Radheshyam - 1 books and stories free download online pdf in Gujarati

રાધેશ્યામ - 1

// રાધે-શ્યામ-૧ //


"મારા દીકારાને જેટલો આઘાપાછા થવું હોય તો થવાદો ! હું પણ દયાશંકર બક્ષી છું અને તેના બાપ છું તેનું ધાર્યુ તો હું કોઇ કાળે નહીં થવા દઉં ! ભલે ને મારો બેટો..જે કોલ દાવ તેને ખેલવા હોય તે ખેલે રાખે પણ હું દયાશંકર તેની ગાડી મારી મરજી વિરૂદ્ધ પાટે ચડવા જ દઉં નહિ ને ! "

મુજબના તીખા તમતમતા વેણ કહીને તેની હંમેશની લત મુજબપોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર પણ જૂના જમાનાનું ઘરનું ચોખ્ખુ ઘી ખાધેલ પીધેલ એટલે સારા બોલ્યા.

"જોયું ! મારી તાળી પણ મારી વાતમાં સાક્ષી પૂરે છે !" એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં દયાશંકરેતમાકુનોની ચપટી ભરી દીધી. મોહબબ્તસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા દયાશંકરની લોહી-છલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દ્રષ્ટિ તીણું ત્રિશુળ બની જાત અને દયાશંકરના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. દેવયાની શુકલાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો મજબૂત અને ગજબનો આકર્ષક હતો.

અગાઉના જમાનાકરતાં હાલના એકવીસમી સદીમાં ગામડાં ગામમાં બ્રાહ્મણ તરીકેનો લોટ માગવાનો વ્યવસાય પહેલાં કરતાં હવે મોળો પડ્યો હતો. અગાઉના સમયમાં તો ગામનાં ઉજળિયાત કુંટુંબોની મહીલાઓ ખોબા-ખોબા ભરીને લોટ દેતી, તે હવે રાંધણિયામાંથી જ 'હાથ એઠા છે, મહારાજ !" કહીને બ્રાહ્મણોને વિદાય દેતી હતી. જાત-મહેનતના ધંધામાં હીણપ લાગતી, એટલે દયાશંકરકાકાની ડેલીએ બ્રાહ્મણ જ્ઞાતિના નવરા બ્રહ્મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે દયાશંકરની ચર્ચા ચારેકોર મંડાણી હતી.

"દયાશંકરકાકા ! ઘર બાંધાવા ધોને બાપડાનું ! બિલાડાની જેમ 'વઉ ! વઉ !' કરી રહેલ છે !"

તમે કહો એટલે “એમ કાંઇ ઘર બંધાશે ! તેનો મોટો ભાઇ હજી તો કુંવારો મૂઓ, તેનાં લીલ પરણાવ્યાં નથી, બાપનું કારજ કર્યું નથી. અરે, પોતેય જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પહેરી લીધા છે. આટલી પેઢીથી જ્ઞાતિનાં ભોજન ઊભે ગળે ખાધાં છે, અને હવે ખવરાવવામાં ઝાટકા શેના વાગે છે !”

“બાપના વખતનું કંઈ ઘરમાં ખરૂં કે નહિ, દયાશંકરકાકા ?”

“ખોરડું છે ને ! શીદ ને નથી વેચતો ?”

"પણ પછી એને રેહેવું ક્યાં ?"

"એને શું છે ! વાંઢો છે. આપણા ખડવાળા ઓરડાની ઓસરીને ખૂણે ભલેને રોજનાં બે રોટલા ટીપી લ્યે; કોણ ના પાડે છે ?"

"પણ અત્યારે કોણ એ નાના અમથા ખોરડાનાં નાણાં આપવાનું તું ?"

"જ્ઞાતિનું મોં મીઠું થતું હોય, જ્ઞાતિનો ધારો સચવાતો હોય ને એનું પણ સારું થતું હોય તો હું રાખી લઉં."

"હા ! દયાશંકરકાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે. દીકરા મોટા,જુવાન દીકરી ઘરમાં, અને પોતાનું ત્રીજી વારનું પરણેતર... વસ્તાર તો વધે જ ના !"

"દયાશંકરકાકાને સળંગ ઓસરીએ એના શીરાબંધ ઓરડા ઊતરે હોં !"

"મારે તો ઠીક, સાંકડ્યેમોકડ્યે ચલાવી લેવાય. પણ આ તો ણાતિનું ભૂષણ નથી રે" રહેતું, જ્ઞાતિનો રિવાજ તૂટે છે, નાગર બ્રાહ્મણનાં બસો કુટુંબોનાં મોઢાંમાંથી મીઠો કોળિયો જાય છે."

એ વખતે જ દયાશંકરકાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંજુલા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઇ ઓરડે ચાલી ગઇ. મંજુલાની હે (માથે પાણીના બેડલાં) ઉપર કાગડો બેસે એ રીતે ઊડી-ઊડી ને બ્રાહ્મણોનાં હૈયાં મંજુલાના રૂપ ઉપર રમવા લાગ્યાં હતા. કોઇ ટીખળીએ કહ્યું: "કાકા ! રાધેશ્યામને જમાઇ જ ન કરી લેવાય ?"

"નરહરિ !" કાકા કોચવાઇ ગયા: "કાગડાને મોતીના ચારા નીરનાર હું ગમાર નથી. હું અંબાજીનો ઉપાસક દ્વિજ-પુત્ર છું. દ્વિજોનો પણ શુકલ છું એથી તો દીકરીને દૂધ પીતી કરીશ, પણ કઠેકાણે કેમ કરી નાખીશ ?"

---------------------------------------------------------------------------------------------------------------------------DIPAK CHITNIS (dchitnis3@gmail.com)

(DMC)

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED