vela Milan ni books and stories free download online pdf in Gujarati

વેળા મિલનની

પ્રિત સ્કૂલની એક વોલીબોલ સ્પર્ધામાં સિલેક્ટ થયો. તેને હવે શહેરની નામાંકિત સ્કૂલમાં રમવા જવાનું હતું. પ્રિત નાનપણથી હોંશિયાર અને બુદ્ધિમાન એક વખત વાંચે ત્યાં યાદ રહી એવો હોશિયાર. દેખાવે પણ સુંદર સુશીલ અને ગુણવાન સ્કૂલમાં પણ ટીમ અવ્વલ આવી. હવે જીલ્લા લેવલે રમવા જવાનું હતું. સુરત થી ભાવનગરના લગભગ બધી જગ્યાએ રમતમાં અવ્વલ આવ્યો હવે તેને જુદા જુદા રાજ્યોમાં પણ બોલાવતા પરંતુ તેનાં પપ્પા બીઝનેસમેન હોવાથી બધી જગ્યાએ તો સાથે ન જઈ શકે, અને ઉંમર પણ એટલી નહતી કે એ એકલો જાય. હજુ તો એચ.એસ.સી. ની એક્ઝામ આપી હતી. પરંતુ ખેલકૂદમાં હોશિયાર હોવથી જુદા જુદા રાજ્યોમાં જવું પડે, ત્યારે કોણ સાથે જાય એ પ્રશ્ન હતો. જિલ્લામાં તો પ્રિતની મમ્મી સાથે જતી. પણ આ વખતે બીજા રાજ્યોમાં જવાનું હતું.
પ્રિતની મમ્મી સાદી સિમ્પલ, ઓછું ભણેલી, ગણેલી બહુ તો વાંધો ન આવે એટલે જ તો તે તૈયાર રહેતી ગમે તે સ્થળે જવાનું હોય ગભરાયા વગર હાં પાડતી.
એકદિવસ પ્રિતને પુણેથી કોલ આવ્યો કે પૂરી ટીમે તાત્કાલિક ગોઠવણી થઈ હોવાથી તમારે છ કલાકમાં પહોંચવાનું છે. નથી તો પ્લેનની ટિકિટ બુક કરાવેલી કે નથી તો કોઈ પૂર્વ તૈયારી, કોણ સાથે આવશે, તો શું કરવું શું ન કરવું કંઈ સમજાતું નહોતું. પ્રિતે ડાયરેક્ટ મમ્મીને કોલ કરાવી જણાવ્યું. 'શિતલબેન બેઠાં છે તું ચિંતા ન કર' પ્રિતની મમ્મી બોલી.
' હું તારી સાથે આવું છું. બેગ અને પ્લેનની ટિકિટ બધું બુક થઈ ગયું છે તું પ્રેક્ટિસ કર અને શાંતિ રાખ બાકી બધું હું સંભાળી લઈશ, ઓકે.' શિતલ બોલી
પ્લેનમાં સામન ગોઠવાઈ ગયો હતો. બધાં ખેલાડીઓની ટીમને સાથે બેસવાનું હતું અને સાથે આવનારને અલગ સેકન્ડ ક્લાસ મા બેઠક આપી હતી. શિતલ જે પ્લેનની સીટમાં બેઠી હતી તેની બાજુની સીટ ખાલી હતી. તે વિચારતી હતી કે કોઈ લેડીઝ આવે તો સારું એટલાંમાં એક બ્લ્યુ જીન્સ પેન્ટ અને લાઈટ પિંક કલરનુ સિકન બુટ્ટી વાળું ટ્યુનિક પહેરેલ થોડી જાડી ચશ્મીશ સામે થી આવતી દેખાઈ. આવ્યા પહેલા જ અનુમાન લગાવી લીધું કે સીટમાં સરખી સમાઇ તો સારું. જેમ જેમ નજીક આવી તેમ તેમ શિતલની આંખો વધારે પહોળી થતી ગઈ.
હેલ્લો, હાથ લંબાવીને પેલી લેડી બોલી આઇ એમ રક્ષા. તમે કોણ અને શિતલની આંખો તો ફાટી રહી ગઈ. રક્ષાને જોઈ અને શિતલની આંખોની ચમક વધી ગઈ ગળા માંથી અવાજ ન નિકળ્યો. શું બોલવું કે ભેટી પડવું કે ઓળખાણ આપવી કે હસવું રડવું ખુશી થી નાચવું કે કૂદકા મારી મારી મોટેથી દુનિયાને કહેવું કે આજ મને મારી મિત્ર આ રીતે મળી?
બીજી તરફ રક્ષાને તો શિતલ યાદ પણ ન હતી. કેમકે સિમ્પલ, સુડીદાર સજ્જ એકવીસમી સદીમાં પણ એજ લુક નો ચેંજ એવીને એવી શિતલ. જ્યારે રક્ષા તો સમય સાથે ચાલવા વાળું પાત્ર કંઈ ન ઘટે. ચાલીસ પિસ્તાલીસની ઉંમરે પણ એકવીસ વર્ષની છોકરી જેવા કપડાં, પર્સ, સેન્ડલ. એ પોતે જમાના સાથે ચાલે એટલે એમને એમ જ કે બધા આવી રીતે જ રહેતા હશે.
આશ્ચર્ય ભરી નજરે હજુ શિતલ તેમની સામે જ જોઈ રહી હતી માંડ માંડ મોં માંથી શબ્દ નિકળ્યો, ઓળખાણ પડે છે મિસ.રક્ષા, રક્ષા પણ ઘડીભર તો જોઈ રહી ભૂતકાળ વાગોળતી, એ અવાજ અને સ્પીચ પરથી ઓળખી ગઈ.
તને યાદ છે આપડે અવાજ પરથી જ ફ્રેન્ડ બન્યા હતા. સંગીતાને તે કોલ કર્યો અને એમને લાગ્યું કે હું છું અને પછી આપડે કોન્ફરન્સમાં વાત કરી અને આપણા અવાજ અને સ્પીચ જ આપણી દોસ્તીની ઓળખ અને કારણ બન્યા.

