રોમાન્સ Kinjal Sonachhatra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રોમાન્સ

ચૌદમી ફેબ્રુઆરી હતી.
કોલેજ માં બધા એકદમ ખુશખુશાલ, ઘણા બોય્સ આજે જેને પ્રેમ કરતા હતા તેને પ્રપોઝ કરવા જવા ના હતા.
લેક્ચર શરુ કરવા માં માત્ર પાંચ મિનિટ જ બાકી ને
ત્યાં ના પ્રિન્સિપાલ એ બધા સ્ટુડન્ટ્સ ને હોલ માં બોલાવ્યા.
બધા વિચારવા લાગ્યા કે શું હશે? કાંઈ થયુ કે શું? કાંઈ નહિ ને આજે વળી?

બધા સ્ટુડન્ટ્સ ભેગા થયા ને પ્રિન્સિપાલ સ્ટેજ પર આવ્યા. ને હોલ માં ચેર પર સ્ટુડેંટસ.

પ્રિન્સિપાલ એ બોલવા નું શરુ કર્યું, "આજે શું છે બધા ને ખબર જ છે. ચૌદ મી ફેબ્રુઆરી. ઘણા તો આજે રાહ જોતા હશે ને આ દિવસ ની કે, કોઈ ગમતું હશે તો આજે પ્રપોઝ કરીશ. "

બધા આ સાંભળી ને એકબીજા ના સામે જોવા લાગ્યા કે આ શું કોલેજ માં આવી વાત?

પ્રિન્સિપાલ ફરી બોલ્યા, "અંદર અંદર વાત કરવા નું બંધ કરો અહીં હું શું કહું છું એ વિચારો."

બધા સ્ટુડન્ટ્સ ફરી એકબીજા સામે જોવા લાગ્યા અને અંદર અંદર વાત કરવા લાગ્યા.

પ્રિન્સિપાલ એ અનાઉંસમેન્ટ કર્યું, "હું એક પ્રશ્ન પૂછીશ અને તેના સામે જે વ્યક્તિ આન્સર આપી શકશે તેને હું કંઈક ગિફ્ટ આપીશ."

બધા સ્ટુડન્ટ્સ એ પ્રિન્સિપાલ ની વાત માં હા કરી. ખબર તો હતી નહિ આજે શું થવા નું છે!

સવાલ પૂછવા માં આવ્યો, "રોમાન્સ એટલે શું?"

સાંભળી ને બધા અચંબીત થઇ ગયા. છોકરીઓ તો જાણે શરમાવા લાગી. કે આ શું સર એ પૂછી લીધું એ પણ બધા ના સામે!

બોય્સ તો એટલી બધી શરમ ના આવે, છૂટ થી બોલી શકે એટલે એક - બે બોય્સ એ જવાબ આપવા ની ટ્રાઈ કરી.

પહેલો બોય :"હગ કરવું(ગળે મળવું)!"
સર : "ના! હશે પણ આ એક પ્રકાર કહી શકાય પણ તેના થી જિંદગી નહિ નીકળે."

બીજો બોય:"કિસ કરવી? "
સર: "ના! સંપૂર્ણ જવાબ તો ના કહી શકાય."

આ રીતે બધા ના ધીમે ધીમે જવાબ આવતા ગયા. જે માત્ર શરીર ને લાગતા હતા. કોઈ નો જવાબ એવો ના હતો કે, સર કહે કે વાહ બેટા.

પછી સર એ હિન્ટ આપી, "બેટા એવો રોમાન્સ કે તમને જિંદગીભર યાદ રહે અને તેના લીધે તમે ખુશ રહી શકો."

ત્યારે એક બોય એ બહુ જ સરસ જવાબ આપ્યો, "સર!"

"હા બોલો બેટા!"

"સર રોમાન્સ એ છે કે, પતિ પત્ની એક બીજા ને આદર આપે, સહકાર આપે, એકબીજા ની સંભાળ રાખે, એકબીના ની કરીઅર માં હેલ્પ કરે, તેને શું જોઈ છે અને જે કરશે એ બરાબર કરશે તેવી અપેક્ષા થી તેનો સાથ આપે. એકબીજા ના સારા ખરાબ સમય માં ખ્યાલ હોય કે કોઈ હશે કે નહિ હોય પણ મારો સાથી મારી સાથે હશે. હગ, કિસ આ બધું ગૌણ વસ્તુ છે. પણ મારી પત્ની ને જો આજે મારાં સાથ ની જરૂર છે કે મારાં સમય ની તો હું તેને મારાં શરીર થી જ પ્રેમ આપીશ તો એ જિંદગીભર નહિ ચાલે. પતિ પત્ની નો સાચો સાથ જ જિંદગી જીવવા માટે કાફી છે અને તે જ સાચો રોમાન્સ."

"સાચી વાત છે બેટા. એક બીજા ને જોઈ ને આકર્ષિત આ ઉંમર માં થવું એ નોર્મલ વસ્તુ છે પરંતુ એ જ સંબંધ ને જિંદગીભર નિભાવવો એટલો જ અઘરો. તમે કોઈ ને કલાકો સુધી નિહાળી શકો એ પણ રોમાન્સ જ છે. એકબીજા ની આંખો માં આંખો નાખી કલાકો સુધી નો સમય ક્યાં પસાર થઇ જાય એ પણ જો ના ખબર પડે ને તો એ સાચો રોમાન્સ. તમે જે પણ વ્યક્તિ ને ચાહો છો તમે તેને કહો પણ તેની સાથે છેતરપિંડી ના કરો કોઈ વાત થી એ પણ સાચો રોમાન્સ જ છે બેટા."

પ્રિન્સિપાલ એ વિચારેલી વાત બધા ના મન માં બેસી જાય છે અને તેમને ખુબ જ તાળીઓથી બિરદાવવા માં આવે છે.


રેટ કરો અને રિવ્યુ આપો

Mr Gray

Mr Gray 3 માસ પહેલા

khub sundar pari kalpmna romance ni

Sukesha Gamit

Sukesha Gamit 4 માસ પહેલા

MR Koitiya

MR Koitiya 4 માસ પહેલા

Neelam Luhana

Neelam Luhana 4 માસ પહેલા

Chintan Gajera

Chintan Gajera 4 માસ પહેલા

શેયર કરો