One unique biodata - 2 - 15 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૫

નિત્યાએ દેવને ઉભો કર્યો અને સોફા પર બેસાડ્યો અને કહ્યું,"દેવ,હું નિત્યા તમારી ફ્રેન્ડ.તમે એક પત્નીને નહીં પણ એક ફ્રેન્ડને તો તમારા મનની વાત કરી શકો છો ને?"

"ના,હું નથી કહી શકતો.તને નહીં પણ કોઈને પણ નથી કહી શકતો"

"કેમ?"

"બસ એમ જ"

"મને ખબર છે તમને શું પ્રોબ્લેમ છે"

"તને બધું જ ખબર પડી જાય નિત્યા,યૂ આર અ જીનિયસ"નિત્યાને ચિયરઅપ કરતો હોય એમ નિત્યાનો હાથ પકડી ઊંચો કરતા દેવ બોલ્યો.

"દેવ,એક વાત પૂછું?"

"હા પૂછ.જે પૂછવું હોય એ પૂછ.આજ ડીપી તને બધા જ જવાબ આપશે કારણ કે આજ ડીપીનો બર્થડે છે"

નિત્યા થોડી વાર ચૂપ રહી એટલે દેવે ફરી કહ્યું,"શું પૂછવું છે પૂછ ને"

"કંઈ નહીં"

"પૂછ ને"

"તમને મારા પર ભરોસો નથી ને"

"કોણે કહ્યું?"

"પ્રશ્ન સામે પ્રશ્ન ન પૂછો.જવાબ આપો"

"તો સાંભળ...."

"હા બોલો"

દેવ નિત્યાનો હાથ પકડ્યો અને બોલ્યો,"તારા પર ભરોસો નહીં કરું તો બીજા કોના પર કરીશ.તું જ તો છે મારી લાઈફમાં એક એવી વ્યક્તિ જે કોઈ પણ સ્વાર્થ વગર,કોઈ પણ આશા વગર અને ફક્ત મારા માટે જ બધુ કરે છે"

નિત્યા મનમાં બોલી,"દેવ,મારુ તમારી લાઈફમાં રહેવું એની પાછળ મારો સ્વાર્થ પણ છે અને મને તમારાથી ઘણી આશાઓ પણ છે.સ્વાર્થ બસ એટલો કે હું તમને પ્રેમ કરું છું એટલે હું તમારા સુખ માટે ગમે એ કરી શકું છું. અને આશા તો ઘણી છે તમારાથી પણ મેં ઘણા સમય પહેલા જ સ્વીકારી લીધું છે કે જે મને તમારી પાસેથી જોઈએ છે એ તમે મને ક્યારેય નહીં આપી શકો"

"જો પાછી ખોવાઈ ગઈ"દેવે નિત્યાને વિચારોમાંથી બહાર લાવતા કહ્યું.

"હું ક્યાંય નથી ખોવાઈ.તમે ટોપિક ચેન્જ ન કરો.આપણે ક્યાં હતા........."નિત્યા યાદ કરતી હતી એટલામાં દેવે બોલ્યો,"વિશ્વાસ...ભરોસો....ટ્રસ્ટ...પર હતા"

"વાહ,તમને નશાની હાલતમાં પણ બધું યાદ રહે છે"

"નશામાં હું નહીં પાગલ તું છે.વારંવાર તો તું વિચારોમાં ખોવાઈ જાય છે.તને વિચારી વિચારીને થાક નથી લાગતો"

"ના,પહેલા તમે મને એમ કહો કે તમને છે ને મારા પર ભરોસો"

"પોતાનાથી પણ વધારે વિશ્વાસ કરું છું તારા પર"

"તો પછી મારી સાથે શેર કરોને કે તમે શેનાથી દુઃખી છો.તમે કેમ તમારો બર્થડે નથી મનાવતા?.એવી તો કેવી કડવી યાદ છે જેના ઘૂંટડા તમે એકલા પીવો છો?"

આ સાંભળી દેવ નિત્યાનો હાથ છોડી સોફામાંથી ઉભો થઇ ગયો અને બહાર બાલ્કનીમાં જઈને ઉભો રહ્યો.નિત્યા પણ એની પાછળ જઈને બાલ્કનીમાં ઉભી રહી ગઈ.એણે દેવ સામે જોયું.નિત્યાએ પૂછેલા સવાલોથી દેવનો નશો જાણે ઉતરી ગયો હોય એમ જણાતું હતું.દેવની આંખો લાલ થઈ ગઈ હતી.એવું લાગતું હતું કે જાણે દેવ હમણાં રડી પડશે પણ આતો દેવ નહીં પણ ડીપી હતો.એને ક્યારેય રડતાં આવડતું જ ન હતું.ડીપી પોતાની કમજોરી કોઈની આગળ વ્યક્ત નહોતો કરતો.પણ એના ચહેરા પરની તકલીફ નિત્યા ખૂબ સારી રીતે વાંચી શકી હતી.

દેવની આ હાલત જોઈ નિત્યાએ વિચાર્યું કે,"જો દેવને એ વાત કહેવાથી એટલી તકલીફ થઈ રહી હોય તો મારે એમને વધારે મજબૂર ન કરવા જોઈએ.આમ પણ આ દેવ નથી કે એમની વાત મને શેર કરશે તો એમને શાંતિ મળશે.આ તો ડીપી છે,હજારો તકલીફો સહન કરતા પણ તૂટશે નહીં.અંદર ને અંદર મુંજવાશે પણ કોઈને કહેવામાં એમના સ્વાભિમાનને ઠેસ પહોંચશે.અને એમના સ્વાભિમાનને ઠેસ પહોંચે એવું હું ક્યારેય નહીં થવા દવ.ભલે એના માટે મારે એમને આ હાલતમાં એકલા મુકવા પડે તો હું એ પણ કરીશ"

નિત્યા બાલ્કનીમાંથી રૂમ તરફ આગળ વધવા જઈ રહી હતી એટલામાં દેવે એનો હાથ પકડ્યો.દેવ એની તરફ ફર્યો અને બોલ્યો,"હું તને નથી કહેવા માંગતો કારણ કે હું તને વધારે ટેનશન નથી આપવા માંગતો.તું ઓલરેડી મારા માટે અને મારી ફેમિલી માટે ઘણું કરે છે.હવે મારે તને વધારે જવાબદારી કે ટેનશન નથી આપવું.તો પ્લીઝ તું એવું ના સમજીશ કે હું તારા પર ટ્રસ્ટ નથી કરતો એટલે હું તને નથી કહી રહ્યો"

"આપણી ફેમિલી દેવ"

"ઓહહ યસ,આઈ એમ સોરી.આર ફેમિલી"

નિત્યાએ દેવનો હાથ પકડ્યો અને કહ્યું,"હું આપણા પરિવાર માટે જે પણ કંઈ કરું છું એ મારી કોઈ ફરજ કે જવાબદારી નથી.એ કરવામાં મારી ખુશી છે"

"હા પણ તું આપણા સંબંધથી તો બંધાયેલી છે ને"

"એટલે કે?"

"જો તું નિત્યા દેવ પટેલ નહીં પણ ફક્ત નિત્યા પટેલ હોત તો પણ આમ જ કરત"

"દેવ,કાં તો તમે નશા છો કાં તો તમે મને સરખી રીતે ઓળખતા નથી"આટલું કહીને નિત્યા ફરી અંદર જવા માટે નીકળતી હતી ત્યાં ફરી દેવે એને રોકી અને બોલ્યો,"ના હું નશામાં છું કે ના હું તારાથી અંજાન"

"તો પછી આ પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ?"

"બસ એમ જ પૂછ્યું"

"ભલે તમે મોટા બિઝનેસમેન ડીપી રહ્યા પણ તમે માણસોને ઓળખવામાં બહુ કાચા છો દેવ"

"સાચી વાત છે તારી.બસ એ જ તો ખામી છે મારી કે હું માણસોને ઓળખી નથી શકતો.પહેલા પણ નહોતો ઓળખી શક્યો.એટલે જ કદાચ તારી આજની મહેનત પર પાણી ફેરવ્યું છે"

"દેવ,તમે આ શું બોલો છો?"

"થોડી વાર બેસીસ અહીંયા મારી સાથે"

નિત્યાએ કંઈ જવાબ ના આપ્યો હોવાથી દેવે કહ્યું,"તારે કામ હોય તો ઇસ્ટ ઓકે"

"તમારાથી વધીને મારે શું કામ હોય શકે દેવ"નિત્યા મનમાં બોલી.

નિત્યા ત્યાં જ ઉભી રહી હોવાથી દેવને નિત્યાનો જવાબ મળી ગયો.બાલ્કનીમાં પડેલ ચેર દેવે નિત્યાને બેસવા માટે ખસેડી અને બોલ્યો,"શીટ".નિત્યા બેસી ગઈ.દેવ સામેવાળી ચેરમાં બેસ્યો.બંને એકબીજાની સામે જોઈ રહ્યા પણ બંનેમાંથી કોઈને વાત ક્યાંથી સ્ટાર્ટ કરવી એ સુજ્યું નહીં.

થોડી વાર વિચાર્યા પછી નિત્યા બોલી,"દેવ તમને વાત કરવામાં એટલી બધી જ જીજક મહેસુસ થતી હોય તો રહેવા દો.આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે કેમ નથી કહી શકતાં"કહીને ચેરમાંથી ઉભી થઈ.

"વાત સલોનીની છે એટલે........"

"સલોની?"

"હા"

"શું થયું હતું?"

"મને એ માણસની અસલિયત સમજાઈ ગઈ હતી જે તું મને રાગળા પાડીને બતાવવા માંગતી હતી"

"મતલબ?"

"મતલબ કે સલોનીનો અસલી ચહેરો મારા બર્થડેના દિવસે મારી સામે આવ્યો હતો"

"તો એટલા માટે થઈને તમે તમારો બર્થડે નથી ઉજવતાં?"

"આજથી ઓગણીસ વર્ષ પહેલાંની આ વાત છે.સલોનીએ મારા સ્વાભિમાન પર એવો તમાચો માર્યો હતો જેની અસર હજી પણ થઈ રહી છે"

"જો તમને કહેવામાં કઈ પ્રોબ્લેમ ના હોય તો કહેશો કે એવું તો શું કહ્યું હતું?.અગર તમે એ વાતને ભૂલવા માંગતા હોય તો ઇટ્સ ઓકે.એ વાતને વારંવાર વાગોળવાની જરૂર નથી"

"બસ એ જ વાત તો હું ભૂલવા નથી માંગતો.એના તિર જેવા શબ્દો જે મારા સ્વાભિમાનને ચીરી રહ્યા હતા એને યાદ રાખીને તો હું અહીંયા પહોંચ્યો છું.હું કપબર્ડમાં એ જ તો શોધી રહ્યો હતો"

"દેવ તમે આમ ફેરવી ફેરવીને વાત કરી રહ્યા છો મને કંઈ જ ખબર નથી પડી રહી"

"હોહોહો...રિપોટર સાહીબાને ના સમજાયું"દેવે નિત્યાના ગાલ પર ચૂંટલી ભરતા કહ્યું.નિત્યાને આજ થોડા સમય માટે પહેલા જેવો દેવ પાછો મળ્યો હતો.એ થોડી ક્ષણોમાં ફક્ત નિત્યા જ નહીં પણ દેવ પણ ખુશ હતો.

"દેવ,હંમેશા વાતને અધૂરી રાખવી જરૂરી છે"

"અમુક વાતો અધૂરી રહે એમાં જ મજા આવે"

"ઓકે"

"મને માથું દુઃખે છે,હું સુવા માટે જાઉં છું"

"ટેબલ પર લેમન જ્યુસ પડ્યો છે એ પી લો"

"ઓકે,ગુડ નાઈટ"

"ગુડ નાઈટ"

"કેમ આજે જય શ્રી ક્રિષ્ના ના કહ્યું?"

"બસ એમ જ.મને પણ વાત અધૂરી રાખવામાં જ મજા આવે છે"નિત્યા ચિડાઈને બોલી અને દેવ હસીને અંદર જતો રહ્યો.

ગેસ્ટને મુકવા માટે બહાર આવેલ કાવ્યા દેવ અને નિત્યા વચ્ચે થયેલ વાતચીત સાંભળી ગઈ હતી.કાવ્યાને બહાર વધારે સમય થયો હોવાથી જસુબેન કાવ્યાને બોલાવવા બહાર આવ્યા.કાવ્યા ભૂત બનીને ઉભી હતી.એટલામાં જ્યૂસી અને મારિયા પણ ઘરે જવા માટે નીકળવાની તૈયારીમાં બહાર આવ્યા અને બોલ્યા,"જસુ આંટી,કેન આઈ લિવ?"

"યસ યસ,એન્ડ થેંક્યું સો મચ ફોર ટૂ ડે મારિયા"જસુબેને પહેલી વાર મારિયા સાથે નોર્મલ વાત કરી અને એનું નામ સાચું બોલ્યા હતા.એ જોઈને કાવ્યા અને જ્યૂસી બંને એકબીજા સામે જોઇને મનમાં હસ્યાં.પછી મારિયા અને જ્યૂસી ગયા અને કાવ્યા અને જસુબેન અંદર આવ્યા.

"વાહ જસુ,આજ તને મારિયા આંટી પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો હતો.માઈરાની જગ્યાએ મારિયા"કાવ્યા જસુબેનને ચીડવતાં બોલી.

"અરે ગાંડી મને તો એનું નામ સારી રીતે બોલતા આવડે છે પણ એને હેરાન કરવામાં મજા આવે છે.એ જ્યારે મારી ભૂલ સુધારે ત્યારે એનું મોઢું જોવા જેવું થઈ જાય છે"

"શું જસુ તું પણ.અચ્છા મને એક વાત કહે"

"હા બોલ"

"આ સલોની કોણ છે?"

અત્યાર સુધી હસીને વાત કરી રહેલા જસુબેન આ નામ સાંભળી ગંભીર થઈ ગયા.એમની હસી પર ઉદાસીના વાદળ છવાઈ ગયા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED