં એ નથી આવતાં,
સપનોમાં આવીને પજવે છે.

વર્ષાની મૌસમમાં જો સખી,
યાદ ના વાદળો ગરજે છે.


7.
કાગ સંદેશ આપી રહ્યો,
આંખતો ક્યારની ફરકે છે,

બસ કહેવાની વાતો બધી,
કોઈ હમેશાં ક્યાં પડખે છે.

સાચે સાચું કહ્યું જ્યાં સત્ય,
સાંભળી વાતને ભડકે છે.
૧૯-૧૦-૨૦૨૨


8.
ક્યાંક દીવા સળગે છે તો ક્યાંક દિલ.
આગ હૈયે ભડકે છે તો ક્યાંક દિલ.

9.

પ્રેમ ના દીવા પ્રગટાવો આવી દિવાળી
મીઠાઈ ખાઓ ખવડાવો આવી દિવાળી

10.
શબ્દને પણ અણગમો તો હોય છે,
લાગણી તેની દુભાતી હોય છે.

હૈયે તેના યાદોની હોળી બળે,
ને નસો તેની દુખાતી હોય છે.

11.
ના પૂછો મને કે કેવી રહી દિવાળી,
મારા હૈયે રહી તારી યાદોની હોળી.

12.
જીંદગીએ જીંદગીને માત આપી,
જીંદગીને લાગણીએ માત આપી.

લાગણીની ખેંચતાણોમાં સખીની ,  
સ્નેહ ભીની આંખડીએ માત આપી.

યાદોને ભાદરવો તો ભરપૂર લાયો,  

પ્રેમીઓને વાદળીએ માત આપી

આંખ ખોલુંને ત્યાં તું દેખાય સામે,
રોજનીશી માગણીએ માત આપી.

હેત ની હેલી ચડી હૈયામાં આજે,
ફૂલવાળી છાબડીએ માત આપી.

રાતને દી પ્રાર્થના કરતાં હતાં તે,
આસ્થાને બંદગીએ માત આપી.
૧૩-૧૧-૨૦૨૨
13.

દિમાગની સાફ સફાઈમાં રોજ અમે.
સવાર સાંજ ખાધી બીપી ની ગોળી.


14.
આંખો ને સપના નો ભાર કેમ લાગ્યો?
રાતો ને સપના નો ભાર કેમ લાગ્યો?


વાતો ને સપના નો ભાર કેમ લાગ્યો?

15.

હૈયાને રાહત મળી ગઈ છે,
ચાહની ચાહત ફળી ગઈ છે.

મીઠા જળના મૂળ કાપ્યા ને,
દરિયામાં ખારપ ભળી ગઈ છે.

હાલ મારા જોઈને જુઓ,
ને મુશ્કેલીઓ ટળી ગઈ છે.

ગુંગળાવે છે સખી જુદાઇ, 
દિલની આશાઓ બળી ગઈ છે.

આંખમાંથી વરસે છે આંસુ,
લાગણીઓ ગમ ગળી ગઈ છે.

16.

પ્રેમ થઈ ગયો,
હૈયું લઈ ગયો.

આંખો થી સખી,
જામ પાઈ ગયો.

રાહ જોઈને,
રાહી સુઈ ગયો.

સાથ આપીને,
ચૈન દઈ ગયો.

એ જુદાઈ ના,
ગમને ખઈ ગયો,
૧૮-૧૧-૨૦૨૨ ૪ વાગે સવારે

17.
કોઈની વાતમાં પડવું નઈ
ને વગર કારણે નડવું નઈ.

18.
કાલથી સંવાદ ઓછો થઈ ગયો છે.
હૈયામાં ઉન્માદ ઓછો થઈ ગયો છે.

પ્રેમીના નખરા ઉઠાવી થાકી ગ્યા
આંસુનો વરસાદ ઓછો થઈ ગયો છે.

આ મહામારી માં લોકો ઘર માં બેઠા,
દુનિયામાં ઉત્પાત ઓછો થઈ ગયો છે.

જ્યારથી છૂટા પડયાં છે ત્યારથી તો
વાદને વીવાદ ઓછો થઈ ગયો છે.

ના કહી દીધી છે મુલાકાત માટે આજે,
ને ધક્કો એકાદ ઓછો થઈ ગયો છે.

 

19.

રાખ હિંમત રાત પણ વીતી જશે,
જીવતાં શીખી જશે.

20.
યાદોનો ભાર લાગે છે કેમ?
હાથોનો ભાર લાગે છે કેમ?

પ્રેમી સાથે કરેલી મીઠી,
વાતોનો ભાર લાગે છે કેમ?