જીવંત રહેવા એક મ્હોર - 6 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત રહેવા એક મ્હોર - 6

પ્રકરણ ૬ઠું / છઠ્ઠું

આગળ કંઈ બોલે તે પહેલાં જ મોબાઈલની રીંગ વાગી સ્ક્રીન પર સારિકા
હેલ્લો
હાં સારિકા બોલ
પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવી જા........

હવે આગળ
મનને મનાવતી હતી કંઈ જ નહીં થયું હોય. પણ મન તો દિપકની જ્યોત સમાન સ્થિર થવાનું નામ જ નથી લેતું. રેલ નગર, પરસાણા નગર એક પછી એક રોડ પરથી પસાર થતી ગાડી ક્યારે આગળ નિકળી ગઈ રૂપાલીનુ ધ્યાન જ ન રહ્યું.
હોસ્પિટલ પહોંચી, હાંફળી ફાંફળી થતી સારિકાને પુછ્યું શું થયું કેમ મને આમ વિજ વેગે બોલાવી? બધું બરાબર છે ને આન્ટીની તબિયત તો બરાબર છે ને?
હાં પેલા આ રૂમમાં જા. તારાં માટે સરપ્રાઈઝ છે. રૂપાલી તો વાયુવેગે વિચારોના વમળમાં ખોવાઈ ગઈ. રિયાન આવ્યો હશે? ત્યાં યાદ આવી ગયું કે રિયાને તો મેરેજ કરી લીધા છે. એ પણ મન ગમતા પાત્ર સાથે કાશ...
તે દિવસે મેં સાયકલ રેસની જગ્યાએ તેની કૉફી વાળી ડિલ મંજૂર કરી હોત. નાનપણથી સાથે રહ્યા અને આમ બીમ બંધાય તે પહેલાં જ વરસાદી પાણી એક જ વિજ ઝાટકે ભસ્મીભૂત થઈ બીમ ધરાશાઈ થઈ ઢળી પડે એમ હું તો ઈઝહાર પણ ન કરી શકી.
અંદર જઈને જોયું તો રૂપાલીની ફેવરિટ ચોકલેટ કેક. તેના પર વાઈટ અક્ષરે લખાયેલું હેપ્પી બર્થડે તેનાં પર લાલ મીણબત્તી પ્રગટાવેલી. રૂમને સરસ શણગારેલ
આ બધું જોઈ રૂપાલી અભાક બની રિયાન સાથે વિતાવેલા એક એક દ્રશ્ય ચલચિત્રની માફક સામે આવી ગયા. ખુશીની સાથે એક ક્ષણિક દુઃખ પણ યાદ આવી ગયું. વિધાતાની વક્રતા એ રૂપાલીને ન તો ખુલીને હંસવાનો મોકો આપ્યો ન તો રડવાનો.
બીજી તરફ રિયાનનું મન એ કાળરાત્રિ યાદ કરી કરીને મનમાં મુંજાયા કરતો. વ્યથા ક્યાં ઠાલવવી એ વિચારોમાં મગ્ન હતો ત્યાં જ મોનાની એન્ટ્રી થઈ. ' હાઉ આર યુ મિ.રિયાન ? તે કંઈ બોલ્યા વગર જ રૂમની બહાર નીકળતો હતો ત્યાં અધ વચ્ચે જ.
'કંયા જઈશ? ક્યાં સુધી આમ ભાગીશ? ' મોના કપટી સ્માઈલ કરી બોલી.
રૂમની બહાર નીકળે તે પહેલાં જ મોબાઈલની રીંગ વાગી સ્ક્રીન પર જોયું તો સારિકા.
હેલ્લો દિ
હાં, ભાઈ યાદ છે ? કંઈ, આજે રૂપાલીનો બર્થ ડે છે.
ના હું તો ભૂલી જ ગયો હતો, સારું કર્યું યાદ કરાવ્યું.
ભાઈ, રૂપાલી મારી સાથે જ છે. લે વાત કર
હેલ્લો માંડ માંડ અશ્રુ રોકી શક્યા બંને
પાછળ ઉભા ઉભા મોના બોલી હાં હાં વાતો કરી લો. 'શું ખબર આ કાંટો ક્યારે નિકળી જાય.
શરીર પરના ઘા તો રુઝાઈ જાય છે પણ હ્રદયનાં ઘા ઘાયલ જ જાણે'
ખૂદ્દૂ હસતાં મોંના બોલી
રિયાને કોલ કટ્ટ કરી તરત જ એક વ્યાકુળ નજરે મોના સામે જોયું.
તે પણ લડી લેવાના મૂડમાં હતી પરંતુ રિયાન પોતાની જાતને શાંત રાખી વિધાતાની વક્રતાને જોયા કરતો.
ધીમે ધીમે સમય વિતતો ગયો. આશરે પાંચેક મહિના વિતી ગયા હતા
ઓફિસમાં પ્રવેશતા જ જોયું તો આલોક પારેખ એમની સામેની ચેઇરમાં બેઠાં બેઠાં રાહ જોઈ રહ્યા હતા.
અરે અંકલ આમ અચાનક ? આગોતરી જાણ કરી હોતતો હું તમને લેવા આવી જાત.
ના દિકરા, હું તો ચિઠ્ઠીનાં સાકર બનીને આવ્યો છું. આજે તારી પાસે બધું જ છે. શાન શહોરત અને આ કંપનીમાં સી. ઈ. ઓ.
'આપની દયા ' બે હાથ જોડતાં રિયાન બોલ્યો.
અરે હાથ જોડવાનો વારો તો મારો છે.
અરે અંકલ આવું કેમ બોલો છો ? હું કાલે હતો એ આજે પણ છું તમારા દિકરા સમાન, આમ હાથ જોડી તમે શું કહેવા માંગો છો? તમારું ઋણ મારાં પર અપરંપાર છે. તમારે તો હુકમ કરવાનો હોય. હાથ જોડીને શરમાવો નહીં. પ્લીઝ..
તો, સાંભળ હ્રદય પર પથ્થર મૂકી તારી પાસે એક આશ લઈને આવ્યો છું, તું નિરાશ નહીં કરે એ તો ખાતરી છે. છતાં બધી વાતની ચોખવટ કરી લેવી સારી.
તું અને રૂપાલી એટલું બોલતાં આગળના શબ્દો આલોક શેઠ ગળી ગયા. કંઈ જ ન બોલી શક્યા.
વાતને ફેરવતા રિયાને શરૂઆત કરી, મમ્મીની તબિયત કેમ છે? હવે,
મારી બધી બહેનો ઠીક તો છે ને? વિશ્વાસ તો મને પણ તમારા પર ભરોભાર છે. એટલે જ તમને સોંપી દિધું. રૂપાલી કેમ છે? ભારે હૈયે હિંમત કરી પુછી લીધું.
ઠીક છે
આંખોમાં આંખ ન પરોવી શક્યા આલોક પારેખ.
માણસ જ્યારે આંખોમાં આંખ પરોવી નથી શકતા ત્યારે કાં તો માણસ જુઠ્ઠું બોલતો હોય કાં તો માણસ લાચાર હોય છે.
આલોક પારેખ શામાટે મુંબઈ આવ્યા હશે
જાણવા માટે વાંચતા રહો
જીવંત રહેવા એક મ્હોર


ક્રમશઃ......