One unique biodata - 2 - 13 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૩

નિત્યાએ ઘરે પહોંચી ડોરબેલ વગાડ્યો.કાવ્યાએ દરવાજો ખોલ્યો.નિત્યા અને કાવ્યા બંને અંદર ગયા.નિત્યાએ અંદર જઈને જોયું તો એ દંગ થઈ ગઈ.એની આંખો પહોળી જ રહી ગઈ જેનું કારણ હતું દેવ.જેને સરપ્રાઈઝ આપવા માટે નિત્યા શોધવા નીકળી હતી એને નિત્યાને જ સરપ્રાઈઝ કરી નાખી.

"તારા પપ્પા ક્યારે આવ્યા ઘરે?"નિત્યાએ કાવ્યાને પૂછ્યું.

"થોડી વાર પહેલા"

"અચ્છા,પણ એમને તો મીટિંગ હતી ને"

"એ બધું કાઈ ખબર નથી મને.પણ નીતુ તું ક્યાં ગઈ હતી?.અમે લોકો ક્યારના કેક કટિંગ માટે તારી રાહ જોતા હતા"

"સોરી,હું કામથી બહાર ગઈ હતી"

"ઇટ્સ ઓકે"

"દેવને કેવું લાગ્યું સરપ્રાઈઝ?"

"કઈ કહ્યું જ નથી એમણે.બસ આવ્યા ત્યારના મહેમાનો સાથે જ વાતચીત કરે છે"

"મતલબ કે કોઈ જ રિએક્શન નહીં?"

"ના નીતુ.કોઈ જ ખુશી નહીં,કોઈ ગુસ્સો નહીં"

"ઓકે ચાલ કેક કટ કરી લઈએ"

"હા.એમણે ફક્ત એવું કહ્યું કે જલ્દી કેક કટ કરી લો,મારે સુવા જવું છે"

"કેમ?.એમની તબિયત તો બરાબર છે ને?.શુ થયું છે?.એમણે તને કઈ કહ્યું?"

"રિલેક્સ નીતુ.હિ ઇસ ફાઇન.હિ ઇસ ઓલ રાઈટ"કાવ્યાએ નિત્યાને શાંત કરતા કહ્યું.

કાવ્યા અને નિત્યા દેવ પાસે ગયા.નિત્યાએ દેવને પૂછ્યું,"દેવ,આર યૂ ઓકે?"

"યસ...યસ...આઈ એમ ઓકે.મને શું થવાનું છે.આઈ એમ ઓલ રાઈટ"દેવે નિત્યાની નજીક જઈને કહ્યું.દેવનો જવાબ સાંભળી નિત્યાને થોડું અજીબ લાગ્યું પણ એણે કઈ રીએક્ટ ન કર્યો.એટલામાં કાવ્યાએ એનાઉન્સમેન્ટ કર્યું,"લેડીઝ એન્ડ જેન્ટલમેન,પ્લીઝ કમ એન્ડ જોઈન અસ.ઇટ્સ ટાઈમ ટૂ કેક કટિંગ ફોર માય વંડરફૂલ ફાધર્સ બર્થડે.મારિયા આંટી,પ્લીઝ કેક લઈને આવો"

