Unfinished stories books and stories free download online pdf in Gujarati

અધૂરી રહેલી વાતો

અધૂરી રહેલી વાતો, અધૂરી રહેલી મારી વાતો,
આંખો આખી રાત જાગે,
જીભ કંઈક કહેવા ને થાકે,
તત્પર હોય શબ્દો જાણે એક કતારમાં,
એમને કોઈ વાત કહેવી હોય ને એ જાણે જાત ને જ રોકે,
જીભ તો બિચારી કંઈક બોલે પણ ખરી, તો શું બોલે,
તું ત્યાં હતીજ નાય, તો તું શું કય સાંભળે કે પછી કય બોલે,
એટલેજ કઈ જ કહેતા પહેલાં જ હાથ તૈયારી કરે,
અને કલમ શબ્દો ની માયા રચે,
કે જેથી કાગળ જે રચ ના કરે કે, કે રચાય લી રચના કેહવાની કમી પૂરી કરે, અધૂરી રહેલી વાતો જાણે કાગળ પર પૂરી કરે.
અધૂરી રહેલી મારી વાતો જાણે કાગળ પર જ પૂરી કરી હોય.

લખતા જ કંઈક કર વડે,
કેમકે જે કાંઈ કહેવું હોય,
ખૂબ બધી વાતો તો કરવી હોય,
ઘણું બધું સાંભવું પણ હોય,
પણ એ માત્ર વફાદાર આંખોને જ જાણ હોય,
કે આંસુ શબ્દો સાંભળીને રડે કે વાંચીને,
કારણ એમાં કહેલી દરેક વાત તારી હોય અને તારા માટે જ હોય.
જાણે કેહવી હોય એ વીતેલા દરેક ક્ષણની, પળની અધુરી રહેતી વાતો, અધૂરી રહેલી મારી વાતો.

જ્યાં શું કહેવું એ પણ કંઈ જ ખબર ના હોય,
તું બોલશે જ નાય એ પણ ખબર હોય,
કારણ તું ત્યાં છે જ ક્યાં એની પણ ખબર હોય,
છતાંય મન જાણે વાતો કરવા વલખાં કરે,
મન જાણે વાતો કરવા વલખા કરે,
આવતી જતી દરેક પળમાં તારા હોવાની ઉમ્મીદ પણ કરે,
અને આશા પણ કરે,
કાન ને તો જાણે તારી જ વાતો સાંભળવાની એક એવી જીદ કરી હોય,
કે જાણે આખી મારી દુનિયા મા,
મારી બાકીની વધેલી આખી દુનિયા માં બેહરાશ હોય, દુનિયા મારી સ્તબ્ધ બની ને ઉભી હોય, અને ઉદાસ હોય,
ને જાણે છતાંય પણ તારે માટે, માત્ર તારે માટે કાન ઊંઘાડી ને સાંભળવા ઉભી હોય,
પણ તું તો ત્યા, છે જ ક્યાં, કે, જે સાંભળે, બોલે, કે કોઈ પણ વાત કરે,
એટલે જ વધેલા શબ્દો જાણે કાગળ પર કટાક્ષ હોય,
અધૂરી રહેલી વાતો કહેતા હોય અને કેહતાજ રહી ગયા હોય,
અધૂરી રહેલી મારી વાતો જાણે કહેતા જ રહી ગયા હોય.

આંખો આશું સારે, ને કલમ શબ્દો સારે,
આંખો આંસુ સારે અને કલમ શબ્દો સારે,
અને હાથ હૈયા ની લાગણી કહેતા તરે,
જાણે ક્યારેય ના પૂરી થતી વેહતી કોઈ વાત,
કહેતા જ જાય, કહેતા જ જાય મન ના ઉઠતા વાવાઝોડા,
લડતા હોય ખુદ થી અને લખતા જાય, લખતા જ જાય જાણે આ કોઈ વાગેલા તીર ની વાત હોય,
કે જાણે શબ્દો ને પણ એમ હોય કે કોઈ વાત અધુરી ના રહી જાય, અધૂરી રહેલી વાતો,
અધૂરી રહેલી મારી વાતો ક્યાંક કોઈ કાગળ પર ઉતરતી જ હોય, તને કહેવાની દરેક વાતો કોઈક કાગળ પર કહેવાટી જ હોય,
હંમેશા તારી જ વાતો અને એ કહેવાતિ જ હોય
તારી રાહ જોઈને થાકેલી મારી આંખો ને કોઈને કોઈ વાત તો કહેવી જ હોય,
અધૂરી રહેલી વાતો,
અધૂરી રહેલી મારી વાતો તને તો જાણે રોજ કહેવી જ હોય, ને કેવી જ હોય.

રાહ જોવી તો જાણે કોઈ આદત થઇ હોય,
દર રસ્તે, દરેક વ્યક્તિમાં,
દરેક ના ચશ્માં પણ તારી જ છાવી જોવી હોય,
દરેક ગલી ને નુક્કડ જાણે, તારું જ એડ્રેસ,
આંખો પણ બંધ હોય કે ખુલી, કે પછી સપના હોય કે હકીકત હોય, આંખોને જોવી તો માત્ર તને જ હોય.
આંખોને જોવી તો માત્ર તને જ હોય.

શોધે બધે જ તને આ મન અને આંખો,
જાણે તારી રાહ જોવી, તને જોવી એજ એમની પણ ભગવાન ને ફરિયાદ હોય.
ચાલતા ચાલતા અધૂરી રહી ગયેલી સડક,
અડધા કપાયેલા રસ્તા,
કે તાપ માં પરસેવે નવાયલી શર્ટ,
ચાલી ચાલી ને થાકી ને, થાકીને તૂટેલી હરેલી એડિયો,
અને હૃદયમાં તારા જવાથી થયેલા દુઃખની લાગણી ભરેલા વહેણ, સુસવાટા સાથે તારી જ તો વાતો કરે, વાતો,
એ અધૂરી રહી ગયેલી વાતો,
એ અધૂરી રહી ગયેલી મારી વાત, કે વાતો.

આજ ઘણું કહેવાનું મન થાય છે,
તને એ પહેલી મુલાકાતમાં કહેલી, પ્રેમભરી વાતો,
એ એક થાળીમાં ખાવાની,
કે હસતા હસતા લદી પડવાની,
અને ખૂબ ઝઘડિયા પછી ખૂબ લાંબી ચાલેલી એ વાતો,
ટેરેસ પર લાત મારીને તોડી ટાંકીઓ અને પાઈપો ની તે વાતો,
ફરી કેમ કેવું, તને એ પહેલીવાર કહેલી વાતો,
કે સાથે જ રહેતા, સાથે જ જમતા,
કોઈ કદી તોડી ન શકે સાથ આપણો,
જીએ ગાઢ મિત્રતા ભરી વાતો,
અને કદી એ સાથ ના છોડવા ની કસમો અને એની મીઠી યાદો ની વાતો,
હું કેમ માંગુ જિંદગી પાસે,
એ કદી ના ખતમ થનારી સાસો,
કે કેવી રીતે માંગુ હવે ભગવાન પાસે પણ સમય તારા સાથ નો, ને વાત નો,
કે જેથી ફરી કહી શકું તને એ મારી દરેક કહેલી વાતો,
ને તું પણ સાંભળે અને કહે આપણી ઘણી ખરી મસ્તી ભરી વાતો,
કે જેથી કદી કોઈના રે અધુરી વાતો.
કે પછી કોઈ જ ના રહે એ આણ કહી, ને અધુરી વાતો.

ચાલીને મંદિર જતા અને ચાલતા ચાલતા કરેલી એ દરેક વાતો,
મંદિરમાં માંગેલી દુઆ ઓ મા માંગેલા તારા આશિષ ને મેળવવાની વાતો આંસુઓની ધારા ઓમાં વહી ગયેલી એ ન કહેવાય લી વાતો,
કે પછી માંગો ડોલી કે પિત્ઝા હુત ની ઉદેલી ચમચી ની, કે પછી શરૂ થયેલી વાતો સુજી ની પાણી પૂરી થી, પ્રેમ થી, ગુસે થી, કસમો થી, રસમો થી, કે ઘણી વાર ચૂપ રહી ને પણ કરેલી વીતેલી વાતો,
આજે પણ એમ જ યાદ છે, જાણે રોજ થતી હોય એ જ મુલાકાતો અને પછી થતી દરેક વાતો, વાતો,
તારા ગયા પછી પહેલીવાર જ ખબર પડી કે જિંદગી આટલી લાંબી હોય,
પણ છતાંયે રહી જાય અધુરી ઘણી વાતો.
અધૂરી રહેલી વાતો, અધૂરી રહેલી ઘણી બધી મારી તારી વાતો.
અધુરી રહી ગયેલી તારી મારી વાતો.
અધુરી ના રાખતી હવે કોઈ વાતો, બોવજ તકલીફ નું કામ છે ઝેલી ને રેવું આ આધુરી વાતો.
તો કદાચ આ જન્મમાં કે, આવતા જનમમાં કે, પછી દરેક જન્મમાં મને તો તારી સાથે જ તો કરવી છે કોઈને કોઈ વાતો. અધુરી ના રાખતી હવે કોઈ વાતો, અધુરી ના રાખતી હવે કોઈ આપણી વાતો.

Written by Ashu on 20 April

બીજા રસપ્રદ વિકલ્પો