મશગુલ Kinjal Sonachhatra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મશગુલ

પ્રેમ અને પ્રિયા ના લવ મેરેજ.

બંને એક બીજા ને ખુબ જ ચાહે. એકબીજા માં સમર્પતિ. પરંતુ બંને ની કામ કરવા ની અને સંબંધ ને આગળ વધારવા ની દ્રષ્યતા એકદમ અલગ.

પ્રિયા કામ સાથે કોઈ પણ સંબંધ જાળવવા માં એકદમ માહિર.
જયારે પ્રેમ જે કામ કરશે તેમાં દિલ લગાવી ને, કહેવાય છે ને કે પ્રોફેશનલ અને પર્શનલ કામ એકદમ અલગ જ રાખે.

બંને ના લગ્ન થયાં ને બે વર્ષ થયાં. બંને પહેલે થી જ એક જ ઓફિસ માં સાથે કામ કરતા.

પ્રિયા કામ ના સમયે પણ ક્યારેક ગપ્પા મારવા નું પસંદ કરે, થોડો સમય હોય તો ફોન માં પણ વાત કરી લે.
પણ પ્રેમ ક્યારેય પણ કામ ના સમયે ફોન હાથ માં ન લે. પછી કોઈ પણ હોય ક્યારેય નહિ એટલે નહિ જ.

પ્રેમ ના માતા નો ફોન એક વાર તો રોજ આવે જ કે જમ્યો કે નહિ, તે ઘણી વાર તેની માતા ને કહેતો કે તમારે ઓફિસ ફોન નહિ કરવો પણ માતા નું દિલ છે ને માને નહિ. પ્રેમ ને ઘણી વખત જમ્યા વગર જ કામ ના લીધે એમ જ ટિફિન ઘરે પાછું જતું.

એકવખત પ્રેમ ના ઘરે થી તેની માતા નો ફોન આવ્યો. પ્રેમ નું ધ્યાન હોવા છતાં પ્રેમ એ ફોન એમ જ કર્યો હશે તે વિચારી ને રિસીવ ના કર્યો. ત્રણ થી ચાર વખત ફોન આવ્યા હોવા છતાં ફોન ને સાઇલેન્ટ પર રાખી દીધો. અને પોતાના કામ માં જ મશગુલ થઇ ગયો.

પછી તેની માતા એ પ્રિયા ને પણ ફોન કરવા ની ટ્રાઈ કરી પરંતુ તે દિવસે પ્રિયા મિટિંગ માં હોવા થી તેણે બોસ ની પરમિશન થી પાંચ મિનિટ માં જ ઘરે ફોન કર્યો.

પ્રિયા :"સોરી મમ્મી હું મિટિંગ માં હતી તો પાંચ મિનિટ થઇ ગઈ તમારો ફોન રિસીવ કરવા માં. બોલો કઈ કામ હતું? "

"હા! બેટા, તારા સસરા ને હાર્ટ અટેક આવી ગયો છે. અડધી કલાક થી એ સીડી ઉપર પડ્યા છે અને હું પ્રેમ ને ફોન કરું છું તો એ ઉપાડતો નથી."

"મમ્મી હું હમણાં જ આવું છું."
આ જ વાક્ય પૂરું કરી ને સીધું જ કોઈ ને કહ્યા વિના જ પ્રિયા ઘરે જઈ ને સીધું જ સસરા ને હોસ્પિટલ પહોંચાડ્યા.

અને સાંજ ના હોસ્પિટલ માં છ વાગી ગયા ને પ્રિયા ને તેના સાસુ હોસ્પિટલ માં જ બીઝી થઇ ગયા.

પ્રેમ એ મોમ ને ઘરે કોલ કર્યો. પ્રિયા અને પ્રેમ ની ચેમ્બર જુદી હોવા થી પ્રિયા ઘરે જતી રહી છે તે ખબર જ ના પડી અને જ્યાં સુધી પ્રેમ કામ માં હોય તે ચેમ્બર માં કોઈ ને અંદર જવા ની પણ મનાઈ હોવા થી કોઈ પ્રેમ ને જાણ પણ કરી ના શક્યું.

બહાર આવી ને જોયું તો પ્રિયા પણ ત્યાં ના હોવા થી અને કોઈ ને પણ કહ્યા વિના જ જતી રહી હોવા થી પૂછવાથી કઈ જાણવા ના મળ્યું.

પ્રેમ એ પ્રિયા ને કોલ કર્યો.

"ક્યાં છો પ્રિયા?"

"હોસ્પિટલ છું."

"કેમ?"

"પ્રેમ તારા પપ્પા ને અટેક આવ્યો છે. મમ્મી એ કેટલા કોલ તને કર્યા. અત્યારે જોવ છું તો ઓફિસ થી પણ ઘણા કોલ મારે આવ્યા છે પણ અત્યારે જરૂર ઘરે બધા ની મારે હતી અને હોસ્પિટલ બધી દવા લઇ આપી દેવાની. તું આવી જા અહીં."

"હા! પ્રિયા."

પ્રેમ હોસ્પિટલ પહોંચે છે. અને તેના પિતા ની હાલત જોઈ ને રડવા લાગે છે.

"મમ્મી સોરી."

"કઈ વાંધો નહિ દીકરા. આજે તો પ્રિયા હતી તો તેણે બધું સંભાળી લીધું. પણ કામ માં એટલું પણ મશગુલ નહિ થવા નું કે આસપાસ નું કઈ ભાન જ ના રહે."


રેટ કરો અને રિવ્યુ આપો

Swati Bhuskute

Swati Bhuskute 4 માસ પહેલા

Kinjal Sonachhatra

Kinjal Sonachhatra માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

Karuna Talati

Karuna Talati 4 માસ પહેલા

શેયર કરો