મારિયા કેક લઈને આવી અને ટેબલ પર મૂકી.કાવ્યાએ કેક પર કેન્ડલ્સ ગોઠવી અને એને સળગાવીને કેક કટિંગ નાઈફ દેવના હાથમાં આપ્યું.દેવ આગળ આવ્યો.દેવ સીધો જ કેક કાપવા ગયો ત્યાં કાવ્યાએ દેવને રોક્યો અને બોલી,"પપ્પા,પહેલા વિશ માંગી કેનડલ્સને હોલવો પછી કેક કટ કરો"દેવે એવું જ કર્યું.પહેલા કેન્ડલ્સ હોલવી અને પછી કેક કટ કરી.દેવ કેક કટ કરતો હતો ત્યારે બધાએ બર્થડે સોન્ગ ગાયું,"હેપ્પી બર્થડે ટુ યૂ,હેપ્પી બર્થડે ટુ યૂ,હેપ્પી બર્થડે ટુ યૂ દેવ......હેપ્પી બર્થડે ટુ યૂ........બધાએ તાળીઓ પાળીને દેવને જોરથી હેપ્પી બર્થડે વીશ કર્યું.દેવે સૌથી પહેલા કાવ્યાને કેક ખવડાવી.એ પછી જસુબેન પાસે ગયો.જસુબેનને પગે લાગ્યો અને એમને પણ કેક ખવડાવી.દેવ જ્યારે જસુબેન પાસે જતો હતો ત્યારે એના પગ થોડા ડગમગાયા હતા.એ વાત ફક્ત નિત્યાએ જ નોટિસ કરી હતી.દેવે પાછો કેકમાંથી એક નાનો ટુકડો કટ કર્યો અને નિત્યા તરફ આગળ વધ્યો.નિત્યાને આશા ન હતી કે દેવ આમ પોતાની મરજીથી બધાની વચ્ચે એને કેક ખવડાવવા જાય પણ દેવ જાણતો હતો કે પત્નીનું સન્માન એ એની ફરજ હતી.દેવ જેવો નિત્યા તરફ આગળ વધ્યો ત્યાં દેવને ટેબલની ઠેસ વાગી.દેવ નીચે પડવા જ જતો હતો ત્યાં નિત્યાએ દેવને પકડી લીધો.દેવ નિત્યાની એકદમ નજીક આવી ગયેલો હોવાથી નિત્યાને દેવના કપડામાંથી એક અજીબ સ્મેલ આવી.નિત્યા જાણી જોઈને ફરી દેવની નજીક ગઈ જેથી એ જાણી શકે કે એ સ્મેલ શેની છે.નિત્યા એકદમ શોક થઈ ગઈ.એને ખબર પડી ગઈ કે દેવ કેમ વહેલા રૂમમાં જવાની વાત કરતો હતો.દેવ બધાની વચ્ચે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો.

"દેવ તમે ડ્રિન્ક કરીને આવ્યા છો?"નિત્યાએ દેવને પૂછ્યું.

"સોરી......સોરી નિત્યા.....કે...કે...કેક તો નીચે પડી ગઈ.હું બીજી લઈને આવું"દેવ તુટક તુટક અવાજમાં બોલ્યો.

દેવના મોઢામાંથી અને કપડામાંથી આવતી સ્મેલથી અને દેવના બીહેવીયર ઉપરથી નિત્યાને હવે ચોક્કસ જાણ થઈ ગઈ હતી કે દેવે ડ્રિન્ક કર્યું હતું.દેવ નિત્યા માટે બીજો કેકનો ટુકડો લેવા જતો હતો ત્યાં નિત્યાએ એનો હાથ પકડ્યો અને એને રસોડા તરફ લઈ આવી જેથી દેવે ડ્રિન્ક કર્યું છે એની જાણ કાવ્યા,જસુબેન કે બીજા કોઈને ન થાય.નિત્યા દેવને બધાથી દૂર લઈ જતી હતી ત્યારે દેવે નિત્યાને કહ્યું,"ક્યાં લઈ જાય છે મને?.મારે તને કેક ખવડાવવાની છે"

"મારે કેક નથી ખાવી"નિત્યાએ કહ્યું.

"કેમ નથી ખાવી?.મારી બર્થડેની કેક છે.તારે ખાવી જ પડે"

"હું પછી ખાઈ લઈશ"

"ના,હું તને હમણાં જ ખવડાવીશ"દેવને હવે ડ્રિન્કનો નશો ચડવા લાગ્યો હતો.એને ભાન નહોતું કે એ શું કરી રહ્યો હતો.દેવ નિત્યાએ પકડેલા હાથ છોડાવતા ફરી બોલ્યો,"ક્યાં લઈ જાય છે મને,જો આમ....બહાર કેટલા મહેમાનો મારી રાહ જોવે છે.ફક્ત મારી રાહ જોવે છે.ધ ડીપીની"

"દેવ તમે અહીંયા બેસો,અને પાણી પીવો"નિત્યાએ દેવને ચેરમાં બેસાડ્યો અને પાણી ઓફર કરતા કહ્યું.

"મારે પાણી નથી પીવું"દેવે ગ્લાસ એકબાજુ મુકતા કહ્યું.

નિત્યા દેવને સંભાળી રહી હતી પણ દેવ વારે વારે પાર્ટી તરફ જવાની વાત કરી રહ્યો હતો.એટલામાં ત્યાં મારિયા આવી.મારિયાએ દેવને આ હાલમાં જોઈ લીધો અને નિત્યાને પૂછ્યું,"મેમ,સર......."મારિયા વાત પૂરી કરે એ પહેલાં નિત્યાએ મારિયાને કહ્યું,"આ વાત ઘરમાં બીજા કોઈને ખબર ના પડવી જોઈએ.મમ્મી અને કાવ્યા પૂછે કે દેવ ક્યાં છે તો કહેજે કે દેવની તબિયત સારી નથી એટલે રૂમમાં આરામ કરે છે"

"ઓકે મેમ,આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ.ડોન્ટ વરી.આઈ એમ હેન્ડલ ઇટ"

"ઓકે,થેંક્યું.હું દેવને લઈને ઉપર જાઉં છું"

નિત્યાએ દેવને ઉભો કર્યો.દેવનો એક હાથ એના ગળાની ફરતે વીંટાળીને આગળથી પકડ્યો અને બીજા હાથ દેવને સાચવીને સીડી પર ચડાવતી ગઈ.દેવે પૂછ્યું,"આપણે ક્યાં જઈએ છીએ?"

"રૂમમાં"

"પણ કેમ?.આજ તો પાર્ટી છે ને.મારા બર્થડેની પાર્ટી.મારે ત્યાં રહેવું જોઈએ"

"દેવ આપણે થોડી વાર પછી જઈશું.અત્યારે રૂમમાં જઈએ"

"મને પાર્ટી નથી ગમતી"દેવ હજી પણ નશામાં જ હતો અને સતત વાત કર્યે જતો હતો.

"તો કેમ જવું છે પાર્ટીમાં"

"હા,એવું તો મેં વિચાર્યું જ નઈ"દેવ નાના છોકરાની જેમ વર્તી રહ્યો હતો.વાત કરતા કરતા બંને પોતાના રૂમમાં પહોંચ્યા.નિત્યાએ દેવને બેડ પર બેસાડ્યો.અને દેવનો કોટ કાઢ્યો.દેવના પગમાંથી બુટ કાઢવા ગઈ ત્યાં દેવ બોલ્યો,"આ શું કરે છે?"

"બુટ નીકાળું છું તમારા"

"ના તું ના અડીશ.મમ્મી કહે છે કે પત્નીને સન્માન આપવું જોઈએ.એની જગ્યા પતિના ચરણોમાં નહીં પણ દિલમાં છે.એટલે તું અડીશ નહીં.હું જાતે નીકાળીશ"

"ઓકે ઓકે....તમે જાતે કરો"

દેવે એના બુટ ઉતાર્યા.નિત્યાએ દેવના પગ પકડી બેડ પર સરખી રીતે બેસાડવાનો પ્રયત્ન કર્યો પણ દેવ ફરી બોલ્યો,"કહ્યું ને મારા પગને ના અડીશ.મમ્મી જોશે તો મને બહુ બોલશે"

"સારું સારું,તમે અહીંયા જ બેસો.હું તમારા માટે લીંબુ શરબત લઈને આવું.એનાથી તમને નશો ઉતરી જશે"

"નશો?????,.કોને ચડ્યો છે નશો?"

"તમને"

"મને ક્યાં નશો ચડ્યો છે.હું તો એકદમ મસ્ત છું.પણ મને લાગે છે તને નશો ચડ્યો છે.એટલે જ તને એવું લાગે છે.પણ નિત્યા.....તું તો ડ્રિન્ક કરતી નથી,તો તને ક્યાંથી નશો ચડ્યો?"

"દેવ મને નશો નથી ચડ્યો.તમે અહીંયા જ બેસો હું આવું છું"નિત્યા ઉભી જ થતી હતી ત્યાં દેવે એનો હાથ પકડ્યો અને એને પોતાની નજીક ખેંચી.બંને એકબીજાની એકદમ નજીક આવી ગયા હોવાથી ઓકવર્ડ થઈ ગયા છતાં પણ એકબીજાની આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યા.એ પછી દેવ બોલ્યો,"સાચું બોલ,તે ડ્રિન્ક કરી છે ને"દેવે નિત્યાને પૂછ્યું.

"દેવ પ્લીઝ મારો હાથ છોડો"

"પહેલા મને એમ કહે કે તે ડ્રિન્ક કર્યું છે કે નહીં"

"દેવ મેં નથી કર્યું"

"ઓકે,તું કહે છે તો સાચું જ હશે.જા સીમરન જા,જીલે અપની ઝિંદગી....સોરી સોરી...તારું નામ તો નિત્યા છે ને...તો જા નિત્યા જા,જીલે અપની ઝિંદગી"દેવ નિત્યાનો હાથ છોડતા બોલ્યો.

"દેવ તમે અહીંયા જ બેસો.હું હમણાં જ આવું છું"

દેવે ફરી નિત્યાને જતી રોકી અને બોલ્યો,"મને છોડીને ના જઈશ ને,પ્લીઝ"

"દેવ હું હાલ જ પાછી આવું છું"

"પ્રોમિસ?"

"પ્રોમિસ.પણ તમારે પણ મને એક પ્રોમિસ કરવું પડશે કે હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી તમે આ રૂમની બહાર નહીં નીકળો"

"ઓકે,પ્રોમિસ"

નિત્યા દેવ માટે લીંબુ શરબત લેવા માટે ગઈ.રસોડામાં જઈને નિત્યાએ ફટાફટ લીંબુ શરબત બનાવી દીધું અને પોતાના રૂમમાં જવા માટે નીકળતી હતી એટલામા જસુબેન નિત્યાને જોઈ ગયા અને બોલ્યા,"નિત્યા...."

"હા મમ્મી"

"શું કરે છે બેટા?.અને દેવ ક્યાં છે?.બધા ગેસ્ટ એના માટે પૂછી રહ્યા છે"

"મમ્મી,એક્ચ્યુઅલી દેવની તબિયત ઠીક ન હતી તો એ રૂમમાં આરામ કરે છે"

"કેમ?.શું થયું દેવને?.એ ઠીક છે ને?"

"હા મમ્મી,બસ થોડું માથું દુખાતું હતું.આરામ કરશે એટલે ઠીક થઈ જશે"

"તું ગેસ્ટને સંભાળ,હું દેવ પાસે જાઉં છું.આમ પણ મને આ અંગ્રેજી પલટન જોડે નઈ ફાવે"કહીને જસુબેન નિત્યાના હાથમાંથી ગ્લાસ લઈ દેવના રૂમ તરફ આગળ વધ્યા.નિત્યાએ એમણે રોકવાની ઘણી કોશિશ કરી પણ બધી જ કોશિશ નાકામ રહી.નિત્યા મનમાં વિચારવા લાગી કે,"જો મમ્મી દેવને નશાની હાલતમાં જોશે તો શું થશે.મમ્મીને ખૂબ દુઃખ થશે.મારે ગમે એ કરીને એમણે રૂમમાં જતા રોકવા પડશે.પણ કરું તો શું કરું,કઈ સમજાતું નથી"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED