THE TRUTH books and stories free download online pdf in Gujarati

સત્યમેવ જયતે

સત્ય બોલવું એટલે સાહસ કરવું.
સત્ય બોલવું એટલે શબ્દોને ચાસણીમાં ડૂબાડયા વગર રજૂ કરવુ.. સત્ય બોલવું એટલે સજા માટે માનસિક રીતે તૈયાર રહેવું.
સત્ય બોલવાનુ સાહસ દરેક વ્યક્તિ પાસે નથી હોતું.ખોટું કરવાનું સાહસ હોય છે.પણ સત્ય બોલવા કે સ્વીકારવાનું સાહસ નથી હોતું.સત્ય બોલવું જેટલું અઘરું છે. તેના થી પણ વધુ કઠિન કાર્ય છે,સત્ય સાંભળવું અને પચાવવું..ઘણીવાર વ્યક્તિ જે - તે ઘટનાની પ્રત્યક્ષ સાક્ષી હોવા છતાં સત્ય બોલવાને બદલે મૌન રહે છે. મહાભારતમાં આવા ઘણા પ્રસંગો અને પાત્રો મળી આવે છે..આ કપટ યુક્ત મૌન પણ અસત્ય જ છે.ક્યારેક આ મૌન પાછળ માણસની લાચારી હોય છે.ક્યારેક તે સબંધ સાચવવાં માંગતો હોય છે.ક્યારેક ખુદ સહન કરી બીજાને સુખ આપવા માંગતો હોય છે,આથી તે સત્ય બોલવાનું ટાળે છે. સત્યને છુપાવી શકાય છે.પણ ટાળી શકાતું નથી.સત્ય ખુદ એક પરમ તત્ત્વ છે.સત્ય અઘરું હોવા છતાં શીખવું સાવ સરળ છે.જો કર્મનો ભય હોય તો સત્ય આપો આપ પ્રકાશિત થાય છે.જેને કર્મોનો ભય નથી તેને જ સત્ય ગમતું નથી.તેને તો સત્ય વેવલાપણું લાગે છે. મારા મતે ક્યારેક કોઈ સાચી વ્યક્તિની મદદ માટે બોલાયેલ અસત્ય સત્યનું જ માન જાળવે છે. ક્યારેક ખોટી વ્યક્તિના મોઢે થી બોલાયેલ સત્ય માંથી જાણે બદબુ આવે છે.કારણ આવી વ્યકિત ફૂટ નીતિથી ક્યારે કંઈ વાત છુપાવી ક્યારે કઈ સત્ય વાત બહાર પાડવી તે ખૂબ સારી રીતે જાણતી હોય છે. ચૂંટણીની મોસમ માં આપણને કેટલાક નેતાઓના કેટલાક રહસ્યમય સત્ય જાણવા મળશે.પરંતુ આવું સત્ય બહાર પાડનાર સત્યનો કોઈ ઠેકેદાર નથી હોતો .તે તો ફક્ત પોતાના સ્વાર્થ અને લાભ માટે આવું સત્ય બહાર પાડવા તત્પર હોય છે. ક્યારેક સત્ય વેચાય પણ છે !!!!!! તેં બોલવાના કે ન બોલવાની બોલીઓ લાગે છે.સત્ય બોલવાથી હંમેશા સારું જ બને છે તેવું નથી .તે પણ એક સત્ય છે.કારણ તમે કોની સામે સત્ય બોલો છો તે મહત્વનું છે.જો સામેવાળી વ્યક્તિની ઓકાત જ ન હોય સત્ય સાંભળવાની તો તે તેને પચાવી કંઈ રીતે શકે ? અને ત્યારે આવી વ્યક્તિ સામે સત્ય બોલવાની ક્યારેક બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.એટલે જ મારા મતે સત્ય સાહસ તો છે જ.પણ ક્યારેક સજા પણ છે. આપણે સાંભળીએ છીએ..
सत्यम शिवम् सुंदरम ,
ईश्वर सत्य है,
सत्य ही शिव है।
કારણ સત્યમાં કોઈ ખોટો આડંબર નથી હોતો.એક પણ મીઠા શબ્દો રૂપી શણગારની તેને જરૂર નથી હોતી.તે સ્વયં શબ્દોની ફોજ છે.natural છે.એટલે જ સુંદર છે. પ્રાથમિક દ્રષ્ટિએ ભલે ક્યારેક તે આપણને કલ્યાણકારી ન લાગે,પણ છેવટે સત્ય સનાતન છે. સત્યને પોતાનો એક નશો હોય છે અને જ્યારે તે બોલાતું હોયને,!!! ત્યારે ભલભલાંના શાસન ડોલવા લાગે છે.સત્ય ઇન્સ્ટન્ટ છે.કારણ તે બોલવા વિચારી વિચારીને,ગોઠવીને બોલવું નથી પડતું.તેમાં કશું જ છુપુ કે ખોટું નથી હોતું. ભલે તેને ખુલ્લીને બોલવાવાળા લોકો ઓછા છે .પણ તેની આ ખુલ્લી અવસ્થા ભલભલાને ખુલ્લા પાડી દે છે.અને છતાં સમાજ માટે પ્રેરણાદાયી, લાભદાયી અને ગુણકારી છે અને રહેશે.સત્ય નો કોઈ જ વિકલ્પ નથી .તે અનન્ય અનંત છે .આજ નહિ તો કાલ ,ખુશી થી કે દુઃખી થઈને તેને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. પાપીઓની પોલ ખોલતો,કોઈ બાહુબલી થી તે કઈ કમ નથી .કોઇંથી તે ભયભીત નથી કે કોઈ સાચી વ્યક્તિ તેનાથી ભયભીત નથી. સત્યનું આચરણ જીવનમાં બીજા કેટલાંય દુર્ગુણોને દૂર કરી નાખે છે.સત્ય પરેશાન હો શકતાં હૈ મગર પરાજિત કભી નહિ હો શકતાં.જીવનની પ્રત્યેક ક્ષણે માણસે સત્ય સ્વીકારવું જ પડે છે.અને સૌથી વધુ દુઃખદ પણ સૌથી વધુ સ્વીકારતું સત્ય એ જીવનનું 'મૃત્યુ 'છે.
છેલ્લે....
તું વ્યર્થ ન શોધ મારો અર્થ ,
બનેલો તો છું હું સ્વર વ્યંજન થી
પણ નથી તેમાં કોકિલ નો સ્વર કે નથી તેમાં મીઠાસ નું વ્યંજન .
કડવાશ , તીખાશ અને ખારાશ થી ભરેલ,
સિસ્ટમ માં હું અપાચ્ય છું
કારણ હું 'સત્ય 'છું .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED