નમસ્કાર વાચકમિત્રો!
રૂપા અને રઘૂડાની કહાની વાંચવાની મજા માણી રહ્યા છો ને? મને પણ તમારા જેવા મિત્રો ને લીધે જ લખવાની વધારે વધારે મજા આવી રહી છે.તો મને સહકાર આપશોજી. તમારા યોગ્ય પ્રતિભાવ જરૂર આપજો.
આગળના બન્ને ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી છે.એને ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે.
બીજા ભાગમાં રઘુ એની રૂપા ને પ્રેમનો ઈઝહાર કરી શકતો નથી અને રૂહ સુરત પાછી ફરે છે.અને રૂહના પિતા
તેના લગ્ન માટે છોકરો શોધવાનું વિચારે છે.હવે આગળ જોઈએ.
રીટાબેન રૂહને મનાવવા માટે રૂમમાં જાય છે. અરે! મારી રૂહ દિકરી રિસાઈ ગઇ. કંઈ પપ્પા તને હજી પરણાવી નહિ દયે.ચિંતા કરમાં એ તો મામા સાથે ખાલી વ્યવહારીક વાતો કરતા હતા.આમ આપણે જોઇશું તો જ સારો છોકરો મળશે બેટા. ટાઈમ લાગે છોકરો શોધવામાં.રૂહ નો ગુસ્સો ઊતર્યો ના હતો.
રૂહ ગુસ્સામાં બોલી,એ બધું ઠીક છે.પણ. પપ્પાને મને ગામડામાં પરણાવી છે. મમ્મી તને ખબર છે મારે તો ઇન્ડિયામાં સેટ થવાનો પણ વિચાર નથી. મારે તો ઇન્ડિયા બહાર જ સેટ થવું છે.ત્યાં જ પરણવું છે.
રીટાબેન વાત સાંભળતા રૂહ ને કહે છે.ચલ બેટા પહેલા નાસ્તો કરી લે. પછી પપ્પા સાથે નિરાતે વાત કરીશું.હજી ક્યાં નક્કી કરી નાખ્યું તારુ. ચલ બેટા.
રીટાબેનને રૂહ ડાયનીંગટેબલ પર નાસ્તો કરે છે.બધા સાથે આરામથી નાસ્તો કરી લે છે.અને ભરતભાઈ એની ઓફિસ જવા નીકળે છે.
રૂહ પણ પોતાની ઇન્ટર્નશિપ નો પહેલો દિવસ હોવાથી મામા મામી ને આવજો કહી ને જ પોતાની ઇન્ટર્નશિપની ઓફિસ જતી રહે છે.
રૂહની ઇન્ટર્નશિપ સ્ટાર્ટ થઈ જાય છે. એને પ્રોજેક્ટ લિડ
બનાવી દેવામાં આવે છે. કેમકે રૂહ એના IT engineering માં સૌથી હોશિયાર અને લોજીકમાં પણ સૌથી આગળ હોય છે.
આ બાજુ મામા-મામી સાંજે ઘરે તિથલ જવા નીકળી જાય છે.અને રૂહ એના કામમાં વ્યસ્ત થઈ જાય છે.દિવસો પસાર થતા જાય છે.રૂહ અને રઘુ હજી પણ ક્યારેક msg કે call માં વાત કરતા રહે છે.
ઇન્ટરશિપને 2month પૂરા થાય છે. રૂહને પહેલીવાર ઓફિસ પહોંચવામાં આજે મોડું થઈ જાય છે.રોજ રૂહ પોતે જ car drive કરી આવતી હોય છે. આજે કારમાં પ્રોબ્લેમ હોવાથી સર્વિસ માં આપી હોય છે.
રૂહને ઓફિસમાં આવતા જ પટાવાળા દ્વારા જાણવા મળે છે કે જતીન sir આવી ગયા છે.પૂરા સ્ટાફને મીટીંગ માટે sir ની ઓફિસમાં બોલાવ્યા છે. રૂહ ટેન્શનમાં આવી જાય છે.
આજે પહેલી જ વાર કંપનીના ઓનર આવ્યા.અને આજે જ મારે મોડું થઈ ગયું. અરે ફોન માં તો વાત થતી હોય પ્રોજેક્ટ બાબતે sir સાથે પણ મળીશ પહેલી વાર. અને sir ઇન્ડિયા માં જ નથી રહેતા.એ તો છેલ્લા થોડા વર્ષોથી એડિલેડમાં રહે છે. અને આ તો પોતાની it કંપનીની બ્રાન્ચ છે અહી ઇન્ડિયામાં સુરત,અમદાવાદ,મુંબઈ,પુના જેવા મેગા સિટીમાં એટલે આવતા જતા રહે છે.મનમાં ને મનમાં પોતાની સાથે જ વાતો કરતી ચાલી જાય છે.
શું જવાબ આપીશ જતીનસરને? કંઈ ગાડી બગડી હતી એવું થોડું કહી શકાય. એવું વિચારતા વિચારતા જ રૂહ પોતાના બોસનાં ઓફિસનો દરવાજો ખોલે છે.
દરવાજો ખોલવાની સાથે જ રૂહની નજર જતીન sir પર પડે છે. આવી પર્સનાલિટી જોઈ એકદમ અચંબિત થઈ જાય છે. એકદમ હિરો જેવી જતીન sir ની personality હોય છે . રૂહ ની પ્રવેશતાની સાથે જ જતીન sir બધાં વચ્ચે રૂહને તાલીઓથી વધાવે છે.રૂહ કંઈ સમજે એ પહેલાં જ જતીન sir રૂહ ના પ્રોજેક્ટ લિડ તરીકેના એના કામ અને નિષ્ઠા ને બિરદાવે છે. બધા વચ્ચે એના વખાણ કરે છે. જે સાંભળી રૂહ ખુશ ખુશ થઈ જાય છે.
રુહનું હસતો ચહેરો જોઈ જતીન sir પણ રૂહને જોતાં રહી જાય છે.અને રૂહ તો જતીન sir ની પર્સનાલિટીની દીવાની બની જ ગઇ હોય છે.
જતીન sir પ્રોજેક્ટની successની ખુશીમાં આખા સ્ટાફ માટે રાત્રે પાર્ટીની ઘોષણા કરે છે.રૂહ સામે જોઈ અને કહે છે રૂહમેડમ તમે વહેલા પહોંચી જજો.પાર્ટીમાં મોડું ના કરતા. બધા હસવા લાગે છે.
રાત્રે નક્કી કરેલા સ્થળ પર બધા પાર્ટી માટે પહોંચી જાય છે.રૂહ પણ પહોંચી જાય છે.થોડા સમય બાદ જતીન sir આવે છે.પાર્ટીની લગભગ છોકરીની નજર જતીનsir પર જ સ્થિર થઈ જાય છે.જતીન એકદમ handsome and good looking છોકરો છે. રુહની નજર પણ જતીન પર જ હોય છે.
બધા સાથે ફોર્મલ વાતો કરતા કરતા જતીન sir રૂહ પાસે આવે છે.બન્નેની આંખો મળે છે.અને જતીન sir રૂહ ને ડાંસ માટે પૂછે છે.will you dance with me? બન્ને મ્યુઝીક પર ડાન્સ કરે છે.
પાર્ટી માં જ જતીન અને રૂહ એકબીજાની નજીક આવી જાય છે.
ક્રમશઃ
યોગી