વ્યથિત મન Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વ્યથિત મન

ઓહ ડાયરી આજ કેટલાં દિવસ બાદ મને સમય મળ્યો તને હાથમાં લેવાનો. ખરેખર કહુંને તો તારી સાથે વાત કરીને અજીબ શાંતિ મળે છે. તને તો ખબર જ છે એક સ્ત્રીનું જીવન કેટલું વ્યસ્ત હોય છે, છતાં પુરુષ કામ પરથી આવીને એમજ પુછે શું કર્યું આખો દિવસ, તમે એક જ થોડા કામ કરો છો, આખી દુનિયા કામ કરે છે. પણ‌ ખેર જવાદે આ તો દરેક સ્ત્રીની વ્યથા છે અને રહેવાની.
હું જ્યારે ટ્યુશન ક્લાસ સલાવતી તે સમયની વાત છે. ત્યારે ઘણા વાલીઓ મારી પાસે આવી, અંગત સલાહ માંગતા કે શું કરવું જોઈએ, શું અમારે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માટે મૂકવાં જોઈએ કે નહીં?
હું તો માત્ર સલાહ આપી શકું લેવી ન લેવી એ તો માણસને પોતાના પર નિર્ભર છે કે શું કરવું.
બાળકને જ્યારે સ્કૂલમાં મૂકવાનો હોય ત્યારે બાળક હજુ પુરું સમજી પણ ન શકતું હોય કે એમને કઈ ભાષામાં બોલવાનું હોય. એ તો સાવ નિર્દોષ હોય છે. હજુ માંડ કાલીઘેલી ભાષામાં બોલવાનું શીખ્યા હોય ત્યાં સ્કૂલમાં જવાનો બોજ. વળી જો અંગ્રેજી માધ્યમમાં મુકવામાં આવે તો, તો તો ઘરે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો દાદા-દાદી એમની ગામઠી ભાષામાં વાત કરતા હોય તે શીખે ?, અને બાળકોના મમ્મી પપ્પા ઓફિશયલ ગુજરાતી બોલતા હોય તે શીખે ? કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવતી શિક્ષક હિન્દીમાં વાત કરતા હોય તે શીખે ? કે પછી અંગ્રેજી ભાષા શીખે એક નાનું અમથું બાળક કેટલી ભાષા શીખે???
બાળકનાં મગજમાં એની કેવી અસર થતી હશે? તમે જોયું હશે બાળક સ્કૂલે જાય ત્યારે પેન્સિલ રબ્બર, સંચો તો ક્યારેક કલર આ બધું સ્કૂલે મૂકીને આવે. એ શા માટે મૂકીને આવે એ ક્યારેય જાણવાની કોશિશ કરી છે? આપડે બાળકને પૂછતાં જ નથી. સીધાં એમની પર વરસી પડ્યે છીએ, કેમ પેન્સિલ ખોવાઈ ગઈ તું ન ખોવાઈ ગયો, આવાં વિચિત્ર પ્રશ્નો પૂછીએ છીએ.
એટલે હું તો એજ સલાહ આપતી કે આપડી માતૃભાષા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવવો જોઈએ.
શું અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવો તો જ તમારા બાળકને સફળતા મળે? શું માતૃભાષામાં અભ્યાસ કરેલા બાળકો પછાત રહી જાય છે?? આ માન્યતાઓને આપણે ખૂદને વખોડી કાઢવી જોઈએ એવું નથી લાગતું??

મારો અંગ્રેજી ભાષા સાથે કોઈ વિરોધ નથી. પરંતુ બાળકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવું મારા મતે યોગ્ય છે.
એક બાળકને બોજારૂપ લાગતું ભણતર. જો આજ પોતાની માતૃભાષામાં હોય તો બાળકને નિખાલસતાથી ભણી ગણીને આગળ વધવાની નવી નવી તકો અને તકલીફો સાથે ઝઝૂમી દૂર કરી શકે.
ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલા ઘણા મોટા મહાનુભાવો આપણા દેશમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો તેમજ ડૉક્ટરો પણ બન્યા છે.
મને તો એ માસુમ બાળકો પર ઘણી વખત દયા આવી જતી. અને નોટ, ચોપડી બંધ કરાવી બાળકોની મનપસંદ રમતો રમાડતી. ચોકલેટ અને મીઠાઈ વહેંચી હું પણ બાળક સાથે બાળક બની ખૂબ મજા માણતી.
જે આજકાલનાં મોબાઈલ યુગમાં કદાચ બાળકોને યાદ પણ નથી કે ઘણા બાળકોએ તો એ રમતોનાં નામ પણ નહીં સાંભળ્યાં હોય. સંતાકૂકડી, સાંકળી, પકડમ પકડાઈ, કોથળા કૂદ, સિક્કા શોધ, ફ્રુટ કુદ, કબડ્ડી, લંગડી, દોરડા કૂદ આવી બધી રમતો આ મોબાઇલ યુગમાં લુપ્ત થતી જાય છે. પણ જેમ સ્કૂલમાં વિષયનાં પિરિયડ આવે તેમ આવી રમતોનાં પિરિયડ પણ રાખવા જોઈએ.
ઓહહ....
મારે પપ્પાને દવા આપવાનો સમય થઈ ગયો. ચાલ આપડી વાતો તો ખૂટશે જ નહીં પણ તારી સાથે વાતો વાતોમાં સમય ક્યારે નિકળી જાયને ખબર નથી રહેતી.
ક્રિષ્વી ✍🏽


રેટ કરો અને રિવ્યુ આપો

ANKITA KANANI

ANKITA KANANI 10 માસ પહેલા

Chetana Toriya

Chetana Toriya 10 માસ પહેલા

Vijay Raval

Vijay Raval માતૃભારતી ચકાસાયેલ 10 માસ પહેલા

Karuna Talati

Karuna Talati 11 માસ પહેલા

SALIM ANSARI

SALIM ANSARI 11 માસ પહેલા