પ્રેમનો અહેસાસ - 23 Bhavna Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો અહેસાસ - 23




માધવી નીકળી તો ગઈ હતી. શરદની જિંદગીથી દુર પણ કયાં જશે એની એને ખુદ ખબર ન હતી... આજે માધવી એવું મહેસુસ કરી રહી હતી કે જાણે એને બધું જ ખોઈ દીધું.. જિંદગીની જંગ હારી ગઈ હતી.. સડક પર બેગ લઈને ચાલી રહી હતી.. ના એની કોઈ મંજિલ હતી ના કોઈ આશરો..

પોતાના ઘરે જઈને એ આશાબેન નો સામનો કરી શકે કે એમના પ્રશ્નો ના જવાબ આપી શકે એટલી હિંમત પણ ના કરી શકી.. બસ ચાલે જતી હતી.. આજુબાજુ દોડતાં વાહનો, માણસો કશા ઉપર એનું ધ્યાન ન હતું. એટલામાં એને મંદિરમાં વાગતાં ઘંટારવનો અવાજ સંભળાયો.. માધવીના પગ મંદિર તરફ વળી ગયા.. આરતીનો સમય હતો.. ભકતોથી મંદિર ખીચોખીચ ભરેલું હતું.

ભકતોને જોઈ લાગતું હતું કે આજે પણ ઈશ્વર તો છે જ.. નહિ તો આટલી આસ્થા માણસોમાં ના હોત.. માધવી પણ મંદિરમાં ગઈ.. મા અંબાની મનમોહન મૂર્તિ ખરેખર મન મોહી લે એવી હતી. ચહેરા પર તેજ તમતમી રહયું હતું..

જેમ મા ને જોઈને સંતાન ભાવવિભોર થઈ જાય એમ મા અંબાને જોઈ માધવી પણ ભાવવિભોર થઈ ગઈ.. હાથ જોડીને માધવી મનોમન બોલવા લાગી;

"હે જગતજનની.. મા... તું તો આખા જગતની મા છે.. તારાથી શું અજાણ્યું છે?.. મારા મનની દરેક વાત તું જાણે છે.. તેમ છતાંય હું વાત તો કરીશ જ... તારા સિવાય બીજું કોઈ છે પણ કયાં ?જેને હું વાત કરું... તને મારી મા... સમજીને મારાં દિલની વાત કરું છું.. (માધવીની આંખોમાંથી ધર ધર આંસુ વહી રહયાં હતાં).. મા... હું શરદને સાચા દિલથી ચાહું છું.. એનાં કહેવાથી મેં ઘર તો છોડી દીધું પણ હું જીવી નહિ શકું... હું મરી પણ નહીં શકું.. મારા દક્ષુ માટે મારે જીવવું પડશે.. કયારેક કયારેક એ જોવા તો મળશે મને.. પણ હું કયાં જવું મા...? પિયર જઈને હું શું જવાબ આપુ?બંધ આંખે માધવી રડી રહી હતી... આજુબાજુના લોકો અને પૂજારી પણ માધવીને જોઈ દુઃખી થઈ ગયા..

ત્યાં હતા એ બધા માધવી માટે માને પ્રાર્થના કરવા લાગ્યા..

"મા આ દીકરીની આશા પુરી કરજો.. "

અજાણતા જ માધવીને ઘણાં બધાં આશીર્વાદ મળી ગયા. પૂજારી બાપા માધવી પાસે આવ્યા અને આવીને માધવીના માથાં પર એમનો હાથ મૂકયો.. માધવીએ આંખો ખોલી જોયું તો પૂજારી બાપા એનાં માથે હાથ મૂકી ઊભા હતા.. પૂજારી બાપા બોલ્યા;

"દીકરી! તારા આંસુ લૂછી નાંખ.. જો તું જગતજનની ના દરબારમાં ઊભેલી છે.. અને માના દરબારમાં જે આવે છે મા એની સર્વ મનોકામના પૂરી કરે છે.. તારી પણ કરશે દીકરી.. રડ નહીં.. તને ખુદ માતાએ બોલાવી હશે...તારો ખોળો મા આનંદથી ભરી દેશે.. અહીયાં ભલે તું રડતી આવી છે પણ હસતાં હસતાં જઈશ... ચાલ આજની આરતી તું તારા હાથથી જ કર.. "

માધવી એ આરતી કરી અને ત્યાં મંદિરના ઓટલા પર બેસી ગઈ..

આ બાજુ સમય જતાં શરદ ઊઠયો.. આજુબાજુ જોયું તો માધવીને જોઈ નહીં એટલે એ એને શોધવા લાગ્યો.. એક દમ એની નજર બેડ પર ઓશીકા નીચે મુકેલી ચિઠ્ઠી પર પડી.. એને એ લીધી અને વાંચવા લાગ્યો..

"શરદ તમે મારી સાથે હસ્તાક્ષરી વિવાહ કર્યા હતા.. અને એમાં જેમ લખેલું હતું એ મુજબ કામ તમારું થઈ ગયું છે.. તમને વારસદાર મળી ગયો.. તમે કીધું કે હવે તું જઈ શકે છે.. તો હું ઘર છોડીને જાઉં છું... કયાં જઈશ એની મને પણ ખબર નથી.. તમને મે મારા દિલની વાત કયારેય કરી નથી.. પણ આજે જતા જતાં કહું છું.. "

"શરદ તમને હું ખૂબ પ્રેમ કરું છું... તમારા માટે મારા દિલમાં ઘણું માન છે... તમારા વગર કેવી રીતે જીવીશ ખબર નહીં..તમારા માટે અઢળક પ્રેમ મારી સાથે લઈને હું જાઉં છું. મારા દક્ષુને મા અને બાપ બંનેનો પ્રેમ આપજો.. તમારું ધ્યાન રાખજો.. મમ્મી પપ્પાને પણ સાચવજો......

"તારી આંખોમાં આંખો પરોવી બસ એક વાર
તને મન ભરીને જોવા માગું છું.

તારા હાથમાં મારો હાથ રાખી બસ એક વાર
તને મહેસુસ કરવા માગું છું.

તારા ખભે મારું માથું રાખી બસ એક વાર
મન ભરીને રોવા માગું છું.

તારાં ખોળામાં માથું મુકી બસ એક વાર
નિંરાતે સૂવા માગું છું.

આ શ્વાસની દોરી તૂટે એ પહેલાં બસ એક વાર
તારી સાથે થોડું જીવવા માગું છું.

મારાં ધબકારા થંભી જાય એ પહેલાં બસ એક વાર
મારા ધબકારા તને સંભળાવા માગું છું.. "

મારી આ ઈચ્છા હતી પણ અધૂરી જ રહી ગઈ..

લિ... તમારી માધવી.



કયાં જશે હવે માધવી?
જાણવા માટે બન્યા રહો મારી સાથે....
"શાનદાર સફરમાં..