સીટ પરથી શિતલને ઊભી કરી બાથમાં વળગાડીને બંનેને હર્ષોલ્લાસથી હરખનાં આંસુ આવી ગયાં.
શિતલે, રક્ષાને પુછ્યું તને યાદ છે!? તે મારા માટે મને પહેલીવાર જોઈ ત્યારે એક કવિતા લખી હતી.

આથમતા સુરજમાં રૂપેરી એક વાદળી દેખાણી
જડી હમણાં છતાં ન લાગે અજાણી
આવકારવા એને જ સજી ધજી આવી સંધ્યા રાણી
આભમાંના ચાંદતારાને થઈ પડી છે આજ ઉજાણી
સ્પર્શીને સરકી જતા સમીરમા સંભળાય તેની વાણી
ઉગતા સૂરજની કિરણમાં એક તારી લાલી ઉભરાણી

મેં તો તને શોધવા માટે એક એક લેખન સોશિયલ સાઈટમાં એ કવિતા મૂકી. જેથી તું વાંચીને મારો સંપર્ક કરે અને આપડે મળીએ.
પણ આવી ક્યાં ખબર હતી કે ભગવાન ગમેતેમ કરીને પણ આપણને ખુશ કરવા ગમે તે સ્વરૂપે,ગમે ત્યારે આવી, આપી શકે છે. પરંતુ ઘણીવાર આપણી અપેક્ષાઓ જ વધું પડતી હોય છે. આપડે જ ઉતાવળ કરીએ છીએ. ભગવાન તો સમયસર આપે જ છે, આપતા રહેશે. આપડે જ આપડા મનને નથી મનાવી શકતા, રાહ નથી જોઈ શકતા.

પ્રિતે જોયું તો સેલ્વી તેની દાદીની આ રીયલ સ્ટોરી સાંભળતા સાંભળતા સૂઈ ગઈ હતી.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED