નવરાત્રી : પહેલું નોરતું મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવરાત્રી : પહેલું નોરતું

🌸
નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી

નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રીના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે. માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા કહે છે.

*આજથી આદ્યશક્તીની ઉપાસનાનું મહાપર્વ, જાણો ક્યારે-કેવી રીતે કરશો ઘટ સ્થાપન...*

પ્રથમ દિવસ શૈલપુત્રીની પૂજા અર્ચના નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા છે.

પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે. આ દિવસે ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગી સાધનાનો પ્રારંભ થાય છે. વૃષભસવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે.

પર્વતની પુત્રી કહેવાય છે શૈલપુત્રી દેવી શૈલપુત્રી એ માતા પાર્વતીનો જ અવતાર છે. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. પર્વત પુત્રી હોવાના કારણે તેમને શૈલપુત્રી કહે છે. માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે અને કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને મૂળાધાર ચક્ર જાગ્રુત થવાથી પ્રાપ્ત થતિ સિદ્ધિઓ પણ મળે છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે, આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખે છે.

માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી મુસિબતોમાંથી મુક્તિ મળે છે. આથી દુર્ગમ સ્થાનો પર વસતા પહેલા માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે તેમની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે. માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ તે સ્થાન પર આફતો, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે.

નવરાત્રીમાં દુર્ગામાતાને માતૃશક્તિ, કરુણાની દેવી માનીને પૂજે છે. આથી તેમની પૂજામાં તમામ તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા, ગ્રામ દેવતા સહિત તમામ યોગીનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે. પ્રથમ પૂજનના દિવસે શૈલપુત્રી સ્વરૂપે ભગવતી દુર્ગા દુર્ગતિનાશિનીની પૂજા ફૂલ, અક્ષત, કંકુ, ચંદનથી થાય છે. તેમની આરાધના કરતા પહેલા ચોકી પર માતા શૈલપુત્રીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો.

ત્યારબાદ તેના પર એક કળશ સ્થાપિત કરો. કળશ પર નારિયેળ અને પાન પત્તા પર રાખીને એક સ્વસ્તિક બનાવો. ત્યારબાદ કળશ પાસે અખંડ જ્યોતિ પ્રગટાવીને 'ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ओम् शैलपुत्री देव्यै नम:' નો મંત્ર જાપ કરો. ત્યારબાદ માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરતા માતાને સફેદ રંગનો ભોગ જેમ કે ખીર કે મીઠાઈ ધરાવો. ત્યારબાદ માતાની કથા સાંભળીને તેમની આરતી કરો. સાંજે માતા સમક્ષ કપૂર પ્રગટાવીને હવન કરો.

*આ મંત્રોથી કરો શૈલપુત્રીની પૂજા અને જાપ*

*1. ऊँ शं शैलपुत्री देव्यै: नम:*

*2. वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥*

*3. वन्दे वांछित लाभाय चन्द्राद्र्वकृतशेखराम्। वृषारूढ़ा शूलधरां यशस्विनीम्॥*

*4. या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥ मां*

=========================

*નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી*

મા જગદંબા આદ્યશક્તિના અનેક સ્વરૂપમાં દુર્ગાના નવ સ્વરૂપ અતિ પ્રચલિત છે. માતાજીના નવ રૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું હોય છે અને પહેલા નોરતે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. લોક કલ્યાણ હેતુ આ શક્તિનો ઉત્પન્ન થાય છે.
નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રી રૂપમાં ઓવતર્યા. વૃષભ ઉપર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ, ડાબા હાથમાં કમલ માળા શોભાયમાન છે. પૂર્વજનની કથા મુજબ તે પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે અવતાર લીધો હતો. ત્યારે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો.

પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ મોટો યજ્ઞ કરતા હતા. તેમ તમામ દેવતાઓને નિમંત્રણ પાઠવ્યું હતું.અપમાનનો બદલો લેવા માટે સતી અને શિવે સતીને સમજાવ્યા કે. નિમંત્રણ વિના જવું યોગ્ય નથી.સતી માન્યાં નહી. શિવે તમેને જવાની રજા આપી.સતી હોંશે હોંશે દક્ષના યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં જરા પણ આદર સત્કાર ન મળ્યો.

પિતા દક્ષે ઘણા જ અપમાનજનક શબ્દો કહ્યા, આ અપમાન સતીથી સહન ન થયું.ખૂબ ખૂબ પસ્તાવો થયો કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું આવી, મેં બહુમોટી ભૂલ કરી છે.એ જ ક્ષણે યોગાંગી દ્વારા સતીએ દેહત્યાગ કર્યો. વ્રજપાત જેવી આ દારુણ દુઃખદ ઘટનાથી શિવ ખૂબ ક્રોધિત થયા. પોતાના ગણો મોકલી દક્ષના યજ્ઞનો વિધ્વસં કરાવી નાખ્યો. આજ સતી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો અવતાર લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયાં. પાર્વતી, હેમવતી પણ તેમનાં જ નામ છે.

ઉપનિષદની કથાનુસાર આ હેમવતીએ દેવતાનો ગર્વ ખંડિત કર્યો હતો. એ જ શક્તિ એ મુશ્કેલીના સમયે દેવતાને મદદ કરી છે. દુર્ગા સપ્તસતીના પ્રથમ અધ્યાયની કથા મુજબ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની યોગનિદ્રા સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા અને બહ્માજીનો વધ કરવા આગળ વધ્યા.તે સમયે બ્રહ્માએ તમોગુણી શક્તિની ખૂબ સરસ સ્વરમાં સ્તુતિ કરી.શ્રી હરિના શરીરમાંથી શક્તિ સ્વરૂપે બહાર આવ્યાને આ જ શક્તિના બળથી શ્રી હરિના હાથે બન્ને અસુરો નાશ પામ્યા.
એ જ શક્તિની આપણે પહેલા નોરતે શ્રી શૈલપુત્રીના રૂપમાં પૂજા ઉપાસના કરીએ છીએ.આ ઉપાસનાથી યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે.અહીંથી જ સાધકની યોગ સાધનનો આરંભ થાય છે.

🙏🚩 જય નવદુર્ગા 🚩🙏