અતીતરાગ - 60 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 60

અતીતરાગ – ૬૦

વર્ષ ૧૯૫૫માં બલરાજ સાહનીની એક ફિલ્મ આવી હતી.
નામ હતું, ‘ગરમ કોટ.’
આ ફિલ્મ ‘ગરમ કોટ’ના મુખ્ય કિરદારમાં હતો. એક કોટ.

પૂરી ફિલ્મમાં બલરાજ સાહની, એ જૂનો પુરાણો કોટ પહેરીને ફર્યા કરે , અને નવો કોટ ખરીદવાના સપના જોયા કરે.

અસ્સ્લમાં કોનો હતો એ કોટ ? શું હતી હકીકત એ કોટની ?
જાણીશું આજની કડીમાં.

એ પૂરી ફિલ્મમાં બલરાજ સાહની જે જરી પુરાણો, ફાટેલો કોટ પહેરીને પડદા પર જોવા મળે છે, એ કોટ તેમના એક કરીબી મિત્રનો હતો.

શાયદ આપ પણ તેમના એ મિત્રના નામથી પરિચિત હો. કારણ કે તે ખાસ મિત્ર ભારતના પ્રખ્યાત નવલકથાકર હતાં, અનેક ફિલ્મોના નિર્માતા પણ રહી ચુક્યા છે. ફિલ્મોની કથા-પટકથા પણ લખી છે. ઘણી ફિલ્મોમાં યાદગાર અને ચોટદાર સંવાદો પણ લખ્યાં છે.

હિન્દી અને ઉર્દૂ સાહિત્ય તેમજ બોલીવૂડમાં પણ ખૂબ જાણીતું અને સન્માનીય નામ છે. એવાં શ્રી રાજેન્દ્રસિંગ બેદીનો એ કોટ હતો.

રાજેન્દ્રસિંગ બેદી ભરત-પાકિસ્તાનના વિભાજન પહેલાં લાહોરમાં હતાં.તેમણે ત્યાં જ અભ્યાસ કર્યો. તેમનો અભ્યાસ ઉર્દૂ માધ્યમમાં હતો એટલે તેમનું લેખન કાર્ય પણ ઉર્દૂ ભાષામાં જ હતું.

તે જમાનામાં લાહોરના ફેમસ ટેલર સિરાઝુદ્દીન પાસે રાજેન્દ્રસિંગ બેદીએ, તે ગ્રે કલરનો કોટ સિવડાવેલો. એ રાજેન્દ્ર્સિંગનો પસંદીદા કોટ બની ગયો.

વર્ષો બાદ જયારે ફિલ્મ ‘ગરમ કોટ’ ના નિર્માણનું આયોજન થયું, ત્યારે તે ફિલ્મમાં બલરાજ સાહની, એ જે કોટ પહેર્યો તે સિરાઝુદ્દીને સીવેલો રાજેન્દ્રસિંગનો ફેવરીટ કોટ હતો.

ભારતના ભાગલાં પડ્યા પછી હંમેશ માટે લાહોરને અલવિદા કહી, ઇન્ડિયા આવીને ,ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના નસીબ અજમાવતા હતાં ત્યારે રાજેન્દ્રસિંગ બેદી પાસે તેમના નજીકના અંગત અને પરિચિત મિત્રો એ તેમની પાસે એ કોટની માંગણી કરી હતી. અને દરિયાદિલ દિલાવર રાજેન્દ્રસિંગ આપતાં પણ ખરાં.

વર્ષો બાદ અસાધારણ વપરાશ પછી એ કોટની હાલત એવી થઇ ગઈ હતી કે, તે પહેરવા લાયક પણ નહતો રહ્યો. છતાં રાજેન્દ્રસિંગ, એ કોટને સ્વજન અને સંભારણાની જેમ સાંચવતા. અને એ કોટ પ્રત્યે તેમને એટલી પ્રીતિ બંધાઈ ગઈ હતી કે, એ કોટ પર તેમણે એક ટૂંકી વાર્તા પણ લખી કાઢી. નામ રાખ્યું.. ‘ગરમ કોટ.’

રાજેન્દ્રસિંગ બેદીની એ શોર્ટ સ્ટોરી પરથી એક ફૂલ લેન્થ સ્ક્રીપ્ટ ઘડી કાઢવામાં આવી. અને આ રીતે જન્મ થયો, ફિલ્મ ‘ગરમ કોટ’નો.

ફિલ્મની સ્ક્રીનપ્લે પણ રાજેન્દ્રસિંગ બેદીએ જ લખી હતી. ફિલ્મના નિર્માતા પણ ખુદ રાજેન્દ્રસિંગ બેદી જ હતાં. ફિલ્મના દિગ્દર્શક હતાં, અમરકુમાર, સંગીતકાર હતાં, પંડિત અમરનાથ અને ગીતકાર હતાં, મજરૂહ સુલતાનપુરી.

રાજેન્દ્રસિંગ બેદીએ એક ફિલ્મ નિર્માણ સંસ્થાની સ્થાપના કરી,
નામ હતું.‘સિને કો-ઓપરેટીવ.’

આ સંસ્થાના ત્રણ મુખ્ય ભાગીદાર હતાં. રાજેન્દ્રસિંગ બેદી, બલરાજ સાહની અને ગીતા બાલી.
અને એ ફિલ્મ કંપનીની પહેલી ફિલ્મ હતી, ‘ગરમ કોટ.’

કમનસીબે આ ફિલ્મને બોક્સ ઓફીસ પર સરિયામ નિષ્ફળતા મળી. ફિલ્મની નિષ્ફળતાના પરિણામે ‘સિને કો-ઓપરેટીવ’ ફિલ્મ નિર્માણ સંસ્થા પણ સંકેલાઈ ગઈ.

અને જે ફિલ્મી હસ્તીને સૌએ સૌથી વધુ અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવતા, રડતાં અને દુઃખી કિરદાર ભજવતા ફિલ્મી પડદે જોયા છે, તે નિરુપારોય ફિલ્મ ‘ગરમ કોટ’ માં બલરાજ સાહનીની હિરોઈન બન્યાં હતાં.

ફિલ્મ ‘ગરમ કોટ’ કોઈ કરિશ્મા ન બતાવી શકી, પણ બેસ્ટ સ્ટોરી રાઈટીંગ માટે રાજેન્દ્રસિંગને ફિલ્મફેર એવોર્ડ જરૂર અપાવ્યો. વર્ષ હતું,૧૯૫૫.

આગામી કડી...

હવે પછીની ‘અતીતરાગ' સીરીઝની નેક્સ્ટ કડીમાં આપણે વાત કરીશું.

ગત સપ્તાહ એક નિર્દોષ, મનમોહક અને સદાબહાર સ્મિત, જે હંમેશ મુરજાઇ ગયું, થીજી ગયું. મૂક થઇ ગયું, તસ્વીરમાં જડાઈ ગયું.

જી હાં, હું વાત કરી રહ્યો છું, બાળ કલાકાર, અભિનેત્રી, ટી.વી.એન્કર, મશહુર હોસ્ટ, તબસ્સુમની.
વર્ષ ૧૯૪૭થી લઈને છેક વર્ષ ૨૦૦૯ સુધીના તેમના સાત દાયકાની સફરના ચડાવ ઉતારની દિલચસ્પ વાતોને વાગોળીશું, આગામી કડીમાં.

વિજય રાવલ
૨૪/૧૧/૨૦૨૨