રાધેશ્યામ - 2 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધેશ્યામ - 2

// રાધે-શ્યામ-૨ //

જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં, ત્યારે રાધેશ્યામના પેશીદાર, લઠ્ઠ પગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. “દાક્તર સાહે...બ', 'ફોજદાર સાહે..બ', 'હીરાચંદ પાનાચંદ', 'સપાઈ દાદુ અભરામ', 'પગી ઝીણિયા કાળા' અને 'મેતર માલિયા ખસ્તા' એવા સિંહનાદે એક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો રાધેશ્યામ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડ્યા વિના, ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો નાગર, અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે ‘મારો કાગળ છે ?' તો જવાબમાં ‘ના જી‘ને બદલે એકલી ‘ના’ જ કહેવાની રાધેશ્યામની તોછડાઇને કારણે નગરશેઠે પોસ્ટખાતાને ફરિયાદ કરી હતી. ‘નૉટ-પેઇડ’ થયેલું પરબીડિયું છાનું વાંચવા દઇને પાછું લઈ જવાની એણે ના પાડેલી, તેથી મ્યુનિસિપાલિટીના નવા ‘કાઉન્સિલર’ જયેશભાઈનો પણરાધેશ્યામે ખોફ વહોરેલો. પરિણામે એના ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તેને નહોતી મળી.

પણ રાધેશ્યામ માટે બીજા વિસ્તારો જેવાં કે કોળીવાડાને, કુંભારવાડાને, તેમજ હરિજનવાસને ભારી સંતોષ હતો. ઘર-ધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તીરાડમાંથી સેરવી આવતો. હરિજનવાસના કાગળો એ ઠેઠ રામદેવ પીરના ઘોડાની દેરી સુધી જઈને આપી આવતો. માલિયા ઝાંપડાનું રજિસ્ટર આવેલું, તેની પહોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલી. અને ગલાલ ડોશી કહેતાં કે, “મારા દીકરાનું મનીઓર્ડર આવેલું તે દિવસે હું ખેતર ગઈતી તે રાધેશ્યામ બીચારો દિવસ આથમતાં સુધીમાં ત્રણ આંટા ખાઈને પણ તે દિવસે ને તે દિવસે પૈસા પહોંચાડતો હતો.જો મને નાણાં સમયસર ન મળ્યાં હોત ને, તો તુલશીેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નહોતો !”

ને, તે સાચે જ શું રાધેશ્યામ શું રૂપાળો હતો ? એની સચોટ સાક્ષી જોઇતી હોય તો પૂછો દયાશંકરની જુવાન દીકરી મંજુલાને. પણ ના, ના,મંજુલાને એમાં શું પૂછવું છે ? બ્રાહ્મણ માબાપનું કિશોરબાળ પૂછ્યે જવાબ પણ શો આપવાનું હતું ! પોસ્ટ-ઑફિસ સામેની ટાંકીએ મંજુલા પાણી ભરવા જતી, ત્યારે રાધેશ્યામ એને બેડું ચડાવવા આવતો ખરો, પણ એ કદી તેનીસામે હસ્યો પણ નહોતો, મંજુલાની સામે તાકીને પણ જોતો નહોતો, બની શકે તેટલો દૂર રહીને ભરેલ પાણીનું બેડું ચડાવતો. ગામની મેમણિયાણીઓ આડાં બેડાં નાખીને જોરાવરીથી મંજુલાનો વારો ટાળતી, ત્યારે રાધુશ્યા ત્યાં હાજર રહીને મંજુલાને રક્ષણ દેતો. પણ એ કાંઇ પ્રેમ કહેવાય ! પ્રેમ શું એવો મૂઢ હોય ! પ્રેમની તો કોઇ અનન્ય અદ્ભુતતા હોવી જોઇએ ને !

મંજુલાતો ગામની કન્યાશાળામાં પાંચ ધોરણ ગુજરાતી ભણી હતી. ગામના ડોકટરે ગામની દીકરીઓને અંગ્રેજી તેમના શીખવવા ઘેર એક માસ્તર રાખ્યો હતો. ત્યાં જઇને અંગ્રેજી ભણવા માટે પણ મંજુલાએ મન કરેલું. પણ દયાશંકરકાકા તો શુક્લની દીકરી અર્ધે માથે ખસી ગયેલ ઓઢણે 'વંઠેલ' ભાષા ભણવા બેસે તે કલ્પનામાત્રથી જ કંપી ઊઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી, અને કન્યા શાળાના મેળાવડાઓમાં ગીત-ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા, તે તો કોઇ સારો મૂરતિયો મેળવવાના એકમાત્રહેતુથી. કોઇ દરબારી કે સરકારી અમલદાર મળી જાય, તો મંજુલાને પણ ભયોભયો, પોતાનો પણ વશીલો, દિકરાઓને બીજા મોા મોટા બહોળાં કામકાજ હાથમાં આવે... એ બધું એમની ગણતરી બહાર નહોતું.

શુદ્ધ નાગર-ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળી ઇડર રાજના 'સરકારી વકીલ' ની પત્ની અચાનક દેવલોક પમ્યા. તેમની ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી. એની ખાતરી જોઇતી હોય તો સરકારી વકીલસાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ દયાશંકરકાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી ?

(ક્રમશઃ)

---------------------------------------------------------------------------------------------------------------------------DIPAK CHITNIS (dchitnis3@gmail.com)

(DMC)