One unique biodata - 2 - 11 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૧

દેવના ઓફીસ ગયા પછી નિત્યા અને જસુબેન બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા અને કાવ્યા એના રૂમમાંથી આવી.

"જય શ્રી ક્રિષ્ના નીતુ,જય શ્રી ક્રિષ્ના નાની"

"જય શ્રી ક્રિષ્ના"નિત્યા અને જસુબેન એક સાથે બોલ્યા.

"ચલ બ્રેકફાસ્ટ કરી લે.હું ઓફીસ જતા તને કોલેજ ડ્રોપ કરું"

"કેમ પપ્પા ગયા?"

"હા"

"પણ કેમ,આજ તો એમનો બર્થડે છે.આજ તો એ આપણી સાથે ટાઇમસ્પેન્ડ કરી શકે છે ને!"

"દેવ અને ઘરે.......ઇમ્પોસીબલ"નિત્યાએ કહ્યું.

"હા,ક્રિસમસની સિવાય તારો પપ્પો ક્યાં ઘરે રહે છે"

"એમનું ચાલે તો ક્રિસમસના દિવસે પણ ઓફીસ ચાલુ રાખે પણ અહીંયાના રુલ્સ એન્ડ રેગ્યુલેશન એમને એ ન કરવા દે"નિત્યાએ કહ્યું.

"હું શું કહું છું ખબર છે"કાવ્યા નાસ્તો કરતા કરતા બોલી.

"કહ્યા વગર કેવી રીતે ખબર પડે"નિત્યા મજાકમાં બોલી.

"અરે હા હવે.....હું શું કહું છું,આપણે પપ્પા માટે એક સરપ્રાઈઝ પાર્ટી પ્લેન કરીએ?"કાવ્યાએ સજેસ્ટ કરતા કહ્યું.

"અને ક્યારે કરશું,રાત્રે અગિયાર વાગે"નિત્યા બોલી.

"અરે એમને કોઈક બહાને ઘરે વહેલા બોલાવીશું ને"

"અને એવું તો શું બહાનું આપીશ?"

"કાવ્યા હજી ઘરે નથી આવી તમે જલ્દી ઘરે આવી જાવ"

"એવું કહીશું તો એ તને શોધવા નીકળશે કાં તો પોલીસને ઇન્ફોર્મ કરશે"

"એવું કહી દઈશું કે નાનીની તબિયત બગડી છે"

"કાવ્યા........"નિત્યા ગુસ્સામાં બોલી.

"સોરી,હું તો બસ..........."

"એક્ચ્યુઅલી,આઈડિયા સારો છે"ક્યારના ચૂપ બેસેલા જસુબેન બોલ્યા.

"મમ્મી તમે પણ"

"અરે એના એમ કહેવાથી હું થોડી સાચે જ બીમાર પડી જવાની હતી.આમ પણ દેવ આ સાંભળી તરત જ ઘરે આવી જશે"

"મને આ ઠીક નથી લાગતું.દેવને સાચી વાતની ખબર પડશે તો સરપ્રાઈઝ જોઈને ખુશ થવાની જગ્યાએ ખોટું બોલવાથી ગુસ્સે વધારે થઈ જશે"

"હા ગુસ્સે તો થશે પણ મનાવી લઈશું ને આપણે"

"ફાઇનલ ડિસીઝન છે તમારા બંનેનું?"નિત્યાએ કાવ્યા અને જસુબેનને પૂછ્યું.

"હા હા ફાઇનલ.હું કોલેજમાં રજા લઈ લઉં"

"નિત્યા તું પણ ઓફિસમાં ફોન કરીને કહી દે કે તું આજે નહીં જાય"

"એ તો બરાબર છે પણ મને ડર લાગે છે"

"દેવ બહુ ગુસ્સો કરે તો કહી દેજે કે મેં કહ્યું હતું તમને આમ કરવાનું"જસુબેને નિત્યાનો ડર ઓછો કરવા કહ્યું.

"ઓકે ધેન,તૈયારીમાં લાગી જાવ"નિત્યા બોલી.

"હા,જોજે પપ્પા એક દમ ખુશ થઈ જશે"

નિત્યા મનમાં બોલી,"આઈ હોપ દેવ ખુશ થઈ જાય.કારણ કે હવે એ પહેલાં જેવા બિલકુલ નથી.પહેલાના દેવ હોત તો મારે સેકન્ડ થોટ લાવવો જ ના પડે.એમને આમ પાર્ટી,મજાક-મસ્તી,સેલિબ્રેશન બધું ખૂબ ગમતું હતું પણ હવે.........ખબર નથી દેવ કેવું રીએક્ટ કરશે.જે થશે એ જોયું જશે.મમ્મી અને ચકી આટલા એક્સાઇટેડ છે તો મારે એમને રોકવા ના જોઈએ.પણ હું શું સ્પેશિયલ કરું દેવ માટે?,શું ગમશે એમને?"

*

સાંજના ચાર વાગ્યા સુધીમાં કાવ્યાએ બેઠકરૂમમાં દેવના ફેવરિટ કલરના બ્લૂન્સનું ડેકોરેશન કર્યું હતું.રંગબેરંગી બલ્બ લગાવીને રૂમને ડિસ્કો બારની જેમ સજાવી દીધું હતું.જસુબેને દેવના ફેવરીટ સ્વીટ્સ પોતાની જાતે બનાવ્યા હતા.નિત્યાએ પણ જસુબેનની હેલ્પ કરાવી હતી.અમુક ફેમિલી ગેસ્ટને બોલાવ્યા હતા જેમનું જમવાનું નિત્યાએ ઘરે બનાવી દીધું હતું.મોટા ભાગે બધી જ તૈયારી થઈ ચુકી હતી.

"મમ્મી,આઈ થિંક હવે પપ્પાને કોલ કરી લેવો જોઈએ"

"અત્યારથી?"

"હા.જો સમય પર કરીશું તો એમને ઘરે પહોંચતા મોડું થઈ જશે"

"ઓકે"

"લે આ ફોન,વાત કર"કાવ્યાએ દેવનો કોલ ડાયલ કરીને વાત કરવા માટે નિત્યાને આપ્યો.

"ના હો,હું એમની સાથે વાત નથી કરવાની"નિત્યાએ ના પાડતા કહ્યું.

"તો બીજું કોણ કરશે?"

"તું કર.નહિતો મમ્મીને કે"

"નાનીને તો બીમાર કરવાના છે.એ કેવી રીતે વાત કરશે"

"એ જે હોય એ.તું બીજા કોઈને કે.મને દેવનો ગુસ્સો ખબર છે.હું રિસ્ક ના લઈ શકું"કહીને નિત્યા ત્યાંથી જતી રહી.

કાવ્યા વિચારવા લાગી કે,"હવે કોને કહું?.મને પણ બીક તો લાગે જ છે.પણ આટલી મહેનત કરી છે તો પપ્પાને બોલાવવા તો પડશે જ"

કાવ્યા વિચારી રહી હતી એટલામાં જસુબેન ત્યાં આવ્યા.

"શું બબડે છે એકલી ઉભી ઉભી?"જસુબેને કાવ્યાને પૂછ્યું.

"પપ્પાને ફોન કરવો છે"

"હા તો કરી લે એમાં શું"

"મને ડર લાગે છે"

"નિત્યાને કે"

"એને તો ઓલરેડી ના કહી દીધી છે"

"તો હવે?"

"હું એ જ વિચારું છું કે હવે શું કરશું?"

બંને ઉભા ઉભા વિચારી રહ્યા હતા એટલામાં નિત્યાએ મંગાવેલો સમાન લઈને મારીયા આવી.

"વ્હેર ટૂ પુટ ધીસ સ્ટફ?"મારિયાએ સામાન ક્યાં મુકું એમ પૂછ્યું.

"પુટ ઓન માય હેડ"જસુબેન ગુસ્સામાં બોલ્યા.

"નાની.....,સોરી મારિયા આંટી.ગીવ ઇટ ટુ મી"કાવ્યાએ જસુબેનને મારિયાને ઊંધો જવાબ આપવા બદલ ટોક્યા અને મારિયાના હાથમાંથી સામાન લેતા કહ્યું.
મારિયા ત્યાંથી જતી જ હતી એટલામાં જસુબેને કહ્યું,"એ અંગ્રેજણ,ઉભી રે એક મિનિટ"

"નાની પ્લીઝ,એમને જવા દો હવે"

"અરે મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે"

"શું?"

"આપણે માઈરા પાસે ફોન કરાવીએ તો"

"માઈરા નહીં મારિયા"કાવ્યા બોલી.

"હા હવે,બધું એક જ કહેવાય"

"વાહ જસુ.......જોરદાર આઈડિયા લાવી હો તું તો"

"વોટ હેપ્પન બચ્ચાં?"

"આઈ નીડ હેલ્પ મારિયા આંટી.વિલ યૂ હેલ્પ અસ?"

"યસ,ઑફકોર્સ"

"યૂ કોલ ડેડ એન્ડ ટેલ હિમ ધેટ નાની ઇસ નોટ વેલ"

"વોટ?"

"યસ"

"બટ શી ઇસ વેલ"

"આઈ નો બટ......."હજી કાવ્યા એનું વાક્ય પૂરું કરવા જ જતી હતી ત્યાં વચ્ચે જસુબેન બોલ્યા,"કીધું એટલું કરને માઇરાડી"

"જસુ આંટી,માય નેમ ઇસ મારિયા.નોટ માઈરા"

"હા હા હવે,બધું એક જ કહેવાય"

"મારિયા આંટી પ્લીઝ હેલ્પ અસ"

"ઓકે,બટ હી વિલ બી વેરી એન્ગ્રી વિથ મી વેન હી નો ધ ટ્રુથ"

"હું છું ને તને બચાવવા"જસુબેને મારિયાને સ્પોર્ટ કરતા કહ્યું.

"ઓકે"કહીને મારિયાએ ઘરના ફોનમાંથી દેવને ફોન કર્યો.કાવ્યા અને જસુબેન એકીટશે મારિયા સામે જોઈ રહ્યા હતા.નિત્યા પણ ત્યાં આવી પહોંચી.જસુબેન અને કાવ્યાને આમ મારિયાની સામે તાળતા જોઈ નિત્યાએ પૂછ્યું,"શું થયું?"

"મારિયા આંટી પપ્પાને કોલ કરી રહ્યા છે"

"અચ્છા"

નિત્યા પણ મારિયા સામે આશા ભરી નજરે જોઈ રહી.બધાને મનમાં થોડો ડર તો હતો જ પણ દેવ આ સરપ્રાઈઝ જોઈને ખુશ થઈ જશે એ વાતનો ઉત્સાહ પણ હતો.એક રિંગ આખી પુરી થઈ ગઈ પણ દેવે ફોન ઉપાડ્યો નહિ.

"શું થયું?"જસુબેને મારિયાને પૂછ્યું.

"સર ઇસ નોટ રિસ્પોન્ડિંગ"

"પ્લીઝ,વન મોર ટ્રાય આંટી"

"ઓકે બચ્ચા"

મારિયાએ ફરી ફોન લગાવ્યો.ફરી પણ આખી રીંગ વાગી પણ દેવે કોલ રિસીવ ન કર્યો.

"કદાચ કામમાં હશે"કાવ્યા બોલી.

નિત્યા મનમાં વિચારવા લાગી કે,"દેવ ગમે એટલા કામમાં ફસાયેલા હોય પણ એ ઘરનો કોલ રિસીવ ના કરે એવું આજ સુધી નથી બન્યું.ઇવન જ્યારે એ ઇમરન્સી મિટિંગમાં હોય તો પણ મેસેજ કરીને તો ઈનફોર્મ કરે જ છે તો આજ આમ કેમ.કદાચ ફોન સાયલેન્ટ હશે એન્ડ એમને મિસકોલ જોયા નહીં હોય"

"થોડી વાર ઓછી કરીએ"જસુબેને કહ્યું.

જસુબેન અને કાવ્યા કઈક કામે પોતાના રૂમમાં જતા રહ્યા.નિત્યા બધીએ ફરી એકવાર બધી જ તૈયારી ચેક કરી કીધી.નિત્યાને એની એ બર્થડે સરપ્રાઇઝ પાર્ટી યાદ આવી ગઈ જ્યારે એને એક્સિડન્ટ થયો હતો.નિત્યાએ પોતાની આંખ બંધ કરી અને એ યાદોમાં ખોવાઈ ગઈ.એ પળ યાદ કરતા નિત્યાના મોઢા પર સ્માઈલ આવી ગઈ હતી અને તરત એ સ્માઈલ આંસુમાં ફેરવાઈ ગઈ.નિત્યાને એ પણ યાદ આવ્યું કે કેવી રીતે એ દિવસે દેવ એને મનાલી આવવા માટે ફોર્સ કરી રહ્યો હતો પછી એને દેવને ટ્રેનમાં આપેલી સરપ્રાઈઝ.મનાલીની ઠંડી,મિત્રોનો સાથ,દેવ સાથે થયેલ ઝગડો.હજી આગળનું યાદ આવે એ પહેલાં જ ડોરબેલ વાગ્યો.નિત્યા જેમ સપનામાંથી જાગી હોય એમ ચોંકી ગઈ.મારિયાએ દરવાજો ખોલ્યો તો એની ડોટર જ્યૂસી હતી.નિત્યા એને પણ દેવની બર્થડે પાર્ટી માટે ઇનવાઈટ કરી હતી.

"હાય આંટી"જ્યૂસીએ નિત્યાને કહ્યું.

"હેલો બેટા"

"વેર ઇસ કાવ્યા?"

"શી ઇસ ઇન હર રૂમ"

"ઓકે આંટી,ડુ યૂ નીડ એની હેલ્પ"

"નો નો,એવરીથિંગ ઇસ ઓલમોસ્ટ ડન"

"ઓકે વેલ,આઈ ગો ટૂ કાવ્યાસ્ રૂમ"

"ઓકે બેટા"

જ્યૂસી કાવ્યા પાસે ગઈ અને મારિયા એનું કામ કરવા જતી રહી.નિત્યાએ ઘડિયાળ સામે જોયું તો સાડા પાંચ વાગી ગયા હતા.નિત્યાએ દેવની પર્સનલ સેક્રેટરીને ફોન કરવાનું વિચાર્યું.પછી તરત એણે થોડી વાર રાહ જોવાનું નક્કી કર્યું.છ વાગી ગયા હતા છતાં પણ દેવનો કોલબેક નહોતો આવ્યો.નિત્યાને થોડું અજુગતું લાગવા લાગ્યું હતું અને ટેનશન પણ થતું હતું તેથી નિત્યાએ સીધો જ દેવને કોલ કર્યો.

શું દેવ નિત્યાનો ફોન ઉપાડશે?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED