કાળી ચૌદસ મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળી ચૌદસ

🧟‍♀️ *કાળી ચૌદસ કાળીમાંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે આ તહેવાર સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે.* 🧟‍♀️

🌸 *કથા 1: ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો*

નરક ચૌદસનો તહેવાર મનાવવા પાછળ ઘણી કથાઓ છે અને આમાંની એક કથા ભગવાન કૃષ્ણ અને નરકાસુરની છે.

આપણા પુરાણો અનુસાર, નરકાસુર પૃથ્વી માતાનો પુત્ર હતો અને તેણે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો. ભગવાન ઈન્દ્રએ આ રાક્ષસથી લોકોને બચાવવા માટે ભગવાન વિષ્ણુને વિનંતી કરી હતી અને ભગવાન વિષ્ણુએ ઈન્દ્રદેવને વચન આપ્યું હતું કે તે કૃષ્ણનો અવતાર લઈને તેને મારી નાખશે.

તે જ સમયે, જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો, ત્યારે તેમણે પોતાનું વચન પૂર્ણ કરવા નરકાસુરનો વઘ કર્યો અને હજારો સ્ત્રીઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી. તેમજ સમાજમાં આ મહિલાઓને સન્માન આપવા માટે ભગવાન કૃષ્ણએ નરક ચૌદસના દિવસે તેમની સાથે લગ્ન કર્યાં, ત્યારબાદ આ દિવસે લોકોએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા હતા.

🌸 *કથા 2: કૃષ્ણની પત્નીના હાથે નરકાસુરનો વધ થયો*

આ ઉપરાંત એક અન્ય કથા અનુસાર નરકાસુરને બ્રહ્માજી તરફથી વરદાન મળ્યું હતું કે, તે માત્ર એક સ્ત્રી દ્વારા જ મારી શકાય છે. જેના કારણે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની પત્ની સત્યભામાના હાથે તેનો વધ કરાવ્યો હતો.

🌸 *કથા 3: નરકાસુરનો વધ મા કાલીએ કર્યો હતો*

અન્ય એક દંતકથા અનુસાર, આ રાક્ષસ મા કાલીના હાથે માર્યો ગયો હતો અને તેથી આ દિવસને પશ્ચિમ બંગાળના લોકો કાલી ચૌદસ તરીકે ઉજવે છે.

🌸 *કથા 4: સ્વર્ગ સ્થાન મળે છે*

વઘુ એક માન્યતા અનુસાર, રતિદેવ નામનો એક રાજા હતો, જે ઘણા પુણ્યશાળી કામ કરતો હતો. એક દિવસ યમરાજ આ રાજાને નરકમાં લઈ જવા માટે તેની પાસે આવ્યા. બીજી બાજુ, જ્યારે રંતિદેવને ખબર પડી કે યમરાજ તેને નર્કમાં લઈ જવામાં આવ્યા છે, ત્યારે તેઓ ચોંકી ગયા અને રાજાએ યમરાજને કહ્યું કે તેમણે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી, તો પછી તેને શા માટે નરકમાં મોકલવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ, રતિદેવ રાજાના આ સવાલના જવાબમાં યમરાજે તેને કહ્યું કે એક વખત તેણે ભૂખ્યા પુજારીને તેના ઘરેથી ખાલી પેટ મોકલ્યો હતો, જેના કારણે તે નરકમાં જશે. જો કે, રંતીદેવે યમરાજને વધુ એક જીવન માંગવાની વિનંતી કરી અને યમરાજે તેમની વિનંતી સ્વીકારી અને પોતાનું જીવન દાનમાં આપ્યું. જીવનની ભેટ મળ્યા પછી, મહારાજ સાઘુ સંતને મળ્યા અને તેમને નરકમાં ન જવા સંબંધિત ઉપાય પૂછ્યો. તે જ સમયે, સાધુ સંતે મહારાજને નરક ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પુજારીને ભોજન કરાવવાની સલાહ આપી હતી, જેથી તે નરક જવાથી બચી શકે.

🌸 *કાળી ચૌદસનું મહત્વ*

કાલી ચૌદસનો પૌરાણીક ઇતિહકાળી ચૌદસ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે. કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે આ દિવસે કેટલાક સંસ્કાર (નિયમો) પણ નિભાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાલી ચૌદસ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે. કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે.

કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે એક દીવો પ્રગટાવે છે. જે યમ-દિ૫ક ​​તરીકે પણ ઓળખાય છે, મૃત્યુનો ભય વિશ્વનો સૌથી મોટો ભય માનવામાં આવે છે. કોઈને ખબર નથી હોતી કે શા માટે અકાળ મૃત્યુ માણસના નસીબમાં લખાયેલું હોય છે પરંતુ તેના ડરને જરૂર દૂર કરી શકાય છે.

કાલી ચૌદસને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે, આ દિવસે ઘરની નરક એટલે કે ગંદકી દૂર કરવામાં આવે છે, આ દિવસે ઘરમાંથી કકળાટ દૂર કરવાનો પણ રિવાજ છે. ઘરના કકળાટ કે કંકાશમાંથી છુટકારો મેળવવા માટે ગૃહિણી થાળી તથા વેલણ વગાડતા વગાડતા ઘરની નજીકના ચકલા સુઘી જાય છે અને ત્યાં દીવો પ્રગટાવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં કોઈ ઝઘડો નથી અને કકળાટ દુર થાય છે.

🌸 *કાળી ચૌદશની પૂજા*

કાળી ચૌદશના દિવસે મહાકાળીની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે તથા નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. આ કાળી ચૌદશના દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાળી ચૌદસની પૂજાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તેનો કાળો છાયો પણ દૂર થાય છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કજીયા કે કંકાસ ચાલતા હોય તો તે પણ દૂર થાય છે.
કાળી ચૌદસની પૂજા રાત્રે 11 વાગ્યે ૫છી શરૂ થાય છે અને 1 વાગ્યા ૫હેલાં સુધીના પુર્ણ થઇ જાય છે. આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવામાં આવે છે.આ પૂજા દરમિયાન સરસોના તેલના લેપનો ઉપયોગનું મહત્વ છે. તેમજ આ પૂજામાં વડના પાનનો ૫ણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.

આમ તો દિવાળીનું પશ્ચિમ સ્વરૂપ કાલી ચૌદસ છે જેનો અર્થ કાલી એટલે કે કાળી માતા અને ચૌદસ એટલે ચંદ્રનો 14 મો તબક્કો એવો થાય છે.

🙏🌹🙏🌹🙏