કાવ્ય સંગ્રહ Dharmista Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ

આળસ .

મને જાગીને સુવાની આળસ.
કામ પતાવી ,નવરાં થવાની આળસ.
જમીને ,ખાવાની આળસ.
દોડીને ,હાફવા ની આળસ.
બોલીને, મૌન ની આળસ
સંપીને બાજવાની આળસ.
પ્રેમ કરીને, ધૃણા ની આળસ.
આપીને લેવા ની આળસ.
દોસ્તી કરી ,દુશ્મનીની આળસ.
પૈસા આપી ,હિસાબની આળસ.
મળ્યાં પછી જુદા થવાની આળસ.
સાચુ બોલી, ખોટું સાંભળવા ની આળસ.
રમીને, થાકવા ની આળસ.
વખાણ સાંભળી ,ફૂલવા ની આળસ.
રજાઓ પાળી, ગેરહાજર રહેવાની આળસ.
યાદ રાખ્યા પછી, ભૂલવાની આળસ.
જીવીને ,મરવા ની આળસ.
આવી ' આળસ ' ને ત્યાગવા ની આળસ!!!
કહેવું જરૂરી.

હું કહું કે તું કહે,
પણ કહેવું જરૂરી.
હું કહું એમ ન પણ હોય,
હોવું જરૂરી પણ નથી
ને તું કહે એમ પણ હોય ,
પણ કહેવું જરૂરી.
ચાલ મૌન ને આજ આપીએ વાચા.
હું મૂકું અક્ષર ને તું બનાવ શબ્દ .
ભલે કવિતા ન બને
પણ શબ્દને તો આજ વાચા જરૂરી .
હું કહું કે ....
મુકામ.

નથી નક્કી કરવો મારે કોઈ મુકામ .
જૉ નક્કી કરૂ તો શક્ય છે કે ત્યાં પહોંચી પણ જાઉ.
પણ મારે તો ચાલતાં જ રહેવું છે.
ચાલતાં રહેવામાં જે excitment છે .
તે મુકામ માં નથી.
ક્યારેક રસ્તો ભટકવાની પણ મજા છે.
ક્યારેક અજાણ્યા રસ્તે ચાલવાની પણ મજા છે.
ક્યારેક મંજીલ નક્કી કર્યા વગર રખડવાની પણ મજા છે.
હવે હું તે મુકામ પર પહોંચી છું કે મુકામે પહોંચ્યા વગર પણ આ બધાને માણી શકુ છું.

ઇચ્છાઓની ઉડાન.
પગે ચાલવા નું બંધ કર્યું ,
પણ ઈચ્છાઓની ઉડાન ચાલુ રહી .
હાથ અને ચહેરાની કરચલીઓ એ ચાડી ખાધી ,
પણ દિલની શરારત ચાલુ રહી .
શરીર ની ક્ષમતા ઓછી થઇ ,
પણ અનુભ નું ભાથું વધી ગયું.
વિતાવાના વર્ષો ઓછા રહ્યા ,
પણ વીતેલ વર્ષો વધી ગયા.
જવાબદારી માંથી નિવૃત્ત થયા,
પણ લાગણીઓ માં બંધાય ગયા.
પરાયા હતા તે દૂર થયા,
પણ આપણા સાથે રહ્યા.
આજ 'જીવન 'છે જે વધતી ઉંમર સાથે વિકસતું ગયું.



એમ કેમ થતું હશે!!?¿?

એમ કેમ થતું હશે ???
હું ગુડ મોર્નિંગ કહું અને તારો ગુડ નાઈટ નો જવાબ આવે.
શું એમ હશે કે આપણાં બનેનાં સરનામા અલગ રેખાંશના હશે ?
શું એમ હશે કે મારી ગુડ મોર્નિંગ એ બાબા ગાડી પકડી હશે?
શું એમ હશે કે મારું ગુડ મોર્નિંગ તારી માટે ફૂલો ચૂંટવા રોકાયેલું હશે?
શું એમ હશે કે મારું ગુડ મોર્નિંગ હજુ પોસ્ટમાં જ પોસ્ટ થતું હશે?
શું એમ હશે કે મારું ગુડ મોર્નિંગ ઈન્ટરનેટ ની નેટ માં જ ફસાઈ ગયું હશે.
શું એમ હશે કે મારું ગુડ મોર્નિંગ તારી વ્યસ્તતા ની લાઈન માં છેલ્લે ઉભુ હશે?
શું એમ હશે કે તારાથી અસ્તવ્યસ્ત થયેલો હું સમયનું પણ ભાન ભૂલ્યો હશે!!
કૈંક તો હશે જ !!
બાકી શું એક જ રેખાંશ વચ્ચે આટલો ફેર હશે ?
તારું ગુડ નાઈટ મારા માટે આખા દિવસ ની પ્રતિક્ષા નું ફળ હશે ???
શું એમ હશે ???
તને જોઉં ને......
તને જોઉં ને સપનું જાગે.
તને સાંભળું ને રણકાર વાગે.
તને મળું ને મદહોશી આવે.
તને સ્મરું ને સ્પંદન જાગે.
તું કોઈ કલ્પના છો કે હકીકત
કે તને જોઈ ને દિલ હારતું લાગે.

સત્ય
તું વ્યર્થ ન શોધ મારો અર્થ ,
બનેલો તો છું હું સ્વર વ્યંજન થી
પણ નથી તેમાં કોકિલ નો સ્વર કે નથી તેમાં મીઠાસ નું વ્યંજન .
કડવાશ , તીખાશ અને ખારાશ થી ભરેલ,
સિસ્ટમ માં હું અપાચ્ય છું
કારણ હું 'સત્ય 'છું .
સમય

તને ઘડિયાળ જગાડશે ,
તને એલાર્મ જગાડશે.
નહી જાગે તો,
તને તારો સમય જગાડશે .
અને કહેશે કે ઉઠ.
બાકી તું ઉઠી જાયશ


આંખોનો વાંચનાર
કહેવું તું ઘણું ,
પણ બોલાયું નહી .
ક્યારેક જીભ ન ચાલી, તો ક્યારેક હોઠ.
પણ સાંભળ્યું છે કે તું તો આંખો નો વાંચનાર છે.