Sambandh - 3 books and stories free download online pdf in Gujarati

સંબંધ - એક અજબ પ્રેમકહાની - 3

શ્યામ અને પ્રિયાની જિંદગીમાં કદાચ હવે કોઈ પ્રોબ્લેમ થાય એવું ન્હોતું લાગતું. તેઓ ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બેઉ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. બેઉ એકબીજાની તકલીફો, દુઃખ, દર્દ વહેંચીને જીવતા. અને ખુશી, સુખ એકસાથે મળીને આનંદે માણી રહ્યા હતા.

એમ ને એમ જ બીજા ત્રણ વર્ષ વીતી ગયા. એકદિવસ સવારના જ પ્રિયા ઉઠતા વેંત જ ઉલ્ટી કરવા લાગી. શ્યામ તેના માટે એકદમ ચિંતિત થઈ ગયો. તેણે દોડીને પાણીનો ગ્લાસ ભરીને પ્રિયાને આપ્યો. તેની આંખોમાં અત્યારે ચિંતા અને પ્રિયા માટેનો પ્રેમ ચોખ્ખો નજર આવી રહ્યો હતો. તે જડપથી પ્રિયા માટે પોતાના ઘરમાં રહેલી ફર્સ્ટ એઇડ કીટ લઈ આવ્યો અને તેમાંથી ઉલ્ટી ની ટીકડી પ્રિયાને હાથમાં આપી.

અત્યારે અંજૂબેન અને ભગવાનભાઈ બંને ઘરે જ હતા. તેઓ આ ઉલ્ટી અને ઉલ્ટીનું કારણ સારી રીતે સમજી રહ્યા હતા. તેમણે શ્યામને સંભાળતા કહ્યું કે બેટા, ચિંતા ના કર. આ ઉલ્ટી ખુશખબરી આપવા માટે થઈ રહી છે. એના માટે પ્રિયાને આવી ટિકડીની જરૂર નહિ પડે. એટલું સાંભળતા જ પ્રિયા શરમાઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે શ્યામ સારી રીતે સમજી ગયો હતો કે પોતે પિતા બનવાનો છે. એના ઘરે હવે એક નાનું બેબી આવવાનું છે.

જ્યારે તેણે ખુશીની આ વાત સાંભળી ત્યારે તેને શું રીએકશન આપવું એ સમજાઈ ન્હોતું રહ્યું. તે એકદમ જાણે ફોન હેંગ થાય તેમ હેંગ થઈને એક જગ્યાએ થોડીવાર માટે બેસી ગયો. તેના પપ્પા અને તેની મમ્મીએ ઘણીવાર સુધી તો તેને હબડાવ્યો ત્યારે જાણે તે હોશમાં આવ્યો હોય તેમ ખુશીમાં ને ખુશીમાં નાચવા લાગ્યો. જ્યારે તેને ભાન થયું કે તે ખૂબ જ ખરાબ નાચી રહ્યો છે અને રૂમના બારણે ઊભી ઊભી પ્રિયા તેનો આ ખરાબ નાચ જોઈ રહી છે તો તે તરત જ પોતાના રૂમ તરફ દોડ્યો. તેને આવતો જોઇને પ્રિયા તરત જ રૂમમાં ચાલી ગઈ. રૂમમાં આવીને તરત જ શ્યામે ખુશીમાં ને ખુશીમાં પ્રિયાને પોતાની બાહોમાં ઉઠાવી લીધી. બંને એ એકબીજાની આંખોમાં જોયું. અત્યારે બંને ની આંખોમાં ખુશીની સાથે અનહદ પ્રેમ વર્તાઈ રહ્યો હતો. કાશ તેમના આ પ્રેમનો કોઈ દિવસ અંત જ ના આવે.

જ્યારે આખા પરિવારને ખબર પડી ગઈ કે પ્રિયા પ્રેગનેન્ટ છે તો બધા તેની ખૂબ જ સારી રીતે સંભાળ રાખવા લાગ્યા. તેનો પડ્યો બોલ ઝીલવા લાગ્યા. તેને જોઈતી દરેક વસ્તુઓ તેના માગવાથી જ હાજર થઈ જતી. પ્રિયાના સાસુ સસરા તો તેને જરા સરખું પણ કામ નહોતા કરવા દેતા. તેના સાસુ રોજ સવારે અને સાંજે બે ટાઇમ તેની સાથે જ ચાલવા જતાં, જેથી પ્રિયાને ડિલિવરી સમયે કોઈ તકલીફ ના થાય. ભગવાનભાઈ પણ પ્રિયા માટે કાજુ-બદામ કે કીસમીસ જેવા ડ્રાય ફ્રુટ અને સફરજન, કીવી જેવા તાજા ફળો ઘરમાં ખુટવા નહોતા દેતા. શ્યામ પણ હવે બને એટલો ક્લિનિક વધાવીને જલ્દી ઘરે આવી જતો જેથી પ્રિયા સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકે.

પ્રિયાને હંમેશા સારા જ વિચારો આવે તેના માટે ભગવાનભાઈ એ તેને એક સિમ્પલ ભાગવત ગીતા ની ચોપડી વાંચવા માટે આપેલી. પ્રિયા પણ પોતાના પતિ માટે અને સાસુ સસરા માટે બધું જ કરવા તૈયાર હતી. તે ઈચ્છતી હતી કે તેમના ઘરે એક ક્યૂટ એવો દીકરો આવે. તેના સાસુ સસરા ના મનમાં દીકરો કે દીકરી માટે કોઈ ખાસ એવી કોઈ ઈચ્છા નહોતી પણ તેઓ તો જે આવે તેને દિલથી સ્વીકારવા માગતા હતા. તેઓ તો બસ રાહ જોવા લાગ્યા હતા અને સપના જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના ઘરે નાનું બાળક આવે.

એકદિવસ રાતનું ડિનર પતાવીને પોતાના રૂમમાં પ્રિયા અને શ્યામ સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પ્રિયાએ શ્યામને સવાલ કર્યો.

'શ્યામ, તમને શું ઈચ્છા છે? મતલબ કે તમને શું જોઈએ છે દીકરી કે દિકરો?'

શ્યામ થોડીવાર વિચારમાં પડી ગયો. શ્યામના મનમાં પોતાના માટે કોઈ એવી ખાસ ઈચ્છા નહોતી. તેણે નક્કી કરેલું કે કોઈ પણ આવે ચાહે તે દીકરો હોય કે દીકરી તેને ખુબ સારા સંસ્કાર આપીશ. તે ક્યારેય કોઈનું મન ના દુભાવે, બીજા નું સન્માન કરે અને બીજાના સુખથી સુખી અને દુઃખથી દુઃખી થાય અને તેના દુઃખ દૂર કરવા માટે મહેનત કરે તેવા સારા સંસ્કાર આવે તેવી તેની ઈચ્છા હતી. તે પ્રિયાની આંખોમાં થોડી વાર જોઈ રહ્યો અને પછી કંઈ પણ બોલ્યા વિના જ સુવા લાગ્યો. કદાચ પ્રિયા પણ સમજી ગઈ હતી કે અત્યારે શ્યામના મનમાં શું ચાલી રહ્યું હતું. એટલે હવે બીજું કંઈ પણ પૂછ્યા વિના તે પણ સૂઈ ગઈ.

શ્યામ અને પ્રિયા બંને પોતાના બાળકના આવવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેઓ દર મહિને ગાયનેકોલોજિસ્ટ પાસે બતાવવા જતા. શ્યામને તો તે ડોક્ટર ઓળખીતા હતા એટલે જ્યારે તેઓ સોનોગ્રાફી કરતા ત્યારે શ્યામને પણ સોનોગ્રાફી રૂમમાં સાથે આવવા દેતા અને તેઓ પ્રિયાના પેટમાં રહેલા બાળકના બની રહેલા દરેક અંગો અને તેના હાથપગના હલનચલન બતાવતા. જ્યારે પહેલીવાર શ્યામે સોનોગ્રાફી માં પોતાના બાળકને જોયું ત્યારે ખુશીમાં ને ખુશીમાં તેની આંખોમાં આંસુ આવી ગયેલા. પેલા ડોક્ટર તો કંઈ ન સમજ્યાં પણ પ્રિયા શ્યામના આંખોમાં આવેલા આંસુ જોઇને સમજી ગઈ કે તેઓ પોતાના બાળકને જોઇને ખુશીથી રડી રહ્યા હતા. તે સારી રીતે સમજી રહી હતી કે જે માણસ માત્ર સોનોગ્રાફી માં પોતાના બાળકને જોઇને જ રડી રહ્યો છે તે જ્યારે બાળક આ દુનિયામાં આવશે ત્યારે તેના માટે કંઈ પણ કરી શકશે.

પ્રિયા રોજ સવારે નહાઈ ને તૈયાર થઈ જતી અને ભગવાનને દીવાબત્તી કરીને થોડી વાર માટે તેના સસરા એ આપેલી ભાગવત ગીતા વાંચતી. ભૂખ્યા પેટે જ કેસર વાળું ગરમ દૂધ પીતી અને પછી થોડી વાર રહીને એક સફરજન અને પછી થોડાક ડ્રાય ફ્રુટ ખાતી. પછી થોડીવાર હરતી ફરતી અને પછી આરામ કરતી. ત્યાં બપોર થઈ જતી અને તેના સાસુ તેના માટે જવાનું લઈ આવતા. બપોરનું જમીને થોડીવાર સાસુ સસરા જોડે બેસીને કઈક વાતો કરતા અથવા તો ટીવી જોતા અને વળી પાછી તે આરામ કરવા ચાલી જતી. સાંજ પડ્યે વહુ સાસુ બંને ચાલવા જતાં અને મંદિર પાસે રમી રહેલા બાળકોને જોઇને ખુશ થતા અને પોતાના ઘરે આવનાર બાળકને પણ આવી રીતે રમતા જોશે તેવા સપના જોતા.
સાંજનું જમવાનું થોડું હળવું લેતા અને પછી બધા સાથે બેસીને થોડીઘણી વાતો કરતા અને પછી પોતપોતાની જગ્યાએ સૂવાની તૈયારી કરતા.

એમ ને એમ જ પ્રિયાને પોતાની પ્રેગનેન્સી ના સાત મહિના પૂરા થવા આવ્યા. વળી સાતમે મહિનો પ્રિયાના સીમંત વિધિની તૈયારીઓ થવા લાગી.

શ્યામ અને ભગવાનભાઈ આ પ્રસંગમાં કોઈ જ ખામી નહોતા રાખવા ઈચ્છતા. એટલે તેમણે ખૂબ સારી રીતે ખુશી ખુશી આ પ્રસંગ કાઢ્યો. કદાચ એવું કહી શકાય કે શ્યામના લગ્ન કરતાં પણ પ્રિયાનું સીમંત સારી રીતે થયું હતું. અંજુબેન અને ભગવાનભાઈ તો ફૂલ્યા નહોતા સમાતા. તેઓ પોતે એટલા ખુશ આ પહેલા ક્યારેય નહોતા થઈ શક્યા એટલા ખુશ રહીને જીવતા હતા. સીમંત પછીના બે મહિના પણ કોઈ તકલીફ વિના જ વીતી ગયા. બસ હવે આજે કે કાલે બાળક આવે તેવી રાહ બધા જોઈ રહ્યા હતા.

અંતે એકદિવસ બપોરે પ્રિયાએ તેના સાસુને કહ્યું કે કદાચ તેનુ વોટરબેગ લીક થઈ રહ્યું છે. શ્યામને કોલ કરીને તેઓ તરત જ પેલા ગાયનેકોલોજિસ્ટ પાસે પહોંચી ગયા. પ્રિયાને માત્ર પાણી જ પડી રહ્યું હતું. દુખાવો થવો જરૂરી હતો જે અત્યારે નહોતો. એટલે ડોક્ટરે અમુક ઇન્જેક્શન આપીને દુખાવો થાય એવા બાટલા ચાલુ કર્યા. બપોર થી રાહ જોતા છેક રાત્રે સાડા દસ વાગ્યે પ્રિયાને દુખાવો ચાલુ થયો. તરત જ ડોક્ટર હાજર થઈ ગયા. ડોક્ટરે તપાસ કર્યા પછી નોર્મલ ડિલિવરી માટે રાહ જોવા કહ્યું. એટલે વળી પાછો પ્રિયાને દુખાવો સહન કરવાનો હતો. શ્યામ તેનો દુખાવો જોઈ નહોતો શકતો એટલે તે વારે વારે ડોક્ટર પાસે જતો. અંતે ડોક્ટરે થોડીક મહેનત કરી અને નોર્મલ ડિલિવરી કરાવી દીધી. ઓપરેશન થિયેટર માં શ્યામ હાજર નહોતો. તે બહાર રહીને બાળકના આવવાંની રાહ જોવા લાગ્યો. જ્યારે બાળક બહાર આવ્યું અને રડ્યું ત્યારે બહાર ઉભેલા માંથી સૌથી પહેલા બાળકનો અવાજ તેના પિતા એટલે કે શ્યામે સાંભળ્યો.

એના પહેલા કે નર્સ બાળકને બહાર લાવે, શ્યામ બોલી પડ્યો.

'મારો દીકરો આવી ગયો.'



શ્યામ અને પ્રિયાની જિંદગી આગળ શું વળાંક લેશે?
તેમનું આ બાળક તેમના જીવનમાં કેવા પ્રભાવ પાડશે?
તેમની પ્રેમ કહાની કંઈ દિશામાં આગળ વધશે?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
સંબંધ - એક અનોખી પ્રેમકહાની..



Dr Dipak Kamejaliya
'શિલ્પી'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED