પ્રકરણ 5 : સમય અને સંજોગો ..!!
એ ઊગતા સૂર્યની સવારમાં .....ક્યારેક લહેરાતો એ ધીમો ઠંડો પવન ....જાણે મૌન ભાષામાં કંઈક બોલી રહ્યો હોય ....!! અને સાથે એ ખુલ્લા પડદાઓની બારીમાંથી આવતો પ્રકાશ એ શાંત બેડરૂમને શણગારી રહ્યો છે...એવી આ ખુશનુમા સવારમાં એ બેડરૂમના બાથરૂમના બંધ દરવાજા પાછળ એક મધુર, તીણા અને ધીમા અવાજમાં ગણગણાતું એ ગીત એ વાતાવરણને વધારે પ્રફુલ્લિત બનાવી રહ્યું છે..... થોડીવાર પછી એ જ સુંદર ગણગણાટ સાથે એ દરવાજાનો ખુલવાનો ધીમો અવાજ આવે છે..... એ શાયરી પોતાના મધુર સ્વર સાથે દરરોજની જેમ એ અરીસા સામે આવી પોતાને નિહાળતી નિહાળતી તૈયાર થાય છે....
દરરોજની જેમ જ રોહન બ્રેકફાસ્ટ કરી રહ્યો છે અને સવિતાબેન પીરસી રહ્યા છે અને એ શાયરી હંમેશની જેમ પોતાનામાં જ મશગૂલ છે એવામાં સવિતાબેનની બુમ સંભળાય છે,.....
"રશુ બેટા, અરે રશુ... ચાલ બેટા નાસ્તો કરવા.... કેટલીવાર હવે.."
"બસ આવું જ છું મમ્મી..."
"અરે મમ્મી.... એને તૈયાર થવા દો ને ....એને કલાક થશે...."
રોહનને માથામાં ટપલી મારીને શાયરી બોલી ઊઠે છે
"હા... ચાપલા.. આવી ગઈ હોને......"
થોડીવાર પછી હર્ષદભાઈ આવે છે અને નાસ્તો કરવા બેસે છે.....
"હું શું કહું છું રશુ બેટા....!!!"
" હા... બોલોને પપ્પા..."
"બેટા , આજે મારી તબિયત ઘણી ખરી સારી છે...તો આજે વહેલા જ ઓફિસે જવાનો વિચાર છે... તો રશુ બેટા , તારે આવવું હોય તો નિરાંતે આવજે.... વિજયને કહીશ કે તને લઈ...."
હર્ષદભાઈની વાત અટકાવતાં રોહન તરત જ બોલી ઊઠે છે
"અરે પપ્પા ......દીદી કેટલા ટાઈમ પછી ઘરે આવી છે......આટલા ટાઈમથી તો ઓફિસમાં જ હતી ને ....મારી સાથે પણ રહેવા દો, આ રશુડીને ...."
રોહન રશ્મિકાને ખભા પર ઝાપટ મારીને ટેરેસ તરફ ભાગે છે અને રશ્મિકા તરત જ બૂમો પાડવા લાગે છે
"ચા..પ..લા..ઉભો રે... વાયડા.. ક્યાં જાય છે...!!!"
અને રશ્મિકા પણ એની પાછળ જ દોડવા લાગે છે અને બંનેને જોઈને સવિતાબેન અને હર્ષદભાઈ હસે છે રોહન દોડતા દોડતા ટેરેસ પર પહોંચી જાય છે અને રશ્મિકા પણ એની પાછળ જઈ એને પકડવા માટે મથે છે... એ દોડાદોડીમાં રશ્મિકા રોહનને પકડી એનો કાન પકડે છે........
" ચાપલા... બહુ બોલતો થઈ ગયો હે ને ...!"
"અરે અરે દીદી... મારી વાત તો સાંભળો પણ ..."
રશ્મિકા રોહનનો કાન છોડી દે છે.
"હા બોલ ...શું ?"
"દીદી..."
રોહન બોલતા બોલતા અટકી જાય છે....
"હા બોલને... રોહન..."
"દીદી ...મારે એક વાત કહેવી છે પણ ખોટું ના લગાડતા...પણ દીદી કહેવી જરૂરી છે..."
"હા....તો બોલને આમ ગોળ ગોળ વાત ન ફેરવ.."
"દીદી તને જોઈ હતી મેં વિજયભાઈ જોડે ....."
"હા એ તો હું એમની જોડે જ જાવ છું ને... એટલે તો તું જોવે જ ને.."
"હા પણ દીદી તેમની સાથે ફરવા જવું પણ જરૂરી નથી ને .."
"હું કઈ સમજી નહિ..રોહન..."
" હા દીદી પણ આટલું બધું નજીક જવું સારું નથી અને જીજુને ખબર પડશે તો વાત વધશે..."
" પણ રોહન તું પોઝિટિવ બનને ભાઈ...!!"
"દીદી હું એ કઇ નહી જાણું... બસ છોડી દો આ બધું...."
" રોહન...??"
" હા દીદી ... બસ છોડી દો.... નહીં તો...મારે મમ્મીને કહેવું પડશે...અને દીદી એ better રહેશે કે તમે આવો સંબંધ ફક્ત જીજુ જોડે જ રાખો એને ભૂલી ના જા...."
"રોહન તને શું લાગે છે હું દૂર ભાગુ છું...?.. ના.. એ દૂર ભાગે છે.... ને હવે નથી જવું મારે કોઈની પાસે લાગણીઓ માંગવા..!!
"તારે જે કરવું હોય તે કર...તુ આજે ઓફિસે નહિ જાય....."
" તું નાનો છે રોહન... નાનો જ રે....અને ઓફિસે તો હું જઈશ જ.. તારે જે કરવું હોય તે કર...."
"Ok.. દીદી તમે બહાર જાવ..... અને પછી મારે શું કરવું છે એ મને ખબર છે હું જોઈ લઈશ...."
રોહન ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો જાય છે અને રશ્મિકા ત્યાં જ મૌન તેમજ આંશિક આંસુ સાથે ઉભી વિચારોમાં મગ્ન થઈ જાય છે.......
"મળે છે એને માણી શકાય નહીં,
માણવા છે એમને મળી શકાય નહીં...
શું જિંદગી હવે તો હસાવતા લોકો દૂર ને
રડાવતા લોકો નજીક લાગે છે જિંદગી...!!"
એ શાયરી પોતાને જ સંભાળતી ત્યાં જ પોતાનામાં જ મગ્ન થઇ જાય છે અને થોડીવાર પછી દરરોજની જેમ જ રશ્મિકાને હૉર્ન સંભળાય છે અને રશ્મિકા બહાર નીકળી જાય છે પણ આ વખતે એના ચહેરા પર થોડી ઉદાસી દેખાય છે એને જોઈને વિજય બોલી ઊઠે છે....
"રશુ.... શું થયું...?"
"બસ કંઈ જ નહીં..."
રશ્મિકા અને વિજય ત્યાંથી નીકળી જાય છે અને રોહન દરવાજે આવી એમને વિચિત્ર નજરોથી જોઈ રહે છે
રશ્મિકા અને વિજય બાઈક પર જઈ રહ્યા છે પણ આ વખતે તેમની વચ્ચે મૌન હતું અને વિજય કંઈ બોલ્યા વગર જ કૉફી શોપની બહાર ગાડીની બ્રેક મારે છે અને રોજની જેમ જ ત્યાં રશ્મિકા બેસી જાય છે અને વિજય કૉફી લઇને આવે છે...
"શું થયું..?"
"બસ કંઈ જ નહીં ...!!"
"રશુ...!!"
"Hmm"
" બોલને please યાર... શું થયું છે ?"
" જવા દો ને યાર...."
" please "
"શાયદ આજ પછી આપણે આ રીતે નહિ મળી શકીએ..."
"કારણ....શું થયું યાર....!!"
" સમય અને સંજોગો....!!"
બંને એકબીજાની આંખોમાં લાગણીસભર રીતે જુએ છે એમની આંખોમાં થોડી નાજુક લાગણીઓ દેખાય છે...અને વિજયથી તેની રશુનો ઉદાસ ચહેરો નથી જોઈ શકાતો એટલે તે બોલી ઉઠે છે...
"Be happy yaar I am always with you anytime anywhere. we are best friend forever and ever and ever....."
"હા તમે તો છો જ.... ખબર જ છે મને.."
"Please smile...હંમેશા હસતા રહો કારણ કે તમારી એક જ સ્માઈલ કોઈકના માટે આખો દિવસ બની શકે અને જો સમય મળે તો ક્યારેક વાત કરી લેજો ...you know what.. મેં મારી લાઇફમાં એક જ વ્યક્તિ સાથે કૉફી શેર કરી છે અને એ વ્યક્તિ તું જ છે માત્ર તું..."
"બસ એટલે તમે ખુશ તો હું પણ ખુશ......"
વિજયને બસ રશ્મિકાના ચહેરા પર કંઈક અલગ જ દેખાય છે કંઇક વિચિત્ર ઉદાસીનતા.....
સવિતાબેન રસોડામાં કામ કરી રહ્યા છે અને રોહન ત્યાં આવે છે એના ચહેરા પર ચિંતાના ભાવ જણાય છે
"મમ્મી... મમ્મી.. શું કરે છે ?"
"શું કરવાનું હોય બેટા ....? બસ કામ જ હોય ને...!"
"મમ્મી....એક કામ કર ને..."
"શું ?"
"મમ્મી....તું જીજુને ફોન કરીને કે ને,.....કે.... દીદીને લઈ જાય....!!"
"કેમ શું થયું...?.. તારે તો એની સાથે રહેવું હતું ને..?"
"હા પણ .......મમ્મી મારે એક વાત કહેવી છે તમને.. દીદીના સંબંધો વિજયભાઈ જોડે બહુ જ વધારે પડતા છે જો જીજુને ખબર પડશે તો વાત વધશે...."
"કેમ બેટા શું થયું...!!?"
"મમ્મી મેં કાલે દીદીને વિજયભાઈ જોડે રીવર બેંક પર જોઇ હતી તેઓ બંને ત્યાં બેઠેલા હતા...દીદીને તો પપ્પાએ ઓફીસ જવાનું કહ્યું હતું....... ને ત્યાં કામ મૂકીને એને વિજયભાઈ જોડે જવાની શું જરૂર હતી...?? અને આમ પણ દીદી વિજય ભાઈની ખૂબ જ નજીક જતી હોય તેવું લાગે છે...કદાચ જીજાજીને ખબર પડશે તો દીદીના સંબંધો બગડશે અને દીદીને જ તકલીફ થશે..... મમ્મી મેં દીદીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ સમજતા જ નથી...!!!"
" સારું રોહન તું ચિંતા ના કર હું કુમારને ફોન કરી દઈશ...અને બેટા તું આ વિજયવાળી વાત ઢાંકી દેજે.... નકામી કોઈને ખબર પડશે તો કુટુંબમાં ખરાબ કહેવાશે...."
"હા મમ્મી"
સવિતાબેન ચિંતાતુર બની બહાર હોલમાં આવીને સોફા પર બેસી જાય છે. થોડો સમય વિચાર કરી ટેબલ પર પડેલો ફોન હાથમાં લઇ નંબર ડાયલ કરે છે અને પ્રેમ સાથે વાત કરે છે.....
"Hello"
"Hello.. બેટા કેમ છો?"
"હા મમ્મી બસ મજામાં... તમે કેમ છો???"
"અમે બધા પણ મજામાં છીએ..."
"કંઈ કામ હતું મમ્મી..??"
સવિતાબેન અચકાતા-અચકાતા બોલે છે..
"હા બેટા"
"હા મમ્મી બોલોને... મારે થોડું કામ છે તો...."
"હા બેટા, મને એવું લાગે છે કે રશું એકલી પડી ગઈ છે....અને આમ પણ તમે ક્યાં સુધી એકલા રહેશો.... તમને જમવામાં પણ મુશ્કેલી પડતી હશે....તો જો તમને કોઈ વાંધો ના હોય તો રશુંને આવીને લઈ જાઓ ને....!!"
"મમ્મી, મારે હમણાં થોડા દિવસથી થોડું કામ વધારે છે તો....... એ જાતે નહીં આવી શકે..?"
"બેટા તમે આવશો તો વધુ સારું લાગશે..."
"કંઈ નહીં મમ્મી હું કાલે સવારમાં આવી જઈશ પણ મારે કામ હશે....તો હું રોકાઈ શકીશ નહીં.... રશ્મિકાને લઈને તરત જ નીકળી જઈશ અને મમ્મી મારે અત્યારે કામ છે તો હું ફોન મૂકી શકું.....!!!??"
"હા બેટા આવજો.."
સામે છેડેથી ફોન ડિસકનેક્ટ થઈ જાય છે અને સવિતાબેન ત્યાં જ હાથમાં ફોન લઇને વિચારોમાં ખોવાઈ જાય છે.....
રશ્મિકા અને હર્ષદભાઈ એમની કેબિનમાં બેઠા છે.... હર્ષદભાઈ કામ કરી રહ્યા છે અને રશ્મિકા બાજુમાં બેસીને બસ કંઈક વિચારી રહી છે..... થોડા સમય પછી વિજય આવે છે...
“May I come in...!!”
“ અરે વિજય આવ.....મિસ્ટર પંડયાની ફાઈલ રેડી છે....??”
“ હા એજ લઈને આવ્યો છું..”
“ હા તો તેમને મોકલી આપવા તૈયાર કરવાની છે તો તું હેલ્પ કરને.....”
“હા ઓકે ”
વિજય સામેની ચેરમાં બેસી જાય છે અને હર્ષદભાઈની સાથે કામ કરવા લાગે છે અને ક્યારેક ક્યારેક રશ્મિકાની સામે જુએ છે અને રશ્મિકા પણ વિજયની સામે જુએ છે.....
અચાનક જ હર્ષદભાઈના ફોનની ઘંટડી સંભળાય છે......
“ હા સવિતા”
“ રશું શું કરે છે....?”
“ બસ, બેઠી છે મારી બાજુમાં કામ હોય તો આપુ ફોન એને”
“નાના બસ કંઈ કામ ના હોય ત્યાં, તો ઘરે મોકલોને એને”
“હા તો વિજય ઘરે મૂકી જશેને.....!!”
સવિતાબેન કંઈ જવાબ આપ્યા વગર જ ફોન કાપી નાખે છે અને તરત જ રશ્મિકા પૂછી ઊઠે છે.......-
“શું થયું પપ્પા..?”
“કંઈ નહીં તારા મમ્મી બોલાવે છે ઘરે ...તો વિજય મૂકી જાય તને....?”
“હા પપ્પા, હું બહાર ઊભી છું....”
વિજયની સામે જોઈને રશ્મિકા બહાર નીકળી જાય છે.....
“વિજય તું મુકીને આવ રશુને...... ત્યાં સુધી હું આ કામ કરું છું.....બાકીનું તુ આવે પછી કરીએ.....”
“હા ભલે હર્ષદભાઈ...”
વિજય રશ્મિકાને તેના ઘર સુધી મુકવા જાય છે અને આ વખતે એ શાયરી અને એની વાતો વચ્ચે મૌન છે અંતે વાતોડિયા વિજયથી રહેવાયું નહીં એટલે ઘરની બહાર જ બોલી ઊઠે છે....-
“રશુ....”
“hmmm”
“ રહી શકાશે...??”
“ખબર નથી....”
"મળી શકાશે...? Dear રશું, કૉફી માટે ક્યારેક એક મુલાકાત તો થશે ને..... plzzz yaar...!!"
" સમય અને સંજોગો.....!!!"
અને રશ્મિકા ઉદાસ ચહેરા સાથે અંદર જતી રહે છે ને વિજય પ્રેમભરી નજરથી તેને જોઈ રહે છે કે કદાચ એ શાયરી પાછું વળીને તેની આંખોની અદાથી એક પ્રેમ ભર્યું સ્મિત આપશે એમ..... પણ સમય અને સંજોગ..... થોડીવાર પછી વિજય પણ ત્યાંથી નીકળી જાય છે........
રશ્મિકા અંદર જઈને સીધી ટેરેસ પર જતી રહે છે અને સવિતાબેન એને જોઈ રહે છે....... રશ્મિકા બસ ટેરેસ પર જઈને લાગણીસભર આંખો સાથે ઊભી રહી જાય છે... થોડીવાર પછી એની બાજુમાં સવિતાબેન આવીને ઊભા રહે છે અને એના માથા પર વ્હાલથી હાથ ફેરવે છે....
“રશુ બેટા, હું જાણું છું તું એકલી છે બસ થોડો જ સમય છે મેં કુમાર સાથે વાત કરી છે તે કાલે સવારે આવીને તને લઈ જશે...”
રશ્મિકા કોઈપણ પ્રકારના reaction વગર માત્ર નાનકડો જવાબ આપે છે....-
“hmmm”
“તું તારું પેકિંગ કરી શકે એટલા માટે જ તેને વહેલા બોલાવી છે..”
“હા મમ્મી, હું રાત્રે કરી દઈશ થોડીવાર મને એકલી રહેવા દેને plz...”
“ઠીક છે બેટા, આમ પણ મારે થોડું કામ છે...”
અને સવિતાબેન ત્યાંથી નીકળી જાય છે
રશ્મિકા ફરી અઢળક સવાલો સાથે ઉદાસીન ચહેરા સાથે ખોવાઈ જાય છે
ત્યાં અચાનક જ રશ્મિકાના ફોનની ઘંટડી સંભળાય છે રશ્મિકા ફોનની સ્ક્રીન પર જુએ છે અને નાનકડી સ્માઈલ સાથે ફોન રિસિવ કરે છે....
“hello dear, રશું કેમ છે..?”
“hello dear, બોલોને !!!!”
“શું કરે છે....?”
“કંઇ નહિ બસ કંઈક વિચારું છું”
“શું વિચારે છે?? મારા વિશે જ હશે એને હે ને..!!”
“hmmm”
“મારે થોડા પ્રોમિસ જોઈએ છે તારી પાસે, આપીશ...”
“હા, પણ પછી તમારે પણ આપવા પડશે થોડા પ્રોમિસ.....”
“હા..... બસ તું પ્રોમિસ આપ કે તું હંમેશા હસતી રહીશ....”
રશ્મિકા કઈ બોલ્યા વગર જ મૌન રહે છે એટલે વિજય ફરીથી બોલે છે-
“રશું....?”
“hmmm”
“plzzz”
“hmmmm ..... sure....”
“ના, એમ નહીં યાર....”
“ઓકે હું હંમેશા ખુશ રહીશ બસ..... પ્રોમિસ”
રશ્મિકા આંખમાંથી આવતા આંસુઓને રોકે છે....-
“અને તું ક્યારેય દુઃખી નહીં થાય પ્રોમિસ....!!”
“હા....પણ તમે??”
“બસ,... તું ખુશ તો હુ પણ ખુશ.”
“પાક્કું??????”
“હા pakku...... બસ believe me....!!”
“હા , પણ તમારા અવાજમાં ઘણું બધું સમજાય છે મને...”
“શું.....?”
“બસ, એ તો મને જ ખબર...”
બંનેની આંખમાં આંસુ છે અને ચહેરા પર નાની અમથી પણ બનાવટી સ્માઈલ છે અને વિજય બોલી ઊઠે છે....-
“I am always with you
મને તકલીફ ન થાય એટલે જ
તે તારી તકલીફ મને કીધી નથી, આવું ના કર યાર,
આ તારું મૌન એટલું જબરદસ્ત છે,
કે કાનના પડદા ફાડી નાખે છે.....”
અને એ શાયરી પણ બોલી ઊઠે છે..-
“તને ખબર છે ને કે,
“તું” એટલે તારામાં ક્યાંક ને ક્યાંક રહેલો “હું”
પ્રેમ છે યાર, અને પ્રેમ એ
જવાબની નહી, આંખોની ભાષા છે.
દિલ કરે છે હવે તારી લાગણીની ફરિયાદો અને
એટલે જ ફરી યાદ આવે છે મને,”
બસ પછી એ શાયરી અને એની વાતો સાથે જ બોલી ઊઠે છે
“તું અને તારી વાતો ...!!"
***************
To be continue....
#hemali gohil "Ruh"
શું રશ્મિકા અને વિજય વચ્ચેના સંબંધો મીઠા જ રહેશે કે પછી કોઈ નવો વળાંક આવશે....? શું પ્રેમને રશ્મિકા અને વિજયના સંબંધોની જાણ થશે કે પછી આ સંબંધ આમ જ રહેશે..?જુઓ આવતા અંકે....