આપણે અગાઉ જોયું કે શરદે કાવ્યાને ઊંચકીને બેડ પર બેસાડી દીધી અને પાસે બેસી ગયો..હવે આગળ..
"કાવ્યા તારે ખરેખર ઊંઘી જવું છે ?"
કાવ્યાએ શરદ સામે જોયું તો શરદ એટલાં પ્રેમથી એની સામે નિહાળી રહયો હતો કે એને નજર નીચે ઝુકાવી દીધી. કાવ્યાની દાઢી ઝાલીને શરદે એને ઉપર જોવડાવ્યું અને પછી બોલ્યો,
"કાવ્યા ! આઈ લવ યું...કાવ્યા તારાં પ્રેમમાં હું પાગલ છું એમ કહીશ તો પણ કંઈ વધારે ના કહેવાય...મારી આંખોમાં જો...તારી તસ્વીર દેખાશે તને. "
"તને હર પળ મેં ચાહી છે.
તારી હર પળ આશ કરી છે.
તું બસ મારી છે.
એ વાત મેં હર દમ કરી છે.
તારી ખુશી એ મારી છે.
તારાં પર આ જાન કુરબાન કરી છે."
"કાવ્યા પ્રેમ કર્યો છે મે અને હું નિભાવીશ. તારું દિલ હું કયારેય નહી દુખાવું.બસ મારી તને એક જ અરજ છે. મને કયારેય છોડી ને ના જતી.નહી તો આ શરદ જીવશે તો ખરો પણ એક જીવતી લાશ બનીને."
"શરદ તું આટલું ચાહે છે મને. અને કદાચ હું તને છોડીને જતી રહું તો...."
"કાવ્યા આવું વિચારીશ પણ નહી."
"ઓકે તો તુ જ કે...શું વિચારું બોલ?"
"કંઈ નથી વિચારવું હવે આજે.આખી લાઈફ છે વિચારવાં માટે.પણ આજે છે એ પછી નહી આવે."
એમ કહેતાં શરદે કાવ્યાનાં કપાળે પ્રેમથી ચૂમી લીધું...
"શરદ આ જ્વેલરી બહું વજનદાર છે. પ્લીઝ મને હેલ્પ કરને એને કાઢવામાં.
"હા કાવ્યા લાવ."
શરદ કાવ્યાની મદદ કરવાં લાગ્યો.એની રાજસ્થાની જવેલરી ખરેખર બહું હેવી હતી.રાજસ્થાની નથ,ચૂડલા,બાજુબંધ કાઢયાં પણ હારનો લોક ફસાઈ ગયો તો નીકળતો નહતો.શરદે કાવ્યાને કહયું,
"કાવ્યા આ ટેબલ પર બેસી જા હું ટ્રાય કરું નીકળે તો."
"ઓકે."
કાવ્યા ટેબલ પર બેસી ગઈ.કાવ્યાના વાળ ખુલ્લાં હતાં એટલે હારનો લોક દેખાતો નહતો બરાબર. શરદે કાવ્યાના વાળ ખભા પરથી લઈ આગળ બાજુ લઈ લીધાં. અને લોક જોવા લાગ્યો. જોયું તો ખબર પડી કે હૂક બેસી ગયો તો.શરદે મોં થી ખોલવા માટે હૂકને મોઢામાં નાંખવા ગયો ત્યાંજ શરદના હોંઠ કાવ્યાના ગળાને અડકી ગયાં.
કાવ્યાને શરદનો આ સ્પશઁ હચમચાવી ગયો.એને આંખો બંધ કરી દીધી.આ બાજુ કાવ્યાની ખુલ્લી પીઠ જોઈ શરદ પણ કાવ્યા તરફ ખેંચાઈ રહયો હતો.શરદે થોડીવાર ટ્રાય કર્યો ને લોક ખુલી ગયું પણ એ પોતે કાવ્યાનાં પ્રેમમાં વધુને વધુ લોક થઈ રહ્યો હતો.
શરદે કાવ્યાની પીઠને ચૂમી લીધી.કાવ્યા ઊભી થઈ ને શરદની બાહોમાં ભરાઈ ગઈ.શરદે પછી એના કપાળને ચૂમી લીધું.
"કાવ્યા આજે આપણે એક થઈ જઈશું. જે દિવસની આપણે બંને રાહ જોતાં હતાં એ દિવસ,એ પળ આવી ગઈ. અને બંને એક થઈ ગયાં.
સવાર પડી ને કાવ્યાની આંખ ખુલી તો જોયું કે એ શરદનાં ઘરે છે.શરદ એની બાજુમાં સુતો હતો. કાવ્યા એનાં ચહેરાને ખાસ્સો સમય જોઈ રહી.પછી બોલી,
"કેટલો માસૂમ અને ભોળો છે મારો શરદ.."
અને એની આંખો પર એક હળવું ચૂંબન કરતાં બોલી,
"ગુડ મોર્નિંગ શરદ..ચાલ ઉઠી જા.આપણે આબુ જવાનું છે...."
"ગુડ મોર્નિંગ કાવુ...બસ થોડું સૂવા દે.તું પેકિંગ કરી દે ત્યાં સુધી. "
કાવ્યા ઊઠીને ફ્રેશ થઈ નીચે હોલમાં આવી.ત્યાં માનસીબેન આવ્યા,
"કાવ્યા શરદ કયાં છે?"
"એ હજી સુવે છે. "
"ઓહો....આ છોકરો લગ્ન થયાં તોય એવોને એવો રહયો.તમારે પછી લેટ થશે બેટા.જા એને ઉઠાડીને તૈયાર થઈ જાવ.નાસ્તો કરી લો."
કાવ્યા પાછી શરદને ઉઠાડવાં જાય છે. શરદ ઊઠે છે. બંને પેકિંગ કરી તૈયાર થાય છે....નાસ્તો કરી એ આબુ જવા માટે નીકળે છે. રસ્તામાં કાવ્યાનાં મોબાઈલમાં કોઈ કોલ આવે છે.
"હલો "
"હલો કયાં આપ કાવ્યા બાત રહે હો?"
"જી બોલીએ."
"કાવ્યા આપકો મોડેલિંગ કે લીયે ચુના ગયાં હૈ.આપકો કલ 11 બજે તક હમસે આકર મીલના હૈ.
"ઓકે સર..થેન્ક યુ વેરી મચ. "
"કોનો ફોન હતો?"
"શરદ....શરદ...આઈ એમ સો હેપ્પી...શરદ..મને મોડેલિંગ માટે પસંદ કરવામાં આવી છે પણ...."
"ધેટસ ગ્રેટ કાવ્યા...પણ શું?"
"શરદ મને કાલે 11 વાગે મળવાં બોલાવી છે ને આપણે તો આબુ જઈએ છીએ પછી કેમનુ મળવાં જવાશે?"
"ઓહહહ.....તો એમાં દુઃખી થવાનું?તારી કેરિયર પહેલાં. હનીમૂન પર પછી જઈશું. ચાલ ઘરે."
"શરદ આઈ લવ યુ સો મચ."
બંને અડધેથી ઘરે પાછાં આવી ગયા.શરદે ઘરની ડૉરબેલ વગાડી. માનસીબેને દરવાજો ખોલ્યો,
શરદ અને કાવ્યા ને આમ અચાનક ઘરે પાછાં આવેલાં જોઈ માનસીબેન શું રિએક્શન કરશે? કાવ્યા અને શરદનો સંબંધ ટકી શકશે?
જાણવાં માટે બન્યાં રહો મારી સાથે.... આ શાનદાર સફરમાં...
#############################
મારાં વહાલાં વાંચકો તમે વાર્તા વાંચીને મારો ઉત્સાહ વધારી જ રહ્યા છો.અને મને વિશ્વાસ છે કે આગળ પણ વધારશો જ.બસ સાથે સાથે તમારો પ્રતિભાવ પણ જણાવો તો મારી હિંમત ઓર વધી જાય અને હું તમારી મનપસંદ આ નોવેલને વધુને વધુ શાનદાર લખતી રહું. 🙏🙏